________________
૧૮૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
• ૬૩ થી ૨૭ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૮૩ તાંબુલ-પ્રાવાક આદિનો ત્યાગ કરે. આ વિધિ છે.
o સાવધયોગ પરિવર્જનાદિ રૂપવથી સામાયિકને કરેલ શ્રાવક વસ્તુતઃ સાધુ જેવો કઈ રીતે થાય ? તે શા માટે ઈવર સર્વ સાવધયોગ પ્રત્યાખ્યાન જ વિવિધ પ્રવિધ કરતો નથી ?
[સમાધાન સામાન્યથી સર્વ સાવધયોગ પ્રત્યાખ્યાન ગૃહસ્થને અસંભવ હોવાથી કેમકે આરંભમાં તેમની અનુમતિનો વિચ્છેદ થયો નથી, તથા સુવર્ણ આદિમાં આત્મીય પરિગ્રહથી નિવૃત્ત થયો નથી, અન્યથા સામાયિકના ઉત્તકાળમાં પણ તેના ગ્રહણનો પ્રસંગ આવે, માટે ન કરે.
સાધુ અને શ્રાવક વચ્ચે વિસ્તારથી ભેદ જણાવે છે - • સૂઝ-૭૪ [ગાથાની વ્યાખ્યા :
અહીં શિક્ષાકૃત એ સાધુ અને શ્રાવકમાં મોટો ભેદ છે. તે શિક્ષા બે ભેદે છે. - આસેવન શિક્ષા અને ગ્રહણશિક્ષા.
ડાયેયના • પ્રત્યુપેક્ષણાદિ ક્રિયારૂપ છે. શિક્ષા - અભ્યાસ. તેમાં આસેવન શિક્ષાને આશ્રીને સંપૂર્ણ જ ચક્રવાલ સામાચારીને સાધુ સદા પાલન કરે. શ્રાવક પાલન ન કરે. તે કાળે પણ સંપૂર્ણ અપરિજ્ઞાનથી અસંભવ છે.
- પ્રદાન - શિક્ષાને આશ્રીને સાધુ સૂનથી અને અર્થથી જઘન્યથી આઠ પ્રવચન માતા અને ઉત્કૃષ્ટથી બિંદુસાર પર્યન્ત ગ્રહણ કરે છે. શ્રાવક તો સૂઝ અને અર્થથી જઘન્યથી આઠ પ્રવચન માતા અને ઉત્કૃષ્ટથી જ જીવનિકાય અધ્યયન સધી ઉભયથી અને પિઝેષણા સુધી સુત્ર અને અર્ચથી ગ્રહણ કરે. -- ૪ -
સૂત્ર પ્રામાણ્યથી વિશેષતા કહે છે – “સામાયિકને જ કરતો શ્રાવક જે કારણે શ્રમણ સમાન થાય છે, તે કારણે વારંવાર સામાયિક કરવી જોઈએ.” આની કિંચિત વ્યાખ્યા કરે છે – “સામાયિક’ શબ્દ પૂર્વે નિરૂપેલ છે. શબ્દ અવધારણાર્થે છે. તેથી સામાયિક કરે તે જ કાળે, બાકીના કાળે શ્રાવક સાધુ સમાન ન થાય. આ કારણે અનેકવાર સામાયિક કરવી. અહીં ‘સાધુ સરીખો' કહ્યું છે. ‘સાધુ” કહેલ નથી. જેમાં સમુદ્ર જેવું તળાવે છે, સમુદ્ર નથી.
- ઉપપાતળી ભેદ બતાવે છે – સાધુ સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થાય છે. જ્યારે શ્રાવક ઉત્કૃષ્ટથી અય્યત કો ઉત્પન્ન થાય. જઘન્યથી તો બંને સૌધર્મ ક્ષે જ જાય. કહ્યું છે કે- અવિરાધિત શ્રામસ્યવાળા સાધુ અને શ્રાવકને પણ જઘન્યથી સૌધર્મક ઉપપાત જિનેશ્વરે કહેલ છે.
સ્થિતિથી ભેદ - સાધુને ઉત્કૃષ્ટ 33-સાગરોપમ અને જઘન્યથી પલ્યોપમ પૃથકવ સ્થિતિ થાય. શ્રાવકને ઉત્કૃષ્ટ ૨૨-સાગરોપમ અને જઘન્ય પલ્યોપમ સ્થિતિ દેવલોકે થાય.
ગતિથી ભેદ - વ્યવહારથી સાધુ પાંચે ગતિમાં જાય છે તથા કુરટ અને ઉત્કર્ટ નકે ગયા. કુણાલા દષ્ટાંતમાં એવું સંભળાય છે. શ્રાવક તો ચાર ગતિમાં જાય, સિદ્ધ ગતિમાં ન જાય. બીજા કહે છે - સાધુ સુજ્ઞતિમાં અને મોક્ષે પણ જાય,
શ્રાવક ચાર ગતિમાં જાય.
કષાયથી ભેદ - સાધુ કપાયના ઉદયને આશ્રીને સંજવલન અપેક્ષાથી ચારત્રણ-બે-એક કપાયના ઉદયવાળા કે અકયાયી પણ હોય, કેમકે છાસ્ય-વીતરાગાદિ હોય. શ્રાવક તો બાર કષાયના ઉદયવાળા અને આઠ કપાયના ઉદયવાળો હોય.
જ્યારે બાર કષાયવાનું હોય ત્યારે અનંતાનુબંધી વર્જીને લેવા. કેમકે તે અવિરતને જાણવા. જો આઠ કપાયનો ઉદયવાનું હોય ત્યારે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાય વર્જીને હોય કેમકે તે દેશવિરતને હોય.
બંધની દષ્ટિએ ભેદ – સાધુ મૂળ પ્રકૃતિની અપેક્ષાથી અષ્ટવિધ બંધક કે સપ્તવિઘબંધક કે પવિધ બંધક કે એકવિધ બંધક હોય છે. કહ્યું છે કે - જીવો આયુને છોડીને સપ્તવિધ બંધકો હોય છે. સૂક્ષ્મ સંપરાયવાળા છ પ્રકારે બંધવાળા કહેલા છે. તેઓ મોહનીય અને આયુને છોડીને પ્રકૃતિના બંધક કહેલા છે. ઉપશાંત ક્ષીણ મોહા અને કેવલીઓ એકવિધબંધક હોય છે. વળી તે કિસમયસ્થિતિક બંધક હોય છે, સાંપરાયિક નહીં. શૈલેશીકરણ કરતાં અબંધકા હોય છે તેમ જાણવું જ્યારે શ્રાવકો અષ્ટવિધબંધક કે સતવિધ બંધકો હોય છે.
વેદનાની દૃષ્ટિએ ભેદ – સાધુ આઠ કે સાત કે ચાર પ્રકૃતિના વેદક છે, શ્રાવકો નિયમા આઠ પ્રકૃતિને વેદે છે.
પ્રતિપત્તિને આશ્રીને ભેદ - સાધુ પાંચ મહાવ્રત સ્વીકારે છે, શ્રાવક તો એક, બે, ત્રણ, ચાર કે પાંચે અણુવ્રત સ્વીકારે.
અથવા સાધુ એક વખત સામાયિક સ્વીકારીને સર્વકાળ ધારણ કરે છે, શ્રાવક તે વારંવાર સ્વીકારે છે.
અતિક્રમને આશ્રીને ભેદ - સાધુને એક વ્રતના ઉલ્લંઘનમાં પાંચે વ્રતોનું ઉલ્લંઘન છે. શ્રાવકને તો એક-એકનું જ ઉલ્લંઘન થાય. શ્રાવકને માટે સર્વ શબ્દ પ્રયોજાતો નથી કેમકે કદાચ તેને દેશ વિરતિનો પણ અભાવ થાય. ‘સર્વ' એમ કરીને સર્વ સાવઘ યોગનો હું પરિત્યાગ કરું છું એમ કહીને વિરતિ પણ તેમને ‘સવ' સંપૂર્ણ હોતી નથી. કેમકે શ્રાવકને અનુમતિ વડે નિત્ય પ્રવૃતત્વથી સર્વ વિરતિ ન થાય.
એ પ્રમાણે તે સર્વ વિરતિવાદી દેશ વિરતિ અને સર્વ વિરતિને ચૂકે છે, કેમકે તે પ્રત્યક્ષ મૃષાવાદિપણે છે.
પ્રસંગે આટલું કહ્યું, તે પર્યાપ્ત છે. હવે સૂર કહીએ છીએ
આ વ્રત પણ શિક્ષાપદના અતિચાર રહિત પાળવું જોઈએ, તેથી કહે છે કે - સામાયિકવતી શ્રાવકને આ પાંચ અતિચારો જાણવા જોઈએ પણ આચરવા - સેવવા ન જોઈએ. તે આ પ્રમાણે –
(૧) મનોદુપ્રણિધાન :- પ્રણિધાન એટલે પ્રયોગ, દુષ્ટ પ્રયોગને મનથી કરે તેને મનો દુપ્રણિધાન કહે છે. સામાયિક કરેલ ગૃહસ્થનું એ કર્તવ્ય છે અસુકૃત દુકૃતનું પરિચિંતન ન કરે. કહ્યું છે - સામાયિક કરીને જે શ્રાવક ગૃહચિંતા કરે છે, તે આd-વશાને પામીને તેની સામાયિક નિરર્થક કરે છે.