________________
૧/૨ નિ - ૧૦૪૩, ભાષ્ય-૧૮૯
૪૩
४४
(PROOF-1)
(૬) તદ્ભવજીવિત - તે જ ભવમાં જીવિત આ ઔદારિક શરીરીને જ હોય છે. કેમકે તેમાં જ ઉપપાત થાય છે. તે આયુના બંધના પલ્લાં સમયથી આરંભીને છેલ્લા સમય સુધી અનુભવ. તે ઔદારિક શરીર તિર્યંચ અને મનુષ્યોને છે • * * * * * * શા માટે તે ઔદારિકોને જ કહ્યું છે ? તેમને જ ગર્ભકાળમાં વ્યવહિત યોનિથી નીકળવાને જન્મ કહે છે. તેથી ગર્ભકાળ સહિત જ તદ્ભવજીવિત છે. વૈકિય શરીરીને ઉપપાતથી કાલાંતર વ્યવહિત જન્મ છે. જીવિત સ્વ અબાધાકાળ સહિત છે. તેથી તદ્ભવ જીવિત ઔદારિકોને જ કહ્યું છે. તેમને આ સ્વકાય સ્થિતિ અનુસાર જાણવું.
• નિયુક્તિ-૧૦૪૪ :
ચકી આદિનું ભોગજીવિત, સંયત માણસનું સંયમ જીવિત, ભગવંતનું યશ અને કીર્તિ જીવિત છે. અહીં સંયમ અને નરભવ જીવિતથી અધિકાર છે. (9ભોગજીવિત • ચકવતી આદિનું, માર શબ્દથી બલદેવ, વાસુદેવ આદિ લેવા. (૮) સંયમ જીવિત - સંયતજન અર્થાત્ સાધુલોકનું જાણવું.
(૯,૧૦) ભગવંત મહાવીરનું જીવિત યશ અને કીર્તિ યુક્ત હતું તેમાં યશ એટલે પરાક્રમ કૃતુ અને કીર્તિ તે દાન-પુન્યના ફળરૂપ છે. કેટલાંક બંનેને એક ગણે છે. અસંયમજીવિત અવિરતિગત સંયમના પ્રતિપક્ષથી ગ્રહણ કરવું.
માવજીવપણું તેમાં જીવ એટલે પ્રાણધારણ. - X - X - X - જેમાં પ્રત્યાખ્યાન કિયા ચાવજીવને માટે છે તે. જેનો યોગ ત્રણ બેદે છે, તે ગિવિધ. સાવધયોગ તેનું પ્રત્યાખ્યાન કરવું. ત્રિવિધ યોગ, ત્રિવિધ કરણથી - મનથી, વચનથી, કાયાથી. અહીં મન વગેરેનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે, માટે કહેતા નથી. - x -- ન કરું, ન કરાવું, ન અનુમો.
[શંકા] કયા કારણે ઉદ્દેશકમને ઉલ્લંધીને વ્યત્યાસથી નિર્દેશ કર્યો ?
[સમાધાન યોગના કરણતંગથી ઉપદેશ માટે. તેથી કહે છે - યોગ કરણવશ જ છે. કરણના ભાવે યોગનો પણ સદ્ભાવ છે. કરણના અભાવે યોગનો અભાવ છે. હવે ગ્રંથ વિસ્તારભયે વધુ કહેતા નથી.
અહીં કરું નહીં, કરાવું નહીં, અનુમોદું નહીં પછી પ શબ્દ છે તે વર્તમાનકાળ સાથે અતીતકાળનો પણ નિર્દેશ કરે છે. તેથી કરેલાનું પણ, કરાવેલાનું પણ તથા ભવિષ્ય કાળમાં પણ કરાશે કે કરાવાશે તેનું પણ. એમ ત્રણે કાળનો સંગ્રહ જાણવો. પણ ક્રિયા અને કિયાવાળાનો ભેદ નથી અહીં માત્ર કિયા સંભવતી નથી તે જણાવવા ન્ય નું ગ્રહણ કરેલ છે - X - X - એ પ્રમાણે અહીં સુધીનું સૂત્ર કહ્યું.
અહીં પ્રત્યારામ શ0€ છે, તેથી ગૃહસ્થ અને સાધુને આશ્રીને ભેદ - પરિણામથી નિરૂપણ કરતા કહે છે -
• નિયુક્તિ-૧૦૪૫-વિવેચન :
ત્રિવિધ ગિવિધથી ૧૪૭ મંગો થાય, તે સમિતિ અને ગુપ્તિ વડે નિષ્પન્ન થાય છે એ પ્રમાણે સૂત્ર-સ્પર્શ નિયુક્તિનો વિસ્તાર થયો.
હવે ત્રિવિધ ગિવિધ વડે આની જ વ્યાખ્યા કરે છે. તેમાં વિવિધ સાવધયોગનું પ્રત્યાખ્યાન કરવું તે કરવું-કરાવવું-અનુમોદવું ત્રણ બેદે. ગિવિધથી તે મન, વચન, કાયા વડે. હવે તેના ભેદો જણાવતા કહે છે –
[શંકા] અહીં સર્વ સાવધયોગના પ્રત્યાખ્યાનના અધિકારથી ૧૪૭ પ્રત્યાખ્યાન
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ભેદો ગૃહસ્થ પ્રત્યાખ્યાન ભેદત્વથી અયુક્ત જ છે.
[સમાધાન ના, તેમ નથી. પ્રત્યાખ્યાન સામાન્યથી ગૃહસ્થ પ્રત્યાખ્યાન મેદની અભિધાનમાં પણ દોષપણે નથી. ધે પ્રસ્તુત ભેદો કહે છે -
૧૪૩ ભેદો ગૃહસ્થ પ્રત્યાખ્યાન ભેદ પરિમાણથી છે. તે વિધિપૂર્વક પ્રયત્નથી વિચારવા. ત્રણ ત્રિક, ત્રણ દ્વિક, ત્રણ એકૈક યોગમાં થાય છે ત્રણ-બે-ચોક, ત્રણ-બેએક, ત્રણ-બે-એક કરણો લેવા. પહેલામાં એક ભેદ બાકીના પદોમાં ત્રણ-ત્રણ-ત્રણ ભેદ થાય છે. બે-નવક ત્રિકને બે-નવક ત્રણ વડે ગુણતાં ૧૪૭ મંગો થાય છે. તે આ પ્રમાણે.
(૧) મન, વચન, કાયાથી કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં.
[શંકા ન કરે ઈત્યાદિ ત્રણે દેશવિરત ગૃહસ્થને કઈ રીતે સંભવે ? વિષય-ક્ષેત્ર બહારનો પ્રતિષેધ અનુમત છે. - ૪ - સ્વદેશમાં અનુમતિ નિષેધ છે. તે પુત્રાદિ સંતતિ નિમિત્તથી છે. દીક્ષાને અભિમુખ થયેલા ગૃહસ્થને ૧૧-મી પ્રતિમા સ્વીકારે ત્યારે વિવિધગિવિધથી પ્રત્યાખ્યાન હોય છે.
તો પછી મન વડે કરણ, કારવણ, અનુમત કઈ રીતે છે? મનથી પણ કરણાદિ ઘટી શકે છે. કેમકે વચન અને કાયાના કરણાદિ મનને આધીન છે. મનથી વિચારીને સાવધ કરે છે. કર્યા પછી પણ “સારુ કર્યું એવું અનુમોદન કરે છે, એ પ્રમાણે વિવિઘ, ગિવિધથી એક ભેદ કહ્યો.
હવે બીજો ભેદ – (૧) મનથી અને વયનથી કરે - કરાવે - અનુમોદે નહીં. (૨) તે રીતે મનથી અને કાયાથી, (૩) વયન અને કાયાથી. એ બીજો મૂળ ભેદ.
ધે ત્રીજો ભેદ – (૧) મન વડે કરે - કારવે - અનુમોદે નહીં. (૨) એ રીતે વચન વડે, અને (3) કાયા વડે. આ ત્રીજો મૂલ ભેદ.
હવે ચોથો ભેદ – (૧) ન કરે, ન કારવે મન-વચન-કાયાથી. (૨) એ પ્રમાણે • ન કરે, ન અનુમોદે. (૩) ન કરાવે, ન અનુમોદે. એમ ચોથો ભેદ.
હવે પાંચમો ભેદ – (૧) મનથી અને વચનથી - ન કરે, ન કરાવે. એ પ્રમાણે (૨) ન કરે, ન અનુમોદે, (૩) ન કરાવે, ન અનુમોદે. આ ત્રણે ભંગો મન અને વયનથી કહ્યા. બીજા પણ ગણ મનથી અને કાયાથી થાય. બીજા પણ વચન અને કાયાથી થાય. એ પ્રમાણે બધાં મળીને નવ ભેદ થાય.
હવે છઠ્ઠો ભેદ – (૧) મન વડે ન કરે, ન કરાવે. એ પ્રમાણે (૨) ન કરે, ને અનુમોદે, (3) ન કરાવે, ન ચાનુમોદે. એ પ્રમાણે વચન અને કાયા વડે પણ ત્રણ-ત્રણ ભેદો થાય છે.
સાતમો ભેદ – મન, વચન, કાયાથી ન કરે તે એક ભેદ, એ પ્રમાણે (૨) ના કરાવે, (3) કરનારને અનુમોદે નહીં. આઠમો ભેદ – (૧) મન, વચનથી ન કરે, (૨) મન, કાયાથી ન કરે, (3) વચન, કાયાથી વ કરે. એ પ્રમાણે ન કરાવે નાં પ્રણ ભેદ, એ પ્રમાણે ન અનુમોદેના ત્રણ ભેદ.
નવમો ભેદ – (૧) મન વડે ન કરે, (૨) ન કરાવે, (૩) ન અનુમોદે. એ પ્રમાણે વચનથી ગણ ભેદ, કાયાથી પણ ત્રણ ભેદ.
એ રીતે ૪૯ ભેદો થયા. તેને ભૂત-વર્તમાન-ભાવિ એ ત્રણ કાળથી ગુણતા ૧૪૭ ભેદો થાય. ••• અતીતનું પ્રતિકમણ, વર્તમાનનો સંવર, ભાવિનું પચ્ચકખાણ. એ રીતે
E:\Maharajsaheb\Adhayan-33\Book33AL