________________
૧/૨ નિ - ૧૦૨૭, ભા.૧૭૯
સૂત્રાર્થે પણ ઉપસંદ્ અવિરુદ્ધ જ છે - x - તેનો અભાવે પણ, ત્યારે ચાસ્ત્રિ પરિણામયુક્ત હોવાથી તે યતિ જ છે. જેટલું સૂત્ર ભણેલ હોય, તેટલા પ્રમાણથી જ પ્રતિક્રમણ કરે. હવે એક જ ગાથા વડે વિનયાદિ ત્રણે દ્વાર કહે છે –
૩૫
- ભાષ્ય-૧૮૦,૧૮૧ -
આલોચના કર્યા પછી વિનીતને પ્રશસ્ત ક્ષેત્રમાં તે સામાયિક અપાય છે. બે દિશાને સ્વીકારીને કે યથાક્રમે જ્યાં વિચરતા હોય ત્યાં, નિષિદ્ધ દિવસને છોડીને, મૃગશીર્ષાદિ નક્ષત્રોમાં, પ્રિયધર્માદિ ગુણસંપદા હોય ત્યારે સામાયિક આપવી જોઈએ. આલોચના કરાયા પછી વિનીતને, પગ ધોવા અનુરક્ત હોવું ઈત્યાદિ વિનયવાળા એવા ભક્તિવંત આદિ ગુણવાન શિષ્યને તે સામાયિક અપાય છે. તે પણ અહીં-તહીં ગમે ત્યાં નહીં. તો?
–
પ્રશસ્ત ક્ષેત્રમાં - ઈક્ષુ ક્ષેત્રાદિમાં. કહ્યું છે – ઈક્ષુવન, શાલિવન, પાસરોવર, કુસુમિત વનખંડ, ગંભીરસાનુનાદમાં, પ્રદક્ષિણારૂપ જળ સ્થાન પાસે કે જિનગૃહમાં સામાયિક આપવી. પરંતુ ભાંગેલા, બળેલા, શ્મશાન, શૂન્યગૃહમાં કે અમનોજ્ઞ ઘરમાં, ક્ષાર-અંગાર-કચરો-અશુચિ આદિ અશુભ દ્રવ્યોથી દુષ્ટ ક્ષેત્રમાં આપવી ન જોઈએ.
દિશા અભિગ્રહ - પૂર્વ કે ઉત્તર દિશામાં દેવી તથા જે દિશામાં તીર્થંકર, કેવલિ, મન પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદ પૂર્વી આદિ યાવત્ યુગપ્રધાનો વિચરતા હોય, યથાક્રમે તેમના ગુણની અપેક્ષાથી, તે દિશામાં યથાક્રમે અપાય છે. - X - ત્રણ દ્વાર ગયા. હવે કાલાદિ ત્રણ દ્વાર –
પ્રતિષિદ્ધ દિવસો ચૌદશ આદિ છોડીને, અનિષિદ્ધ એવા પાંચમ આદિમાં આપવી. કહ્યું છે ચૌદશ, પૂનમ, આઠમ, નોમ, છટ્ઠ, ચોથ, બારસ બંને પક્ષની આ તિથિઓ છોડી દેવી. આ દિવસોમાં પ્રશસ્ત મુહૂર્તોમાં અપાય છે, પ્રશસ્તમાં નહીં. મૃગશીર્ષાદિ નક્ષત્રોમાં દેવાય. કહ્યું છે કે મૃગશીર્ષ, આર્દ્રા, પૃષ્ય, ત્રણે પૂર્વા, મૂલ, આશ્લેષા, હસ્ત અને ચિત્રા એ દશ નક્ષત્રો જ્ઞાનના વૃદ્ધિકર છે. સંધ્યાગત, રવિગત, વિષેર, સંગ્રહ, વિલંબી, રાહુગત, ગ્રહભિન્ન એ સાત નક્ષત્રો વર્જવા,
-
-
તથા પ્રિયધર્માદિગુણ સંપત્તિ હોય તેને સામાયિક આપવી જોઈએ. કહ્યું છે પ્રિયધર્મ, દૃઢધર્મ, સંવિગ્ન, અવધીરુ, અસઠ, શાંત, દાંત, ગુપ્ત, સ્થિરવય, જિતેન્દ્રિય, ઋજુ એ ગુણ સંપઘ્ર શોધવી. હવે ચરમ દ્વાર –
ભાષ્ય-૧૮૨-વિવેચન :
કાલિક શ્રુતમાં સૂત્ર, અર્થ, તદુભયથી અભિવ્યાહાર હોય છે. દૃષ્ટિવાદમાં તો દ્રવ્ય-ગુણપર્યાયથી અભિવ્યવહાર જાણવો. તેમાં - અભિ વ્યાહરણ એટલે - આયાર્ય અને શિષ્યના વચન-પ્રતિવચન. તે 'આચાર' આદિ કાલિક શ્રુતમાં સૂત્ર, અર્થ, તભયથી હોય છે. અહીં આ ભાવના છે - શિષ્ય વડે ઇચ્છાકાથી “આ અંગાદિ ઉદ્દેશો કરો'' એમ કહેવાતા ઈચ્છા પૂર્વકના આચાર્ય વચન – “હું આ સાધુને આ અંગ અધ્યયનનો ઉદ્દેશો ઉદ્દિશાવુ છું - વાંચવા આપું છું - [કેવી રીતે ?] આપ્તઉદ્દેશ-પરંપરા જણાવવા ક્ષમાશ્રમણોના હાથથી પણ સ્વબુદ્ધિથી નહીં. સૂત્રથી, અર્થથી કે તભયતી. આ કાલિક શ્રુતમાં. ઉત્કાલિક શ્રુત-દૃષ્ટિવાદમાં કઈ રીતે ?
દ્રવ્ય, ગુણ, પર્યાયથી દૃષ્ટિવાદ-ભૂતવાદ જાણવો. તે અભિવ્યાહાર છે. અહીં એવું કહે છે કે – શિષ્યના વયન પછી આયાર્યવચન ઉદ્દેશ છું - સૂત્ર અને અર્થથી. દ્રવ્ય
(gu)
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
ગુણ-પર્યાય વડે, અનંતગમ સહિતથી. એ પ્રમાણે ગુરુ વડે સમાદિષ્ટ અભિવ્યાહાર પછી શિષ્યનો અભિવ્યાહાર આ રીતે - શિષ્ય બોલે કે “આ મને ઉદ્દેશાવો”. હું પૂજ્યો વડે કરાતા અનુશાસનને ઈચ્છું છું. એ પ્રમાણે અભિવ્યાહાર. આઠમું દ્વાર નીતિવિશેષ વડે - નયો વડે કહ્યું – હવે અધિકૃત મૂલદ્વારમાં “કરણ કેટલાં” કહે છે. • ભાષ્ય-૧૮૩-વિવેચન :
૩૬
ઉદ્દેશ, સમુદ્દેશ, વાયના, અનુજ્ઞા આ ચાર કરણ આચાર્ય વિશે હોય છે. શિષ્યને વિશે ઉદ્દેશ, સમુદ્દેશ, વાચના, અનુજ્ઞા કરે છે.
આ ગુરુ અને શિષ્યના સામાયિક ક્રિયા વ્યાપાર કરણ છે, તે ચાર ભેદે છે – ઉદ્દેશકરણ, સમુદ્દેશકરણ, વાયાકરણ અને અનુજ્ઞાકરણ. છંદના ભંગના કારણે વાચનાકરણ પછી લખ્યુ છે, અન્યથા ક્રમ આ રહે ઉદ્દેશ, વાસના, સમુદ્દેશ અને અનુજ્ઞા. આદિત્ય - ગુરુ વિષયક કરણ. શિષ્યમાં - શિષ્ય વિષયક ઉદ્દિશ્યમાન, વામાન, સમુદ્દિશ્યમાન, અનુજ્ઞાયમાન કરણ. આ જે કહ્યું તે ઋતિવિધ નો ઉત્તર છે.
[શંકા] પૂર્વે અનેકવિધ નામાદિકરણ કહેલ જ છે, અહીં ફરી શા માટે કહ્યા ? [ઉત્તર] અહીં ગુરુ અને શિષ્યમાં દાન-ગ્રહણ કાળમાં ચાર ભેદે કરણ કહેલ છે. અથવા પૂર્વે અવિશેષથી કરણ કહ્યા. અહીં ગુરુ-શિષ્યની ક્રિયા વિશેષથી વિશેષિત છે. અથવા આ જ કરણનો અવસર છે - ૪ -
-
હવે થમ્ એ દ્વારની ગાથા કહે છે –
• નિયુક્તિ-૧૦૨૮,૧૦૨૯-વિવેચન :
સામાયિકનો લાભ કેવી રીતે થાય ? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર છે. તે સામાયિકના સર્વવિધાતી અને દેશવિધાતી સ્પર્ધકો હોય છે. આ સામાયિકાવરણ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મિથ્યાત્વ મોહનીય છે, તેમાં બે ભેદે સ્પર્જકો છે દેશધાતી અને સર્વઘાતી. તેમાં સર્વઘાતિમાં બધાં ઉદ્ઘાતિત થતાં દેશધાતિ પદ્ધકોમાં પણ અનંત ઉદ્ઘાતિત-ક્ષીણ થતાં અનંતગુણવૃદ્ધિથી પ્રતિ સમય વિશુદ્ધયમાન શુભ-શુભતર પરિણામ ભાવથી [કરેમિભંતેના] કારને મેળવે છે. તેનાથી અનંત ગુણવૃદ્ધિથી પ્રતિસમય વિશુદ્ધ થતા રે વર્ણ પ્રાપ્ત થાય, એ રીતે બાકીના પણ જાણવા.
તેથી જ કહે છે - દેશઘાતિ સ્પર્ધ્વક અનંતવૃદ્ધિથી વિશુદ્ધ થતાં. શું? એ પ્રમાણ દ્દ કારની પ્રાપ્તિ થાય, એ પ્રમાણે શેષ વર્ણોની પ્રાપ્તિ થાય છે. આ ભાવકરણ છે. એમ કરણ દ્વારમાં કહ્યું, તેની વ્યાખ્યા કરી.
[શંકા] ઉપક્રમદ્વારે કહ્યું કે આ – ક્ષયોપશમથી થાય છે. ફરી ઉપોદ્ઘાતમાં કહ્યું કે આ – ર્થ નમ્મતે માં ત્યાં કહ્યું. અહીં વિશ્ર્વ પ્રશ્ન તે પુનરુક્તતા કહે છે. [સમાધાન] આ ત્રણે અપુનરુક્ત છે. કઈ રીતે? ઉપશમમાં ક્ષયોપશમથી ‘સામાયિક' પ્રાપ્ત થાય છે તેમ કહ્યું, ઉપોદ્ઘાતમાં તે જ ક્ષયોપસમ તેના કારણભૂત કઈ રીતે પ્રાપ્ત થાય તે પ્રશ્ન છે. અહીં ફરી વિશેષિતતર પ્રશ્ન છે - તે ાયોપશમ ક્યાં કર્મનો છે. હવે દ્વારનો ઉપસંહાર કરે છે - અનંતરોક્ત સામાયિક કરણ જે તે ભાવકરણ છે ઈત્યાદિ - ૪ - મૂલ દ્વાર ગાથામાં વાળ એ દ્વારની વ્યાખ્યા કરી, આ વ્યાખ્યાનથી સૂત્રમાં પણ રેમિ અવયવ કહ્યો. હવે બીજા અવયવની વ્યાખ્યા કરીએ છીએ–
- ભાષ્ય-૧૮૪ -
ભયાંત તે ભયનો અંત કરનાર, રચના ભયના છ ભેદોની છે, છ પ્રકારે ભય
-
-