________________
પીઠિકા-નિ૬૯,૩૦
૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
- - હવે બીજી ગાથાની વ્યાખ્યા કહે છે –
અતિશય ગમન કરે છે, તેથી ચારણ છે. તેના બે ભેદો છે - વિધા ચારણ અને જંઘાયારણ. તેમાં જંઘાચારણ શક્તિથી રૂચકવરદ્વીપ સુધી જવા શકિતમાન છે, એક જ ઉત્પાત વડે જ રૂચકવર દ્વીપે જાય છે, પાછા આવતા પહેલા ઉત્પાતે નંદીશ્વર દ્વીપ, બીજા ઉત્પાતે મૂળ સ્થાને આવે છે. ઉંચે એક જ ઉત્પાત મેરુ પર્વત પંડુક વનમાં અને પાછા ફરતા એક ઉત્પાતે નંદનવન અને બીજા ઉત્પાતે જ્યાંથી આવ્યો હોય ત્યાં પહોંચે.
વિધાચરણ નંદીશ્વરદ્વીપ સુધી જવા જ સમર્થ છે, તે એક ઉત્પાતે માનુષોત્તર પતિ, બીજે નંદીશ્વરે જાય છે, પાછો એક ઉત્પાતમાં જ મૂળ સ્થાને આવે. ઉંચે એક ઉત્પાત મેરુ પર્વત, બીજા ઉત્પાતે પાછો ફરે.
બીજા પણ લબ્ધિવાળાઓ શક્તિથી જ રૂચકવર આદિ દ્વીપોમાં જાય છે. તે તીછ તેમજ ઉંચે આ પ્રમાણે વિચારવા. તે પ્રમાણે જ દાઢામાં જેને વિષ હોય તે આસીવિષ કહેવાય. તેની બે જાતિઓ છે. એક જાતિ વડે, બીજા કૃત્ય વડે. જાતિ વિષવાળા દેડકો, સાપ, મનુષ્ય, વીંછી છે કર્મચી તિર્યંચયોનિ તથા મનુષ્યો અને સહસાગાદિ દેવો છે. આ જીવો તપ અને ચાસ્ત્રિ પ્રભાવે કે અન્ય કારણે આસીવિષ જેવા થાય છે. દેવો પણ પોતાની શક્તિથી તેવા થાય છે. દેવો શ્રાપ આપી મારી નાંખે છે.
કેવલી પ્રસિદ્ધ છે. મન:પર્યવજ્ઞાની પૂર્વે કહ્યા સિવાયના વિપુલ મન:પર્યવજ્ઞાની લેવા. પૂર્વ ભણેલા તે પૂર્વધર સાધુ. અશોકાદિ આઠ મહાપ્રાતિહાર્ય પૂજાની યોગ્યતાથી અરહંત દેવો તીર્થકરો છે. ચક્રવર્તી તે ચૌદ રત્નાધિપ છે. બળદેવ પ્રસિદ્ધ છે. વાસુદેવ અર્ધભરતાધિપ છે.
ઉત્તમ સર્વે ચારણાદિ લબ્ધિ છે. અહીં વાસુદેવ, ચકવર્તી, તીર્થકર આદિ કહ્યા, તે ઋદ્ધિમાં તેમના અતિશયો બતાવે છે –
• નિયુક્તિ -૩૧ થી ૩૫ - અહીં નિયુક્તિ અને વૃાની સમાનતા હોવાથી નિયુક્તિ અર્થ લખ્યો નથી. • વિવેચન-૭૧ થી ૫ -
અહીં વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમ વિશેષથી વાસુદેવનો બળ અતિશય કહે છે - ૧૬,૦૦૦ રાજાઓ હાથી-ઘોડા-રથ-પાયદળના સમૂહથી સાથે મળી એક સાંકળે કુવાના કાંઠે ઉભેલા વાસુદેવને ખેંચે, ત્યારે વાસુદેવ ડાબા હાથે સાંકળ પકડે, જમણે હાથે ખાતો હોય વિલેપન કરતો હોય, અવજ્ઞાથી હસતો હોય, તો પણ તેઓ ખેંચી ન શકે.
ચક્રવર્તીનું બળ આ છે – ૩૨,૦૦૦ રાજા સર્વ સૈન્ય સાથે સાંકળ ખેંચે, ચકવર્તી કવાને કાંઠે બેસીને ડાબા હાથે સાંકળ પકડી રાખે, જમણે હાથે ખાતો કે વિલેપન કરતો હોય, તો પણ તેઓ ચકીને ખેંચી ન શકે. કેમકે વાસુદેવ કરતાં ચક્રવર્તીનું બળ બમણું હોય છે. [31/5]
બળદેવનું બળ બીજા સામાન્ય મનુષ્યોથી ઘણું વધુ હોય. સંપૂર્ણ વયનિત્તરાય કર્મના ક્ષયથી અપરિમિત બળવાળા તીર્થકરો તો ચક્રવર્તીથી વધુ બળવાન હોય છે. જેની ગણતરી જ ન થઈ શકે.
આ બધી લબ્ધિ કર્મના ક્ષય કે ક્ષયોપશમથી જીવન હોય. • નિયુક્તિ -૩૬ :
મન:પર્યવજ્ઞાન મનમાં ચિંતવેલા પદાર્થોને પ્રગટ કરે છે. તે ગુણ પ્રત્યાયિક અને ચાઝિવંતને હોય છે.
• વિવેચન-૭૬ :
‘મન:પર્યવજ્ઞાન’ શબ્દ પૂર્વે નિરૂપિત છે. પુન: શબ્દ વિશેષણ અર્થે છે. આ રૂપી દ્રવ્યને જાણનાર, ક્ષાયોપથમિક ભાવતું તથા પ્રત્યક્ષ આદિ અનેક વિષયમાં અવધિજ્ઞાનને મળવું છતાં તેના સ્વામી આદિ ભેદવાળું છે. તેનું સ્વરૂપ આ છે - જન્મ લે તે જન. તેમના મનમાં તે જન-મન તેના વડે ચિંતવેલો પદાર્થ, તેને મન:પર્યાયજ્ઞાની પ્રકાશે છે. મનુષ્ય ક્ષેત્ર તે અઢીદ્વીપ અને બે સમુદ્ર પ્રમાણ છે. તેને આશ્રીને આ જ્ઞાન છે. તેની બહાર રહેલ પ્રાણીના મનો ચિંતિતમાં ન પ્રવર્તે.
ગુણો - ક્ષાંતિ આદિ, તે જ જેના કારણો છે તે ગુણ પ્રત્યય, જેને ચાસ્ત્રિ છે, તે ચારિકવાન, તે ચામ્બિવંતને જ આ જ્ઞાન થાય અથતુિ અપમuસંયતને આમધિ ઋદ્ધિ માફક પ્રાપ્ત થાય છે.
આ દ્રવ્યાદિ વડે નિરૂપે છે - તેમાં દ્રવ્યથી મન:પર્યવજ્ઞાની અઢી દ્વીપ બે સમુદ્ર અંતર્ગત પ્રાણીના મનોભાવ પરિણત દ્રવ્યોને જાણે છે અને જુએ છે. આ અવધિજ્ઞાન સંપ મન:પર્યાયજ્ઞાનીને આશ્રીને કહેલ છે. અન્યથા જાણે જ, પણ જુએ નહીં.
અથવા જેથી સાકાર તે જ્ઞાન, જેનાથી દેખે તે દર્શન. એ પ્રમાણે સૂત્રમાં સંભવે છે માટે દર્શન પણ લીધું અન્યથા ચક્ષ, અચક્ષ, અવધિ અને કેવળ એ ચાર દર્શન છે, તેમાં વિરોધ આવે. ોગથી અઢી દ્વીપ - સમુદ્રાદિમાં, કાળથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ ઈલ કે અતીતકાળનું જાણે છે. ભાવથી અનંતા મનોદ્રવ્ય પયયોને જાણે તેમાં મનોદ્રવ્યના પયયોને સાક્ષાત્ જુએ. પણ બાહ્ય - તે વિષય ભાવને પામેલા ભાવોને તો અનુમાનથી જાણે.
કેવી રીતે ? મનમાં મૂd અમૂર્ત દ્રવ્યના આલંબનથી. તેમાં છાસ્થો અમૂર્તને ન જુએ. સત્પદ પ્રરૂપણાદિ અવધિજ્ઞાનવત્ જાણવા. વિશેષ એ કે - અણાહારક, અપતિક જીવો પ્રતિપધમાનક કે પ્રતિપન્ન ન હોય, એટલું અવધિજ્ઞાનથી જુદા પણું છે. હવે કેવળજ્ઞાન –
• નિયુક્તિ -૩૭ :
હવે સર્વે દ્રવ્યોના પરિણામોના ભાવ, તેના વિશેષ જ્ઞાનનું કારણ, અનંત શાશ્વત અપતિપતિ એકવિધ કેવળજ્ઞાન છે.
• વિવેચન-૭૭ :મન:પર્યવજ્ઞાન પછી સૂટાક્રમના ઉદ્દેશથી શુદ્ધિ તથા લાભથી પૂર્વે કેવળજ્ઞાન