________________
પીઠિકા-નિ ૬૬
૬૩
હોય છે. તેથી શંકા થાય કે તેઓ સર્વથી જુએ કે દેશથી ? તેની સ્પષ્ટતા કરી કે તેઓ સર્વથી જુએ છે.
[પ્રશ્ન] જો સર્વથી જુએ જ છે, તો અવધિથી અબાહ્ય એવું નિયત અવધિપણું કહેવું અનર્થક છે ? [ઉત્તર] એમ નથી, નિયત અવધિપણાનું જ એ વિશેષણ છે, કે અવધિ તો અબાહ્ય છે, તેથી એવું સમજાય કે સદા અવધિજ્ઞાનીઓ છે, માટે અષ્ટ છે.
[પ્રશ્ન] નારક અને દેવોને ભવપ્રત્યય અવધિ ગ્રહણ કરવાથી તીર્થંકરોને પણ વધુ પ્રસિદ્ધ છે કે પારભવિક અવધિ આવતું હોવાથી નિયત અવધિપણું હોય છે, તો “તીર્થંકર” એમ કહેવાની શી જરૂર ? [ઉત્તર] નિયત અવધિપણું સિદ્ધ થયા છતાં સર્વકાળ અવસ્થાયીપણું સિદ્ધ ન થાય, તેથી બતાવ્યું કે અવધિથી અબાહ્ય છે કે તીર્થંકરો હંમેશાં અવધિજ્ઞાનવાળા હોય છે, માટે તેમાં કોઈ દોષ નથી.
[પ્રશ્ન] જો એમ છે, તો તીર્થંકરોના સર્વકાળ અવસ્થાયીપણામાં વિરોધ નહીં આવે ? [ઉત્તર] ના, કેમકે તેઓને કેવળજ્ઞાન ઉપજતાં ખરી રીતે તો તેમને તે વસ્તુતત્ત્વનો પરિચ્છેદ સર્વોત્કૃષ્ટપણે છે. કેમકે સંપૂર્ણ અનંતધર્માત્મક વસ્તુનો છેદ થશે અથવા આ કથન છદ્મસ્થકાળ આશ્રીને છે. માટે દોષ નથી –
દેશદ્વાર કહ્યું, હવે ક્ષેત્ર દ્વાર કહે છે –
• નિયુક્તિ-૬૭ :
સંબદ્ધ કે અસંભદ્ધ અવધિક્ષેત્રથી સંખ્ય કે અસંખ્ય, લોકમાં સંબંધ કે અસંબંધવાળું પણ હોય, અલોકમાં તો આત્મ સંબદ્ધ જ હોય.
• વિવેચન-૬૭ :
તેમાં સંબદ્ધ કે અસંબદ્ધ અવધિ થાય. અર્થાત્ દીવા સાથે પ્રભાતી માફક કોઈ જોનારને સંબદ્ધ હોય, અતિ અંધારામાં દૂરથી દેખાતા દીવા માફક કોઈને અસંબદ્ધ હોય. તે સંધ્યેય કે અસંખ્યેય યોજન હોય. પુરુષ-પૂર્ણ સુખથી કે દુઃખથી હોય અથવા નગરમાં શયન કરે તે પુરુષ. તે પુરુષથી અંતરાલે હોય તો અસંખ્યાત
કે અસંખ્યુત યોજન હોય.
ભાવાર્થ આ પ્રમાણે – અસંબદ્ધ અવધિ ક્ષેત્રથી સંખ્યાત યોજન કે અસંખ્યાત યોજન પણ હોય. આ રીતે સ્વતંત્ર અવધિ ચિંતવ્યો. હવે અબાધા વડે ચિંતવે છે. તેમાં ચોભંગી છે – સંખ્યેય અંતર અને સંોય અવધિ. સંખ્યેય અંતર અને અસંખ્યેય અવધિ. અસંખ્યેય અંતર અને સંધ્યેય અવધિ. અસંખ્યેય અંતર અને અસંખ્યેય અવધિ અસંબદ્ધમાં આ ચારે વિકલ્પો સંભવે છે. સંબદ્ધમાં વિકલ્પનો અભાવ છે.
તથા લોકમાં - ચૌદ રાજલોકમાં પંચાસ્તિકાયવાળો છે. અલોકમાં કેવળ આકાશાસ્તિકાય છે. લોક અને અલોકમાં સંબદ્ધ છે. કઈ રીતે? પુરુષમાં અને લોકમાં પણ સંબદ્ધ હોય તે લોક પ્રમાણ અવધિ. પુરુષમાં હોય પણ લોકમાં ન હોય, તે દેશથી અત્યંતર અવધિ. પુરુષમાં ન હોય, પણ લોકમાં સંબદ્ધ હોય, તે ભાંગો
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
૬૪
શૂન્ય છે, બંનેમાં સંબદ્ધ નથી, તે બાહ્યાવધિ. અલોકમાં સંબદ્ધ તે માત્ર આત્મસંબદ્ધ જ છે. હવે ગતિ દ્વારનો અવયવ અર્થ બતાવે છે – નિર્યુક્તિ-૬૮
•
--
ગતિ નૈરયિકાદિ દ્વારો જેમ પૂર્વે વર્ણવ્યા. તેમજ અહીં સમજવા. અવધિની ઋદ્ધિ વર્ણવીએ છીએ, પછી બાકીની વર્ણવીશું.
• વિવેચન-૬૮ :
તેમાં ગતિથી ઓળખાતા બધાં જ ઈન્દ્રિયાદિ દ્વારો લેવા. તેથી જે ગતિ વગેરે
સત્પદ પ્રરૂપણાની વિધિઓ તથા દ્રવ્યપ્રમાણાદિ છે, તે બધાં પૂર્વે મતિ-શ્રુતાદિમાં વર્ણવેલાં છે, તેમ અહીં પણ જાણવા. માત્ર “મતિ પ્રાપ્ત કરે”ને સ્થાને “અવધિ પ્રાપ્ત કરે” તેમ જાણવું. પરંતુ અવેદક તતા અકષાયી પણ અવધિના પ્રતિપધમાનક હોય છે કે જે ક્ષપક શ્રેણીમાં રહેલાં હોય છે તથા મનઃપર્યવજ્ઞાનીઓ અનાહાસ્ક અપર્યાપ્તા
પૂર્વ સમ્યગ્દષ્ટિ દેવ-નાકી પણ અપાંતરાલ ગતિમાં હોય છે. આ બધું શક્તિને આધારે જાણવું.
પૂર્વપ્રતિપન્ન તો તે જ જે મતિના વિકલેન્દ્રિય અસંજ્ઞિથી શુન્ય જાણવા. અવધિજ્ઞાની ઉત્કૃષ્ટથી દ્રવ્યથી બધાં મૂર્ત દ્રવ્યોને જાણે અને જુએ. ક્ષેત્રથી આદેશથી અસંખ્યાત ક્ષેત્રને જુએ, કાળથી પણ ઉપચારથી અસંખ્યાતા કાળના રૂપી દ્રવ્યોને જુએ. ભાવથી અનંતા પર્યાયોને જુએ.
અવધિ ઋદ્ધિ વિશેષ છે તેમ કહ્યું, તેથી શેષ ઋદ્ધિ પણ વર્ણવ છે – • નિયુક્તિ-૬૯,૭૦ :
આમષધિ, વિઔષધિ, ખેલેૌષધિ, જીષધિ, સંભિન્ન શ્રોત, ઋજુમતિ, સર્વોષધિ, ચારણ, આશીવિષ કેવલી, મન:પર્યવજ્ઞાની, પૂર્વધર, અરહંત, ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવ
• વિવેચન-૬૯,૭૦ 3
આમર્શ - સંસ્પર્શ, તે જ ઔષધિ જેને છે, તે આમર્શ ઔષધિ-જેમ કોઈ સાધુ સ્પર્શ માત્રથી જ વ્યાધિ દૂર કરવામાં સમર્થ હોય. આ લબ્ધિ લબ્ધિવાળાથી ભિન્ન ન હોવાથી તે જ ગુણ બતાવ્યો છે. એ પ્રમાણે વિષ્ટા, બળખો, મેલમાં પણ જાણવું. આ વિષ્ટાદિ ત્રણે સુગંધવાળા હોય છે.
જે સાધુને બધાંથી સંભળાય તે સંભિન્ન શ્રોત અથવા શ્રોત તે ઈન્દ્રિય, તે
સંભિન્ન હોય, તે બધાં વિષયોને દરેક ઈન્દ્રિયો જાણે અથવા પરસ્પર લક્ષણથી કે નામથી જુદા જુદા શબ્દોને સાંભળે તે સંભિન્ન શ્રોત.
ઋજુ મતિ જેની છે તે, સામાન્યથી વિષયને ગ્રહણ કરે, આ મનઃ પર્યવજ્ઞાનનો ભાગ છે. આ પણ લબ્ધિ વિશેષ છે. ગુણ-ગુણીના અભેદપણાથી તે લબ્ધિધર સાધુ હોય તથા બધાં જ વિષ્ટા, મૂત્ર, વાળ, નખ આદિ જેને ઔષધરૂપે થયા હોય, જે
બીજાના રોગ મટાડી દે તે સર્વે ઔષધિ જાણવી.