________________
પીઠિકા-નિ ૪૪
પદાર્થને જાણે છે, માટે તેમાં દોષ નથી. - x - આ પ્રમાણે પરમ અવધિનો દ્રવ્યાશ્રિત વિષય કહ્યો. હવે ક્ષેત્ર-કાળ આશ્રિત બતાવે છે –
• નિયુક્તિ-૪૫
પરમાવધિ ક્ષેત્રથી લોકપ્રમાણ અસંખ્યાત ખંડો, કાળથી અસંખ્યાત, દ્રવ્યથી રૂપી, ક્ષેત્ર પ્રમાણ અગ્નિજીવોની ઉપમાથી જાણવું.
• વિવેચન-૪૫ :
પરમ એવી આ અવધિ તે પરમાવધિ, અવધિ અને અવધિજ્ઞાનીના અભેદ ઉપચારથી આ પરમાવધિ ક્ષેત્રથી અસંખ્યાત લોક માત્ર ખંડોને જાણે. કાળથી અસંખ્ય
ઉત્સર્પિણી અવસર્પિણીને જાણે, દ્રવ્યથી મૂર્તદ્રવ્યોને જાણે. તેથી પરમાણુથી માંડીને બધાં ભેદ સહિત પુદ્ગલાસ્તિકાયને જાણે, ભાવથી હવે કહેવાનાર પર્યાયોને જાણે. - ૪ - અગ્નિ જીવોનું સ્વરૂપ પૂર્વવત્ જાણવું.
[પ્રશ્ન] રૂપગત સર્વને જાણે. તેમ અનંતર ગાથામાં જણાવેલ છે જ, તો અહીં ફરી કેમ જણાવ્યું ? બીજું રૂપગત દ્રવ્ય નથી, તે બતાવવા કહ્યું છે. અથવા પૂર્વ ગાથામાં એક પ્રદેશાવગાઢાદિ પરમાવધિનું દ્રવ્ય પરિમાણ કહ્યું, અહીં તે “રૂપગત બધાં દ્રવ્યો જાણે” તે ક્ષેત્ર, કાળ બંનેનું વિશેષણ કહ્યું. તેનો સાર એ છે કે – રૂપી દ્રવ્યાનુગત લોકમાત્ર અસંખ્યેય ખંડ ઉત્સર્પિણી અવસર્પિણી લક્ષણ ક્ષેત્ર કાળ બંનેને જુએ, પુદ્ગલ દ્રવ્યોને નહીં. કેમકે અરૂપીપણું છે અને અવધિજ્ઞાન રૂપી દ્રવ્ય નિબંધનપણે છે. આ પ્રમાણે પુરુષાશ્રયી ક્ષાયોપશમિક અવધિ અનેકભેદે છે. હવે તિર્યંચને આશ્રીને કહે છે
-
૫૫
• નિયુક્તિ-૪૬ :
તિર્યંચ યોનિમાં ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની આહાર અને તૈજસ દ્રવ્યોને જુએ છે. નારકમાં એક ગાઉ અને ઉત્કૃષ્ટ એક યોજન જાણવું.
• વિવેચન-૪૬ :
આહાર, તૈજસ ગ્રહણ કરવાથી ઔદારિક, વૈક્રિય, આહાસ્ક અને તૈજસ દ્રવ્યો લેવા. તેથી આહાર અને તૈજસનો લાભ તિર્યંચ યોનિમાં છે. તેનો અર્થ એ છે કે – તિર્યંચયોનિમાં જે અવધિજ્ઞાન છે, તે ઉત્કૃષ્ટથી દ્રવ્યથી આહારક અને તૈજસ શરીરના દ્રવ્યોને જાણે. હવે ભવપ્રત્યય અવધિનું સ્વરૂપ કહે છે. તે દેવ અને નારકોને હોય છે. તેમાં નારકોને થોડું હોય છે, માટે તેને પ્રથમ કહે છે, તે જઘન્યથી ગાઉને જાણે છે. “જે નરોને બોલાવે તે નાક' તેમને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન એક યોજનનું હોય. તેનો સાર એ કે – નાકીમાં થતું ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન ક્ષેત્રથી એક યોજન છે. અહીં પૂર્વે કહેલ છે તેમ દ્રવ્યપર્યાયો આદિ સંબંધી પણ જાણવું. આ પ્રમાણે નાકજાતિને આશ્રીને જઘન્ય ઉત્કૃષ્ટ ભેદ કહ્યો.
-
હવે રત્નપ્રભા પૃથ્વીને આશ્રીને કહે છે
• નિયુક્તિ-૪૭ -
ચાર ગાઉ, સાડા ત્રણ ગાઉ, ત્રણ ગાઉ, અઢી ગાઉ, બે ગાઉ, દોઢ ગાઉ,
૫૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ એક ગાઉ એ ક્રમે પહેલીથી સાતમી નરક સુધી ઉત્કૃષ્ટાવધિ હોય. • વિવેચન-૪૭ :
નરક તે નારકને રહેવાના સ્થાનો. તે સાત પૃથ્વીના આધારપણે હોવાથી સાત ભેદે છે. તેમાં રત્નપ્રભાદિ આધારવાળા નકોમાં અનુક્રમે ઉત્કૃષ્ટ અને જઘન્ય ભેદથી અવધિનું ક્ષેત્ર પરિમાણ કહ્યું છે. નરક કહેવાથી નાસ્કીના જીવો ત્યાં રહ્યા છે, તે લેવા. તેમાં પહેલી રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ અવધિ ક્ષેત્ર ચાર ગાઉ અને જઘન્યાવધિ 3 ગાઉ છે.
એ પ્રમાણે શર્કરાપ્રભામાં ઉત્કૃષ્ટ 3॥ ગાઉ, જઘન્ય ૩-ગાઉ છે. એમ સર્વત્ર ઉત્કૃષ્ટમાં અડધો ઘટાડતાં જઘન્યમાં છેવટે મહાતમઃપ્રભા નારકમાં ઉત્કૃષ્ટ અવધિ ૧ ગાઉ અને જઘન્ય અડધો ગાઉ આવે. રત્નપ્રભા નરકાદિ જાતિ અપેક્ષિત એકવાન છે.
[પ્રશ્ન] ઉત્કૃષ્ટથી યોજન અને જઘન્યથી 31 ગાઉ, એમ શાથી કહ્યું ? [ઉત્તર] સૂત્રથી તે પ્રમાણે છે. તતા કહ્યું છે – ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક અવધિજ્ઞાન વડે કેટલાં ક્ષેત્રને જુએ અને જાણે ? ગૌતમ ! જઘન્યથી ૩॥ ગાઉ અને ઉત્કૃષ્ટથી ૪-ગાઉ. ઈત્યાદિ - ૪ - જ્યાં જઘન્ય અવધિજ્ઞાન નારકોનું ૧-ગાઉ કહ્યું, ત્યાં વાંધો આવશે ? [ઉત્તર] ના, ત્યાં જઘન્યથી ૦|| ગાઉ છે, માટે દોષ નથી. આથી જાણવું
કે – સાતમી નકમાં ઉત્કૃષ્ટ ૧-ગાઉ કહ્યું. ત્યાં જઘન્યતી oll ગાઉ સમજી લેવું. નારકીનું કહ્યું, હવે દેવસંબંધી ભવપ્રત્યય કહે છે -
• નિયુક્તિ-૪૮ થી ૫૦ ઃ
શક્ર અને ઈશાન પહેલી નસ્ક સુધી, સનકુમાર અને માહેન્દ્ર બીજી સુધી, બ્રહ્મ અને લાંતક ત્રીજી સુધી, શુક્ર અને સહસાર ચોથી સુધી, આનંત અને પાણત પાંચમી સુધી, આરણ-અચ્યુત પણ પાંચમી સુધી પણ વિમલતર અને ઘણું વધારે અવધિજ્ઞાનથી જુએ. અધો અને મધ્યમ ગૈવેયકવાળા છઠ્ઠી સુધી, ઉવરિમવાળા સાતમી સુધી, અનુત્તરદેવો સંપૂર્ણ લોકનાડીને જુએ.
• વિવેચન-૪૮ થી ૫૦૭
શક્ર અને ઈશાન એટલે સૌધર્મ અને ઈશાન કલ્પે રહેલા સામાનિક આદિ દેવતાઓ સ્વ અવધિજ્ઞાન વડે રત્નપ્રભા પૃથ્વી સુધી જુએ છે. સનત્ કુમાર અને માહેન્દ્રકાના દેવાધિપને આશ્રીને તેના સામાનિકાદિ દેવો બીજી પૃથ્વીને અવધિજ્ઞાન વડે જુએ છે. એ રીતે સૂત્રાર્થવત્ બધે સમજવું.
લોપુરુષની ગ્રીવા સ્થાને રહેલા તે ત્રૈવેયક વિમાનો. તેના અધો અને મધ્યમ ત્રૈવેયકના દેવો તમોપ્રભા નામે છઠ્ઠી નસ્ક સુધી જુએ છે. ઉપરના ત્રૈવેયક્વાસી દેવો સાતમી નસ્ક સુધી જુએ છે. અનુત્તર વિમાનવાસી દેવો ચૌદ રાજલોક તે કન્યાના ચોલક સંસ્થાન સમાન અવધિજ્ઞાન વડે લોકનાડીને જુએ છે. ‘દેવ' શબ્દનું ગ્રહણ ત્યાં રહેલ એકેન્દ્રિયોના વર્જન માટે કરેલ છે. એ પ્રમાણે ક્ષેત્રાનુસાથી દ્રવ્યાદિ પણ જાણવા.
એ રીતે વૈમાનિક અવધિનું અધો ક્ષેત્રપ્રમાણ કહ્યું. હવે તીર્જી અને ઉર્ધ્વ