________________
પીઠિકા-નિ ૪૧
૫૩
• નિયુક્તિ-૪૧ :
ઔદારિક, વૈક્રિય, આહારક, વૈજસ એ ગુરુલઘુ દ્રવ્યો છે, કર્મ, મન અને ભાષા એ અગુરુલઘુ દ્રવ્યો નિશ્ચયનયથી છે.
• વિવેચન-૪૧ ઃ- [નિયુક્તિ દીપિકામાં વ્યાખ્યા વિસ્તારથી છે.
સૂત્રાર્થ મુજબ છે - x - • હવે કહેવાનારી બે ગાયાનો સંબંધ - પૂર્વે ક્ષેત્રકાળનું અવધિજ્ઞાન સંબંધી અંગુલ આવલિકાના અસંખ્યેય આદિ ભાગની કલ્પના વડે પરસ્પર ઉપનિબંધ કહ્યો. હવે તે બંનેનો જ ઉક્ત લક્ષણથી દ્રવ્ય સાથે પરસ્પર ઉપનિબંધ દર્શાવતા કહે છે -
• નિર્યુક્તિ-૪૨,૪૩ -
મનોદ્રવ્યમાં લોક અને પલ્યોપમનો સંખ્યાતમો ભાગ જાણવો અને કર્મદ્રવ્યમાં લોકપ્રમાણનો થોડો ન્યૂન પલ્યોપમ જાણવો - ૪ - વૈજા અને કાર્યણ શરીરના અવધિવાળો તૈજસ અને ભાષા દ્રવ્યોને અસંખ્યાત દ્વીપ-સમુદ્રોને અને અસંખ્યાત કાળને જુએ છે.
• વિવેચન-૪૨,૪૩ -
સંખ્યા ગણાય તે સંધ્યેય, મન સંબંધી યોગ્ય દ્રવ્ય તે મનોદ્રવ્ય. તે મનોદ્રવ્યમાં અવધિજ્ઞાનમાં ક્ષેત્રથી સંખ્યેય લોકભાગ જાણે કાળથી પણ સંખ્યાત જ પલ્યોપમને જાણે. અર્થાત્ અવધિજ્ઞાની મનોદ્રવ્યને જાણે તે ક્ષેત્રથી લોકના સંખ્યેય ભાગને અને કાળથી પલ્યોપમના સંખ્યેય ભાગને જાણે. કર્મદ્રવ્યને જાણનારા અવધિજ્ઞાની હોય, તે લોકના તથા પલ્યોપમના જુદા જુદા સંખ્યેય ભાગોને જાણે. સંપૂર્ણ ચૌદ-રાજ પ્રમાણ લોકક્ષેત્રને જે અવધિજ્ઞાની જાણે, તે કાળથી થોડું ન્યૂન પલ્ય જાણે. અર્થાત્ સમસ્ત લોકને જોતો ક્ષેત્રથી, કાળથી દેશોન પલ્યોપમને જુએ છે.
[પ્રશ્ન] દ્રવ્ય સંબંધી ક્ષેત્ર-કાળના અવધિજ્ઞાનના વર્ણનમાં ફક્ત એકલા લોક ક્ષેત્રનું અને પલ્યોપમ કાળનું ગ્રહણ અયુક્ત નથી ? [ઉત્તર] ના, એમ નથી. અહીં પણ દ્રવ્યના ઉપનિબંધનના સામર્થ્યનું વ્યાપ્તપણું છે, તેથી જ તેની ઉપર પણ ધ્રુવ વર્ગણાદિ દ્રવ્યને જોનારા અવધિજ્ઞાનીને ક્ષેત્ર અને કાળની પણ વૃદ્ધિ જાણવી.
હવે બીજી ગાથાની વ્યાખ્યા –
તેજોમય તે તૈજસ, શરીર શબ્દ બધે જોડવો. વૈજા શરીર વિષય અવધિમાં ક્ષેત્રથી અસંખ્યાત દ્વીપસમુદ્રો પ્રમેયપણે જાણવા. કાળ અસંખ્યાતો જ છે. મિથ્યાદર્શનાદિથી કરાય તે જ્ઞાનવરણીયાદિ આઠ કર્મ. તેનાથી નિવૃત્ત કે તન્મય કાર્યણ શરીર, તેમાં પણ વૈજાવત્ કહેવું. એ પ્રમાણે વૈજસદ્રવ્યના વિષયમાં અવધિમાં અને ભાષાદ્રવ્ય વિષયમાં ક્ષેત્રથી જાણવું. ગણાય તે સંખ્યા અને સંખ્યેય નથી તે અસંખ્યેય. દ્વીપ અને સમુદ્રોને જાણે. કાળ પણ અસંખ્યાત જ લેવો, તે પલ્યોપમનો અસંખ્યેય ભાગ સમુદાય પ્રમાણ જાણવો. અહીં અસંખ્યેયત્વ છતાં ચથા યોગ દ્વીપાદિ અલ્પબહુત્વ સૂક્ષ્મ બાદર દ્વારથી જાણવું.
પ્રશ્ન - તેની સાથે તૈજસ ભાષાનું અંતરાલ દ્રવ્ય બતાવનાર ગુલ આવલિકા
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ અસંખ્યેય ભાગાદિ ક્ષેત્રકાળ પ્રમાણ બતાવ્યું, તે તૈજસ ભાષા દ્રવ્યોનું ક્ષેત્રકાળનું અસંોયપણું કહ્યું, તેથી વિરોધ આવશે.
સમાધાન - ના, પ્રારંભક અવધિજ્ઞાનીને બંનેને ગ્રહણ કરવા યોગ્ય નહીં તે જ દેખે. દ્રવ્યોના વિચિત્ર પરિણામત્વથી ચચોક્ત ક્ષેત્રકાળ પ્રમાણ અવિરુદ્ધ જ છે. અથવા અલ્પદ્રવ્યને આશ્રીને તે કહ્યું. પ્રચુર તૈજસ ભાષા દ્રવ્યોને આશ્રીને આ ફરી અંગીકાર કર્યુ. હવે વધું કહેતા નથી.
[પ્રશ્ન] જઘન્ય અવધિ પ્રમેય બતાવતા કહ્યું કે ગુરુલઘુ કે અગુરુલઘુ દ્રવ્યને જુએ છે, પણ બધું રૂપી દ્રવ્ય નહીં. વિમધ્યમ અવધિ પણ અંગુલ આવલિકાના અસંખ્યેય ભાગના અભિધાનથી અમુક દ્રવ્ય જાણે પણ બધાં નહીં. તો ઉત્કૃષ્ટ અવધિ બધાં રૂપી દ્રવ્યો જાણે કે ન જાણે ?
૫૪
• નિયુક્તિ-૪૪ :
એક પ્રદેશમાં રહેલાને પરમાવધિ જુએ, કામણ શરીરને જુએ, અગુરુલઘુને પણ જુએ છે. તૈજસશરીરવિષયી ભવ પૃથક્ક્તને જુએ.
• વિવેચન-૪૪ :
પ્રકૃષ્ટ દેશ તે પ્રદેશ. તેવા એક પ્રદેશમાં અવગાઢ - રહેલ પરમાણુ કે બે અણુ આદિ દ્રવ્યને પરમ અવધિજ્ઞાની જુએ છે. કાર્મણ શરીર પણ જુએ છે.
[પ્રશ્ન] પરમાણુ તથા બે અણુ આદિનું દ્રવ્ય નથી કહ્યું, તે કેમ જાણીએ કે તેનું આલબન પરમાવધિજ્ઞાની લે છે, માટે આ કાર્મણ શરીર લીધું, તેથી જ સિદ્ધ થશે કે આ બે અણુ વગેરેનું કાર્યણ શરીર હશે ?
[ઉત્તર] ના, તેમ નથી. કેમકે તેની એક પ્રદેશાવગાહિતા પ્રાપ્ત થતી નથી. અગુરુલઘુનું જ્ઞાન પામે છે. = શબ્દથી ગુરુલઘુને પણ જાણે છે. પુદ્ગલ લક્ષણ જાતિ અપેક્ષાથી એક છે. અન્યથા બધાં બધા પ્રદેશાવગાઢ દ્રવ્યો જુએ છે. તથા તૈજસ શરીર દ્રવ્ય વિષયવાળા અવધિમાં કાળથી ભવપૃથકત્વ બોધપણે સમજવો. તેનો સાર એ છે કે જે અવધિ તૈજસ શરીરને જુએ છે, તે કાળથી ભવ પૃથકત્વને જુએ છે. પૂર્વોક્ત તૈજસ શરીરને જુએ તે કાળથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ જુએ છે. તે જ અહીં ભવપૃથકત્વથી વિશેષ કહ્યો.
-
[પ્રશ્ન] એક પ્રદેશાવગાઢનું અતિ સૂક્ષ્મપણું હોવા છતાં કાર્યણ શરીરાદિનું તેને દર્શન થાય ત્યારે તેને કહેવું વ્યર્થ છે ? એક પ્રદેશાવગાઢ પણ ન કહેવું. કેમકે બધાં રૂપી દ્રવ્યને જાણે છે, એમ કહેલું છે. [ઉત્તર] સૂક્ષ્મ જુએ માટે બાદર પણ જુએ કે બાદર જુએ માટે સૂક્ષ્મ પણ જુએ તેવો નિયમ નથી કેમકે – અવધિજ્ઞાન ઉપજતા અગુરુલઘુનો આરંભક તેને જોવા છતાં ગુરુલઘુને જોતો નથી અથવા અતિ સ્થૂળ ઘટાદિને મનોદ્રવ્યમાં જ જાણવાપણું રહે, પણ અતિપ્સ્યૂલ બીજા દ્રવ્યોમાં નહીં. આ પ્રમાણે વિજ્ઞાન વિષયમાં વૈચિત્ર્યનો સંભવ થતાં સંશય નિવારવા એક પ્રદેશાવાહીના ગ્રહણ છતાં બાકી વિષયોનું વિશેષ બતાવવું તે અદોષ છે અથવા એક પ્રદેશાવાહી ગ્રહણ કરવાથી પરમાણુથી કાર્મણ સુધીનું ગ્રહણ છે. - ૪ - ૪ - ઈત્યાદિ બધાં રૂપી