SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ થાય કે ન પણ થાય કેમ કે ગમનાગમનાદિ અનેક અન્ય વ્યાપારનાં પરિણામમાં આસક્ત થયેલા ચિત્તથી કેટલાંક પ્રાણીઓ તે પૂર્વના પરિણામને ન છોડતા અને દુધ્ધનના પરિણામમાં કેટલોક કાળ વર્તે છે. ત્યારે તેના ફળમાં વિસંવાદ થાય છે જ્યારે વળી કોઈક પ્રકારે અજ્ઞાન, મોહ, પ્રમાદાદિના દોષથી અણધાર્યા એકેન્દ્રિયાદિ જીવોના સંઘટ્ટન કે પરિતાપનાદિ થઈ ગયા હોય અને પછી અરેરે! આ અમારાથી ખોટું કાર્ય બની ગયું. એમ ક્વા સજ્જડ, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ અને અજ્ઞાનમાં અંધ બની ગયા છીએ. પરલોકમાં આ કાર્યના કેવા કડવા ફળ ભોગવવા પડશે એનો પણ વિચાર આવતો નથી. ખરેખર અમે કર્મ અને નિર્દય વર્તન ક્રનારા છીએ. આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા અને અતિ સંવેગ પામેલા આત્માઓ સારી રીતે પ્રગટ પણે ઈરિયાવહિય સૂત્રથી દોષોની આલોચના ક્રીને, નિંદા ક્રીને, ગુરુ સાક્ષીએ ગહ કરીને પ્રાયશ્ચિતનું સેવન ક્રીને શલ્પ રહિત થાય છે. ચિત્તની સ્થિરતાવાળો અશુભકર્મના ક્ષય માટે જે કંઈ આત્મહિત માટે ઉપયોગવાળો થાય, ત્યારે તેને પરમ એકાગ્ર ચિત્તવાળી સમાધિ પ્રાપ્ત થાય. તેનાથી સર્વ જગતના જીવ, પ્રાણી, ભૂત, સત્વોને જે ઈષ્ટફળ હોય તેવી ઇષ્ટફળની પ્રાપ્તિ થાય. તે કારણે હે ગૌતમ! ઈરિયાવહિય પ્રતિકમ્યા વિના ચૈત્યવંદન, સ્વાધ્યાયાદિ . કોઈ પણ અનુષ્ઠાન ન કરવું જોઈએ. જો યથાર્થ ફળની અભિલાષા રાખતા હો તો આ કારણે ગૌતમ ! એક હેવાય છે કે પંચમંગલ મહાકૃત ધ – નવક્રર સૂત્ર, અર્થ, તદુભય સહિત સ્થિર-પરિચિત કરીને ઈરિયાવહી ભણવી. [૫૩] ભગવદ્ ! કઈ વિધિથી ઈરિયાવહિય સૂત્ર ભણવું જોઈએ? ગોતમ ! પંચમંગલ મહાશ્રુતસ્કંધની વિધિ પ્રમાણે ભણવું જોઈએ. [૫૪] ઈરિયાવહિય ભણીને પછી ક્યું સૂત્ર ભણવું? ગૌતમ ! શસ્તવ વગેરે ચૈત્યવંદન ભણવું જોઈએ. પરંતુ શકસ્તવ એક અઠ્ઠમ અને પછી ઉર-આયંબિલ ક્રવા જોઈએ. અરહંત સ્તવ અર્થાત અરિહંત ચેઈઆણં. એક ઉપવાસ અને તેના ઉપર પાંચ આયંબિલ ક્રીને, ચતુર્વિશતિ તવ લોગસ્સ એક છઠ્ઠ, એક ઉપવાસની ઉપર પચ્ચીસ આયંબિલ રીને, શ્રુતસ્તવ, પુખરવરદીવડું સૂત્ર એક ઉપવાસ ઉપર પાંચ આયંબિલ ક્રીને વિધિપૂર્વક ભણવું જોઈએ. એ પ્રમાણે સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદચ્છેદ, પદ, અક્ષરથી વિશુદ્ધ, એક પદના અક્ષર બીજામાં ભળી ન જાય. તેમ તેવા બીજા ગુણો સહિત કહેલાં સૂત્રોનું અધ્યયન ક્રવું. આ ધેલી વિધિથી સમગ્ર સૂત્રોનું-અર્થોનું અધ્યયન ક્રવું. જ્યાં જ્યાં કોઈ સંદેહ થાય ત્યાં ત્યાં તે સૂત્રને ફરી ફરી વિચારવા, વિચારીને નિશંક્ષણે અવધારી નિસંદેહ રવા. પિલ્પ આ પ્રમાણે સૂત્ર, અર્થ, ઉભય સહિત ચૈત્યવંદન આદિ વિધાન ભણીને પછી શુભતિથિ, ણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન તેમજ ચંદ્રબળનો યોગ થયો હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy