________________
૧૮૪
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
ધોવાઈ રહેલ છે, તેવી ખોખરા સ્વરથી કહેવા લાગી કે વધારે બોલવાનું હું જાણતી નથી. અહીંથી આપ જઈને જલ્દીથી કચ્છની એક મોટી ચિત્તાને તૈયાર ક્રાવો.
- જેથી મારા દેહને હું તેમાં બાળી નાખુ. પાપિણી એવી મને હવે જીવવાનું કંઈજ પ્રયોજન નથી.
– રખેને કદાચ ક્યું પરિણતિને આધીન થઈને મહાપાપી સ્ત્રીના ચંચળ સ્વભાવપણાને કારણે આપના આ અસાધારણ પ્રસિદ્ધ નામવાળા અને આખા જગતમાં જેની કીર્તિ અને પવિત્ર યશ ભરેલો છે એવા આપના કુળને કદાચ લંક લગાડું.
– આ મારા નિમિત્તે આપણું સર્વ કુળ મલીન બની જાય તેવું બને, તેના તાં મરવું સારું..
ત્યાર પછી તે રાજાએ ચિંતવ્યું કે ખરેખર હું અધન્ય છું કે અયુબવાળા એવા મને આવી રહ્ન સમાન પુત્રી મળી.
– અહો ! આ બાલિકનો વિવેક ! - અહો ! તેની બુદ્ધિ ! – અહો ! તેની પ્રજ્ઞા ! - અહો ! તેનો વૈરાગ્ય !. - અહો ! તેનું કુળને કલંક લાગવાનું ભીરું પડ્યું! – અહો ! ખરેખર ક્ષણે-ક્ષણે આ બાલિક વંદનીય છે.
જેના આવા મહાન ગુણો છે, તે જ્યાં સુધી મારા ઘરમાં વાસ ક્રશે, ત્યાં સુધી મારું કલ્યાણ થશે.
– તેણીને જોવાથી, તેણીનું સ્મરણ જવાથી, તેની સાથે બોલવાથી પણ મારો આત્મા નિર્મળ થશે, તો પુત્ર વગરના મને આ પુત્રી પણ પુત્રની સમાન જ થાઓ, એમ વિચાર્યું.
એ પ્રમાણે વિચારીને રાજાએ ક્યું – હે પુત્રી ! આપણા કુળના રિવાજ પ્રમાણે કાષ્ઠની ચિત્તામાં રાંડવાનું હોતું નથી.
– તો તું શીલ અને શ્રાવક ધર્મરૂપ શાસ્ત્રિનું પાલન ક્ર. - દાનશાળામાં દાન આપ. – તારી ઇચ્છા મુજબ પૌષધોપવાસ આદિ ક્ર. – ખાસ કરીને જીવદયાના કાર્યો . - આ રાજ્યપણ તારું જ છે.
ત્યારપછી હે ગૌતમ ! પિતારાજાએ એ પ્રમાણે હ્યા પછી તેણે ચિત્તામાં પડવાનું માંડી વાળીને મૌન રહી.
પછી પિતાએ અંતઃપુરના રક્ષપાલ સેવને સોંપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org