________________
૮/-/૧૪૮૪
પુત્રએ ચિંતવ્યું કે ઘણે ભાગે માતા અમારા ચોખા ઝુંટવી લેવા આવતી જણાય છે, તો જો તે નજીક આવશે તો હું તેણી ને મારી નાંખીશ.
એ પ્રમાણે ચિંતવત્તા પુત્રે દૂર રહેલો અને નજીક આવતી માતા બ્રાહ્મણીને મોટા શબ્દોથી ક્યું કે હે ભટ્ટીદારિકા ! જો તું અહીં આવીશ તો પછી તું એમ ન ક્હીશ કે મને પહેલાં ન હ્યું. નિશ્ચે તું આવીશ તો હું તને મારી નાંખીશ. આવું અનિષ્ટ વચન સાંભળીને ઉલ્કાપાતથી હણાયેલી હોય એમ ધસ કરતાંક ભૂમિ ઉપર ઢળી પડી. મૂર્છાવશ બ્રાહ્મણી બહાર પાછી ન ફરી એટલે મહીયારીએ કેટલોક સમય રાહ જોયા પછી સુજ્ઞશ્રીને ક્યું કે, અરે બાલિકા ! અમોને મોડું થાય છે, માટે તમારી માતાને જલ્દી ક્હો કે તમે અમને ડાંગરનો પાલો આપો જો ડાંગરનો પાલો ન જણાય કે ન મળતો હોય તો અમને મગનો પાલો આપો.
----
ત્યારે સુજ્ઞશ્રી ધાન્ય રાખવાના કોઠારમાં પહોંચી અને જુએ છે તો બીજી અવસ્થા પામેલી બ્રાહ્મણીને જોઈને સુજ્ઞશ્રી હાહારવ તી, શોર-બકોર કરવા લાગી. તે સાંભળીને પરિવાર સહિત તે ગોવિંદ બ્રાહ્મણ અને મહીયારી ત્યાં આવી પહોંચ્યા. પવન અને જળથી આશ્વાસન પમાડીને તેઓએ પૂછ્યું કે – હે ભઠ્ઠીદારિકા ! આ તમને એક્દમ શું થઈ ગયું ?
ત્યારે સાવધાન થયેલી બ્રાહ્મણીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે અરે ! તમે રક્ષણ વગરની મને ઝેરી સર્પના ડંખ ન અપાવો. નિર્જળનદીમાં મને ઉભી ન રાખો. અરે ! દોરડા વગરના સ્નેહપાશમાં જક્ડાયેલી મને મોહમાં ન સ્થાપો. જેમ કે ઃ
.
૧૭૫
આ મારા પુત્ર, પુત્રી, ભત્રીજા છે. આ પુત્રવધુ કે જમાઈ છે, આ માતા કે પિતા છે, આ મારા ભર્તાર છે. આ મને ઈષ્ટ, પ્રિય, મનગમતાં કુટુંબીજનો, સ્વજનો, બંધુવર્ગ, પરિવાર વર્ગ છે.
આ બધાં અહીં જ પ્રત્યક્ષ ખોટા, માયાવાળા છે, તેમના તરફની બંધુપણાની આશા મૃગતૃષ્ણા સમાન નિરર્થક છે. આ જગતમાં દરેક પોતાના કાર્યના અર્થીસ્વાર્થી લોકો છે. તેમાં મારાપણાંનો ખોટો ભ્રમ છે.
Jain Education International
પરમાર્થથી વિચારો તો કોઈ સાયા સ્વજન નથી.
જ્યાં સુધી સ્વાર્થ સધાય છે. ત્યાં સુધી માતા, પિતા, પુત્રી, પુત્ર, જમાઈ, ભત્રીજો, પુત્રવધૂ વગેરે સંબંધ જાળવવામાં આવે છે.
ત્યાં સુધી જ દરેક ગમે છે, ઇષ્ટ-મિષ્ટ-પ્રિય-સ્નેહી-કુટુંબી-સ્વજન વર્ગ-મિત્રબંધુ-પરિવાર આદિ સંબંધ રાખે છે કે જ્યાં સુધી દરેક્નો પોતાનો સ્વાર્થ સધાય છે. પોતાના કાર્યની સિદ્ધિના વિરહમાં ન કોઈ કોઈની માતા છે, ન કોઈ કોઈના પિતા કે ન કોઈ કોઈની પુત્રી છે. ન કોઈ કોઈના જમાઈ કે ન કોઈ કોઈના પુત્ર છે. ન કોઈ કોઈના પત્ની કે ન કોઈ કોઈના ભર્તાર છે. ન કોઈ કોઈના સ્વામી છે. ન કોઈ કોઈના ઈષ્ટ મિષ્ટ પ્રિય કાંત કુટુંબી સ્વજન-વર્ગ મિત્ર બંધુ કે પરિવાર વર્ગ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org