________________
૧૭૪
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
પ્રાણને ધારણ કરું.
હવે મારા માટે જીવવાનો બીજો કોઈ ઉપાય રહેલો નથી અથવા તો ખરેખર મને ધિક્કાર થાઓ. આમ કરવું ઉચિત નથી. પરંતુ તેણીને હું જીવતી જ વેંચી નાંખુ. એમ વિચારીને મહાઋદ્ધિવાળા ચૌદે વિધા સ્થાનના પરિણામી એવા ગોવિંદ બ્રાહ્મણના ઘેર સુજ્ઞશ્રીને વેંચી દીધી. તેના કારણે ઘણાં લોકોના તિરસ્કારના શબ્દોથી ઘવાયેલો તે પોતાનો દેશ ત્યાગ કરીને સુજ્ઞશિવ બીજા દેશાંતરમાં ગયો.
ત્યાં જઈને પણ હે ગૌતમ ! એ જ પ્રમાણે બીજી ક્થાઓનું અપહરણ કરીને બીજા સ્થળે વેંચી વેચીને સુજ્ઞશિવે બીજું ઘણું જ દ્રવ્ય ઉપાર્જન કર્યું.
તે અવસરે દુકાળ સમયના કંઈક અધિક આઠ વર્ષ પસાર થયા ત્યારે તે ગોવિંદ શેઠનો સમગ્ર વૈભવ ક્ષય પામ્યો.
હે ગૌતમ ! વૈભવ વિનાશ પામવાના કારણે વિષાદ પામેલા ગોવિંદ બ્રાહ્મણે ચિંતવ્યું કે હવે મારા કુટુંબનો વિનાશ કાળ નજીક આવેલ છે વિષાદ પામતાં મારા બંધુઓ અર્ધક્ષણ પણ જોઈ શક્વા સમર્થ નથી તો હવે અત્યારે મારે શું કરવું ?
એમ વિચારતો હતો ત્યાં એક ગોકુળના સ્વામીની ભાર્યા આવી પહોંચી ખાવાના પદાર્થો વેંચવા આવેલી તે ગોવાલમ પાસેથી તે બ્રાહ્મણની ભાર્યાએ ડાંગરના માપથી ઘણાં ઘીના અને ખાંડના બનાવેલા ચાર લાડુ ખરીદ ર્ડા. ખરીદ કરતાં જ બાળકો લાડુઓ ખાઈ ગયા.
મહીયારીએ કહ્યું અરે શેઠાણી ! અમને બદલામાં આપવાની ડાંગરની પાલી આપી દો. અમારે જલ્દી ગોકુળમાં પહોંચવું છે.
હે ગૌતમ ! ત્યારપછી બ્રાહ્મણીએ સુજ્ઞશ્રીને આજ્ઞા કરી કે અરે રાજાએ ભેંટણામાં જે મોક્લેલ છે. તેમાં જે ડાંગરનું માટલું છે તેને જલ્દી શોધીને લાવ, જેથી આ ગોવાલણને આપું.
સુજ્ઞશ્રી તેને શોધવા ઘરમાં ગઈ, પણ તેણીએ તંદુલનું ભોજન જોયું નહીં, બ્રાહ્મણીને જણાવ્યું કે તંદુલ ભોજન નથી.
ફરી બ્રાહ્મણીએ કહ્યું કે, અરે ! અમુક ભોજન ઉંચુ રીને તેમાં જો અને અને શોધીને લાવ, ફરી સુજ્ઞશ્રી તપાસ કરવા માટે આંગણામાં ગઈ, પણ તે તંદુલનું ભોજન ન જોયું. આવીને બ્રાહ્મણીને ત્યાં પણ તંદુલ ભોજન નથી.
ફરી બ્રાહ્મણીએ કહ્યું, અરે ! અમુક ભોજન ઉંચુ કરીને તેમાં જો અને શોધીને લાવ. ફરી તપાસ કરવા માટે આંગણામાં ગઈ અને ન જોયું ત્યારે બ્રાહ્મણીએ જાતે આવીને ત્યાં તપાસ કરી તો તંદુલ ભોજન તેણીના પણ જોવામાં ન આવ્યું. અતિ વિસ્મય પામેલા મનવાળી ફરી બારીકાઈથી દરેફ સ્થળે તપાસ કરવા લાગી.
દરમ્યાન એકાંત સ્થળમાં વૈશ્યા સાથે ઓદનનું ભોજન કરતાં પોતાના મોટા પુત્રને જોયો. તે પુત્રે પણ તેના તરફ નજર કરી. સામે આવતી માતાને જોઈને અધન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org