________________
૮-૧૪૮૪
૧૭૩
મા અધ્યયન-૮ અથવા ચૂલિકા-૨, સુસઢ કથા છે
– ૪ – ૪ – ૪ – ૪ – ૪ – ૪ - ૪ - ૪ - ૪ - ૪ - [આ સ્થામાં સુસઢની મુખ્યતા છે. તે સિવાય અનેક પાત્રો અને ગાવાંતર ા પણ છે. “જયu' ધર્મ સિવાયનો બીજો પણ ઘણો બોધ આ ક્થાનક્માં અવાંતર ક્યામાં ભરેલો છે. ખરેખર મનનીય અધ્યયન છે.] [૧૪૮૪] હે ભગવાન! ક્યા કારણથી આમ છું ?
તે કાળે, તે સમયે અહીં સુસઢ નામે એક અણગાર હતો. તેણે એક એક પક્ષની અંદર ઘણાં અસંયમ સ્થાનકોની આલોચના આપી અને અતિ મહાત્ ઘોર દુક્ક પ્રાયશ્ચિત્તોનું સેવન ક્યું. તો પણ તે વિચારોને વિશુદ્ધિ પદ પ્રાપ્ત ન થયું. આ કારણે એમ Èવાયું.
ભગવદ્ ! તે સુસઢની વક્તવ્યતા કેવા પ્રકારે છે ?
ગૌતમ ! આ ભારતવર્ષમાં અવંતી નામનો દેશ છે. ત્યાં સંબક્ક નામનું એક ગામ હતું. તે ગામમાં જન્મથી દારિદ્ર, લાજ-મર્યાદા વગરનો, કૃપા વગરનો, કૃપણ, અનુક્યા રહિત, અતિ ક્રુર, નિર્દય, રૌદ્ર પરિણામી, આક્રી શિક્ષા નારો, આભિગૃહિક મિથ્યાષ્ટિ, જેનો નામોચ્ચાર ક્રવામાં પાપ છે, એવો સુશિવ નામે બ્રાહ્મણ હતો.
તેને સુજ્ઞશ્રી નામે પુત્રી હતી. સમગ્ર ત્રણે ભુવનમાં નર અને નારી સમુદાયોના લાવણ્ય, વંતિ, તેજ, રૂપ, સૌભાગ્યાતિશય જતાં તે પુત્રીના લાવણ્ય, રૂપ, વંતિ વગેરે અનુપમ અને ચડિયાતા હતા.
તે સુજ્ઞશ્રીએ કોઈ આગલા બીજા ભવમાં એમ દુષ્ટ વિચારેલ હતું કે – “જો આ બાળક્ની માતા મૃત્યુ પામે તો બહુ સારું થાય કેમ કે તો હું શક્ય વગરની થાઉં પછી આ બાળક દુઃખે ફ્રી જીવી શક્યું. તેમજ રાજ્ય લક્ષ્મી મારા પુત્રને પ્રાપ્ત થશે.”
તે ચિંતવનાના ફળ રૂપે તે ર્મના દોષથી જન્મતાની સાથે જ તેની માતા
મૃત્યુ પામી.
ત્યાર પછી હે ગૌતમ ! તે સુજ્ઞશિવ પિતાએ મોટા ક્લેશથી આજીજી ક્રીને, ગરીને, ઘણાં નવા બાળકૅને જન્મ આપનારી માતાને ઘેરઘેર ફરી, તે પુત્રીનો બાલ્યકાળ પૂર્ણ ક્ય.
તેટલામાં માતા-પુત્રના સંબંધને ટાળનાર મહા ભયંક્ર એવા-૧૨ વર્ષનો લાંબા કાળનો દુષ્કાળ સમય આવ્યો. એટલામાં સગાં-સંબંધીઓનો ત્યાગ ક્રીને સમગ્ર જનસમૂહ ચાલી જવા લાગ્યો. ત્યારે હવે કોઈ દિવસે ઘણાં સમયના ભૂખ્યા થયેલો, વિષાદ પામેલો સુજ્ઞશિવ વિચારવા લાગ્યો કે શું હવે આ બાલિકને મારી નાંખીને ભૂખ ભાંગુ કે તેનું માંસ ખેંચીને કંઈક વણિક પાસેથી અનાજ ખરીદીને મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org