________________
૧૨૮
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ગૌતમ ! પ્રાયશ્ચિતના સંખ્યાતાં સ્થાનકો છે. તેમાંથી એક પણ જે આલોચના ક્ય વિનાનું રહી જાય અને શલ્ય સહિત મૃત્યુ પામે તો, એક્લાખ સ્ત્રીના પેટ ફાડીને કોઈ નિર્દય મનુષ્ય સાત-આઠ મહિનાના ગર્ભને બહાર કાઢે, તે તરફડતો ગર્ભ જે દુઃખ અનુભવે અને તેના નિમિત્તે તે પેટ ફાડનાર મનુષ્યને જેટલું પાપ લાગે તેના #તાં એક સ્ત્રીના સાથેના મિથુન પ્રસંગમાં સાધુ નવગણું પાપ બાંધે, સાધ્વીની સાથે સાધુ એક વખત મૈથુન સેવે તો હજારગણું, બીજી વખત સેવે તો ક્રોડ ગણું અને ત્રીજી વખત મૈથુન સેવે તો બોધિ-સભ્યત્વનો નાશ થાય છે.
[૧૦૪૨, ૧૦૪૩] જે સાધુ સ્ત્રીને દેખીને મદનાસક્ત થઈ સ્ત્રી સાથે રતિક્રીડા ક્રવાર થાય છે, તે બોધિ લાભથી ભ્રષ્ટ બનીને બિચારો ક્યાંય ઉત્પન્ન થશે.
સંયત સાધુ કે સાધ્વી જે મૈથુન સેવન કરે છે. તે અબોધિ લાભ કર્મ ઉપા છે. તે થકી અપકાય અને અગ્નિકાયમાં ઉત્પન્ન થવાને લાયક ર્મ બાંધે છે.
[૧૦૪૪ થી ૧૦૪૯] આ ત્રણમાં અપરાધ ક્રનારો હે ગૌતમ ! ઉન્માર્ગનો વ્યવહાર ક્ટ છે અને સર્વથા માર્ગનો વિનાશ ક્રનાર થાય.
ભગવન! આ દષ્ટાંતથી જે ગૃહસ્થો ઉદ્દે મદવાળા હોય છે અને રાત્રે કે દિવસે સ્ત્રીને તજતા નથી તેની શી ગતિ થશે?
તેવાઓ પોતાના શરીરમાં પોતાના જ હાથે છેદીને તલ-તલ જેવડા નાના ટુક્કા ક્રીને અગ્નિમાં હોમ રે તો પણ તેમની શુદ્ધિ ધર્મનું પાલન ક્રે તો મધ્યમગતિ પ્રાપ્ત રે છે.
ભગવન જો સંતોષ રાખવામાં મધ્યપ્રગતિ થાય તો પછી પોતાના શરીરનો હોમ ક્રનાર તેની શદ્ધિ કેમ ન મેળવે ?
ગૌતમ ! પોતાની કે પારકી સ્ત્રી હોય કે સ્વપતિ કે અન્ય પુરુષ હોય તેની સાથે રતિક્રીડા ક્રનાર પાપબંધ જનાર થાય છે. પરંતુ એ બંધક થતો નથી.
[૧૦૫૦, ૧૦૫૧] જો કોઈ આત્મા કહેલો શ્રાવક ધર્મ પાલન ક્રે છે અને પરસ્ત્રીનો જીવન પર્યન્ત ત્રિવિધ ત્યાગ રે છે, તેના પ્રભાવે તે મધ્યમગતિ મેળવે છે.
અહીં એ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે નિયમ સહિત હોય, પરદારાગમન ક્રનારો હોય, તેમને ર્મબંધ થાય છે. જેઓ તેની નિવૃત્તિ રે છે, પચ્ચખાણ રે છે, તેમને મહાફળની પ્રાપ્તિ થાય છે.
[૧૦૫ર, ૧૦૫૩] પાપથી રેલી નિવૃત્તિને જો કોઈ અલ્પ પ્રમાણમાં પણ વિરાધે, માત્ર મનથી જ વ્રત વિરાધે, તો જે પ્રકારે મેધમાલા નામે આર્યા મૃત્યુ પામીને દુર્ગતિમાં ગઈ, તે પ્રમાણે મનથી અપ પણ વ્રત વિરાધના ક્રનાર દુર્ગતિ પામે છે.
હે ભુવન બાંધવ ! મનથી પણ અલા પ્રત્યાખ્યાનનું ખંડન ક્રીને મેધમાલાએ જે કર્મ ઉપાર્જન અને દુર્ગતિ પામી. તે હું નથી જાણતો તો મને જણાવો]
[૧૦૫૪] બારમાં વાસુપૂજ્ય તીર્થક્ય ભગવંતના તીર્થમાં ભોળી કાજળ સમાન શરીરના કાળા વર્ણવાળી, દુર્બળ મનવાળી, મેઘમાલા નામે સાધ્વી હતી. [૧૦પપ થી ૧૦૫૮] ભિક્ષા ગ્રહણાર્થે બહાર નીકળી ત્યારે બીજી બાજુ એક સુંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org