SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ નાર, મર્યાદાહીન, નિષ્ઠુરણ, નિર્દય, ક્રુર, મહાકુર, પાપમતિક, અનાર્ય મિથ્યા દૃષ્ટિ એવો કનિામે રાજા થશે. ૧૦૮ પાપી એવો ને રાજા ભિક્ષાભ્રમણ કરવાની ઈચ્છાવાળો શ્રી સંઘને ક્દર્થના પમાડશે, હેરાન કરશે. જ્યારે તે કલ્કિ રાજા ર્થના કરશે ત્યારે હે ગૌતમ ! જે કોઈ ત્યાં શીલયુક્ત મહાનુભાવ, અચલિત સત્વવાળા, તપસ્વી, અણગાર હશે, તેઓનું વ્રજપાણી-ઐરાવણ હાથી વાહન વાળા સૌધર્મેન્દ્ર સાન્નિધ્ય કરશે. એ રીતે હે ગૌતમ ! દેવેન્દ્રોથી વંદિત પ્રત્યક્ષ દેખેલા પ્રમાણવાળો શ્રી શ્રમણસંઘ પ્રાણ અર્પણ કરવા તૈયાર થાય છે, પણ પાખંડ ધર્મ કરવા તૈયાર થતો નથી. જેટલામાં હે ગૌતમ ! એક્બીજાને જેને સહારો નથી, ક્ષમાદિ દશવિધ એક જ પ્રકારનો ધર્મ છે એક્લા જ દેવાધિદેવ અરિહંત ભગવંત, એક જ જિનાલય, એજ માત્ર એક વંદનીય, પૂજનીય, સારણીય, સન્માનનીય, મહાયશા, મહાસત્વી, મહાનુભાગ જેને છે એવા દૃઢ-શીલ-વ્રત નિયોમને ધારણ કરનાર તપોધન સાધુ હતા.. તે સાધુ ચંદ્ર સમાન સૌમ્ય, શીતલ લેશ્યાવાળા, સૂર્યવત્ ઝળહળતી તપ તેજ રાશિ સમાન, પૃથ્વીની જેમ પરીષહ-ઉપસર્ગો સહન કરવામાં સમર્થ, મેરુપર્વતમાફક અડોલ, ક્ષમાદિ દશ વિધ ધર્મને વિશે રહેલા, તે મુનિવર સારા શ્રમણોના સમુદાયથી પરિવરેલા હતા, -x ગ્રહનક્ષત્રથી પરિવરેલ હોય તેવા ગ્રહપતિ ચંદ્ર જેમ અધિક શોભા પામે છે. તેમ આ શ્રી પ્રભ નામે અણગાર ગણ સમુદાય વચ્ચે અધિક શોભા પામતા હતા. -B - આ શ્રી પ્રભ અણગારના આટલા કાળમાં આજ્ઞા પ્રવેદન કર્યું. [૮૨૩, ૮૨૪] ભગવન્ ! ત્યાર પછીના કાળમાં શું બન્યું ? ગૌતમ ! પછી પડતા કાળમાં સમયમાં જે કોઈ આત્મા છાયજીવના સમારંભનો ત્યાગ નાર હોય, તે ધન્ય, પૂજ્ય, વંદનીય, નમણીય, સુંદર જીવન જીવનાર ગણાય છે. ભગવન્ ! સામાન્ય પૃચ્છામાં આ પ્રમાણે યાવત શું ક્લેવું ? ગૌતમ ! અપેક્ષાએ કોઈક આત્મા યોગ્ય છે અને અપેક્ષાએ કોઈક પ્રવ્રજ્યા માટે યોગ્ય નથી. ભગવન્ ! ક્યા કારણે અમે વ્હેવાય છે ? ગૌતમ ! સામાન્યથી જેમને પ્રતિષેધેલ હોય અને સામાન્યથી જેમને પ્રતિષેધેલ ન હોય, આ કારણે એમ કહેવાય છે કે એક યોગ્ય છે અને એક યોગ્ય નથી. ભગવન્ ! તો એવા ક્યા કેટલા છે કે જેમને સામાન્યથી પ્રતિષેધેલા છે ? ક્યા કેટલા છે જેમને સામાન્યથી પ્રતિષેધેલા નથી? ગૌતમ ! એક એવા છે કે જે વિરુદ્ધ છે અને એક વિરુદ્ધ નથી. જે વિરુદ્ધ હોય તેનો પ્રતિષેધ કરાય છે, જે વિરુદ્ધ નથી તેનો પ્રતિષેધ ાતો નથી. ભગવન્ ! ક્યા વિરુદ્ધ કે અવિરુદ્ધ છે ? ગૌતમ ! જેઓ જે દેશમાં દુર્ગંછા વા યોગ્ય હોય, જે જે દેશમાં દુર્ગંછિત હોય. જે દેશમાં પ્રતિષેધેલ હોય તે તે દેશોમાં વિરુદ્ધ છે. જે કોઈ જે દેશોમાં દુર્ગંછનીય નથી તે તે દેશમાં પ્રતિષેધ્ય નથી. તે તે દેશમાં વિરુદ્ધ નથી. ગૌતમ ! ત્યાં જે જે દેશમાં વિરુદ્ધ ગણાતા હોય તો તેને પ્રવજ્યા ન આપવી. જે કોઈ જે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy