________________
૧૦/૧૧૦
૧૦૯
પ્રશ્ન – આવા પ્રકારની ઋદ્ધિથી યુક્ત તે પુરૂષને તપ અને સંયમના મૂર્તરૂપ શ્રમણ-બ્રાહ્મણ કેવલિ પ્રજ્ઞમ ધર્મ હે ?
ઉત્તર – હા, ધે છે. પ્રશ્ન – શું તે ધર્મ સાંભળે છે ? ઉત્તર – હા, સાંભળે છે. પ્રશ્ન – શું તે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરે છે ? ઉત્તર – હા, તે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરે છે. પ્રશ્ન – શું તે શીલવત ચાવત પોષધોપવાસ કરે છે ? ઉત્તર – હા તે શીલવતાદિ સ્વીકાર કરે છે.
પ્રશ્ન – શું તે ગૃહવાસ છોડીને મુંડિત થાય છે. તથા અનગાર પ્રવજ્યાનો સ્વીકાર ક્રે છે ?
ઉત્તર – તે સંભવ નથી.
તે શ્રાવક થાય છે, જીવાજીવનો જ્ઞાતા થઈ યાવતું સાધુને પ્રાસુક એષણીયા અનશનાદિ વહોરાવી અનેક વર્ષો સુધી વિચરે છે. તે ભક્ત પ્રત્યાખ્યાન કે અનશન પણ ક્રી શકે છે. તાક્ત પ્રત્યાખ્યાન કરીને અનેક ભક્તોનું અનશનથી છેદન રે છે. છેદન ક્રીને આલોચના તથા પ્રતિક્રમણ દ્વારા સમાધિને પામે છે.
જીવનની અંતિમ ક્ષણોમાં દેહ છોડીને દેવલોકે દેવ થાય છે. હે આયુષ્યમાન શ્રમણો !
તે નિદાન શલ્યનું આ પાપરૂપ પરિણામ છે કે – તે ગૃહવાસ છોડીને તથા સર્વથા મુંડિત થઈને અનગાર પ્રવજ્યા સ્વીકારી ન શકે.
[આ આઠમા નિયાણાનું સ્વરૂપ ક્યું.] ૧૧૧] હે આયુષ્યમાન શ્રમણો !
મેં ધર્મનું નિરૂપણ કરેલ છે યથાવત સંયમની સાધનામાં પ્રયત્ન ક્રતો સાધુ દિવ્ય માનષિક કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે એમ વિચારે કે
“માનષિક કામભોગો અધૂવ યાવત ત્યાજ્ય છે.”
દિવ્ય કામભોગો પણ અધુવ યાવત્ ભવ પરંપરાને વધારનાર છે. તથા પહેલાં કે પછી અવશ્ય ત્યાજ્ય છે.
જો સમ્યક પ્રચારથી આચરિત મારા આ તપ નિયમ તથા બ્રહ્મચર્યનું પાલનનું કલ્યાણારી વિશિષ્ટ ફળ હોય તેવું ભાવિમાં જે આ અંતફળ, પ્રતિફલ, તુચ્છ કલ, દરિદ્ર ફળ, કૃપણ ફળ કે ભિક્ષ ફળ છે, તેમાંના કોઈ એક કુળમાં પુરૂષ બનું જેનાથી હું પ્રવજિત થવાને માટે સુવિધાપૂર્વક ગૃહવાસ છોડી શકું તો તે શ્રેષ્ઠ થશે.
હે આયુષ્યમાન શ્રમણો !
આ પ્રમાણે સાધુ કે સાધ્વી કોઈ પણ નિદાન કરીને યાવત દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાં મહઋદ્ધિવાળો દેવ થાય છે. યાવતું દિવ્ય ભોગ ભોગવતો વિચરે છે. યાવતુ તે દેવ દે દેવલોથી આય ક્ષય થવાથી યાવત પુરુષરૂપે ઉત્પન્ન થાય છે. યાવત પૂછે છે કે આપના મુખને ક્વા કેવા પદાર્થ સારા લાગે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org