________________
૧૫૬
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૩
અર્થાત્ હિંસક રહે છે. એ જ પ્રમાણે સર્વ પ્રકારે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહનો પણ ત્યાગ તો નથી. સર્વ પ્રકારે ક્રોધ, માન, માય, લોભ, રાગ, દ્વેષ, ક્લહ, આળ, ચુગલી, નિંદા, રતિ-અરતિ, માયામૃષાવાદ અને મિથ્યાદર્શનશલ્યથી યાવજજીવન અવિરત રહે છે. અર્થાત્ આ અઢારે પાપસ્થાનનું સેવન કરતો રહે છે. તે મિથ્યાદ્રષ્ટિ સર્વ પ્રકારે સ્નાન, મર્દન, વિલેપન, શબ્દ-સ્પર્શ-રસ-રૂપ-ગંધ, માળા, અલંકારોથી યાવજજીવન અપ્રતિવિરત રહે છે. શક્ટ, સ્થ, યાન, યુગ્ય, ગિલ્લિ, થિલ્લિ, શિબિકા, સ્પંદમાનિકા, શયન, આસન, યાન, વાહન, ભોજન, ગૃહસંબંધી વસ્ર પાત્ર આદિથી યાવજજીવન અપ્રતિવિરત રહે છે. સર્વ અશ્વ, હાથી, ગાય, ભેંસ, બકરા, ભેડ, દારા-દાસી, નોકર પુરુષથી યાવજીવન જોડાયેલો રહે છે. સર્વપ્રકારે ચાંદી, સોનું, ધન, ધાન્ય, મણિ, મોતી, શંખ, મૂગાથી યાવજજીવન
અપ્રતિવિરત રહે છે.
ચાવજીવને માટે હિનાધિક તોલમાપ, સર્વ આરંભ-સમારંભ, સર્વ કાર્યો કરવાકરાવવા, પચન-પાચન, કૂટવું-પીસવું, તર્જન-તાડન, વધ-બંધ, પરિક્લેશ યાવત્ તેવા પ્રારના સાવધ અને મિથ્યાત્વ વર્ધક બીજા જીવોને પ્રાણોનો પરિતાપ પહોંચાડનાર કર્મ કહે છે. આ સર્વે પાપ કાર્યોથી અપ્રતિવિરત અર્થાત્ જોડાયેલો રહે છે.
જેમ કોઈ પ્રરુષ ક્લમ, મસુર, તલ, મગ, અડદ, વાલ ક્ળથી ચોળા, તુવેર, કાળા ચણા, જુવાર અને તે પ્રકારના બીજા ધાન્યોને જીવનરક્ષાના ભાવ સિવાય ક્રુરતાપૂર્વક ઉપમર્દન તો મિથ્યાદંડ પ્રયોગ કરે છે. તે જ રીતે કોઈ પુરુષ વિશેષ તીતર, વટેરા, લાવા બુતર, કપિંજલ, મૃગ, ભેંસ, સુવર, મગર, ગોધા, કાચબો અને સર્પ વગેરે નિરપરાધ જીવોને ક્રુરતાપૂર્વક મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. એટલે કે નિર્દયતાપૂર્વક ઘાત કરે છે.
વળી જે તેની બાહ્ય પર્ષદા છે. જેમ કે દાસ, ક્ડી, વેતન થકી કામ કરનાર, ભાગીદાર, ર્કાર, ભોગપુરુષ આદિ દ્વારા થયેલા નાના અપરાધનો પણ પોતે જ મોટો દંડ કરે છે. આને દંડો, આને મુંડો, આની તર્જતા કરો તાડન કરો, આને હાથમાં, પગમાં, ગળામાં બધે બેડી નાખો. એના બંને પગમાં સાંકળ બાંધી અને પગ વાળી દો, ના હાથ કાપો, પગ કાપો, નખ છેદો, હાથ છેદો, માથુ ઉડાવી દો, મોટું ભાંગી નાંખો, પુરુષ ચિહ્ન કાપી દો, હૃદય ચીરી નાખો.
એ જ પ્રમાણે આંખ-દાંત-મોઢું જીભ ઉખાડી દો, આને દોરડાથી બાંધીને ઝાડ ઉપર લટકાવો, બાંધીને જમીન ઉપર ઘસેડો, દહીંની જેમ મંથન ો, શૂળીએ ચડાવો, ત્રિશુલથી ભેદો, શસ્ત્રોથી છિન્ન ભિન્ન રો, ભેદાયેલા શરીર ઉપર ક્ષાર નાખો. તેના ધામાં ઘાસ ખોસો. તેને સિંહ, વૃષભ, સાંઢની પૂંછડીએ બાંધો, દાવાગ્નિમાં બાળી દો, ટુક્ડા કરીને કાગડાને પધરાવી દો, ખાવા-પીવાનું બંધ કરી દો. જીવજીવ બંધનમાં રાખો, અન્ય કોઈ પણ પ્રકારના ક્મોતથી તેને મારી નાખો. તે મિથ્યાદ્રષ્ટિની જે અત્યંતર પર્ષદા છે, જેમ કે માતા, પિતા, ભાઈ, બહેન, ભાર્યા, પુત્રી, પુત્રવધૂ વગેરે તેમાંના કોઈ થોડો પણ અપરાધ કરે તો પોતે જ ભારે દંડ આપે છે જેમ કે ઠંડા પાણીમાં ડૂબાડે, ગરમ પાણી શરીર ઉપર રેડે, આગથી
-
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org