SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ૧૪૯ મજ દશા-૪ “ગણિસંપદા” • પહેલી, બીજી, ત્રીજી દશામાં ધેવાયેલા દોષો શૈક્ષને ત્યાગ ક્રવા યોગ્ય છે, એ બધાંનો ત્યાગ ક્રવાથી તે શૌક્ષ ગણિ સંપદાને યોગ્ય થાય છે. તેથી હવે આ “દશા”માં આઠ પ્રારની ગણિ-સંપદાનું વર્ણન કરે છે. [૫] હે આયુષ્યમાન્ ! તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે કે – આ આહત પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ ખરેખર આઠ પ્રકારની ગણિ સંપદા ધેલી છે. તે સ્થવિર ભગવંતોએ કઈ આઠ ગણિ સંપદા દ્દી છે ? તે સ્થવિર ભગવંતોએ જે આઠ પ્રકારની સંપદા નિશ્ચ કહી છે, તે આ પ્રમાણે છે – (૧) આચાર, (૨) સૂત્ર, (૩) શરીર, (૪) વચન, (૫) વાચના, (૬) મતિ, (૭) પ્રયોગ, (૮) સંગ્રહપરિજ્ઞા. ]િ તે આચાર સંપદા ઈ છે ? (આચાર એટલે ભગવંતે પ્રરૂપેલ આચરણા કે મર્યાદા, બીજી રીતે જ્હીએ તો જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, તપ, વીર્ય એ પાંચની આચરણા અને સંપદા એટલે સંપત્તિ.] આ આચાર સંપત્તિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે – સંયમ ક્રિયામાં સદા જોડાયેલા રહેવું. અહંકાર રહિત થવું. અનિયત વિહારી થવું અર્થાત એક સ્થાને સ્થાયી થઈને ન રહેવું. શ્રુત સ્થવિર તથા દીક્ષા પર્યાય જયેષ્ઠની માફક ગંભીર થવું. [9] તે શ્રુતસંપત્તિ કઈ છે? શ્રિત એટલે આગમ અથવા શાસ્ત્રજ્ઞાન] આ શ્રુત સંપત્તિ ચાર પ્રકારે હી છે– (૧) બહુશ્રુતતા - અનેક શાસ્ત્રોના જ્ઞાતા થવું. (૨) પરિચિત પણું – સૂત્રાર્થથી સારી રીતે પરિચિત થવું. (૩) વિચિત્રશ્રુતતા સ્વસમય અને પરસમયના તથા ઉત્સર્ગ અને અપવાદના જ્ઞાતા થવું. (૪) ઘોષ વિશુદ્ધિ કારક્તા – શુદ્ધ ઉચ્ચારણવાળા થવું. [૮] તે શરીર સંપત્તિ શું છે ? શરીર સંપત્તિ ચાર પ્રકારે કહી છે, તે આ – (૧) શરીરની લંબાઈ-પહોળાઈનું યોગ્ય પ્રમાણ હોવું. (૨) કુરૂપ કે લજ્જા ઉપજાવે તેવા શરીરવાળા ન હોવું. (૩) શરીરનું સંહનન સુદૃઢ હોવું (૪) પાંચે ઇંદ્રિયોનું પરિપૂર્ણ હોવું. [૯] તે વચન સંપત્તિ કઈ છે? [વચન એટલે વાણી વચન સંપત્તિ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે (૧) આદેયતા – જેનું વચન સર્વજન આદરણીય હોય, (૨) મધુરવયનવાળા હોવું. (૩) અનિશ્રિતતા – રાગદ્વેષ રહિત એટલે કે નિષ્પક્ષપાતી વયનવાળા હોવું. (૪) અસંદિગ્ધતા – સંદેહ રહિત વચનાવાળા હોવું. [૧૦] શિષ્યની યોગ્યતાનો નિશ્ચય ક્રવાવાળી હોવી. (૨) વિચાપૂર્વક અધ્યાપન ાવનારી હોવી. (૩) યોગ્યતા અનુસાર ઉપયુક્ત શિક્ષણ દેનારી હોવી. (૪) અર્થસંગતિપૂર્વક નય-પ્રમાણ થી અધ્યાપન કાવવાળી હોવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy