________________
૧૧૦
ઇચ્છે૦ બાકી આલાવો સૂત્ર-૨૩ સમાન.
[૨૫] જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય, ગણથી નીક્ળી એક્તવિહારચર્યા ધારણ કરવા ઇચ્છે બાકી આલાવો સૂત્ર-૨૪ સમાન.
[૨૬ થી ૩૦] જો કોઈ સાધુ ગચ્છથી નીક્ળીને (૧) પાર્શ્વસ્થ વિહારચર્ચા કે (૨) યથાછંદ વિહારચર્યા કે (૩) કુશીલ વિહારચર્યા કે (૪) અવસન્ત વિહારચર્યા કે (૫) સંસક્ત વિહારચર્યા–
અંગીકાર કરીને વિચરે પછી તે આ પાર્શ્વસ્થ વિહાર કે યાવત્ સંસક્ત વિહારચર્યા છોડીને તે જ ગણમાં સામેલ થઈ રહેવા ઇચ્છે ત્યારે—
જો તેનું ચારિત્ર કંઈક શેષ હોય તો પૂર્વવસ્થાની પૂર્ણ આલોચના અને પ્રતિક્રમણ રે તથા આચાર્ય તેમની આલોચના સાંભળી, જે કંઈ છેદ કે તપ પ્રાયશ્ચિત્ત આપે, તેને સ્વીકારે.
વ્યવહાર-છેદસૂત્ર-૩
[૩૧] જો કોઈ સાધુ ગણથી નીકળીને કોઈ વિશેષ પરિસ્થિતિ થકી બીજા લિંગવેશને ધારણ કરીને વિહાર કરે અને કારણ સમાપ્ત થતાં ફરી સ્વલિંગને ધારણ કરીને ગણમાં સામેલ થઈને રહેવા ઇચ્છે તો તેને લિંગ-વેશ પરિવર્તનની આલોચના ઉપરાંત છેદ કે તપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત ન આવે.
[૩૨] જો કોઈ સાધુ ગણથી નીક્ળી, સંયમનો ત્યાગ કરી દે પછી તે એ જ ગણનો સ્વીકાર કરી રહેવા ઇચ્છે તો તેના માટે કેવળ છેદોપસ્થાપના પ્રાયશ્ચિત્ત છે, તે સિવાય તેને કોઈ છેદ કે તપ પ્રાયશ્ચિત્ત અપાતું નથી.
[૩૩] સાધુ કોઈ અત્યસ્થાનનું પ્રતિસેવન કરીને તેની આલોચના કરવા ઇચ્છે તો જ્યાં પોતાના આચાર્ય કે ઉપાધ્યાયને જુએ, ત્યાં તેમની પાસે આલોચના રે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપર્મનો સ્વીકાર કરે.
[૩૪] જો તેમના આચાર્ય કે ઉપાધ્યાય ન મળે તો જ્યાં કોઈ સાંભોગિક [એક માંડલીવાળા] સાધર્મિક સાધુ મળે કે જે બહુશ્રુત અને બહ આગમજ્ઞ હોય, તેની પાસે આલોચના કરે યાવત્ તપ સ્વીકારે.
જો સાંભોગિક સાધર્મિક બહુશ્રુત આલોચના રે યાવત્ પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે.
બહુઆગમજ્ઞ હોય તેની પાસે જઈને
જો અન્ય સાંભોગિક સાધર્મિક બહુશ્રુત બહુઆગમજ્ઞ સાધુ ન મળે તો જ્યાં સારૂપ્ય સાધુ મળે, જે બહુશ્રુત અને બહુઆગમનજ્ઞ હોય તો તેની સમીપે આલોચના રે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપકર્મ સ્વીકાર કરે.
-
Jain Education International
જો સારૂપ્ય બહુશ્રુત, બહુઆગમજ્ઞ સાધુ ન મળે તો જ્યાં પશ્ચાત્ [સંયમત્યાગી] શ્રમણોપાસક મળે, જે બહુશ્રુત અને બહુઆગમજ્ઞ હોય ત્યાં તેની સમીપે આલોચના રે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપર્મ સ્વીકારે.
જો પશ્ચાત્ [સંચમત્યાગી] બહુશ્રુત અને બહુઆગમજ્ઞ શ્રાવક ન મળે તો જ્યાં સમ્યક્ ભાવિત જ્ઞાની પુરુષ મળે તો ત્યાં તેની સમીપે આલોચના રે યાવત્
For Private & Personal Use Only
www.jainelibrary.org