________________ J334 થી 339 181 182 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ અલાઋદ્ધિક કે મહાકદ્ધિક છે, તેનું કચવ (11) તારાના પરસ્પર અંતરનું કથન (12) ચંદ્રાદિમાં કોણ શીઘ ગતિક કે મંદગતિક છે, તે વિશેની વકતવ્યતા. (13) અગ્રમહિષી કથન, (14) બુટિક - અત્યંતર પર્ષદામાં સ્ત્રીજન સાથે ભોગ કરવાને સમર્થ ચંદ્રાદિ છે કે નહીં, તેનું કથન. (15) સ્થિતિ-આયુષ્ય, (16) જ્યોતિકોનું અલબહુd. હવે પ્રથમ દ્વારને પૂછવા માટે કહે છે - ભગવદ્ ! ચંદ્ર-સૂર્ય દેવોને ક્ષેત્રની અપેક્ષાથી નીચે પણ તારારૂપ - તારા વિમાનાધિષ્ઠાતા દેવો ધુતિ અને વૈભવ આદિની અપેક્ષાથી કેટલાં અણુ-હીન હોય છે, કેટલાં તુલ્ય-સર્દેશ હોય, અધિકપણું તો સ્વસ્વ ઈન્દ્રોથી પરિવારના દેવોને સંભવતું નથી માટે પૂછેલ નથી. તથા સમ પણ ચંદ્રાદિ વિમાનોથી ક્ષેત્રની અપેક્ષાથી સમ-સમશ્રેણિસ્થિત પણ તારા વિમાન અધિષ્ઠાતા દેવો પણ ચંદ્ર-સૂર્યોના દેવોના દ્યુતિ અને વૈભવ આદિની અપેક્ષાથી કેટલાંક હીન અને કેટલાંક તુલ્ય હોય. તથા ચંદ્રાદિ વિમાનોના ક્ષેત્રની અપેક્ષાથી ઉપર સ્થિત તારા વિમાન અધિષ્ઠાતા દેવો પણ ચંદ્રસૂર્યના દેવોના ધુતિ અને વૈભવ આદિની અપેક્ષાથી કેટલાંક હીન, કેટલાંક તુલ્ય પણ હોય. એ પ્રમાણે ગૌતમે પૂછતાં ભગવંતે કહ્યું - ગૌતમ! હા, અર્થાત્ જે પૂછ્યું, તે બધું તેમજ હોય, તેથી તેમજ કહેવું જોઈએ. આ અર્થમાં હેતુ પ્રશ્ન કહે છે - ભગવન્! કયા હેતુથી એમ કહ્યું? અચ તે જ સૂગ અનુસ્મરણ કરવું ? તેનો ઉત્તર આપતા કહે છે - જે-જે રીતે તારાવિમાનના અધિષ્ઠાતા દેવોનું પૂર્વ ભવમાં તપ, નિયમ, બ્રહાચર્ય ઉકટ હોય, તેમાં તપ-અનશનાદિ બાર ભેદે છે, નિયમ-શ્ચ આદિ, બ્રહ્મચર્યમૈથુનવિરતિ. અહીં શેષ વ્રતોનું ઉપદર્શન કિટવ્રતધારીનો જ્યોતિકમાં ઉત્પાદ અસંભવ છે માટે કહેલ નથી. ઉત્કટના ઉપલક્ષણથી અનુકટ પણ જાણવું. અન્યથા ઉત્તરસૂત્રમાં કહેવાનાર અણુવ ન આવે. વત્ શબ્દ ગર્ભિત વાક્યની સાપેક્ષતાથી તત્ શત્નભિત વાક્ય હોવાથી ઉત્તરવાક્ય કહે છે - તે તે રીતે તે દેવોને એ પ્રમાણે જાણવા. તે આ રીતે- અણુવ કે તુલ્યવ. આમાં કંઈ અનુચિત નથી. મનુષ્યલોકમાં પણ દેખાય છે કે - કેટલાંક જન્માંતરોપચિત તથાવિધ પુન્યના ભારથી રાજ્યત્વને પામ્યા વિના પણ રાજા જેવો તવ્ય વૈભવ ભોગવે છે. અહીં વ્યતિરેકથી કહે છે - જેમ જેમ તે તારાવિમાન અધિષ્ઠાતાના પૂર્વ ભવ અજિત ઉત્કટ તપ-નિયમબ્રહમચર્ય ન હોય, તેમ-તેમ તે-તે દેવાને આવું અદ્ભુત્વ કે તુચવ હોતું નથી. કેમકે આભિયોગિક કર્મોદયથી અતિનિકટવ હોય છે. અર્થ આ છે - અકામનિર્જસદિ યોગથી દેવત્વપાપિત થવા છતાં પણ દેવ ઋદ્ધિના અલાભથી ચંદ્ર-સૂર્યથી યુતિવૈભવ આદિ અપેક્ષાએ અભુત્વ પણ સંભવે છે. * x - હવે બીજા દ્વારનો પ્રશ્ન કરે છે - ભગવતુ ! એકૈક ચંદ્રના કેટલો મહાગ્રહ પરિવાર છે આદિ પ્રશ્ન સૂત્રાર્થવત્ જાણવા, ઉત્તર સૂગ પણ તેમજ છે. વિશેષ એ કે - ભલે અહીં આ ચંદ્રના જ પરિવારપણે કહેલા છે, તો પણ સૂર્યના પણ ઈન્દ્રવથી આ પણ તેના પરિવારપણે જાણવા. કેમકે સમવાયાંગ અને જીવાભિગમની વૃત્તિમાં તેમ કહેલ છે. હવે બીજા દ્વારનો પ્રશ્ન કરે છે - ભગવન ! મેરુ પર્વતથી કેટલે દૂર જ્યોતિશક ગતિ કરે છે ? ગૌતમ ! જગતના સ્વભાવથી 1121 યોજનના અંતરે જ્યોતિષ ગતિ કરે છે. શું કહેવા માંગે છે? મેરથી ચક્રવાલથી ૧૧ર૧ યોજન છોડીને ચલ જ્યોતિશ્ચક તારારૂપ ગતિ કરે છે. પ્રક્રમથી જંબૂદ્વીપરત જ જાણવું અન્યથા લવણસમુદ્રાદિ જ્યોતિશ્ચકના મેરુથી દૂરવર્તિત્વથી, ઉક્ત પ્રમાણ અસંભવ છે. પૂર્વે સૂર્યચંદ્ર વક્તવ્યતાધિકારમાં અબાધા દ્વારમાં સૂર્ય અને ચંદ્રનું જ મેરુથી અંતર કહ્યું, અહીં તારાપટલની કહ્યું. તેથી તેમાં પૂવપર વિરોધ નથી. હવે સ્થિર જ્યોતિશ્ચક જોતાં કેટલી અબાધાથી પૂર્વે રહે છે, એમ પૂછતાં ચોથું દ્વાર કહે છે - લોકાંતથી - અલોકાદિથી પૂર્વે કેટલા અંતરે પ્રકમથી સ્થિર જ્યોતિશ્ચક કહેલા છે ? ગૌતમ ! જગતુ સ્વભાવથી 1111 યોજન દૂરે જ્યોતિ કહેલ છે, પ્રકમથી સ્થિર જાણવા. ત્યાં ચર જ્યોતિશકનો અભાવ છે. હવે પાંચમાં દ્વારને પૂછે છે - ભગવદ્ ! ભૂમિતલથી ઉદd ઉંચે કેટલે દૂર અધઃસ્તન જયોતિષ ચાર ચરે છે ? ગૌતમ ! સિદ્ધાંત પ્રસિદ્ધ સમભૂતલ ભૂભાગથી ઉદર્વ ઉંચે કેટલે દૂર અધતન જ્યોતિષ તારાપટલ ચાર ચરે છે ? ગૌતમ ! 790 યોજન દૂર અધતન જયોતિશ્ચક ચાર ચરે છે. હવે સૂર્યાદિ વિષયક બાઘા સ્વરૂપને સંક્ષેપીને ભગવંત સ્વયં કહે છે - એ પ્રમાણે જેમ સમભૂમિભાગથી અધતન જયોતિશક 790 યોજને છે, તેમ સમભૂમિભાગથી સૂર્ય વિમાન 800 યોજને, ચંદ્રવિમાન 880 યોજન, ઉપરિતન તારા Goo યોજને ચાર ચરે છે. હવે જયોતિશ્ચકના ચાર ક્ષેત્રની અપેક્ષાથી અંતરનો પ્રશ્ન - જ્યોતિશકના 110 યોજન જાડાઈની નીચેના તલથી કેટલી દૂર સૂર્યવિમાન ચાર ચરે છે ? ગૌતમ ! 10 યોજન રૂ૫ અંતરથી સૂર્યવિમાન ગતિ કરે છે. આ સૂત્રમાં સમભૂભાગથી ઉંચે 39o યોજન અતિકમતા જ્યોતિશકનું બાહલ્ય મૂળભૂત આકાશપદેશ પ્રતર છે, તે અવધિ માનવી. એ પ્રમાણે ચંદ્રાદિ સુગમાં પણ છે. એ પ્રમાણે ચંદ્રવિમાન 900 યોજન રૂપ અંતરે ચાર ચરે છે. ઉપરના તારાવિમાન 110 યોજન દૂર જ્યોતિશકની જાડાઈને અંતે ચાર ચરે છે. હવે ગતાર્થ છતાં શિષ્યને જણાવવા સૂર્યાદિનું પરસ્પર અંતર સૂત્રકાર કહે છે -