SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ થી ૨૯૮ ૧૪૧ ગૌતમ! ૩૦-મુહૂર્તા કહેલાં છે, તે આ રીતે – [૨૯૬ થી ર૯૮] રુદ્ર, શ્રેયા, મિત્ર, વાયુ, સુબીય, અભિચંદ્ર, માહેન્દ્ર, બલવાન, બહા, બહુ સત્ય અને ૧૧મું ઈશાન વાભાવિતાત્મા, વૈશ્રમણ, વારુણ, આનંદ, વિજય, વિશ્વસેન, પ્રજાપત્ય અને વીસમું ઉપશમ. ગંધર્વ, અનિવેશમ, શતવૃષભ, આતપવાન, મમ, ઋણવાન, ભૌમ, વૃષભ, સવર્ણ અને મીશનું રાક્ષસ. • વિવેચન-૨૮૬ થી ૨૯૮ : ભદંત! એક એક સંવત્સરના કેટલા મહિના કહેલા છે ? ગૌતમ! બાર મહિનાઓ કહેલાં છે તેના બે પ્રકારે નામો કહેલા છે, તે આ પ્રમાણે - લૌકિક અને લોકોતર. લોક-પ્રવચન બહારના જન, તેઓમાં પ્રસિદ્ધ કે તેમના સંબંધી તે લૌકિક, લોકોતરમાં - નોન • પૂર્વોક્ત જ, તેમાંથી સમ્યગુ જ્ઞાનાદિ ગુણ યુકતત્વથી ઉત્તરપ્રધાન, તે લોકોત્તર-જૈનો, તેમનાં પ્રસિદ્ધત્વથી તેમના સંબંધી તે લોકોત્તર, લૌકિક માસના નામો - શ્રાવણ, ભાદરવો, આસો, કાતરક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ. લોકોતર નામો આ પ્રમાણે- પહેલો શ્રાવણ તે અભિનંદિત, બીજો પ્રતિષ્ઠિત, બીજે વિજય, ચોથો પ્રીતિવર્ધન, પાંચમો શ્રેયાન, છઠ્ઠો સિવ, સાતમો શિશિર, આઠમો હિમવાનું, નવમો વસંતમાસ, દશમો કુસુમસંભવ, અગિયારમો નિદાઘ, બારમો વનવિરોહ. અહીં સૂર્યપ્રજ્ઞપ્તિ વૃત્તિમાં અભિનંદિતને સ્થાને અભિનંદ અને વનવિરોહને સ્થાને વનવિરોધી કહેલ છે. હવે પ્રતિમાસે કેટલા પક્ષો છે તેનો પ્રશ્ન – ભગવન્! એક એક માસના કેટલા પક્ષો કહેલા છે ? ગૌતમ ! બે પક્ષો કહેલા છે, તે આ પ્રમાણે - કૃષ્ણપા, જેમાં ધવરહ પોતાના વિમાનથી ચંદ્ર વિમાનને આવરણ કરે છે, તેનાથી જે અંધકારની બહુલતા થાય તે બહુલ પક્ષ અને બીજો શુક્લપક્ષ, જેમાં તે જ ચંદ્રવિમાનના આવરણને છોડે છે, તેનાથી જ્યોત્સના ધવલિતાથી શુક્લ પક્ષ અને બીજો શુકલપક્ષ, જેમાં તે જ ચંદ્રવિમાનના આવરણને છોડે છે, તેનાથી જ્યોત્સના ધવલિતાથી શુક્લ પક્ષ થાય. ‘ત્ર' કાર બંને પક્ષ પક્ષની તુચતા જણાવે છે. તેથી બંને પણ પક્ષો સમાના તિથિનામક અને સમાન સંખ્યાવાળા થાય છે. હવે તેની દિવસ સંખ્યા પૂછતાં કહે છે – ભગવત્ કૈક પાના કૃષ્ણ કે શુક્લમાંના કોઈના પણ કેટલાં દિવસો કહ્યા છે ? જો કે દિવસ શબ્દ અહોરાત્ર અર્થમાં રૂઢ છે, તો પણ સપિકાશવાળો કાળ વિશેષ અહીં ગ્રહણ કરવો. કેમકે રાત્રિ વિભાગ પ્રગ્નસૂત્ર આગળ કહેલ છે. ગૌતમ! પંદર દિવસો કહેલા છે. આ કર્મમાસની અપેક્ષાથી જાણવા. તેમાં પૂર્ણ પંદર અહોરમોનો સંભવ છે. તે આ રીતે – પ્રતિપતુ દિવસ, પક્ષની આધતાથી ૧૪૨ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ કહેવાય છે, તેથી પ્રતિપતુ એટલે પહેલો દિવસ તથા દ્વિતીયા તે બીજો દિવસ, તૃતિયા તે બીજો દિવસ ઈત્યાદિ, અંતે પંચદશી તે પંદમો દિવસ. ભગવદ્ ! આ પંદર દિવસોના કેટલાં નામો કહેલાં છે ? ગૌતમ ! પંદર નામો કહેલા છે. તે આ રીતે – પહેલો પૂર્વાગ દિવસ, બીજો સિદ્ધમનોમ, બીજો મનોહર, ચોથો યશોભદ્ર, પાંચમો યશોધર, છઠો સર્વકામસમૃદ્ધ ઈત્યાદિ સૂણાર્થમાં કહ્યા પ્રમાણે જાણવું. હવે આ દિવસોની પંદર તિથીને પૂછવા કહે છે – આ અનંતરોક્ત પંદર દિવસોની ભગવત્ ! કેટલી તિથિઓ કહેલી છે ? ગૌતમ ! પંદર તિથિ કહેલી છે. તે આ પ્રમાણે નંદા, ભદ્રા, જયાં, તુચ્છા જેને બે જે રિક્તા કહે છે અને પાંચમી પૂણ. •X X • તે પૂર્ણા પંદર તિથિરૂપ પક્ષની પંચમી તરીકે રૂઢ છે. આ પંચમીથી આગળ છઠ્ઠી આદિ તિથિઓ નંદાદિકમે જ ફરી દેખાડેલ છે તેથી જ સુગમાં કહે છે કે – ફરી પણ નંદા આદિ લેવા, તેમાં પક્ષની દશમી પૂર્ણ થશે, તે બીજી આવૃત્તિ કરી પણ નંદાદિ પાંચ લેવા. તેમાં પક્ષની પંદરમી તિથિ તે પૂર્ણ. આ અર્થનું નિગમન કરતાં કહે છે – એ પ્રમાણે ઉક્ત રીતે ત્રણ આવૃત્તિરૂપે આ અનંતરોક્ત નંદાદિ પાંચ ત્રિગુણ પંદર સંખ્યાની તિથિઓ છે. પંદર દિવસોની થાય છે, તેને દિવસ તિથિઓ કહે છે. દિવસની તિથિ કહી, તિથિમૂત્રના પૃથ વિધાનમાં વિશેષ શું છે ? તે કહે છે - સૂર્ય ચાર વડે કરાયેલ દિવસ, તે પ્રત્યક્ષસિદ્ધ છે. ચંદ્રચાર વડે કરાયેલ તિથિ કઈ રીતે છે ? તે કહે છે – પૂર્વ પૂર્ણિમાથી પર્યવસાન પામતી અને ૬૨ ભાગથી આરંભાતા ચંદ્રમંડલની સદા અનાવરણીય બે ભાગો છોડીને બાકીના *દo ભાગરૂપ પંદર ભાગો જેટલાં કાળથી ઘુવરાહુ વિમાન વડે આવૃત થાય છે, તે અમાવાસ્યા પછી પ્રગટ થાય છે. તેટલો કાળ વિશેષ તે તિથિ. હવે સકિ વક્તવ્યતાનો પ્રશ્ન - ભગવન્! કૈક પક્ષની કેટલી સમિ અનંતરોકત દિવસોના ચરમાંશરૂપે કહેલ છે ? ગૌતમ! પંદર રાત્રિ કહી છે, તે આ રીતે – પ્રતિપદારાત્રિ ચાવતુ પંદરમી સકિ. ગૌતમ! પંદર રાત્રિના નામો આ પ્રમાણે કહેલા છે, તે આ રીતે- એકમની સમિનું નામ ઉતમા છે, બીજી રાત્રિ-સુનકા, ત્રીજી સબિ એલાપત્યા, ચોથી રાત્રિ યશોધરા, પાંચમી સબિ સૌમનસા, છટ્ટી શ્રી સંભૂતા, સાતમી વિજયા, આઠમી વૈજયંતી ઈત્યાદિ સ્ત્રાર્થવતું. જેમ અહોરાત્રોની દિવસ અને રાત્રિના વિભાગથી સંજ્ઞાતર કહ્યા, તેમ દિવસ તિથિ સંજ્ઞાંતર પૂર્વે કહ્યા. હવે સમિતિથિની બીજી સંજ્ઞા માટે પ્રશ્ન કરતાં કહે છે કે ભગવદ્ ! આ પંદર સગિની કેટલી તિથિઓ કહેલી છે ? ગૌતમ! પાંચ તિથિ કહેલ છે, તે આ પ્રમાણે-પહેલી ઉગ્રવતી નંદાતિવિસત્રિ, બીજી ભોગવતી ભદ્રાતિચિની સત્રિ, બીજી યશોમતી - જયતિથિની સત્રિ, ચોથી સર્વસિદ્ધા - તુચ્છા તિથિની સમિ, પાંચમી શુભનામા-પૂણ તિથિની સબિ, ફરી છઠ્ઠી ઉગ્રવતી • નંદા તિથિની સમિ,
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy