________________
૬/૨૪૬ થી ૨૪૯
થાય –
૬૭
જંબુદ્વીપની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજનાદિ છે. જંબુદ્ધીપવિકુંભ લાખ યોજન છે. તેનો ચતુર્થાંશ તે ૨૫,૦૦૦ યોજન છે, તેનાથી ગુણતાં જંબુદ્વીપ ગણિત પદ આવે. તેથી કહે છે – જંબુદ્વીપ પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન, તથા ત્રણ ગાઉ, ૧૨૮ ધનુષુ, ૧૩ ગુલ છે. યવ આદિની વિવક્ષા ‘ક્ષેત્ર વિચાર’’ના સૂત્ર અને નૃત્યાદિમાં
કરેલ નથી, તેથી અમે પણ અહીં કરતાં નથી. હવે આ યોજન રાશિને ૨૫,૦૦૦ વડે ગુણતાં –
૭,૯૦,૫૬,૭૫,૦૦૦ થાય છે. તથા ત્રણ કોશને ૨૫,૦૦૦ વડે ગુમતાં ૭૫,૦૦૦ ગાઉ થશે. તેના યોજન કરવાને માટે ચાર વડે ભાગ દેવાતા ૧૮,૭૫૦ યોજન આવશે. આને સહસાદિ પૂર્વ રાશિમાં ઉમેરતાં આવશે - ૭,૯૦,૫૬,૯૩,૭૫૦. કેમકે ૭૫,૦૦૦ + ૧૮,૭૫૦ કરતાં હજારની સંખ્યા આ પ્રમાણે આવે, કોટ્યાદિ સંખ્યા તો
બધે સમાન જ રહેશે.
ત્યારપછી ૧૨૮ ધનુષ્લે ૨૫,૦૦૦ વડે ગુણતાં ૩૨,૦૦,૦૦૦ ધનુષુ આવશે. ૮૦૦૦ ધનુષે એક યોજન થાય. તેથી યોજન કરવા માટે ૩૨,૦૦,૦૦૦ને ૮૦૦૦ વડે ભાંગવામાં આવે તો ૪૦૦ યોજન આવે. તેને પૂર્વ રાશિમાં ઉમેરતા – ૭,૯૦,૫૬,૯૪,૧૫૦
સંખ્યા આવશે.
ત્યારપછી ૧૩|| અંગુલને ૨૫,૦૦૦ વડે ગુણતાં ૩,૩૭,૫૦૦ અંગુલ આવશે. તેના ધનુષુ કરવા માટે ૯૬ વડે ભાંગવા પડે. તેમ કરતા આવશે – ૩૫૧૫ ધનુપ્ અને ૬૦ અંગુલ. આ ધનુપ્ રાશિને ગાઉ કરવા માટે ૨૦૦૦ વડે ભાંગવા જોઈએ. તેનાથી એક ગાઉ અને ૧૫૧૫ ધનુપ્ શેષ આવશે. એ રીતે સર્વ સંખ્યા આ પ્રમાણે
આવે –
૭,૯૦,૫૬,૯૪,૧૫૦ યોજન, ૧ ગાઉ, ૧૫૧૫ ધનુપ્, ૬ અંગૂલ. એ પ્રમાણે યોજન દ્વાર પૂરું થયું. વર્ષ ક્ષેત્રાદિ સ્પષ્ટ છે.
પર્વત દ્વાર સ્પષ્ટ છે. ઉત્તર સૂત્રમાં સંખ્યામીલન માટે કંઈક કહીએ છીએ – છ વર્ષધરો લઘુહિમવંતાદિ, એક મેરુ, એક ચિત્રકૂટ, એક વિચિત્રકૂટ, એ યમલજાતક સમાન બે ગિરિ દેવકુટુવર્તી છે. બે ચમકપર્વત, તે પ્રમાણે ઉત્તકુવર્તી છે. ૨૦૦ કાંચનપર્વતો-દેવકુટુ અને ઉત્તરકુવર્તી દશ દ્રહોના ઉભય કિનારે, પ્રત્યેકમાં દશ
દશ કાંચન પર્વતો અસ્તિત્વમાં છે. તથા –
વીસ વક્ષસ્કાર પર્વતો, તેમાં ગજદંતાકારે ગંધમાદનાદિ ચાર, તથા ચાર પ્રકારે મહાવિદેહમાં પ્રત્યેકમાં ચાર-ચારના સદ્ભાવથી ૧૬-ચિત્રકૂટાદિ સરલા બંને પણ મળીને આ વીશ સંખ્યા થાય. તથા ૩૪-વૈતાઢ્યોમાં ૩૨-વિજયોમાં અને ભરતઐરાવત પ્રત્યેકમાં એકૈકયી ૩૪-થશે. ચાર વૃત્તવૈતાઢ્ય હૈમવતાદિ ચાર વર્ષોત્રમાં એકૈકના સદ્ભાવથી છે. બાકી પૂર્વવત્ છે.
જંબુદ્વીપ દ્વીપમાં ૨૬૯ ૫ર્વતો છે. આ પ્રમાણ મેં તથા બીજા પણ તીર્થંકરોએ
કહેલ છે.
જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
હવે કૂટો કહે છે – જંબુદ્વીપ દ્વીપમાં કેટલાં વર્ષધર કૂટો ઈત્યાદિ પ્રશ્નસૂત્ર સ્પષ્ટ છે. ઉત્તસૂત્રમાં ૫૬ વર્ષધકૂટો કહેલા છે, તે આ રીતે લઘુહિમવંત અને શિખરી, પ્રત્યેકમાં-૧૧, એ રીતે ૨૨ થયા. મહાહિમવંત અને રુકમીમાં આઠ-આઠ
એટલે-૧૬, નિષધ અને નીલવંતમાં પ્રત્યેકનાં નવ-નવ, એટલે ૧૮. બધાં મળીને ૫-થયા.
૬
વક્ષસ્કાર કૂટો-૯૬ કહ્યા. તે આ રીતે – ૧૬ વક્ષસ્કારોમાં પ્રત્યેકમાં ચાર હોવાથી ૬૪ ફૂટો સરલ વક્ષસ્કારના થશે. ગજદંતાકૃતિ વક્ષસ્કારમાં ગંધમાદન અને સૌમનસ એ બંનેમાં સાત-સાત એટલે ૧૪ અને માલ્યવંત-વિધુદ્ઘભમાં નવ-નવ એટલે-૧૮, એમ કુલ ૯૬.
૩૦૬ વૈતાઢ્ય કૂટો છે. તેમાં ભરત-ઐરાવત અને વિજયોના વૈતાઢ્યો ૩૪ થાય છે તેમાં પ્રત્યેકમાં નવના સંભવથી ઉક્ત સંખ્યા આવે વૃત્તવૈતાઢ્યોમાં કૂટનો અભાવ છે. તેથી વૈતાઢ્ય સૂત્રમાં દીર્ધ એવા વિશેષણનો ઉલ્લેખ ન હોવા છતાં દીર્ધદ્વૈતાઢ્ય લેવા.
મેરુમાં નવ કૂટો છે. તેમાં નંદનવનમાં રહેલ કૂટો લેવા, પરંતુ ભદ્રશાલવનમાં રહેલ દિગ્દસ્તિકૂટો ન લેવા. તે ભૂમિ ઉપર પ્રતિષ્ઠિત હોવાથી સ્વતંત્ર ફૂટપણે છે. સંગ્રહણીગાથામાં જે પર્વતકૂટોમાં નથી કહેલ તેનો સમુચ્ચય કરતાં ૩૪-ઋષભકૂટ, આઠ જંબૂવનના, તેટલાં જ શાભલી વનના અને ભદ્રશાલવનના ગણતાં કુલ-૫૮ની સંખ્યા આવશે. - X - X -
હવે તીર્થો - પ્રશ્નસૂત્રમાં તીર્થો, ચક્રીને સ્વસ્વ ક્ષેત્રની સીમાના દેવની સાધનાર્થે મહાજલના અવતરણ સ્થાનો લેવા. ઉત્તર સૂત્રમાં ભરતમાં ત્રણ તીર્થો કહ્યા, તે આ – માગધ, પૂર્વમાં ગંગાના સમુદ્રના સંગમમાં, વરદામ-દક્ષિણે પ્રભાસ-પશ્ચિમમાં સમુદ્રમાં સિંધુના સંગમમાં છે. એ પ્રમાણે ઐરાવતનું સૂત્ર પણ વિચારી લેવું. વિશેષ એ કે બંને નદી રક્તા અને રક્તવતીના સમુદ્ર સંગમમાં માગધ અને પ્રભાસ તથા વરદામ કહેવા. વિજયસૂત્રમાં આટલું વિશેષ છે કે – ગંગા આદિ ચાર મહાનદીના યથાયોગ્ય સીતા અને સીતોદાના સંગમમાં માગધ અને પ્રભાસ કહેવા, વરદામતીર્થ તેમની મધ્યે રહેલ છે, તેમ કહેવું એમ ૧૦૩ તીર્થો થયા.
હવે શ્રેણીઓ - ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં ૬૮ વિધાધરના આવાસરૂપ, વૈતાઢ્યોના પૂર્વ-પશ્ચિમ સમુદ્રથી પરિચ્છિન્ન આયત મેખલા હોય છે. ચોઞીશે વૈતાઢ્યોમાં દક્ષિણ-ઉત્તરથી એકૈક શ્રેણિ છે. એ પ્રમાણે બંને મળીને જંબૂદ્વીપમાં ૧૩૬ શ્રેણીઓ
થાય છે.
હવે વિજયો - જંબુદ્વીપ દ્વીપમાં ૩૪-ચક્રવર્તી વિજયો છે, તેમાં બત્રીશ વિજય મહાવિદેહમાં અને બે વિજય ભરત અને ઐવતમાં છે, તે ચક્રવર્તીના વિજેતવ્ય ક્ષેત્રખંડરૂપને ચક્રવર્તીવિજય શબ્દથી કહેવી. એ પ્રમાણે ૩૪-રાજધાની, ૩૪ તમિરાગુફા, પ્રતિ વૈતાઢ્યમાં એકેકના સંભવથી છે એ રીતે ૩૪-ખંડપપાત ગુફા, ૩૪ કૃતમાલકદેવો, ૩૪-નૃત્ય માલદેવો, ૩૪-ઋષભકૂટો જાણવા. * % -