________________
૫/૨૩૦ થી ૨૩૫
ભેદ છે–
[૩૧] સૌધર્મેન્દ્રથી અનુક્રમે સામાનિકો ૮૪,૦૦૦, ૮૦,૦૦૦, ૩૨,૦૦૦, ૭૦,૦૦૦, ૬૦,૦૦૦, ૫૦,૦૦૦, ૪૦,૦૦૦, ૩૦,૦૦૦, ૨૦,૦૦૦ અને રણઅચ્યુતદ્ધીકના ૧૦,૦૦૦ જાણવા.
[૩૨] સૌધર્મેન્દ્રથી વિમાન સંખ્યા – ૩૨ લાખ, ૨૮ લાખ, ૧૨ લાખ, ચાર લાખ, ૫૦,૦૦૦, ૪૦,૦૦૦ અને સહસારના ૬૦૦૦ છે.
૪૩
[૩૩] આનંત-પ્રાણત કલ્પમાં ૪૦૦ અને આરણ-અચ્યુતમાં ૩૦૦ છે. આ વિમાનો કા, હવે યાન-વિમાનકારી દેવો કહે છે –
[૩૪] પાલક, પુષ્પ, સૌમનસ, શ્રીવત્સ, ગંધાવર્ત્ત, કામગમ, પ્રીતિગમ, મનોરમ, વિમલ અને સર્વતોભદ્ર [અનુક્રમે જાણવા.]
[૩૫] સૌધર્મેન્દ્ર, સાનકુમારેન્દ્ર, બ્રહ્મલોકેન્દ્ર, મહાશુકેન્દ્ર અને પ્રાણતેન્દ્રની સુઘોષા ઘંટા છે, હરિણેગમેષી પદાતિ સૈન્યાધિપતિ છે, ઉત્તરવર્તી નિર્માણ માર્ગ છે, દક્ષિણ-પશ્ચિમી રતિકર પર્વત છે.
ઈશાનેન્દ્ર, માહેન્દ્ર, લાંતકેન્દ્ર, સહસ્રારેન્દ્ર, અચ્યુતેન્દ્રને મહાઘોષા ઘંટા, લઘુપરાક્રમ નામે પદાતિ સૈન્યાધિપતિ, દક્ષિણ બાજુનો નિર્માણમાર્ગ, ઉત્તરપૂર્વનો રતિકર પર્વત છે.
પર્યાદા, જીવાભિગમમાં કહ્યા મુજબ જાણવી. આત્મરક્ષક દેવો સામાનિક દેવોથી ચારગણાં છે. બધાંના યાન-વિમાનો એક લાખ યોજન વિસ્તીર્ણ છે. તેની ઉંચાઈ સ્વ-સ્વ વિમાન પ્રમાણ છે અને મહેન્દ્રધ્વજ હજાર યોજન વિસ્તીણ છે.
શક્ર સિવાયના બધાં મેરુ પર્વત સમવસરે છે ચાવત્ (ભગવંતની) પર્યુંપાસના
કરે છે.
• વિવેચન-૨૩૦ થી ૨૩૫ ઃ
-
તે કાળે - સંભવિત જિન જન્મ, તે સમયમાં - દિક્કુમારીના કૃત્ય પછી, શક્રના આગમન પછી નહીં, કેમકે બધાં ઈન્દ્રો જિનકલ્યાણકમાં સાથે જ આવવાનો આરંભ કરે છે. સૂત્રમાં જે શકના આગમન પછી ઈશાનેન્દ્રનું આગમન કહ્યું તે ક્રમથી સૂત્રના સંબંધથી સંભવે છે.
દેવેન્દ્ર દેવરાજ ઈશાન આદિ સૂત્રાર્થવત્ જાણવું. તેમાં અજાંસ-નિર્મળ, અંબરવસ્ત્ર-સ્વચ્છપણાથી આકાશવત્ વસ્ત્રો. જેમ શકમાં કહ્યું, તેમ અહીં પણ છે, તફાવત એટલો કે ઘંટાનું નામ મહાઘોષ છે, ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ જાણવું. ચાવત્ પદથી તીર્થંકર ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને વંદનનમસ્કાર કરીને, બહુ દૂર નહીં તેમ બહુ નીકટ નહીં એ રીતે સુશ્રૂષા કરતા, નમન કરતાં, અભિમુખ વિનયથી અંજલી જોડી રહ્યા.
હવે અતિદેશથી સનકુમારાદિ ઈન્દ્રોની વક્તવ્યતા કહે છે – સૌધર્મથી અચ્યુતેન્દ્ર સુધીની વક્તવ્યતા છે, શક્રેન્દ્રના ૮૪,૦૦૦, ઈશાનેન્દ્રના ૮૦,૦૦૦ એ રીતે ચાવત્ આનત-પ્રાણત બે કલ્પના ઈન્દ્રના ૨૦,૦૦૦ અને આરણ-અચ્યુત બે
જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ કલ્પના ઈન્દ્રના ૧૦,૦૦૦ સામાનિકો છે. - X - એ રીતે પ્રતિ ઈન્દ્રના સામાનિકોનો આલાવો કહેવો.
૪૪
વિમાનો-સૌધર્મકો ૩૨-લાખ, ઈશાન કો-૨૮ લાખ એ પ્રમાણે આનતપ્રાણત બે કલ્પે મળીને ૪૦૦, આરણ-અચ્યુત બંને મળીને ૩૦૦ વિમાન સંખ્યા જાણવી. યાનવિમાન વિકુર્વક દેવોના નામો સૂત્રાનુસાર જાણવા. હવે દશ કલ્પેન્દ્રોમાં કયા પ્રકારે પાંચ-પાંચમાં સામ્ય છે ? તે કહે છે – સૌધર્મ અર્થાત્ પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા અને નવદશમાં સુઘોષા ઘંટા, હરિણેગમેષી દેવ, ઉત્તરીય નિર્માણ ભૂમિ અને અગ્નિકોણનો રતિકર પર્વત તથા ઈશાન અર્થાત્ બીજો, ચોથો, છઠ્ઠો, આઠમો અને અગિયાર બારમો કલ્પના ઈન્દ્રોને મહાઘોષા ઘંટા, લઘુ પરાક્રમ દેવ, દક્ષિણ માર્ગ, ઈશાન રતિકર પર્વત કહેવો. બહુવચન સર્વકાળવર્તી ઈન્દ્રની અપેક્ષાથી છે.
પર્પદ-અત્યંતર, મધ્ય, બાહ્ય રૂપ તેના જેટલા દેવ-દેવીઓનું પ્રમાણ છે, તેનુંતેટલું પ્રમાણ જીવાભિગમથી જાણવું. જેમકે શક્રની પર્યાદા અત્યંતર બાર હજાર, મધ્યની ચૌદ, બાહ્યની સોળ જાણવી. ઈશાનેન્દ્રની આધ-દશ હજાર, મધ્યની બાર, બાહ્યની ચૌદ છે. સનકુમારેન્દ્રની પર્યાદા અનુક્રમે આઠ, દશ, બાર છે. માહેન્દ્રની છ, આઠ અને દશ છે. એમ બબ્બે ઘટતાં શુક્રેન્દ્રની એક-બે-ચાર હજાર છે. સહસ્રારેન્દ્રની ૫૦૦, ૧૦૦૦, ૨૦૦૦ છે, આનત-પ્રાણતેન્દ્રની ૨૦૦, ૫૦૦, ૧૦૦૦ છે. આરણ-અચ્યુતની પર્ષદા અત્યંતર-૧૦૦ દેવ, મધ્ય-૨૦૦ અને બાહ્ય-૫૫૦ દેવો છે.
શક્ર અને ઈશાનની દેવી પર્ષદા જીવાભિગમાદિમાં કહી છે, પણ મલયગિરિજીએ આવશ્યક વૃત્તિમાં કહેલ નથી, તેથી અમે પણ લખતા નથી.
આત્મરક્ષા - અંગરક્ષક દેવો, બધાં ઈન્દ્રોને પોતાના સામાનિક કરતાં ચારગણાં હોય છે. તેથી ચારગણાં ૮૪,૦૦૦ ઈત્યાદિ જાણવા.
યાનવિમાન બધાંના એક લાખ યોજન પહોળા, ઉંચાઈ બધાંની પોત-પોતાના વિમાનપ્રમાણ છે. ઈન્દ્રના પોત-પોતાના વિમાને સૌધર્માવર્તસકાદિ, તેનું પ્રમાણ ૫૦૦ યોજનાદિ છે. અર્થાત્ બે કલ્પના વિમાનોની ઉંચાઈ ૫૦૦ યોજન, બીજા બેની ૬૦૦ યોજન, ત્રીજા બેની ૭૦૦ યોજન, ચોથા બેની ૮૦૦ યોજન, ઉપરના ચારની ૯૦૦ યોજન છે.
બધાંનો મહેન્દ્રધ્વજ ૧૦૦૦ યોજન વિસ્તીર્ણ છે. - ૪ -
હવે ભવનવાસી કહે છે–
• સૂત્ર-૨૩૬ થી ૨૩૮ :
[૩૬] તે કાળે, તે સમયે અસુરેન્દ્ર અસુરરાજા સમર, સમરસંચા રાજધાનીમાં સુધર્મસભામાં ચમર સિંહાસને, ૬૪,૦૦૦ સામાનિક દેવો, ૩૩
ત્રાયશ્રિંશક, ચાર લોકપાલ, સપરિવાર પાંચ અગ્રમહિષીઓ, ત્રણ પર્યાદા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, ચારગણા ૬૪,૦૦૦ આત્મરક્ષક દેવો અને બીજા દેવોથી [પરિવૃત્ત] હતો ઈત્યાદિ શક્ર વત્ જાણવું. તેમાં તફાવત આ પ્રમાણે છે –
ક્રમ નામે પદાતિ સૈન્યાધિપતિ, ઓઘવરા નામે ઘંટા, વિમાન ૫૦,૦૦૦