________________
૫/૨૨૯
૪૧
આગળ ચાલ્યા.
ત્યારપછી ઘણાં આભિયોગિક દેવો અને દેવીઓ સ્વકર્મોપસ્થિત ઉત્તરૈક્રિય સ્વરૂપ વડે પોતપોતાના વૈભવ-સંપત્તિ વડે, પોત-પોતાના નિયોગ-ઉપકરણ વડે, શકેન્દ્રની આગળ, પાછલ અને બંને પડખે વૃદ્ધના ક્રમથી ચાલ્યા. ત્યારપછી ઘણાં સૌધર્મકલ્પવાસી દેવો અને દેવીઓ સાર્વઋદ્ધિથી, યાવત્ શબ્દથી પૂર્વોક્ત આલાવો ગ્રહણ કરવો. તેના વડે પોત-પોતાના યાન-વિમાન-વાહનોમાં આરૂઢ થઈને શક્રની આગળ-પાછળ-પડખે ચાલ્યા.
હવે જે રીતે શક્ર સૌધર્મકાથી નીકળ્યો, તે કહે છે – પછી શક્ર, પૂર્વોક્ત સ્વરૂપે, પાંચ સંગ્રામિક મૈત્યોથી ચોતરફથી પરીવરીને યાવત્ પૂર્વોક્ત સર્વે મહેન્દ્ર ધ્વજ વર્ણન કહેવું. મહેન્દ્ર ધ્વજને આગળ કરીને ૮૪,૦૦૦ સામાનિકો યાવત્ શબ્દથી ચારગણાં ૮૪,૦૦૦ આત્મરક્ષક દેવો વડે ઈત્યાદિ લેવું. સર્વઋદ્ધિથી પરિવૃત્ત ચાવત્ રવથી ચાવત્ શબ્દથી સર્વધ્રુતિક આદિ પૂર્વોક્ત લેવું. સૌધર્મ ાની વચ્ચોવચથી તે દિવ્ય દેવદ્ધિ યાવત્ શબ્દથી દેવધુતિ, દેવાનુભાવ લેવો. - ૪ - • સૌધર્મકલ્પની ઉત્તરેથી નિર્ગમન પંચ છે, ત્યાં આવે છે. જેમ વરચિત નાગરો વિવાહોત્સવની ઋદ્ધિના દર્શન માટે રાજપથમાં જાય છે, નષ્ટ ગણીઓમાં નહીં, તેમ આ પણ જાણવો. આના વડે સમગ્ર દેવલોકના આધારરૂપ પૃથ્વી પ્રતિષ્ઠિત વિમાનથી નિરુદ્ધ માર્ગપણાથી અહીં-તહીં સંચરણના અભાવે વચ્ચોવચ્ચથી ઉત્તરના નિર્માણમાર્ગથી એમ કહ્યું. • x -
જઈને લાખ યોજન પ્રમાણ વિગ્રહક્રમથી ગંતવ્ય ક્ષેત્ર અતિક્રમરૂપથી, - x - ઉતરતા ઉતરતા, તેવી ઉત્કૃષ્ટ યાવત્ શબ્દથી ત્વરિત આદિ ગ્રહણ કરવું. દેવગતિથી જતાં-જતાં તીર્ઘા અસંખ્યાત દ્વીપસમુદ્રોની વચ્ચોવચ્ચ થઈ જ્યાં નંદીશ્વરદ્વીપ છે, ત્યાં, તેના પૃથુત્વના મધ્ય ભાગમાં અગ્નિકોણવર્તી રતિકરપર્વતે આવે છે. અહીં સ્થાનાંગ સૂત્રાનુસાર અભિપ્રાય છે, પ્રવચન સારોદ્ધારાદિમાં જુદો મત છે જેની વૃત્તિકારે
નોંધ લીધી છે.
(શંકા) સૌધર્મથી નીચે ઉતરતા શકને નંદીવર દ્વીપમાં જ ઉતરવું યુક્તિમત્ છે, અસંખ્યાત દ્વીપ-સમુદ્ર ઓળંગવાની જરૂર શું?
(સમાધાન) નિર્માણ માર્ગના અસંખ્યાતતમ દ્વીપ કે સમુદ્રની ઉપરી સ્થિતપણાના સંભવથી તેમાં અવતરણ કહ્યું. પછી નંદીશ્વર જ્યાં અસંખ્યાત દ્વીપ સમુદ્રનું ઉલ્લંઘન યુક્તિમત્ છે.
1
એ પ્રમાણે ઉક્ત રીતે જેમ સૂર્યાભની વક્તવ્યતા કહી તેમ અહીં પમ કહેવું. અહીં વિશેષ એ છે કે – શક્રનો અધિકાર કહેવો. બધું સ્પષ્ટ છે. વિશેષ એ કે પહેલો ચાવત્ શબ્દ દૃષ્ટાંત વિષયક સૂર્યભ અધિકારની અવધિ સૂચનાર્થે છે. તે અવધિ વિમાનના પ્રતિસંહરણ સુધી કહેવી. બીજો યાવત્ શબ્દ દિવ્ય દેવધુતિ, દિવ્ય દિવ્યાનુભાવ એ બે પદ ગ્રાહી છે. આનો અર્થ આ છે – દેવદ્ધિ એટલે પરિવાર સંપત્તિ - ૪ - દેવધુતિ-શરીર, આભરણાદિથી, દેવાનુભાવ-દેવગતિની હ્રસ્વતા પામીને, દિવ્ય
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ યાન વિમાન-પાલક નામે છે, તે જંબુદ્વીપ પરિમાણથી ન્યૂન લાંબુ-પહોળું કરવાને સંક્ષેપતા, સંક્ષેપતા, ત્રીજો યાવત્ શબ્દ - જ્યાં જંબુદ્વીપમાં ભરતક્ષેત્ર છે
પૂર્વ મિસોપાન પ્રતિરૂપકથી શકનું ઉત્તરણ કહ્યું, બીજા બધાં ક્યાંથી ઉત્તરે છે ? તે સ્પષ્ટ છે, હવે શકે શું કર્યુ તે કહેલ છે. તેમાં ચાવત્ પદ સંગ્રાહ્ય પૂર્વ સૂત્રાનુસાર જાણવું. હવે શું કહ્યું – તે કહે છે – હે રત્નકુક્ષિધારિકા તમને નમસ્કાર. દિશાકુમારીમાં સૂત્ર કહ્યું છે, તેમ કહેવું. યાવત્ શબ્દથી કહેવું કે – જગપ્રદીપદાયિકા, સર્વ જગજીવ વત્સલ, હિતકારક, માર્ગદશિત - ૪ - જિન, જ્ઞાની, નાયક, બુદ્ધબોધક, સર્વલોકના નાથ, સર્વ જગને મંગલ, નિર્મમત્વી ઈત્યાદિ બધું પૂર્વવત્ હે માતા ! તમે ધન્ય છો આદિ સુધી કહેવું.
હું શક્ર નામે દેવેન્દ્ર તીર્થંકરનો જન્મ મહોત્સવ કરીશ, તો તમારે ડરવું નહીં, કહીને અવસ્વાપિની નિદ્રા આપે છે - અર્થાત્ પુત્રને મેરુ લઈ જવાયા પછી, તેના વિરહમાં માતા દુઃખી ન થાય, તે માટે દિવ્ય નિદ્રા વડે નિદ્રાવાળા કરે છે, ભગવંતનું પ્રતિરૂપક પણ ત્યાં મૂકે છે. જેથી મેરુએ જઈને જન્મમહોત્સવમાં વ્યગ્ર હોઈએ, ત્યારે નીકટના દુષ્ટ દેવો કુતૂહલાદિથી નિદ્રા હરી લે તો ? તેથી સંપૂર્ણ ભગવંત સર્દેશ રૂપ વિકુર્તીને તીર્થંકરની માતાની પડખે સ્થાપે છે. પછી શક્ર પોતાના પાંચ રૂપો વિક્ર્વે છે,
તેમાં –
૪૨
એક શક્ર તીર્થંકરને પરમ શુચિ વડે સરસ ગોશીર્ષ ચંદનથી લિપ્ત અને ધૂપ વડે વાસિત કરી, હાથનું શુતિ સંપુટ કરીને ગ્રહણ કરે છે. એક શક પાછળ છત્ર ધરે છે ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું - x - અહીં સામાનિકાદિ દેવ પરિવાર હોવા છતાં ઈન્દ્ર પોતે જ જે પાંચ રૂપની વિકુર્વણા કરી, તે ભગવંતની પરિપૂર્ણ સેવાના લોભથી કર્યા.
હવે શક્ર વિવક્ષિત સ્થાનને પામે છે, તે કહે છે – પછી તે શકેન્દ્ર બીજા ઘણા
ભવનપત્યાદિ દેવ-દેવીઓથી પવિરીને સર્વ ઋદ્ધિપૂર્વક, સર્વધુત્યાદિથી, ઉત્કૃષ્ટત્વરિતાદિ ગતિથી જતાં-જતાં જ્યાં મેરુ પર્વતના પંડકવનમાં જ્યાં અભિષેક શીલા ઉપર અભિષેક સિંહાસન છે, ત્યાં આવે છે, આવીને સિંહાસને પૂર્વાભિમુખ બેઠો. હવે ઈશાનેન્દ્રનો અવસર છે –
• સૂત્ર-૨૩૦ થી ૨૩૫ :
[૨૩] તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ ઈશાન, જેના હાથમાં શૂળ છે, વૃષભ વાહન છે, સુરેન્દ્ર, ઉત્તરાર્ધ લોકાધિપતિ છે, અઠ્ઠાવીસ લાખ વિમાનોનો અધિપતિ, નિર્મળ વસ્ત્રધારી, એ પ્રમાણે શક મુજબ શેષ વર્ણન કહેવું. તેમાં ભેદ આટલો છે—
મહાઘોષા ઘંટા, લઘુપરાક્રમ નામે પદાતિ સૈન્યાધિપતિ, વિમાનકારી દેવ પુષ્પક છે, નિર્માણમાર્ગ દક્ષિણેથી, ઉત્તરપૂર્વના રતિકર પર્વતથી મેરુ પર્વત સમોરાર્યો યાવત્ પધારો છે.
એ પ્રમાણે બાકીના પણ ઈન્દ્રો કહેવા, યાવત્ અચ્યુતેન્દ્ર, તેમાં આટલો