SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ 4/137 થી 183 183 પર્વતમાં ઘણાં દેવ-દેવીઓ સૌમ્ય-કાય કુચેષ્ટા હિત, સુમનસ-મનની કાનુગતા સહિત, વસે છે. સુમનસોના આવાસથી સૌમનસ. સૌમનસ નામે અહીં મહાદ્ધિક દેવ છે તેથી સૌમનસ - 4 - કૂટોનો પ્રશ્ન-સમનસ પક્ષકાર પર્વતમાં સિદ્ધાયતન કૂટ નામે કૂટ ક્યાં કહેલ છે ? ઈત્યાદિ રૂ૫. જેમ પહેલા વક્ષસ્કાગંધમાદનના સાત કૂટો છે, તેમ અહીં પણ છે. * x * કૂટોની દિશા, વિદિશાની વક્તવ્યતા - મેરની નીકટ દક્ષિણપૂર્વમાં સિદ્ધાયતનકૂટ, તેની દક્ષિણ પૂર્વમાં બીજો સૌમનસ કૂટ, તેની દક્ષિણપૂર્વમાં ત્રીજો મંગલાવતી કૂટ, આ ત્રણ કૂટો વિદિશામાં છે. મંગલાવતી કૂટની દક્ષિણ પૂર્વમાં, પાંચમાં વિમલકૂટની ઉત્તરમાં ચોથો દેવકુકૂટ, તેની દક્ષિણે પાંચમો વિમલ કૂટ, તેની પણ દક્ષિણે છઠ્ઠો કાંચનકૂટ, આની પણ દક્ષિણે અને નિષધની ઉત્તરે સાતમો વાસિષ્ઠ કૂટ છે. બાકી સૂગાર્યવત્ જાણવું.] ' હવે દેવકર-xમેર પર્વતની દક્ષિણે, નિષદ પર્વતની ઉત્તરે આદિ સૂત્રાર્થવતું. * x * જેમ ઉત્તરકુરની વક્તવ્યતા છે, તેમ અહીં કહેવી. ક્યાં સુધી? સંતાન વડે અનુવર્તમાન સુધી. વર્તમાનકાળ નિર્દેશ ત્રણે કાળમાં આમના અસ્તિત્વની પ્રતિપાદનાર્થે છે. તે પાગંધ આદિ છ મનુષ્યજાતિભેદ છે. તેની વ્યાખ્યા પૂર્વોક્ત સુષમાસુષમાથી જાણવી. ધે ઉત્તરકુના તુલ્યત્વથી બંને યમક સમાન ચિત્રકૂટ-વિચિત્રકૂટ પર્વતો સ્થાનથી પૂછે છે - દેવકુટુમાં ચિત્ર-વિચિત્રકૂટ ક્યાં છે ? સ્પષ્ટ છે - યમકપર્વતો તુલ્ય જાણવું, તેના અધિપતિ ચિત્ર-વિચિત્ર દેવની રાજધાનીઓ દક્ષિણમાં છે, હવે બ્રહ પંચકનું સ્વરૂપ કહે છે - સ્િમાર્યવત્ જાણવું.] તેમના અધિપતિ દેવોની રાજધાનીઓ મેરની દક્ષિણે છે. હવે તેની જંબૂપીઠતુરા વૃક્ષપીઠ ક્યાં છે ? તે પૂછે છે - * સૂત્ર-૧૮૩ થી 186 - [18] ભગવન / દેવકુમાં કૂટ શાલ્મલી નામે પીઠ ક્યાં કહી છે ? ગૌતમ! મેરુ પર્વતની મૈત્રકન્ય દિશામાં, નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, વિધુત પ્રભ વાકાર પર્વતની પૂર્વે સીતોદા મહાનદીની પશ્ચિમે, દેવકુરના પશ્ચિમદ્ધિના બહુમધ્યદેશ ભાગમાં અહીં દેવકમાં કૂટ શાલ્મલી પીઠ નામે પીઠ કહેલ છે. જેમ જંબ-સુદર્શનની વકતવ્યતા છે, તે જ શભલીમાં કહેવી, માત્ર નામ-ગરૂડદેવ છે, રાજધાની દક્ષિણમાં, બાકી પૂર્વવત્ યાવતું દેવકર અહીં પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તેથી ગૌતમ! દેવકર કહે છે. આદિ. [18] ભગવન્! જંબૂદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિધુતપ્રભ નામે વણાકારપર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ! નિષધ વર્ષધર પર્વતની ઉત્તરે, મેરુ પર્વતની નૈઋત્યમાં, દેવકુરાની પશ્ચિમે, પદ્મ વિજયની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ હોઝમાં વિધુતપ્રભ વક્ષસ્કાર પર્વત કહેલ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો, એ પ્રમાણે માલ્યવંતવત કહેવું. વિશે, એ કે - સતપનીયમય, સ્વચ્છ ચાવત ત્યાં દેવો બેસે છે. 184 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ભગવાન વિધુતપ્રભ વક્ષસ્કાર પર્વતમાં કેટલા કૂટો કહેલ છે ? ગૌતમ ! નવ કૂટો કહેલ છે - સિદ્ધાયતનકૂટ વિધુતભકૂટ, દેવકુફૂટ, પશ્નકૂટ, કનકકૂટ, સ્વસ્તિક ફૂટ, સીસોદા ફૂટ, શતજવલકૂટ, હરિકૂટ. [18] સિદ્ધ, વિધુતુ, દેવકુ પક્ઝ, કનક આદિ ઉપર મુજબના ફૂટ, [186) હરિકૂટ સિવાયના કૂટો પoo યોજન જાણળા. આ કૂટોની પૃચ્છા, દિશ-વિદિશામાં જાણવી, માલ્યવંતના હરિસ્સહ કૂટવ કહેવું. દક્ષિણની સમસ્યા રાજધાની માફક હરિકૃટા રાજધાની જાણવી. કનક અને સ્વસ્તિક ફૂટમાં તારિણ અને બલાહક દેવ છે, બાકીના કૂટોમાં સર્દશનામવાળા દેવો છે. તેમની રાજધાનીઓ દક્ષિણમાં છે. ભગવાન ! તું કેમ કહે છે કે - વિધુતપ્રભ વક્ષસ્કાર પર્વત નામ છે ? ગૌતમા વિધુતપ્રભ વાકાર પર્વત વિધુતની જેમ ચોતરફ આવભાસે છે, ઉોત કરે છે, પ્રભાસે છે, વિધુતાભ અહીં પલ્યોપમસ્થિતિક દેવ યાવત્ વસે છે. એ કારણથી હે ગૌતમ ! તે વિધુતભ કહે છે, અથવા તે ચાવત્ નિત્ય છે. * વિવેચન-૧૮૩ થી 186 : સૂત્ર પૂર્વવતુ. વિશેષ આ - કુટાકાર એટલે શિખાકાર, શામલી તેની પીઠ. ઉત્તરસૂઝમાં - મેરુ પર્વતની તૈત્યમાં ઈત્યાદિ (સૂકાર્યવત] અહીં પ્રજ્ઞાપક નિર્દિષ્ટ દેશમાં દેવકુરુમાં કૂટશાભલી પીઠ કહેલ છે. એ રીતે જંબૂ-સુદર્શના સમાન, શાભલીની વક્તવ્યતા પણ કહેવી. વિશેષ આ - પૂર્વે વર્ણિત બાર જંબૂનામ રહિત કહેવું. શાભલીના બીજા નામો નથી. અનાદેતના સ્થાને ગરુડ દેવકહેવો. અથ ગરુડજાતિય વેણુદેવ કે ગરુડવેગ નામક દેવ. *x* સૂત્રમાં ન કહ્યા છતાં આ પણ જાણવું. આના પીઠ અને કૂટો, પ્રાસાદ ભવન અંતરાલવર્તી તમય છે, પણ જંબૂવૃક્ષ સ્વર્ણમય છે. આ શાભલી વૃક્ષમાં અહીં-તહીં વેણુદેવ અને વેણુદાલીના ક્રીડા સ્થાનો છે. * x - બાકી જંબૂ પ્રકરણમાં કહેલ જે વિશેષ છે તે દશર્વિલ છે તે દેવકુર નામે દેવ વસે છે સુધી કહેવું. તે કારણે દેવકુરુ કહે છે. હવે ચોથો વાકાર અવસર-સ્પષ્ટ છે, કેમકે માલ્યવંતનો અતિદેશ છે. વિશેષ આ - સંપૂર્ણ રક્તસુવર્ણમય છે. હવે કૂટવક્તવ્યતા- તેમાં ઉત્તરસૂઝમાં સિદ્ધાયતના કૂટ, વિધુપ્રભ, દેવકર આદિ કૂટો (સૂત્રાર્થવત] હરિનામે દક્ષિણ શ્રેણીના અધિપતિ વિઘકમારેન્દ્રનો કટ તે હરિક, ઉકત કુટના નામો સંગ્રહ ગાથા વડે કહેલ છે. આ કૂટો 500 યોજન ઉંચા છે. ભગવદ્ ! વિધુતભમાં સિદ્ધાયતન કૂટ ક્યાં છે ? એવા પ્રકારે પ્રશ્નમાં દિશા-વિદિશામાં જાણવું. યથાયોગ અવસ્થિત આધારપણાથી કહેવું. તેથી કહે છે - મેરુની નૈઋત્યમાં, મેરુ નીકટ પહેલો સિદ્ધાયતન કૂટ છે, તેની નૈઋત્યે વિધુપ્રભ, એ રીતે દેવકૂરુ અને પદ્મ એ ચારે કૂટો વિદિશાવર્ત છે. ચોથાની નૈઋત્યમાં અને છટ્ટાની ઉત્તરમાં પાંચમો કનકકૂટ છે, તેની દક્ષિણે છઠ્ઠો સૌવસ્તિક, તેની દક્ષિણે સાતમો સીસોદાકૂટ એ ક્રમે કૂટો રહેલ છે. * x * - માગવંત વક્ષસ્કારના હરિસ્સહ ફૂટ સમાન હરિકૂટ જાણવો. તે 1ooo યોજન ઉચ્ચ, 250 યોજન અવગાઢ ઈત્યાદિ, તથા પૃથુ વિષયક, આaોપ-પરિહાર પૂર્વવત્.
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy