SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮,૮૯ ૮૨ જંબૂતીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ તે ગાથાપતિ રન ભરત રાજાને તે દિવસે વાવેલા, પાકેલા, સાફ કરેલા બધાં પ્રકારના ધાન્યના હજારો કુંભો સમર્પિત કર્યા. ત્યારે તે ભરત રાજ ચમરન ઉપર સમારૂઢ થઈ છગરનમાં આચ્છાદિત થઈ, મણિ રત્નકૃત ઉધોતમાં સમુદ્ગતભૂત સુખસખે સાત રાત્રિ પસાર કરી. [૮] તે અવધિમાં રાજા ભરતને, તેની સેનાને ભુખે પીડા ન કરી, દૈન્ય ન અનુભવ્યું, ન ભયભીત થયા કે ન દુઃખિત થયા. • વિવેચન-૮૮,૮૯ : પછી તે ભરત છગરનને અંધાવારની ઉપર સ્થાપે છે, પછી મણિરત્નને સ્પર્શે છે. મણિરનનું વર્ણન પૂર્વવતુ. • • સ્પર્શને ચર્મરન અને છત્રરત્ન સંપુટ મિલનથી સૂર્ય-ચંદ્રાદિ લોક નિરદ્ધ થતાં, સૈન્યમાં અહર્નિશ ઉધોત માટે 94 રન બસ્તિ ભાગે મણિરન સ્થાપે છે. (શંકા) એ પ્રમાણે સર્વ સૈન્યાવરોધ થયો, તથા તેમાં કઈ રીતે ભોજનાદિ વિધિ થાય ? તે આશંકા પ્રતિ કહે છે - તે ભરતરાજાના - x • ગૃહપતિરન. તે કેવો છે ? આ પ્રકારે સર્વજનોમાં વિશ્રુતગુણ જેને છે તે. અતિપ્રધાન બીજી વસ્તુ જેમાં વિધમાન નથી તે, સુંદર રૂપવાનું. શિલા જેવી શિલા કેમકે અતિસ્થિરત્વથી છે ચર્મરત્નમાં વાવેલ માત્ર પણ લોકપ્રસિદ્ધ ભૂમિ ખેડવી આદિ કર્મ સાપેક્ષ નહીં. ભક્ષાણાદિને યોગ્ય શાલિ આદિના નિપાદક અથવા સવારે શિલામાં રાખેલ સાંજેસૂર્યાસ્ત કાળે નિપાદક. - x - x - તેમાં શાલિ-જ્યમાદિ, ચવ-ઘોડાને પ્રિય, ઘઉં વગેરે, પટિકા-સાઈઠ દિવસે પાકતા ચોખા, નિપાવ-વાલ, કુતુંભરી-ધાન્યકકણ. - X - X • ઉપલક્ષણથી મસુર આદિ બીજા પણ ધાન્યો લેવા. અનેક ધાન્ય-ધાન્યમ, વરણ-વનસ્પતિ વિશેષના પત્રો, ઈત્યાદિ જે હરિતક પગશાક - x • પૂર્વે કુતુંભરી શબ્દથી ધાન્યભેદનો સંગ્રહ કર્યો, હવે તેના પાંદડાના ભક્ષ્યત્વથી પત્રશાકમાં સંગ્રહ છે, તે પુનરુક્તિ નથી. આદુ આદિ સૂરણ કંદાદિ ઉપલક્ષણરૂપ મૂલક-હતિદતક. આના વડે કંદમૂલ શાક કહ્યા. હવે ફળ-શાકને કહે છે – અલાબુ-તુંબ, ત્રપુષ-ચીભડાની જાતિના તુંબ, કલિંગ, કપિત્થ, અબ્લિકા. આ ફળશાકના ઉપલક્ષણથી જીવંતિ આદિ ગ્રહણ કરવા. * * * * * સર્વ શબ્દથી બીજા શાકાદિ પણ ગ્રહણ કરવા. (શંકા જો ગૃહપતિ રન દીર્ધ ક્રિયા વિના મંત્ર સંસ્કાથી ધાન્ય આદિ ઉત્પાદન કરે છે, તો ચર્મરનમાં બીજ વાવવાથી શું પ્રયોજન ? તેના વિના પણ તેનું દિવ્યશક્તિપણાથી નિષ્પાદન કેમ ન કરે ? (સમાધાન] બીજા કારણ સમૂહના સંઘટનપૂર્વક કારણના કાર્ય જનકત્વના નિયમથી. - x - x • તેથી જ અતિ નિપુણ - પોતાની કાર્ય વિધિમાં અતિ નિપુણ. ધે ઉક્તગુણયોગી ગૃહપતિ રત્ન જે અવસરોચિત કરે છે તે કહે છે - ચર્મરત્ન અને છગરનના સંપુટના સંઘટના પછી તે ભરતનો ગૃહપતિ રન તે જ દિવસમાં વાવેલ, પરિપાક દશા પ્રાપ્ત, લખેલ બધાં ધાન્યોના અનેક હજારો કુંભો 2િ6/6] પ્રાકૃત કરે છે. કુંભનું માન - બે અશતીની એક પશલી ઈત્યાદિ. મતિ - મુકી, તપ્રમાણ ધાન્ય પણ અશતિ જ કહેવાય છે. તેની જેમ પ્રકૃતિ-નાવાકારે વ્યવસ્થાપિત અંજલિરૂ૫, બે પ્રકૃતિની સેતિકા, ચાર સેતિકાનો એક કુડવ-પલિકા સમાન માપ વિશેષ, ચાર કુડવનો પ્રસ્થ, ચાર પ્રસ્થનો આટક, ચાર આઢકનો દ્રોણ, ૮૦ ઢક અર્થાત્ ૨૦ દ્રોણનો મધ્યમ કુંભ, ૧૦૦ આટકનો એક ઉત્કૃષ્ટ કુંભ. અહીં ઉપલાણથી સૈન્યને જે ભોજન ઉપયોગી છે, તે બધું જ લાવે છે. - ત્યાં ભરત કઈ રીતે કેટલો કાળ રહ્યો, તે કહે છે - ગૃહપતિને કરેલ ધાન્યની ઉપસ્થાપના પછી તે ભરત ચર્મરન આરૂઢ છત્ર રનથી આચ્છાદિત મણિરત્નકૃત ઉધોત સમુદ્ગક સંપુટરૂ૫ પ્રાપ્ત હોય તેમ સુખેમુખે સાત અહોરાત્ર સુધી રહ્યા. આ જ વાત જણાવતાં કહે છે તેને ભુખે ન પીડ્યો કે ન દૈન્યતા પામ્યો. ન ભય કે ન દુ:ખ થયું. - x • ભરત ચકી માફક સૈન્યને પણ તેમજ હતું. તેમને પણ ભુખ આદિએ ન પીડ્યા. • સૂત્ર-૯૦ થી ૫ - [eo] ત્યારે તે ભરતરાજાને સાત અહોરાત્ર પરિપૂર્ણ થતા આ આવા સ્વરૂપનો અભ્યાર્થિત ચિંતિત, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો-અરે ! આ કોણ આપાર્થિતપાકિ, દુરંત-પ્રાંત લક્ષણ યાવત હી-શ્રી પરિવર્જિત છે, જે મને આ આવાવરૂપનો યાવત્ અભિસમન્વાગત થઈ વિજય છાવણી ઉપર યુગ મુશલમુષ્ટિ ચાવ4 વર્ષ વરસાવે છે. ત્યારે તે ભરતરાજાને આ આવા સ્વરૂપનો અભ્યર્થિત, ચિંતિત, પાર્થિત મનોગત સંકલ્પ સમુત્પન્ન થયો જાણીને ૧૬,૦૦૦ દેવો યુદ્ધ કરવાને પ્રવૃત્ત થયા. ત્યારે તે દેવો સદ્દબદ્ધ વર્મિતકવચવાળા થઈ ચાવતુ આયુધ-પહરણ લઈને જ્યાં મેઘમુખ નાગકુમાર દેવો હતા ત્યાં આવે છે, આવીને મેઘમુખ નાગકુમાર દેવોને આ પ્રમાણે કહ્યું – ઓ મેઘમુખ નાગકુમાર દેવો ! આપાર્થિતપાકિ યાવત -થી પરિવર્જિત શું તમે જાણતા નથી કે ચાતુરંત ચક્રવર્તી ભરત રાજ જે મહદ્ધિક છે, યાવતું તેને ઉપદ્રવ કરવા કે રોકવા કોઈ સમર્થ નતી, તો પણ તમે ભરતરાજાની વિજય છાવણી ઉપર યુગ મુશલમુષ્ટિ પ્રમાણ માત્ર ધારાથી ઓઘમેઘ સાત અહોરથી વષર્ણ કરી રહ્યા છો. તમે અહીંથી જલ્દીથી ચાલ્યા જાઓ અથવા આ જીવનથી આગળનું જીવન જેવાને તૈયાર થઈ જાઓ. ત્યારે તે મેઘમુખ નાગકુમાર દેવો કે દેવોને આમ કહેતા સાંભળી માં, ત્રાસ પામ્યા, વ્યથિત થયા, ઉદ્વિગ્ન થયા, ભયભીત થઈને મેહરીન્યનું પ્રતિસંહરણ કયું કરીને જ્યાં આપાતકિરાત હતા ત્યાં આવે છે, આવીને આપાતકિરાતોને આમ કહે છે - દેવાનુfપયો! આ ભરતરાજ મહહિક ચાવતુ નિષે કોઈ દેવ વડે ચાવતુ અનિપયોગથી કે વાવત ઉપદ્રવ કરવા કે રોકવા સમર્થ નથી, તો પણ દેવાનપિયો ! અમે તમારા પ્રિયને માટે ભરતરાજાને ઉપસર્ગ કર્યો. તમે G C
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy