________________
3/98
છે, ત્યાં આવે છે, આવીને નાન તથા બલિકર્મ કરી યાવત્ જ્યાં ભોજનમંડપ છે, ત્યાં આવે છે, આવીને ભોજન મંડપમાં શ્રેષ્ઠ સુખાસને બેસી અટ્ટમ ભકતનું પારણું કરે છે, કરીને યાવત્ શ્રેષ્ઠ સીંહારાને પૂર્વાભિમુખ જઈ બેસે છે. બેસીને અઢાર શ્રેણી-પ્રશ્રેણીજનોને બોલાવે છે, બોલાવીને યાવત્ અષ્ટાહિકા મહામહોત્સવ કરી, તે આજ્ઞા ભરતરાજાને પાછી સોંપી.
• વિવેચન-૪ :
૫૩
તદ્ ń ઈત્યાદિ વક્તાર્થ છે. વિશેષ એ કે અહીં પશ્ચિમદિશાવર્તી પ્રભાસતીર્યથી આવતો વૈતાઢ્યગિરિકુમાર દેવને સાધવાની ઈચ્છાથી તેના વાસકૂટાભિમુખ જાય છે, પ્રથમની જેમ અનુક્રમે જાય છે. આ દિવિભાગજ્ઞાન જંબૂઢીપ૫ટ્ટાદિમાં આલેખીને દર્શનથી અને ગુરુજનના સંદર્શિતતાથી સુબોધ છે. સિંધુદેવીગૃહની અભિમુખ ચક્રરત્ન ચાલ્યું. (શંકા) સિંધુદેવી ભવન આ જ સૂત્રમાં ઉત્તર ભરતાદ્ધ મધ્ય ખંડમાં સિંધુકુંડમાં સિંધુદ્વીપમાં કહેલ છે, તો તેનો અહીં કઈ રીતે સંભવ છે ? તેનું સમાધાન કહે છે –
-
મહર્ષિક દેવીના મૂળસ્થાનથી અન્યત્ર પણ ભવનાદિ સંભવ અયુક્ત નથી. જેમ સૌધર્મેન્દ્રાદિની અગ્રમહિષીના સૌધર્માદિ દેવલોકમાં વિમાનના સદ્ભાવ છતાં નંદીશ્વર કે કુંડલમાં રાજધાનીઓ છે અથવા જેમ આ જ દેવીની અસંખ્યાતમાં દ્વીપમાં રાજદાની સિંધુ આવર્તન કૂટમાં પ્રાસાદાવહંસક છે, એમ સિંધુદ્વીપમાં સિંધુ દેવી ભવનના સદ્ભાવ છતાં અહીં સૂત્ર બળથી તે છે તેમ જાણવું - x -
પછી ભરતે શું કર્યુ ? સુબોધ છે. અહીં વર્ણકીરત્નને બોલાવવો, પૌષધશાળા કરવી આદિ સર્વે લેવું. તે પૌષધશાળામાં સિંધુદેવીને સાધવા માટે અમભક્ત ગ્રહણ કર્યો, કરીને પૌષધિક-પૌષધવતવાળો, તેથી જ બ્રહ્મચારી યાવત્ દર્ભ સંસ્તાકે બેઠો. અહીં યાવત્ શબ્દથી મણિ-સુવર્ણ ત્યાગીને ઈત્યાદિ બધું લેવું. અઠ્ઠમ તપ કરેલા તેણે સિંધુદેવીને ધ્યાયતો રહ્યો.
પછી તે ભરતરાજા અટ્ઠમભક્ત પરિપૂર્ણ પ્રાય થતાં સિંધુદેવીનું આસન ચલિત થયું, પછી સિંધુદેવીએ આસન ચલિત થતું જોઈને અવધિ પ્રયોજ્યું, પ્રયોજીને ભરત રાજાને અવધિ વડે જોયો, જોઈને તેણીને આ આવા સ્વરૂપનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો - ૪ - x - આ સિંધુદેવી આસનના કંપવાથી ઉપયોગ આપીને જાતિસ્મરણથી પોતે જ અનુકૂળ આશય થયો. તેથી બાણ છોડવું આદિ અહીં ન કહેવું અને એ પ્રમાણે કર્મચક્રીના વૈતાઢ્યદેવાદિના સાધવાને માટે પણ તથા જિનચક્રીને સર્વત્ર દિગ્વિજયયાત્રામાં બાણ છોડવાદિ સિવાયની જ પ્રવૃત્તિ છે, તેથી તે પ્રકારે જ સાધ્યસિદ્ધિ હોય છે.
ન
તે સંકલ્પ કયો છે ? તે કહે છે – નિશ્ચયથી જંબૂદ્વીપ નામક દ્વીપમાં ભરત ક્ષેત્રમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી ઉત્પન્ન થયો છે. તેથી સિંધુદેવીનો ત્રણે કાળમાં આ આચાર છે કે ચક્રી-અર્ધચક્રીને માટે - ભરત રાજાને માટે ભેંટણું કરવું જોઈએ, તો હું જઉં, હું પણ ભરત રાજાને ભેંટણું કરું. “વિચારણા જ કાર્ય કર્યાની જેમ
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
ફળદાયી થાય છે” તેથી કહે છે – એમ વિચારીને ૧૦૦૮ રત્નચિત્રિત કુંભ, વિવિધ મણિ, સુવર્ણ, રત્નોની વિવિધ રચના વડે ચિત્રિત બે સુવર્ણ ભદ્રાસન, કટક, ત્રુટિક ચાવત્ આભરણો લે છે. લઈને તેણી ઉત્કૃષ્ટિ ઈત્યાદિ ગતિથી જઈ યાવત્ એમ બોલી, શું બોલી ? દેવાનુપ્રિય-શ્રીમત્ વડે જીતાયેલ છે કેવલકલ્પ-પપૂિર્ણ ભરતક્ષેત્ર, તેથી હું આપની દેશવાસિની છું, આપની આજ્ઞાસેવિકા છું, તો દેવાનુપ્રિય ! મારું આ પ્રીતિદાન ગ્રહણ કરો. એમ કહીને ૧૦૦૮ રત્નચિત્રિત કુંભાદિ ભેટ કર્યા, ઈત્યાદિ બધું માગધદેવના આલાવા મુજબ અહીં અનુસરવું યાવત્ વિદાય કરે છે.
૫૪
પછી ઉત્તરવિધિ કહે છે – તે બધું પૂર્વવત્. વિશેષ એ કે શ્રેણિ-પ્રશ્રેણિઓ અષ્ટાહિકા મહામહોત્સવ કરી તે આજ્ઞા પાછી સોંપે છે સુધી કહેવું. હવે વૈતાઢ્ય દેવને સાધન કહે છે -
• સૂત્ર-૭૫ :
ત્યારપછી તે દિવ્ય ચક્રરત્ન સિંધુદેવી સંબંધી અષ્ટાલિકા મહા મહોત્સવ નિવત્યાં પછી આયુધગૃહશાળાથી નીકળ્યું આદિ પૂર્વવત્ યાવત્ ઉત્તર-પશ્ચિમ દિશામાં વૈતાઢ્ય પર્વતાભિમુખ પ્રતિ પ્રયાણ કર્યું.
ત્યારપછી તે ભરત રાજા યાવત્ જ્યાં વૈતાઢ્ય પર્વત છે, જ્યાં વૈતાઢ્ય પર્વતના દક્ષિણી નિતંબ છે ત્યાં જાય છે. જઈને વૈતાઢ્ય પર્વતના દક્ષિણી નિતંબમાં બાર યોજન લાંબી, નવ યોજન પહોળી શ્રેષ્ઠ નગર સર્દેશ વિજ્ય સ્કંધાવારની રચના કરે છે, કરીને યાવત્ વૈતાઢ્ય ગિકુિમાર દેવના નિમિત્તે અક્રમભક્ત ગ્રહણ કરે છે, કરીને પૌષધશાળામાં ચાવત્ અમભક્તિક થઈ વૈતાદ્યગિકુિમાર દેવને મનમાં ચિંતવીને રહ્યો.
ત્યારે તે ભરત રાજા અક્રમભકતમાં પરિપૂર્ણ થતાં વૈતાઢ્ય ગિરિકુમાર દેવનું આસન ચલિત થયું, એમ સિંધુ આલાવાવત્ જાણવું. પ્રીતિદાન, અભિસેક, રત્નાલંકાર, કટક, ત્રુટિક, વસ્ત્ર અને આભરણ લે છે. લઈને તેવી ઉત્કૃષ્ટી યાવત્ અલ્ટાલિકા યાવત્ આજ્ઞા સોપે છે.
ત્યારપછી તે દિવ્ય ચક્રરત્ન અષ્ટાક્ષિકા મહામહોત્સવ પૂર્ણ થતાં ચાવત્ પશ્ચિમ દિશામાં તિમિસ ગુફા અભિમુખ પ્રતિ પ્રયાણ કર્યું.
ત્યારપછી તે ભરત રાજા, તે દિવ્ય ચક્રરત્ન ચાવત્ પશ્ચિમ દિશામાં તિમિસ ગુફા અભિમુખ પ્રતિ જવું જોયું. જોઈને હર્ષિત-સંતુષ્ટ ચિત્ત થઈ યાવત્ તિમિસ ગુફાથી કંઈક નીકટ બાર યોજન લાંબી, નવ યોજન પહોળી યાવત્ કૃતમાલ દેવને આશ્રીને અક્રમભક્ત ગ્રહણ કરે છે, કરીને પૌષધશાળામાં પૌષધિક બ્રહ્મચારી થઈ આવત્ કૃતમાલક દેવને મનમાં વધારીને ત્યાં રહે છે.
ત્યારપછી તે ભરત રાજાએ અક્રમ ભકત પરિપૂર્ણ થતાં કૃતમાલ દેવનું આસન ચલિત થાય છે આદિ પૂર્વવત્ યાવત્ વૈતાદ્યગિરિ કુમારના વિશેષ એ કે – પ્રીતિદાન, સ્ત્રીરત્નને માટે તિલક ચૌદ ભાંડાલંકાર, કટક યાવત્ આભરણો ગ્રહણ કરે છે, કરીને તેવી ઉત્કૃષ્ટી યાવત્ સત્કાર અને સન્માન કરીને વિદાય