________________ 4/209 થી 211 ર09 ધે હૈરણ્યવંત નામનો અર્થ પૂછે છે - ભગવત્ કયા હેતુથી તેને હૈરાણવંત ક્ષેત્ર કહે છે ? ગૌતમ! ઠેરણ્યવંત ક્ષેત્ર કિમ અને શિખરી વર્ષધર પર્વતો વડે બંને તરફથી - દક્ષિણ અને ઉત્તર પાર્શથી સમાલિંગિત અર્થાત્ સીમા કરાયેલ છે. હવે કઈ રીતે આ બંને દ્વારા સમાલિંગિતપણાથી આનું હૈરચવત નામ સિદ્ધ છે ? કમી અને શિખરી, એ બંને પર્વતો યથાક્રમે રૂપ્ય અને સુવર્ણમય છે. તેમાં તેથી વિધમાન હિરણ્યશબ્દથી સુવર્ણ અને રૂપ્ય, પછી હિરણય-સુવર્ણ જેમાં વિધમાન છે, તેથી હિરણ્યવંત, શિખરી હિરણય-રૂય વિધમાન જેમાં છે તે હિરણ્યવંત-રકમી, બંને હિરણ્યવંત છે, તેથી આ બૈરયવંત કહ્યું. અથવા લોકો દ્વારા હિરણ્યના આસનપદાનાદિ વડે અપાય છે, અથવા દર્શન મનોહારીપણે તે-તે પ્રદેશમાં લોકો વડે હિરણ્ય પ્રકાશ કરાય છે. તેથી કહે છે - ત્યાં ઘણાં યુગલિક મનુષ્યોને બેસવા-સુવા આદિ રૂ૫ ઉપભોગ્ય યોગ હિરણ્યમય શિલાપકો છે અને દેખાય છે. તે મનુષ્યો તે-તે પ્રદેશમાં મનોહારી હિરણ્યમય નિવેશ છે. તેથી હિરણ્ય-પ્રશસ્ય-પ્રભૂત-નિત્યયોગી જેમાં છે તે હિરણ્યવતુ, તેથી જ હૈરણ્યવંત નામ છે. અથવા હૈરમ્યવત નામે અહીં પલ્યોપમસ્થિતિક દેવ આધિપત્ય અને પરિપાલના કરે છે, તેથી તેના સ્વામીપણાથી આ ક્ષેત્ર હૈરવંત નામે ઓળખાય છે. હવે છઠ્ઠો વર્ષધર પર્વત - ભગવન! જંબુદ્વીપદ્વીપમાં શિખરી નામે વર્ષધર પર્વત કયાં કહેલ છે ? ગૌતમ ! હૈરયવંતની ઉત્તરે, ઐરાવત-કહેવાનાર સાતમા ક્ષેત્રની દક્ષિણે ઈત્યાદિ પૂર્વવતુ. એ પ્રમાણે ઉક્ત આલાવાથી જેમ લઘુહિમવંત કહ્યો, તેમ શિખરી પર્વત પણ કહેવો. વિશેષ આ * જીવા દક્ષિણમાં, ધનુ ઉત્તરમાં છે. બાકી બધું પૂર્વવતુ. લઘુ હિમવંત પ્રકરણમાં કહ્યા મુજબ છે. - તેમાં પંડરીક દ્રહ છે, તેમાંથી સુવર્ણકલા મહાનદી દક્ષિણથી નીકળેલ જાણવી. પરિવારાદિ સેહિતાંશા માફક જાણવો. તે પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશે છે અને આ નદી પૂર્વમાં પ્રવેશે છે.. - એ પ્રમાણે ઉક્ત આલાવાથી સુવર્ણકૂલાના એક્તિાંશા અતિદેશ ન્યાયથી, જે પ્રમાણે ગંગા-સિંધ, તે પ્રમાણે રકતા-રક્તવતી જાણવી. તેમાં પણ દિશાને કહે છે - પૂર્વમાં ક્તા, પશ્ચિમમાં રક્તવતી. બાકી બધું ગંગાસિંધુ પ્રકરણમાં કહ્યા મુજબ સંપૂર્ણ જાણવું. હવે અહીં કૂટ વક્તવ્યતા - ભગવત્ ! શિખરી પર્વતમાં કેટલા કૂટો કહેલા છે ? ગૌતમ ! અગિયાર કૂટો કહેલા છે, તે આ રીતે પૂર્વમાં સિદ્ધાયતન કૂટ, પછી ક્રમથી શિખરી વર્ષધર નામથી - શિખરીકૂટ, હૈરયવત ક્ષેત્રદેવકૂટ, સુવર્ણકૂલાનદી દેવી કૂટ, સુરા દેવી દિકકુમારી કૂટ, રક્તાવર્તન કૂટ, લમીકૂટ-પંડરીક દેવી કુટ, તાવતી આવર્તન કૂટ, ઈલાદેવી દિકુમારી કૂટ, તિબિંછિદ્રપતિ કૂટ. એ પ્રમાણે આ બધાં કૂટો 500 યોજન ઉંચા જાણવા. લઘુહિમવંતકૂટ તુલ્ય વક્તવ્યતા જાણવી. એમના સ્વામીની રાજધાની ઉત્તરમાં છે. હવે તેના નામનું કારણ પૂછે છે - ભગવદ્ ! કયા કારણે તેને શિખરી વર્ષધર 208 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર પર્વત કહે છે ? ગૌતમ શિખરી પર્વત ઘણાં કુટો શિખરીવૃક્ષ, તે સંસ્થાને સંસ્થિત છે, તે સર્વ રનમય છે, તેના યોગથી શિખરી. શો અર્થ છે ? અહીં વર્ષધર પર્વતમાં જે સિદ્ધાયતન કૂટાદિ ૧૧-કૂટો કહે છે, તેથી અતિરિક્ત ઘણાં શિખરો વૃક્ષાકાર પરિણત છે. *x - અથવા અહીં શિખરી નામે મહદ્ધિક યાવતુ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે તેના સ્વામીકત્વથી શિખરી - હવે સાતમું વર્ષ-ક્ષેત્રનો અવસર - ભગવન્! જંબૂદ્વીપ દ્વીપમાં ઐવત નામે ક્ષેત્ર કયાં કહેલ છે ? ગૌતમ ! શિખરી વર્ષધરની ઉત્તરમાં, ઉત્તર દિશાવર્તી લવણ સમુદ્રની દક્ષિણમાં આદિ પૂર્વવતું. અહીં જંબૂદ્વીપમાં ઐરાવત નામે ફોન કહેલ છે. * x * જેમ ભરતની વક્તવ્યતા છે, તે જ અહીં પણ સંપૂર્ણ કહેવી. જેમ મેના દક્ષિણ ભાગમાં છે, તેમ સંપૂર્ણપણે ઉત્તર ભાગમાં પણ થાય છે. જેમકે વૈતાદ્ય વડે બે ભાગ કરાયેલ ભરત ઈત્યાદિ કહ્યા, તે પ્રમાણે રવત પણ જાણવું. તે કઈ રીતે ? એ કહે છે - સોમવUTI - છ ખંડરૂપ ઐરાવત ક્ષેત્રની સાધના સહિત. સનિષ્ક્રમણા - દીક્ષા લ્યાણકના વર્ણન સહિત, સપરિનિર્વાણ - મુક્તિગમન લ્યાણક સહિત. ફર્ક માત્ર એ કે - રાજનગરી ક્ષેત્રદિગુ અપેક્ષાથી ઐરાવત ઉત્તરાર્ધ મધ્યમાં તાપ ક્ષેત્રાદિશા અપેક્ષાથી આ પણ દક્ષિણાદ્ધ જ છે. કેવળ અહીં શારામાં ક્ષેત્ર-દિશા અપેક્ષાથી વ્યવહાર ક્ષેત્રદિફ છે. * x - તથા વૈતાદ્યની અહીં વિપર્યય નગર સંખ્યા, જગતીના અનુરોધથી ક્ષેત્રમંકીર્યથી તેમ કહ્યું. તે પ્રમાણે ઐરવત નામે ચક્રવર્તી વકતવ્યતા છે. શો અર્થ છે ? જેમ ભરતક્ષેત્રમાં ભરત ચક્રવર્તી, તેનું દિગ્વિજય નિષ્ક્રમણાદિ નિરૂપેલ છે, તે પ્રમાણે ચૌરવનચક્રવર્તીનું કહેવું. આના વડે ભૈરવતના સ્વામીપણાના યોગથી ઐરાવત નામ સિદ્ધ છે. અથવા ઐરાવત એ નામ વડે અહીં મહદ્ધિક યાવતુ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે, તે અધ્યાહાર છે. તેથી તેના સ્વામીપણાથી ઐરાવત ક્ષેત્ર કહેવાય છે. એ નિગમન વાક્ય સ્વયં કહી લેવું. મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-૪-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ 0-ભાગ-૨૬-પૂર્ણ-o