________________
૨/૪૪
૧૬૯
પામીને. યોગનિરોધરૂપ ધ્યાનનું ચૌદમાં ગુણસ્થાનકવર્તી હોવાથી કેવલીને જ સંભવે છે.
એ રીતે ફાગણવદ-૧૧ ના પૂર્વાણ કાળરૂપ જે સમય-અવસર, તેમાં અઠ્ઠમ ભક્ત - આગમ કથિત ત્રણ ઉપવાસરૂપ અને તે પણ નિર્જળ, તેમાં ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્ર સાથે યોગ થયો ત્યારે - ૪ - અનુત્તર-ક્ષપક શ્રેણિ સ્વીકારીને કેવળ આસન્નપણે પરમ વિશુદ્ધિપદ પ્રાપ્તપણાથી જેમાં ઉત્તર-પ્રધાન અગ્રવર્તી કે છાાસ્થિક
જ્ઞાન વિધમાન રહેલ નથી તે. તેવા જ્ઞાનથી - તત્ત્વાવબોધરૂપ.
એ પ્રમાણે યાવત્ શબ્દથી દર્શન વડે - ક્ષાયિક ભાવ પામીને, સમ્યકત્વ વડે. ચાસ્ત્રિ - વિરતિ પરિણામરૂપ ક્ષાયિક ભાવને પામીને, તપ વડે, બળ-સંહનનથી ઉઠેલ
પ્રાણ વડે, વીર્ય-મનના ઉત્સાહ વડે, આલય - નિર્દોષ વસતિ વડે, વિહા-ગોચરચર્યાદિથી ફરવા રૂપ વડે, ભાવના-મહાવ્રત સંબંધી મનોગુપ્તિ આરૂિપ અથવા પદાર્થોના અનિત્યવાદિ ચિંતનરૂપ વડે [તથા] - -
ક્ષાંતિ - ક્રોધ નિગ્રહ વડે, ગુપ્તિ-પૂર્વે વ્યાખ્યા કરેલ છે, તેના વડે, મુક્તિ - નિર્લોભતા વડે, તુષ્ટિ - ઈચ્છાની નિવૃત્તિ વડે, આર્જવ-માયાના નિગ્રહ વડે,
માર્દવ-માનના વિગ્રહ વડે, લાઘવ-ક્રિયામાં દક્ષ ભાવથી, સોપચિત - ઉપચય સહિત, પુષ્ટ. આવા પ્રકારના પ્રસ્તાવથી નિર્વાણ માર્ગ સંબંધી, સુચરિત - સત્ આચરણ વડે ફળ-ક્રમથી મુક્તિ લક્ષણ જેમાંથી છે, તેવો જે નિર્વાણ માર્ગ - અસાધારણ રત્નત્રયરૂપ, તેના વડે આત્માને ભાવિત કરતાં, શ્રેષ્ઠ કેવળ જ્ઞાન-દર્શન સમુત્પન્ન થયા. એ પ્રમાણે
અન્વય છે.
તેમાં અવિનાશીપણાથી અનંત, સર્વોત્તમપણાથી અનુત્તર, ભીંત આદિ વડે અપર્તિહતપણાથી નિર્વ્યાઘાત, જ્ઞાયિકપણાથી નિરાવરણ, સર્વ અર્થના ગ્રાહકપણાથી સંપૂર્ણ, પૂર્ણચંદ્રની માફક સર્વ કલાંશોથી યુક્ત હોવાથી પરિપૂર્ણ, કેવલ-અસહાય કેમકે “છાાસ્થિક જ્ઞાન નષ્ટ થતાં'' એવું વચન છે. પરમ-પ્રધાન જ્ઞાન અને દર્શન - ૪ - તેમાં સામાન્ય-વિશેષ ઉભયાત્મક ફોય વસ્તુનું જ્ઞાન તે વિશેષ અવબોધરૂપ છે અને દર્શન-સામાન્ય અવબોધરૂપ છે. અહીં કહેવાનો આશય આ
પ્રમાણે છે –
દૂરથી જ તાલ-તમાલ આદિ વૃક્ષસમૂહને વિશિષ્ટ વ્યક્તિ રૂપપણે અનવધારિત અવલોકતા પુરુષને સામાન્યથી વૃક્ષમાત્રની જ પ્રતિતિ કરાવે છે, તે અપરિસ્કૂટ કંઈપણ રૂપને ચકાસે છે તે દર્શન. - ૪ - પરંતુ તે જ તાલ-તમાલાદિને વ્યક્તિરૂપપણે અવધારવું, તે જ વૃક્ષ સમૂહને જોતા વિશિષ્ટ વ્યક્તિ પ્રતીતિ જનક પરિસ્ફૂટ રૂપને જુએ છે, તે જ્ઞાન છે.
(શંકા) આ અનુભવસિદ્ધ જ્ઞાનમાં છદ્મસ્યોને વિશેષ ગ્રાહકતા અને દર્શનમાં સામાન્ય ગ્રાહકતા, પરંતુ કેવલીને જ્ઞાન લક્ષણમાં સામાન્યાંશના અગ્રહણથી દર્શન વડે વિશેષાંશ ગ્રહણનો અભાવ વડે, બંને પણ સર્વાર્થ વિષયત્વ વિરુદ્ધ ન થાય ?
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
(સમાધાન) જ્ઞાન ક્ષણમાં જ કેવલીને જ્ઞાનમાં યાવત્ વિશેષને ગ્રહણ કરે ત્યારે સામાન્ય પ્રતિભાસે જ છે. અશેષ વિશેષ રાશિરૂપપણાથી સામાન્ય. દર્શન ક્ષણમાં દર્શનમાં સામાન્યને ગ્રહણ કરતાં યાવત્ વિશેષ પ્રતિભાસે છે જ, કેમકે વિશેષના અલિંગિતમાં સામાન્યનો અભાવ હોય છે. ઈત્યાદિ - ૪ -
૧૭૦
અહીં શો અર્થ છે ? જ્ઞાનમાં પ્રધાનભાવથી, વિશેષ ગૌણભાવથી સામાન્ય, દર્શનમાં પ્રધાનભાવથી સામાન્ય અને ગૌણ ભાવથી વિશેષ, એમ બંનેમાં તફાવત જાણવો.
સમુત્પન્ન - સમ્યક્, કેમકે ક્ષાયિકપણાને લીધે દેશ સ્થાપનાનો અભાવ છે, ઉત્પન્ન - પ્રાદુર્ભૂત ઉત્પન્ન કેવળ ભગવંતનું જે સ્વરૂપ છે તે પ્રગટ કરે છે – નિન - રાગાદિના જિતનાર, કેવલ-શ્રુતજ્ઞાનાદિની સહાય વિના જ્ઞાન જેને છે, તે કેવલી. તેથી જ સર્વજ્ઞ-વિશેષાંશ પુરસ્કારથી સર્વજ્ઞાતા. સર્વદર્શી - સામાન્યાંશના પુરસ્કારથી સર્વજ્ઞાતા.
(શંકા) અરહંતોને કેવળજ્ઞાન-કેવળદર્શન આવરણ, ક્ષીણ મોહના અંત્ય સમયે જ ક્ષીણ થવાથી એક સાથે ઉત્પન્ન થવા પણાનો ઉપયોગ સ્વભાવ છે, અને ક્રમ પ્રવૃત્તિમાં સિદ્ધોને માટે સર્વજ્ઞ-સર્વદર્શી એવું સૂત્ર, જેમ જ્ઞાન પ્રાથમ્ય સૂચક રહેલ છે. તેમ સર્વદર્શી સર્વજ્ઞ એ પ્રમાણે. દર્શનની પ્રથમતાનું સૂચક કેમ નથી ?
તુલ્ય ન્યાયત્વથી. તેમ નથી. બધી લબ્ધિઓ સાકાોપયુક્તને ઉપજે છે, અનાકારોપયુક્તને નહીં. એ પ્રમાણે આગમના ઉત્પત્તિક્રમથી સર્વદા જિનોને પહેલા
સમયે જ્ઞાન અને બીજા સમયે દર્શન હોય છે, એમ જ્ઞાપનર્સપણાથી આ ઉપન્યાસ છે. પરંતુ છાસ્યોને તો પહેલાં સમયે દર્શન અને બીજા સમયે જ્ઞાન હોય છે તેમ જાણવું. [અહીં સમય શબ્દ અવસરવાચકપણે જાણવો.]
ઉક્ત બંને વિશેષણને વિશેષથી કહે છે – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ સહિતના પંચાસ્તિકાયાત્મક ક્ષેત્ર ખંડના અને ઉપલક્ષણથી લોકના અને અલોકનાપણ - આકાશ પ્રદેશ માત્ર ક્ષેત્ર વિષયના પર્યાયોને - અનુક્રમે ભાવિ સ્વરૂપ વિશેષને કેવળજ્ઞાન વડે જાણે છે અને કેવળદર્શન વડે જુએ છે. “પર્યાય’
એમ કહેવાથી દ્રવ્ય અને પર્યાય બંને ગ્રહણ કરવા, કેમકે દ્રવ્ય રહિત પર્યાય કે પર્યાય રહિત દ્રવ્ય હોતા નથી. તે આધાર અને આધેય છે. અન્યથા આધેયપણું ન રહે. - ૪ - ૪ -
અથવા સામાન્યથી પર્યાયોને કહ્યા. જ્ઞાનને સ્પષ્ટરૂપે નિરૂપણ કરતાં કહે છે – ઞાતિ - જીવો વિવક્ષિત સ્થાને જે સ્થાનથી આવે છે તે. ગતિ - જ્યાં મરીને ઉત્પન્ન થાય છે તે. સ્થિતિ - કાય અને ભવ સ્થિતિરૂપ, ચ્યવન - દેવલોકથી દેવોનું મનુષ્ય કે તિર્યંચમાં અવતરણ. ઉપપાત - દેવે કે નારકનું જન્મસ્થાન. મુક્ત · અશનાદિ, કૃત - ચોરી આદિ. પ્રતિસેવિત - મૈથુનાદિ. આવિષ્કર્મ - પ્રગટ કાર્ય, રહઃકર્મ - પ્રચ્છન્ન કાર્ય.