________________
૨/૩૬,૩૭
ઉલ્કાદંડ રૂપ છે, તે બીજાના શરીરે સંક્રાંત થઈ નાગમૂર્તિ થઈને પાશત્વ કરે ચે. તામસ બાણ - સકલ રણભૂમિ વ્યાપી મહાંધ તમસ રૂપપણે છે. પવનબાણ - તેવા પ્રકારના પવન સ્વરૂપપણે છે. વહિન બાણ - તેવા પ્રકારના વહિન પ્રકારથી પરિણત પ્રતિવૈરી વાહિનીમાં વિઘ્નોત્પાદક થાય છે. એ પ્રમાણે બીજામાં પણ સ્વ-સ્વ નામાનુસાર સ્વસ્વ જન્ય કાર્યને ઉત્પન્ન કરે છે.
૧૩૯
અહીં વૃત્તિકારશ્રીએ ઉક્તાર્થ સૂચક બે ગાથા કહી છે.
મહાપુરુષ - છત્રપતિ આદિ, તેમનું પતન-કાળ ધર્મને પામે, તેથી જ મહારુધિછત્રપતિ આદિનું લોહી, તેનું નિપતન-પ્રવાહરૂપે વહન. તેનો ઉત્તર - એવું નથી. જેથી તે વૈરાનુબંધ-સંતાનભાવથી પ્રવૃત્તિ જેને નથી તેવા તે મનુષ્યો છે.
દુષ્ટ-લોકોના ધાન્યાદિ ઉપદ્રવ હેતુત્વથી, ભૂતસત્ત્વ, ઉંદર-શલભ વગેરે ઈતિ, કુળરોગ-ગ્રામરોગ-મંડલરોગ અનુક્રમે ઘણાં સ્થાનવ્યાપી છે. પો-દેશીશબ્દ છે, તેનો અર્થ ઉંદર છે. શીર્ષ-મસ્તક, તેની વેદના. એ રીતે કર્ણાદિ વેદના, કાસ-શ્વાસાદિરોગમાં શૌષ-ક્ષયરોગ, અર્શ,-ગુદાંકુર, મસા. દકોદ-જળોદર, પાંડુરોગાદિ પ્રસિદ્ધ છે. એકાહિક - જે તાવ એક દિનના અંતરે આવે છે. એ પ્રમાણે ચાહિક આદિ જાણવું, ઈન્દ્રગ્રહ આદિ ઉત્પતતાના કારણરૂપ વ્યંતરાદિ દેવકૃત્ ઉપદ્રવ, ધનુગ્રહ-સંપ્રદાયથી જાણવું, મસ્તક શૂળાદિ પ્રસિદ્ધ છે. મારિ-યુગપત્ રોગ વિશેષાદિથી ઘણાંના મરણ થવા. યાવત્ શબ્દથી નગરમારિ આદિ ગ્રહણ કરવા. પ્રાણિ ક્ષય - ગાય આદિનો ક્ષય, જન ક્ષય - મનુષ્ય ક્ષય, કુળાય - વંશક્ષય.
ઉક્ત રોગાદિ કેવા છે ? વ્યસનભૂત - લોકોને આપત્તિરૂપ, અનાર્ય-પાપાત્મક. અહીં કહે છે કે – આમાંનું કશું નથી, કેમકે તેઓ રોગરહિત છે. તેશ - ચિરસ્થાયી કુષ્ઠાદિ આતંક - તે મનુષ્યો ઉક્ત રોગાદિ રહિત કહેલાં છે.
હવે એમની ભવસ્થિતિ પૂછે છે –
• સૂત્ર-૩૮ :
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રના મનુષ્યોની કેવી કાલ સ્થિતિ કહેલી છે ? ગૌતમ ! જઘન્યથી દેશોન ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી દેશોન ત્રણ પલ્યોપમ છે. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રના મનુષ્યોના શરીરની કેટલી ઉંચાઈ કહેલી
છે ? ગૌતમ ! જઘન્યથી ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ પણ ત્રણ ગાઉ.
ભગવન્ ! તે મનુષ્યો કેવા સંઘયણવાળા કહ્યા છે? ગૌતમ ! વજ્રઋષભનારાય સંઘચણવાળા કહ્યા છે.
ભગવન્! તે મનુષ્યોના શરીર કેવા સંસ્થાને કહેલ છે ? ગૌતમ! સમયતુસ સંસ્થાને સંસ્થિત છે.
હે આયુષ્યમાનૢ શ્રમણ ! તે મનુષ્યોને ૨૫૬-પૃષ્ઠ કરડકો કહેલા છે. ભગવન્ ! તે મનુષ્યો મૃત્યુના અવસરે, મૃત્યુ પામી કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ! છ માસ આયુ બાકી રહેતા એક યુગલને જન્મ આપે છે, ૪૯ અહોરાત્ર તેમનું સંરક્ષણ અને સંગોપન કરે છે. તેમ કરીને ખાંસી-છીંક
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
કે બગાસુ આવતા કષ્ટરહિત, વ્યથા રહિત, પરિતાપ રહિતપણે મૃત્યુ અવસરે મૃત્યુ પામીને દેવલોકમાં ઉપજે છે તે મનુષ્યો દેવલોક પરિગ્રહા-વર્ગમાં જન્મનારા કહેલ છે.
૧૪૦
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં કેવા પ્રકારના મનુષ્યો હોય છે ? ગૌતમ ! છ પ્રકારના મનુષ્યો કહેલા છે. તે આ પ્રમાણે – પડગંધી, મૃગગંધી, અમમ, તેજસ્વી, સહનશીલ અને છઠ્ઠા શનૈશ્ચારી મનુષ્યો હોય છે.
• વિવેચન-૩૮ :
પ્રાયઃ આ સૂત્ર કંઠ્ય છે. વિશેષ એ કે દેશોન ત્રણ પલ્યોપમ સ્થિતિ યુગલિનીની જાણવી. તે દેશ અહીં પલ્યોપમના અસંખ્યાત ભાગરૂપ જાણવો. જેમકે જીવાભિગમમાં કહ્યું છે કે – “દેવકુટુ અને ઉત્તકુર કર્મભૂમિની મનુષ્યસ્ત્રીની સ્થિતિ, ભગવન્ ! કેટલા કાળની કહી છે ? ગૌતમ ! દેશોન ત્રણ પલ્યોપમ, પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ.
=
હવે અવગાહનાને પૂછતા કહે છે – તે સુગમ છે. વિશેષ એ કે દેશોન ત્રણ ક્રોશ, તે પણ યુગલિનીને આશ્રીને છે. “ઉંચાઈમાં મનુષ્યોથી થોડી શૂન ઉંચાઈવાળી’ એ વચનથી. જો કે ૬૦૦૦ ધનુર્ ઉંચાઈવાળી, એમ પૂર્વસૂત્રથી તેની અવગાહના પ્રાપ્ત થાય છે, તો પણ જઘન્ય અને ઉત્કૃષ્ટનો ભેદ જણાવવા ફરી અવગાહના સૂત્ર કહેલ છે.
હવે તેમનું સંહનન કેવું છે ? - x - તે મનુષ્યો વઋષભનારાય કહેલા છે. સંસ્થાન સૂત્ર સુગમ છે. વિશેષ એ કે – સંસ્થિત એટલે તેમનું સંસ્થાન. જો કે પૂર્વ વર્ણક સૂત્રમાં વિશેષણ દ્વારા એમના સંહનનાદિ કહેલ છે, તો પણ તે કાળે વર્તતા બધાંના સંહનનાદિની માત્રાને જણાવવાને આ સૂત્રનો પ્રશ્નોત્તર પદ્ધતિથી નિર્દેશ કરેલ છે, તેથી પુનરુક્તિની શંકા ન કરવી. હવે આગળ આવનાર પૃષ્ઠ કરંડક સૂત્રમાં કરંક કહ્યા છે ? અહીં પ્રશ્ન સૂત્રાંશ અધ્યાહાર છે. પૂર્વોક્ત સ્વરૂપવાળા કેટલાં છે? ભગવંત કહે છે
ન
-
કહેલાં છે.
-
“તે મનુષ્યોને કેટલાં પૃષ્ઠ
તેમના પૃષ્ઠ કરંડક શત -
બસો છપ્પન પૃષ્ઠ કરંક
તે મનુષ્યો કાળ-મરણના માસે-જે કાળ વિશેષમાં અવશ્ય કાળધર્મ પામે, તે કાળને કરીને, માસના ઉપલક્ષણથી કાળદિવસે ઈત્યાદિ જાણવું. ક્યાં જાય છે - ક્યાં ઉત્પન્ન થાય છે ? એવા બે પ્રશ્ન છતાં પણ ‘દેવલોકમાં ઉત્પન્ન થાય છે,” એમ એક જ ઉત્તર છે. ગમન પૂર્વકત્વથી ઉત્પાદના ઉત્પાદ નામથી ગમન સામર્થ્યથી જાણવું. એવો આશય છે અથવા ગતિ એટલે દેશાંતર પ્રાપ્તિ થાય છે,' કયા જાય છે ?' એ પણ પર્યાય વડે કહે છે – ઉત્પતિ ધર્મવાળા થાય છે, તેથી જ ઉત્તર સૂત્રમાં ઉત્પન્ન ચાય છે, તેમ કહ્યું.
ભગવંતે કહ્યું – ગૌતમ ! છ માસ આયુ બાકી રહેતા, ૫૨-ભવના આયુનો બંધ કરે છે. તેમ જાણવું. એક યુગલને જન્મ આપે છે. આમને આયુના ત્રણ ભાગ