________________
૨/૩૬,૩૭
કે મૃતપિંડ નિવેદના હોય છે ? ના, એક અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન્ શ્રમણ ! તે મનુષ્યો આબાહ, વિવાહ, યજ્ઞ, શ્રાદ્ધ, સ્થાલીપાક, મૃતપિંડ નિવેદના વ્યવહાર રહિત છે.
૧૩૩
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં ઈન્દ્ર-સ્કંદ-નીંગ-|-ભૂત-અગડ-વડાદ્રહ-નદી-વૃક્ષ-પર્વત-સ્તુપ કે ચૈત્યનો મહોત્સવ હોય છે ? ના, એ અર્થ સમર્થ નથી. તે મનુષ્યો મહોત્સવ મહિમા રહિત કહેલા છે.
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં નટ-નર્તક-જલ્લ-મલ્લ-મૌષ્ટિક-વેલંબકકથક-પ્લવક કે લાસકની પ્રેક્ષા કહેલી છે ? ના, એ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાનૢ શ્રમણ ! તે મનુષ્યો કુતૂહલ રહિત કહેલા છે.
ભગવન્! તે સમયે ભરતક્ષેત્રમાં શકટ, રથ, યાન, યુગ્ય, ગિલ્લિ, થિલિ, સીયા કે સ્પંદમાનિકા છે, ના એ અર્થ સમર્થ નથી. તે મનુષ્યો પાદચાર
વિહારી કહેલા છે.
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં ગાય, ભેંસ, બકરા કે ઘેટા છે? હા, હોય છે. પરંતુ તે મનુષ્યોના પરિભોગમાં આવતા નથી.
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં અશ્વ, હાથી, ઉંટ, ગાય, ગવય, બકરા, ઘેટા, પ્રશ્રય, મૃગ, વરાહ, ઋઋ, શરભ, સમર, કુરંગ, ગોકર્ણ આદિ હોય છે ? હા, હોય છે. પણ તેમના પરિભોગમાં આવતા નથી.
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં સીંહ, વાઘ, વૃક, દ્વીષિક, ચ્છ, તરક્ષ, શિયાલ, બિડાલ, સુનક, કોકેતિક કે કોલશુનક છે ? હા, છે પણ તે મનુષ્યોને આબાધ, વ્યાબાધ, છવિચ્છેદ, કરતા નથી. આયુષ્યમાન શ્રમણો ! તે શ્વપદગણ પ્રકૃતિથી ભદ્રક છે.
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં શાલી, વ્રીહી, ગૌધૂમ, જવ, જવજવ, કલમ, મસૂર, મગ, અડદ, તલ, કળથી, નિફાવ, લિસંદક, અતસી, કુટુંભ, કોદ્રવ, કટુ, વરક, સલક, શણ, સરસવ, મૂલગ કે બીજ છે ? હા, હોય છે. પરંતુ તે મનુષ્યોના ઉપભોગમાં આવતા નથી.
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં ગા, દરી, અવપાત, વિષમ કે વિલ હોય છે? ના, એ અર્થ સમર્થ નથી. કેમકે ભરત ક્ષેત્રમાં બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુષ્કર ઈત્યાદિ હોય, તેમ જાણવું.
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં સ્થાણુ, કંટક, તૃણ, કચવર કે પત્ર કાવર હોય છે ? ના, તે અર્થ સમર્થ નથી. તે ભૂમિ સ્થાણુ, કંટક, તૃણ, કાવર, પકવર રહિત છે.
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં ડાંસ, મશક, જ, લીખ, ઢિંકુણ કે પિસ્તુ હોય છે? ના, એ અર્થ સમર્થ નથી તે ભૂમિ ડાંસ, મશક, જૂ, લીખ, ઢિંકુણ અને પિસ્યુના ઉપદ્રવરહિત કહેલી છે.
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં સર્પ કે અજગર હોય છે ? હા, હોય
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
છે. પરંતુ તે મનુષ્યોને આબાહ આદિ કરતા નથી. યાવત્ તે પ્રકૃતિભદ્રક વ્યાલક ગણ કહેલ છે.
૧૩૪
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં ડિંભ, ડમર, કલહ, બોલ, ક્ષાર, ધૈર, મહાયુદ્ધ, મહાસંગ્રામ, મહાશસ્ત્રપતન કે મહાપુરુષ પત્તન હોય છે? ગૌતમ ! ના, એ અર્થ સમર્થ નથી. તે મનુષ્યો બૈરાનુબંધ રહિત કહેલા છે.
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં દુર્ભૂત, કુલરોગ, ગ્રામ રોગ, મંડલરોગ, પોટ્ટરોગ, શીવિદના, કર્ણ-હોઠ-અતિ-નખ-દંત વેદના, કાશ, શ્વાસ, શોષ, દાહ, અર્શ અજીર્ણ, જલોદર, પાંડુરોગ, ભગંદર, એકાહિક-દ્વધાહિક-યાહિકચતુર્તિક (એ બધાં) જવર-તાવ, ઈન્દ્રગ્રહ, ધનુગ્રહ, સ્કંદગ્રહ, કુમારગ્રહ, યાગ્રહ, ભૂતગ્રહ, માકશૂળ, હ્રદયશૂળ, પેટશૂળ, કુક્ષીશૂળ, યોનિશૂળ, ગ્રામમારી યાવત્ સન્નિવેશમારી, પ્રાણીક્ષય, જનક્ષય, કુળક્ષય, વ્યસનભૂત અનાર્ય એ બધું હોય છે ? ગૌતમ ! ના, તે અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાનૢ શ્રમણ ! તે મનુષ્યો
રોગાતંક રહિત કહેલા છે.
• વિવેચન-૩૬,૩૭ 1
ભગવન્ ! તે મનુષ્યો, તે અનંતરોક્ત સ્વરૂપ આહાર કરીને કયા ઉપઆશ્રયમાં જાય છે - વસે છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! વૃક્ષરૂપ ગૃહ આલય-આશ્ર જેનો છે તે, એવા પ્રકારે મનુષ્યો કહેલા છે. હે શ્રમણ ! ઈત્યાદિ પૂર્વવત્.
હવે આ ગૃહાકાર વૃક્ષો કેવા સ્વરૂપના છે, તેમ પૂછે છે – પ્રશ્નસૂત્ર પદયોજના સુલભ છે. આકાર ભાવ પ્રત્યાવતાર પૂર્વવત્.
ભગવંતે કહ્યું – હે ગૌતમ ! તે વૃક્ષો કૂટ-શિખર, તે આકારે રહેલ છે. પ્રેક્ષાપ્રેક્ષાગૃહ, નાટ્યગૃહ. સંસ્થિત શબ્દ બધે જોડવો. તેથી પ્રેક્ષાગૃહ સંસ્થિત અર્થાત્ પ્રેક્ષાગૃહ આકારથી સંસ્થાનવત્. એ પ્રમાણે છત્ર, ધ્વજ, તોરણ, સ્તૂપ, ગોપુર, વેદિકા, ચોપ્ફાલ, અટ્ટાલક, પ્રાસાદ, હર્મ્સ, ગવાક્ષ, વાલાગ્રપોતિકા વલ્લભીગૃહ સંસ્થિત, તેમાં છત્રાદિ પ્રસિદ્ધ છે. ગોપુ-પુરદ્વાર, વેદિકા-ઉપવેશન યોગ્ય ભૂમિ, ચોમ્ફાલ - મત્તવારણ, અટ્ટાલક-પૂર્વવત્, પ્રાસાદ-દેવતા કે રાજાનું ગૃહ કે ઘણો ઉંચો પ્રાસાદ, આ બંનેને અંતે શિખર હોય છે. -
- - હર્મ્સ-શિખરરહિત ધનવાનોનું ભવન, ગવાક્ષ-ગોળ, વાલાગ્રપોતિકાજળની ઉપરનો પ્રાસાદ, વલભી-છદિરાધાર, તેનાથી પ્રધાનગૃહ, અહીં આશય એવો છે – કેટલાંક વૃક્ષો કૂટ સંસ્થિત છે, તે સિવાયના બીજા પ્રેક્ષાગૃહસંસ્થિતા છે, બીજા છત્ર સંસ્થિત છે. એ પ્રમાણે બધે ભાવના કરવી.
બીજા કહે છે – અહીં સુષમાસુષમામાં ભરતક્ષેત્રમાં ઘણાં શ્રેષ્ઠ ભવનો, સામાન્યથી વિશિષ્ટગૃહો છે. તેના જે વિશિષ્ટ સંસ્થાન તેના વડે સંસ્થિત, શુભ-શીતલ છાયા જેની છે તે તથા આવા પ્રકારના વૃક્ષગણો કહેલા છે. શ્રમણાદિ પૂર્વવત્. પૂર્વે ગેહાકાર કલ્પવૃક્ષ સ્વરૂપ વર્ણન કહેવા છતાં પણ આ પરમપુણ્ય પ્રકૃતિક યુગ્મીના આવા સુંદર આશ્રયોમાં વસે છે તે જણાવવાને ફરી તે વર્ણક સૂત્રનો આરંભ સાર્થક