________________
૨/૩૫
કહેલો છે ? - ૪ - ભગવંતે કહ્યું – હે ગૌતમ ! જેમ કોઈ આદિ પૂર્વવત્. ગોળશેરડીના રસનો કવાથ, ખાંડ-ગોળનો વિકાર, શર્કરાકાશ આદિથી થયેલ, મત્સંડિકાખંડ શર્કરા, પુષ્પોત્તર, પદ્મોતર એ શર્કરાના જ ભેદ છે. બાકી તે ૫ર્પટમોદકાદિ ખાધ વિશેષ લોકથી જાણવા. આ મધુરદ્રવ્ય વિશેષના સ્વામીના નિર્દિષ્ટ નામમાં આવા પ્રકારના રસવાળી પૃથ્વી કદાચિત્ હોય, એ વિકલ્પાઢ મતિ ગૌતમ કહે છે – શું તે પૃથ્વીનો આસ્વાદ આવો છે ?
૧૩૧
ભગવંતે કહ્યું – ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. તે પૃથ્વી આ ગોળ-શર્કરાદિથી ઈષ્ટતર છે. ચાવત્ શબ્દતી કાંતતર, પ્રિયતર પણ કહેવું. આસ્વાદથી મણામતર
કહેલ છે.
હવે પુષ્પ, ફળોના આસ્વાદને પૂછે છે - તે પુષ્પ ફળોના કલ્પવૃક્ષ સંબંધી કેવા પ્રકારનો આસ્વાદ કહેલ છે ? જે પૂર્વસૂત્રમાં યુગ્મીના આહારત્વથી વ્યાખ્યા કરી છે, તે જાણવી.
ભગવંતે કહ્યું – ગૌતમ ! જેમ કોઈ રાજા, તે રાજા લોકમાં કેટલાંક દેશનો અધિપતિ પણ હોય, તેથી કહે છે ત્રણ સમુદ્ર અને હિમવત્ એ ચાર અંતવાળા ક્ષેત્રને ચક્ર વડે જીતનાર એવો ચાતુરંત ચક્રવર્તી હોય, આના દ્વારા વાસુદેવની વ્યાવૃત્તિ કરી. તેના કલ્યાણ - એકાંત સુખાવહ ભોજન વિશેષ, જે લાખ દ્રવ્યના વ્યયથી નિષ્પન્ન હોય, વર્ણ વડે અતિશયયુક્ત હોય, અન્યથા સામાન્ય ભોજન પણ વર્ણમાત્રવાળું સંભવે છે. તો અધિક વર્ણનથી શું? યાવત્ અતિશય સ્પર્શ વડે યુક્ત હોય ચાવત્ ગંધ અને રસ વડે અતિશયતાયુક્ત હોય, સામાન્યથી આસ્વાદનીય હોય અને વિશેષથી વિસ્વાદનીય-તેના રસથી કંઈક અધિક હોય દીપનીય - અગ્નિવૃદ્ધિકર, જઠરાગ્નિમાં અગ્નિની વૃદ્ધિ કરનાર હોય, દર્પણીય-ઉત્સાહની વૃદ્ધિ કરનાર, મદનીયકામને જન્મ આપનાર, બૃહણીય-ધાતુને ઉપચયકારીપણે, સર્વે ઈન્દ્રિયો અને ગાત્રને પ્રહલાદકારી હોય. - X -
એ પ્રમાણે કહેતા ગૌતમે પૂછ્યું – ભગવન્ ! તો શું તે પુષ્પ અને ફળોનો આસ્વાદ આવો હોય? ભગવંતે કહ્યું – ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. તે પુષ્પ
ફળોનો ચક્રવર્તીના ભોજનથી ઈષ્ટતરક આદિ સ્વાદ છે.
અહીં કલ્યાણ ભોજનમાં સંપ્રદાય આ પ્રમાણે છે
ચક્રવર્તી સંબંધી પુંડ્ર ઈન્નુચારિણી નામે ગાયન લાખના અર્ધ-અર્ધક્રમથી પીતગોક્ષીર પર્યન્ત યાવત્ એક ગાય સંબંધી જે દુધ, તે રાદ્ધ કલમ શાલી પરમાન્નરૂપ અનેક સંસ્કાર દ્રવ્ય સંમિશ્ર કલ્યાણભોજન પ્રસિદ્ધ છે. ચક્રવર્તી અને સ્ત્રીરત્ન વિના બીજાને તે ખીર ખાવી દુર અને મહાઉત્પાદક છે.
-
હવે એ ઉક્ત સ્વરૂપ આહાર આહારી ક્યાં વસે છે તે પૃચ્છા – • સૂત્ર-૩૬,૩૭ :
[૩૬] ભગવન્ ! તે મનુષ્યો તે આહારને કરતાં કઈ વસતિમાં વસે છે ? ગૌતમ ! તે મનુષ્યો વૃક્ષરૂપ ઘરમાં રહેનારા છે, તેમ હે આયુષ્યમાનૢ શ્રમણ
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
કહેલ છે.
ભગવન્ ! તે વૃક્ષોનો કેવા પ્રકારે આકાર ભાવ પ્રત્યવતાર કહેલો છે ? ગૌતમ ! ફૂડાગાર સંસ્થિત, પેક્ષાગૃહ, છત્ર, ધ્વજ, સ્તૂપ, તોરણ, ગોપુર, વેદિકા, ચોપ્ફાલ, અટ્ટાલિકા, પ્રાસાદ હમ્ય, હવેલી, ગવાક્ષ, વાલાગ્રપોતિકા તથા વલ્લભીગૃહ સશ સંસ્થાન સંસ્થિત છે.
૧૩૨
આ ભરત ક્ષેત્રમાં બીજા પણ એવા વૃક્ષ છે. જેના આકાર ઉત્તમ વિશિષ્ટ ભવનો જેવા છે, જે સુખપદ શીતલ છાયા યુક્ત છે એમ હે આયુષ્યમાનૢ શ્રમણ !
કહેલ છે.
[3] ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં શું ઘર હોય છે કે ગેહાપણ હોય છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. કેમકે તે મનુષ્યો હે આયુષ્યમાન શ્રમણ ! વૃક્ષગેહાલા કહેલા છે.
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં ગામ કે ચાવત્ સંનિવેશ છે ? ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યો સ્વભાવથી યથેચ્છ-વિચરણશીલ કહેલા છે. ભગવન્ ! તે સમયે અસી, મસી, કૃષિ, વણિકળા, પણ્ય અથવા વાણિજ્ય છે ? તે અર્થ સમર્થ નથી. કેમકે હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો અસિ મસિ કૃષિ વણિક્ કળા પણ્ય વાણિજ્ય જીવિકાથી રહિત કહેલા છે.
ભગવન્ ! તે સમયે ત્યાં હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, દૃષ્ટ, મણિ, મોતી, શંખ, શિલા-વાલ, રક્ત રત્ન, સાવઈ હોય છે ? હા, હોય છે પણ તે મનુષ્યોના પરિભોગપણે શીઘ્ર ઉપયોગમાં આવતા નથી.
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં રાજા યુવરાજ, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈલ્મ્સ, શ્રેષ્ઠી, સેનાપતિ કે સાર્થવાહ છે? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. તે મનુષ્ય ઋદ્ધિ-સત્કાર રહિત છે.
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં દાસ, પે, શિષ્ય, ભૂતક, ભાગિયા કે કર્મકર છે ? ના, એ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો
આભિયોગ રહિત છે.
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી કે પુત્રવધૂ હોય છે ? હા, હોય છે, પરંતુ તેમને તીવ્રપ્રેમ બંધન ઉત્પન્ન થતું
નથી.
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં અરી, બૈરી, ઘાતક, વધક, પત્યનીક કે પ્રત્યામિત્ર છે ? ના, એ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો વૈરાનુશય રહિત હોય છે.
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં મિત્ર, વયસ્ય, જ્ઞાતક, સંઘાટક, સખા, સુહૃદ કે સાંગતિક છે ? હા, છે. પણ તે મનુષ્યોને તીવ્ર રાગબંધન ઉત્પન્ન થતું નથી.
ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં આવાહ, વિવાહ, યજ્ઞ, શ્રાદ્ધ, સ્થાલીપાક