________________
૨/૩૪
ઉલૂખલ આકૃતિ કાષ્ઠ, તેની મધ્યે તનુ બંને પડખે બૃહત્ અથવા સંહત-સંક્ષિપ્ત મધ્ય, સૌનંદ-રામઆયુધ મુસલ વિશેષ, સામાન્યથી દર્પણમંડ અર્થ લેવો. નિગરીતસારીકૃત શ્રેષ્ઠ સુવર્ણ, તેની ખડ્ગાદિ મુષ્ટિ સર્દેશ.
વસ્ત્રજ-સૌધર્મેન્દ્રના આયુધની જેમ વલિત્રણયુક્ત મધ્યભાગ જેનો છે તે, ઝષની જેમ અનંતરોક્તની જેમ જેનું ઉંદર છે તે, શુચિ-પવિત્ર કે નિરૂપલેપ, કરણચક્ષુ આદિ ઈન્દ્રિયો જેની છે તે, - ૪ - ગંગાના આવર્ત, તેની જેમ પ્રદક્ષિણાવર્ત, પરંતુ વામાવર્ત્ત નહીં, ત્રણ વલય, તેની જેમ ભગ્ન સૂર્ય કિરણ, તરુણ-તાજા, બોધિત
નીકળેલા, પદ્મ, તેની જેમ ગંભીર, વિકટ-વિશાળ નાભિ જેની છે તે. - ૪ -
૧૨૩
ઋજુક-અવક્ર, સંહિતા-સંતતિરૂપે સ્થિત પણ અપાંતરાલપણે વ્યવચ્છિન્ન નહીં, સુજાત-સુજન્મા પણ કાળ આદિ વૈગુણ્યથી દુર્જન્મા નહીં, તેથી જ જાત્ય-પ્રધાન, પાતળી પણ સ્થૂળ નહીં, કાળી પણ મર્કટવર્તી નહીં, સ્નિગ્ધ-ચીકણી, આદેયજોવાના માર્ગમાં આવેલ છતાં ફરી-ફરી આકાંક્ષણીય, ઉક્ત કથનનું સમર્થન કરતાં
કહે છે –
સુકુમારમદ્વી - અતિ કોમળ, રમણીય-રમ્ય રોમરાજિ જેની છે તે, સમ્યક્ અધો-અધોક્રમથી નમેલા પડખાં જેના છે તે, સંગત-દેહ પ્રમાણોચિત પડખાં જેના છે તે, તેથી જ સુંદર પાર્શ્વ, સુજાતપાર્શ્વ, તથા પરિમિત માત્રાયુક્ત, ઉચિત પ્રમાણથી જૂનાધિક નહીં, પીન-ઉપચિત, રતિદા પડખાં જેના છે તે. અવિધમાન - માંસલત્વથી અનુપલક્ષ્યમાણ કરંડક-પૃષ્ઠ વંશ અસ્થિક જેનો દેહ છે તે અકરંદુક - ૪ - અથવા અકદંડુકવત્ વ્યાખ્યા કરવી.
કનકની માફક રુચિ જેની છે તે, નિર્મળ-સ્વાભાવિક આગંતુક મણ રહિત, સુજાત-બીજાધાનથી આરંભીને જન્મદોષ રહિત, નિરુપદ્રવ - જવરાદિ, દેશાદિ ઉપદ્રવ રહિત. એવા પ્રકારના દેહને ધારણ કરવાના સ્વભાવવાળા તથા કનકશિલાતલવત્ ઉજ્જવલ પ્રશસ્ત અવિષમ માંસલ ઉર્ધ્વ-અધો અપેક્ષાથી વિસ્તીર્ણ, દક્ષિણ-ઉત્તરથી પૃથુલ છાતી જેની છે તે. શ્રીવત્સ લાંછન વિશેષથી અંકિત વક્ષ જેનું છે તે. વૃત્તત્વ અને આયતત્વથી યૂપતુલ્ય, પીન-માંસલ, રતિદા-જોતાં જ સુભગ પીવર પ્રકોષ્ઠકઅકૃશકલાચિક, સંસ્થિત-સંસ્થાન વિશેષવંત, સુશ્લિષ્ટ-સુઘન, વિશિષ્ટ-પ્રધાન, ધનનિબિડ, સ્થિર-અતિશ્લથ નહીં, સુબદ્ધ-સ્નાયુ વડે સારી રીતે બદ્ધ, સંધિ-હાડકાંનું સંધાન, પુરવર પરિઘવત્ - મહાનગરની અર્ગલાવત્ વૃત્ત ભુજા જેમની છે તે. વળી તે બાહુ કેવા છે ? ભુજગરાજ, તેનું વિપુલ જે શરીર, આદીયતે - બારણું અટકાવવાનો આગળીયો, સ્વસ્થાનથી અવક્ષિપ્ત નિષ્કાશિત દ્વારનો પૃષ્ઠ બાગે અપાયેલ. તેના જેવા દીર્ઘ બાહુ જેના છે તે. - ૪ - ૪ -
.
તતલ - અરુણનો અધોભાગ ઉપચિત - ઉન્નત કે ઔપયિક અથવા ઉચિત કે અવપતિત-ક્રમથી ઘટતો ઉપાય, મૃદુ - માંસલ-સુજાત એ ત્રણ પદ પૂર્વવત્, અછિદ્રજાલ-અવિરલ અંગુલી સમુદાય હાથ જેના છે તે. આતામ્ર-કંઈક ક્ત, લીનપ્રતલ, શુચિ-પવિત્ર, રુચિર-મનોજ્ઞ, સ્નિગ્ધ-અક્ષ નખ જેમના છે તે.
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
ચંદ્રની જેમ ચંદ્રાકાર હસ્તરેખા જેમની છે તે, દિવસ્તિક-દિક્પધાન સ્વસ્તિક અથવા દક્ષિણાવર્ત સ્વસ્તિક, તે રેખા જેના હાયમાં છે તે. ઉક્ત વિશેષણોના પ્રશસ્ત અને અપકર્ષના પ્રતિપાદન માટે સંગ્રહવચનથી કહે છે – ચંદ્ર સૂર્યાદિ આ સિવાય બીજા પણ અનકે-પ્રભૂત, વ-પ્રધાનલક્ષણ વડે ઉત્તમ-પ્રશંસાસ્પદીભૂત, શૂચિપવિત્ર,
રચિત-સ્વકર્મ વડે નિષ્પાદિત હસ્તરેખા જેની છે તે.
૧૨૪
વરમહિષ-પ્રધાન સૈરિભ, વરાહ-વન્યશૂકર, સીંહ-કેસરીસીંહ, શાર્દુલ-વાઘ, ઋષભ-બળદ, નાગવર-પ્રધાન હાથી, તેની જેમ પ્રતિપૂર્ણ-સ્વપ્રમાણથી અહીન, વિપુલ-વિસ્તીર્ણ, સ્કંધ-અંશ દેશ જેના છે તે, ચતુરંગુલ-સ્વ અંગ અપેક્ષાથી ચાર અંગુલ માપ, સુષ્ઠુ-શોભન પ્રમાણ જેનું છે તે, કંબુવરસદેશી-ઉન્નતપણાથી ત્રણ વલીના યોગથી, પ્રધાન શંખ જેવી ગ્રીવા જેની છે તે. માંસલ-પુષ્ટ સંસ્થિતસંસ્થાન, તેના વડે પ્રશસ્ત-સંકુચિત કમળના આકારત્વથી શાર્દુલ-વાઘની જેમ, વિસ્તીર્ણ હતુક જેની છે તે.
અવસ્થિત-ન વધનારી, સુવિભક્ત-પરસ્પર શોભતા વિભાગો, વદનવિવરના કૂકેશ પુંજની માફક પુંજીની માફક પુંજીભૂત, ચિત્ર-અતિમ્યપણે અદ્ભુત, શ્મશ્રદાઢી આદિના વાળ જેના છે તે, કેમકે મથૂના અભાવે નપુંસકભાવની પ્રતિપત્તિ થાય છે. હીયમાનત્વથી વાર્ધક્યની પ્રતિપત્તિ થાય છે અને વર્લ્ડમાનત્વમાં સંસ્કારકજનાભાવ જણાય છે, તેથી અવસ્થિતત્વ કહ્યું.
ઉઅવિસ-પકિર્મિત જે શીલારૂપ પ્રવાલ-વિદ્રુમખંડ, પણ મણિકાદિ રૂપ નહીં, બિંબફળ-પાડેલ ગોલ્તાફળ, તેની જેમ રક્તપણે ઉન્નત, મધ્યપણે, નીચેના દંતછંદઅધરોષ્ઠ જેના છે તે. પાંડુ-જે ચંદ્રમંડલખંડ અર્થાત્ અકલંક ચંદ્રમંડલ ભાગ. વિમલની મધ્યે નિર્મળ જે શંખ, ગાયના ફીણ, કુંદ કુસુમ, દકજ-વાયુ વડે આહત જલકણ, મૃણાલિકા-પદ્મિની મૂલ, તેની જેમ ધવલ, દંતપંક્તિ જેની છે તે. અખંડદંતપરિપૂર્ણદાંત, અસ્ફૂતિત-અર્જર દાંત તેથી જ સુજાત દાત-જન્મદોષરહિત દાંત, અવિલદંત-નિરંતરદાંત, પરસ્પર અનુપલક્ષ્ય દંત વિભાગત્વથી એકાકાર દંત શ્રેણિ જેની છે તે, અનેક - બત્રીશ દાંત જેના છે તે. - x -
હુતવહ - અગ્નિ વડે નિર્માત - નિર્દગ્ધ, ધૌત-શોધિત મલ, તપ્ત-સતાપ, તપનીય-સુવર્ણ વિશેષ, તેની જેમ લાલ તલ-લોહિત રૂપ તાળવું, જિહ્વા-રસના, ગરુડપક્ષીરાજની જેમ લાંબી, ઋજવી-સરળ, ડુંગ-ઉન્નત પણ મુદ્ગલ જાતીયની માફક ચપટી નહીં તેવી નાસિકા જેની છે તે. અવદાલિત રવિકિરણથી વિકાસિત જે પુંડરીક
શ્વેત પદ્મ, તેના જેવા નયન જેના છે તે. કોઆસિત-વિકસિત અને ધવલ, કોઈક દેશમાં પત્રલ-પાંખવાળા નેત્રો જેના છે તે. આનામિત-કંઈક નમેલ, આરોપિત, જે ચાપ-ધનુષુ, તેની જેમ રુચિ-સંસ્થાન વિશેષ ભાવથી રમણીય કૃષ્ણાભરાજિ માફક રહેલ. સંગત-યથોક્ત પ્રમાણયુક્ત, આયત-દીર્ઘ, સુજાત-સુનિષ્પન્ન, તનૂ-લક્ષ્ણ પરિમિત વાળના પંક્તિરૂપપણાથી કૃષ્ણ-કાલિમાયુક્ત, સ્નિગ્ધ છાય ભ્રમર જેની છે તે.