________________
૨/૩૩
જ્યાં બીજા તરુની લેશ્મા અવગાઢ છે, ત્યાં વિવક્ષિત તરલેશ્યા અવગાઢ છે. પ્રાસંતિ એ અંતસૂત્ર વિજયદ્વાર તોરણ સંબંધી રત્નકરંક વર્ણનમો વ્યાખ્યાયિત કરેલ છે. આ તો બહુવ્યાપી દીપશિખાવૃક્ષના પ્રકાશની અપેક્ષાથી તીવ્ર પ્રકાશ હોય છે, એટલું પહેલાંથી વિશેષ છે.
૧૧૫
હવે છટ્ઠા કલ્પવૃક્ષનું સ્વરૂપ કહે છે – તે આરામાં ત્યાં-ત્યાં ઘણાં ચિત્રાંગ નામે વૃક્ષગણ કહેલ છે. જેમ તે પ્રેક્ષાગૃહ વિચિત્ર રમ્ય શ્રેષ્ઠ કુસુમદામમાળાથી ઉજ્વલ, પ્રકાશતા મુક્ત પુષ્પપુંજોપચાર વડે યુક્ત, વરલિય વિચિત્ર માલ્ય શ્રી સમુદય પ્રગર્ભ ગ્રંથિમ-વેષ્ટિમ - પૂરિમ-સંઘાતિમ માલ્યથી છેક શિલ્પી વિભાગ રચિતથી સર્વ તરફથી સમનુબદ્ધ પ્રવિરલ-લંબાતા-વિપ્રકૃષ્ટ-પંચવર્ણી કુસુમદામથી શોભતા વનમાળા કયગ્રય માફક દીપતા.
તેની માફક ચિત્રાંત વૃક્ષગણ પણ છે. તે અનેક બહુવિધ વિસસા પરિણત માલ્યવિધિથી યુક્ત યાવત્ રહેલ છે.
સૂત્ર વ્યાખ્યા – તે આરામાં, ઈત્યાદિ પૂર્વવત્, અનેક પ્રકારના ચિત્રના વિવક્ષા પ્રાધાન્યથી માલ્યના અંગ-કારણ, તેના સંપાદકત્વથી વૃક્ષો પણ ચિત્રાંગ છે. જેમકે – તે પ્રેક્ષાગૃહ, વિવિધ ચિત્રયુક્ત, તેથી જ રમ્ય - જોનારને મનને આનંદ આપે છે. તેમાં શું વિશિષ્ટ છે તે કહે છે શ્રેષ્ઠ કુસુમની માળા, શ્રેણીઓ, તેના વડે ઉવલ, દેદીપ્યમાનપણાથી કહ્યું છે. ભાવાત્ - વિકસિતપણે અને મનોહર૫ણે દીપતા, મુક્ત જે પુષ્પોપચાર પુંજ, તેના વડે યુક્ત, વિલ્લિત-વિલીપ્ વિચિત્ર જે માલ્ય-ગ્રથિત પુષ્પમાળા, તેનો જે શોભા પ્રકર્ષ, તેના વડે અતિ પરિપુષ્ટ, ગ્રંથિમ-જે સૂત્ર વડે ગ્રચિત, વેષ્ટિમ-જે પુષ્પમુગટ સમાન ઉપરના શિખર આકૃતિ વડે માળા સ્થાપન. પૂમિ-જે લઘુ છિદ્રોમાં પુષ્પો મૂકીને પૂરાય છે. સંઘાતિમ - જે પુષ્પ પુષ્પ વડે પરસ્પર નાલ પ્રવેશથી સંયોજાય છે. આ પ્રકારે માલ્ય વડે પરમદક્ષિણકળાવાન દ્વારા વિભક્તિપૂર્વક જે અહીં યોગ્ય ગ્રંથિમાદિ. તેના વડે બધી દિશામાં સારી રીતે બદ્ધ, પ્રવિલત્વ-થોડાં પણ અસંહતત્વ માત્રથી થાય છે. તેથી વિપ્રકૃષ્ટત્વ પ્રતિપાદનાર્થે કહે છે – બૃહદ્ અંતરાલથી પંચવર્ણી કુસુમદામ વડે શોભતા. વંદન માળા અગ્રભાગમાં કરેલ છે જેને તે, તે સ્વરૂપે દીપતા, તેની જેમ ચિત્રાંગ વૃક્ષગણો પણ અનેક બહુવિધ વિસસા પરિણતથી માલ્યવિધિ વડે યુક્ત. - ૪ -
હવે સાતમાં કલ્પવૃક્ષનું સ્વરૂપ કહે છે –
તે આરામાં ત્યાં-ત્યાં ઘણાં ચિત્રરસ નામે વૃક્ષગણ કહેલાં છે. જેમ તે સુગંધી શ્રેષ્ઠ કમળ, શાલિ તંદુલ, વિશિષ્ટ નિરુપહતદુર્છરાદ્ધ શારદ ઘી ગોળ ખાંડ મધુમેલિત, અતિરસ પરમાન્ન હોય, ઉત્તમવર્ણ-ગંધયુક્ત હોય અથવા ચક્રવર્તી રાજાના નિપુણ રસોયાએ નિર્મિત કરેલ હોય, - ૪ - અથવા પ્રતિપૂર્ણ દ્રવ્યથી ઉપસ્કૃત હોય, વર્ણગંધ-રસ-સ્પર્શયુક્ત બલ-વીર્ય પરિણામવાળા હોય, ઈન્દ્રિય-બલ-પુષ્ટિની વૃદ્ધિ કરનાર, ભુખ-તરસને હણનાર, ઈત્યાદિ હોય - ૪ - ૪ -
તે પ્રમાણે તે ચિત્રરસ વૃક્ષગણ પણ અનેક બહુવિધ વિસસા પરિણત ભોજન
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
૧૧૬
વિધિથી યુક્ત અને કુશ-વિકુશ રહિત યાવત્ રહે છે.
સૂત્ર વ્યાખ્યા – તેનો આરામાં ઈત્યાદિ પૂર્વવત્. વિશેષ એ કે ચિત્ર - મધુરાદિ ભેદ ભિન્નત્વથી અનેક પ્રકાર અને ખાનારને આશ્ચર્યકારી રસ જેમાં છે તે. જેમ પરમાન્ન-ખીર હોય છે, તેમ. બીજું શું વિશેષ છે? પ્રવરગંધયુક્ત - X - પ્રધાન, દોષરહિત ક્ષેત્રકાલાદિ સામગ્રી સંપાદિત આત્મ લાભ. કલમશાલિ- ચોખા વિશેષ, તંદુલ-અચિતકણ, ભાત, વિશિષ્ટ ગાય આદિ સંબંધી, પાકાદિ વડે અવિનાશિત દુધ તેના વડે પકાવેલ અર્થાત્ પરમ કલમ શાલિ વડે અને પરમ દુધ વડે યથોચિત માત્ર પાકથી નિષ્પાદિત. તથા શરદઋતુનો ઘી, ગોળ કે મધ, શર્કરાનો અપર પર્યાય મેલિત જેમાં છે તે. જોતાં જ સુખ ઉપજે તેવું. તેથી જ અતિરસ-ઉત્તમ વર્ણ ગંધવત્
જેમ ચક્રવર્તી રાજાના ઓદનવત્ હોય છે. નિપૂણ એવા રસોઈયાએ નિષ્પાદિત - x - રાવતી શાસ્ત્રના જ્ઞાતા જ ઓદનના વિષયમાં સુકુમારતા લાવવાને માટે સેક વિષયમાં ચતુર કલ્પોને ધારણ કરે છે. તે ઓદનમાં શું વિશિષ્ટ છે? કલમશાલિ વડે યુક્ત છે, વિશિષ્ટ પરિપાકગત છે, બાપને છોડતા, કોમળ ચતુષ્કા સેકાદિ વડે પરિકર્મિત હોવાથી વિશ, સર્વથા તુષાદિ મલથી રહિત, પૂર્ણ સિકથ જેમાં છે તે. અનેક પુષ્પ-ફળ આદિ પ્રસિદ્ધ, તેના વડે યુક્ત છે.
અથવા લાડવા જેવા હોય છે. શું વિશિષ્ટ છે ? તે કહે છે – પરિપૂર્ણ, એલચી આદિથી સંસ્કારેલ - ૪ - યયોક્ત માત્રામાં અગ્નિ પરિતાપ આદિ વડે પરમ સંસ્કારને પામેલ, વર્ણ-ગંધ-રસ અને સ્પર્શના સામર્થ્યથી અતિ શયવાળા, બલ-વીર્ય હેતુ પરિણામી હોય. - X - તેમાં વત્ત - શારીકિ, વીર્ય-અંતરનો ઉત્સાહ તથા ઈન્દ્રિયોનાચક્ષુ આદિના, સ્વસ્વ વિષય ગ્રહણની પટુતા, તેની પુષ્ટિ, તેમાં વૃદ્ધિ કરે છે. ભુખતરસને હણે છે તથા પ્રધાન સ્થિત-નિષ્પક્વ ગોળ કે તેવી ખાંડ, તેવી ખાંડેલી સાકર-મીશ્રી, તેવું ઘી, તેના વડે યોજિત છે.
તથા સૂક્ષ્મ એવા ત્રણ વસ્ત્ર વડે ગાળવાથી સમિત-ઘઉંનું ચૂર્ણ, તેનો ગર્ભતેના મૂળદળથી નિષ્પન્ન, અત્યંત વલ્લભ, તદુપયોગી દ્રવ્ય વડે સંયુક્ત. તેના જેવા તે ચિત્રરસ વૃક્ષો પણ અનેક બહુવિધ વિસસા પરિણત ભોજન વિધિથી યુક્ત ઈત્યાદિ પૂર્વવત્.
હવે આઠમાં કલ્પવૃક્ષનું સ્વરૂપ કહે ચે – તે આરામાં ત્યાં ત્યાં ઘણાં મહ્યંગ નામે વૃક્ષગણ કહેલા છે. જેમ તે હાર, અર્ધ હાર, વેઢનક, મુગટ, કુંડલ, વામોત્તક, હેમજાલ, મણિજાલ, સૂત્રક, ગડુચી, અક્ષાટક, ક્ષુદ્રક, એકાવલિ, કંઠસૂત્ર, મકરી, ત્રૈવેયક, થ્રોણિસૂત્ર, ચૂડામણિ, કનકતિલક, સિદ્ધાર્થક, કર્ણવાલિ ચંદ્ર-સૂર્ય-વૃષભચક્રાગ, તલભંજક, મુટિત, હસ્ત માલક, હરિરાય, કેઉર વલય, પ્રાતંબ, અંગુલિક, વલાક્ષ દીનારમાલિકા, કંચિમેહલ, કલાવ, પ્રતરક, પાદજાલ, ઘંટિકા, ખિંખિણી, રત્નોરુજાલ, નેપુર, ચલણ માલિકા, ઈત્યાદિ - ૪ - કંચન, મણિ, રત્ન વડે ચિત્રિત. તે પ્રમાણે મહ્યંગ વૃક્ષગણો અનેક ચાવત્ ભૂષણ વિધિથી યુક્ત છે.