SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૩ ૮૬ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧૫૧ ભાગ. અહીં કરણ જે રીતે વૈતાદ્યમાં ક્લારૂપ-પ૪પ તેનો વર્ગ-૨,૯૯,૩૫,૬૨૫, તેના છ ગણાં-૧૦,૯૮,૫૩,૫૦, વૈતાઢ્ય જીવા વર્ગ-૪૧,૪૯,૦૦,૯૭,૫૦૦ છે. બંનેના મળવાથી થાય-૪૧,૬૬,૯,૫૧,૨૫o આ વૈતાદ્ય ધનઃપૃષ્ઠ વર્ગ. મૂલ છેદરાશિ - ૪,૦૮,૨૬૪. પ્રાપ્ત કળા થાય ૨,૦૪,૧૩૨, શેષ કલાંશ - 99,૮૨૬. પ્રાપ્ત કળાને ૧થી ભાગ દેતાં ૧૦,૩૪૩|“I૧૯ થાય. હવે આ વૈતાદ્ય કેવો વિશિષ્ટ છે, તે કહે છે – રચક એટલે ગળાનું એક આભરણ, તે સંસ્થાનથી સંસ્થિત, સર્વથા જતમય છે. બંને પડખે બે પદાવપેદિકા, બે વનખંડ વડે ચોતરફથી પરિવૃત છે. અહીં બે પાવરવેદિકા તેને પૂર્વ-પશ્ચિમ જગતીથી રુદ્ધ થવાથી નિરવકાશવથી એકીભવન અસંભવ છે. • X - X - હવે તેમાં રહેલ બે ગુફાની પ્રરૂપણા કહે છે – વૈતાઢ્ય પર્વતની પૂર્વપશ્ચિમથી, અહીં પૂર્વ દિશા માટે પુરઝમ શબ્દને પૂર્વે નિપાત છતાં પશ્ચિમમાં પૂર્વની વ્યાખ્યા કરવી. ગ્રન્યાંતરમાં પશ્ચિમમાં તમિત્ર ગુફા અને પૂર્વમાં ખંડપ્રપાતગુફા નામ છે. ઉત્તર-દક્ષિણ લાંબી, આટલો જ વૈતાદ્યનો વિકુંભ, તે જ આની લંબાઈ છે. પૂર્વપશ્ચિમ વિસ્તીર્ણ, તે આધ અર્થશી વ્યક્ત છે. • X - X - વજમય કપાટ વડે આચ્છાદિત છે. આ બંને દ્વાર, ચકવર્તીના કાળને વજીને દક્ષિણ અને ઉત્તપાશ્વમાં પ્રત્યેક સદા સંમીલિત વજમય કપાટ યુગલ છે. તેથી જ સમસ્થિત છે. બે રૂપ છે, નિશ્ચિદ્ર છે, તેથી દુપ્રવેશ છે. નિત્ય અંધકારવાળી છે. - X - વિશેષણ દ્વારા અત્ર અર્થે હેતુ કહે છે – ગ્રહ, ચંદ્રાદિની જયોતિ ચાલી ગયેલ છે, એવો માર્ગ જેમાં છે તે. અથવા ચાલી ગઈ છે. ગ્રહાદીની પ્રભા જેમાંથી તે વાવ પ્રતિરૂપ છે. -x-x- ઉક્ત ગુફા નામથી દશવિ છે - તમિસાગુફા અને ખંડ પ્રપાતાગુફા. વૈવ શબ્દ બંનેની તુચકાતા બતાવે છે. તેના વડે આ બંને સમસ્વરૂપમાં જાણવી. આ બધી વિજયદેવ સમાન આલાવામાં પ્રાયઃ વ્યાખ્યા કરી છે. વિશેષ એ કે - તમિ સાધિપતિ કૃતમાલક, ખંડuપાતાધિપતિ નૃતમાલક છે. - હવે અહીં શ્રેણિ પ્રરૂપણા માટે કહે છે - તે વૈતાઢ્યના ઉભય પાવર્તી ભૂમિગત વનખંડનો બહસમ મણીય ભૂમિભાગથી ઉdવૈતાઢ્યગિરિના બંને પડખે દશ યોજન થઈને અહીં બે વિધાધરને આશ્રયભૂત શ્રેણી કહે છે - એક દક્ષિણમાં, એક ઉત્તરમાં છે. • x - ઉભય વિકંભથી દશ-દશ યોજન, તેથી પહેલી મેખલામાં વૈતાઢય વિલંભ ૩૦-યોજન છે. પર્વત સમિપ આયામથી છે. વૈતાદ્યવતુ આ પણ પૂર્વ-પશ્ચિમ સમદ્રને સ્પર્શે છે. તથા પ્રત્યેક બંને પડખે બે પાવર વેદિકા વડે અને બે વનખંડ વડે પરિવૃત છે. એ પ્રમાણે એકૈક શ્રેણીમાં બે પાવર વેદિકા અને બે વનખંડ છે, તેથી બંને શ્રેણીની ચાર પાવર વેદિકા અને ચાર વનખંડ જાણવા. - X - ૪ - હવે તે શ્રેણીનું સ્વરૂપ પૂછે છે – વિધાધર આદિ અર્થ કહેલો છે. વિશેષ એ કે વિવિધ મણી-પંચવર્ણમણી વડે આ પાઠ ઘણી પ્રતોમાં દેખાતો નથી, પણ રાજuMીયની વૃત્તિમાં દેખાય છે અને સંગત હોવાથી, અહીં તે પાઠ લખેલો છે, તેમ જાણવું. હવે ઉભય શ્રેણીના નગરોની સંખ્યા કહે છે - દક્ષિણ વિધાધરશ્રેણીમાં ગગનવલભાદિ-૫૦-વિધાધર નગરાવાસ કહ્યા છે. -x• તેનગરાવાસો રાજધાનીરૂપ જાણવા. * * * * * ઉત્તર વિધાધર શ્રેણીમાં રથનુપુર ચક્રવાલ આદિ-૬૦-વિધાધર નગરાવાસો કહેલાં છે. કેમકે દક્ષિણ શ્રેણીથી આ શ્રેણી અધિક દીર્ધપણે છે. ઋષભ ચાિમાં દક્ષિણ શ્રેણીમાં રથ-નુપૂર ચક્રવાલ, ઉત્તર શ્રેણીમાં ગગનવલ્લભ કહેલ છે, તવ સાતિશય શ્રતધર જાણે. - x - બંને શ્રેણી મળીને ૧૧૦ વિધાધર નગરાવાસ છે, તેમ મેં અને અન્ય તીર્થંકરે કહેલ છે. આ ૧૧૦ નગરોના નામો હેમાચાર્યકૃત ઋષભ રાત્રિથી જાણવા. તે વિધાધર નગરો ભવનાદિ વડે વૃદ્ધિને પામેલ, નિર્ભયત્વથી સ્થિર, ધનધાન્યાદિથી સમૃદ્ધ છે. પ્રમોદ વસ્તુના સભાવથી-પ્રમુદિત, નન - નગરીમાં રહેતા લોકો, નાનપ૬ - જનપદમાં થયેલ કે તેમાં આવેલ. ચાવતું શબ્દથી બધું ચંપાનગરીનું વર્ણન પહેલા ઉપાંગથી જાણવું. તે પ્રતિરૂપ સુધી જામવું. વિધાધર નગરોમાં વિધાધર રાજા વસે છે. • x - તે કેવા છે ? મહાહિમવાનુહૈમવત ફોગના ઉત્તરે સીમાકારી વર્ષધર પર્વત, મલય-પર્વત વિશેષ, મંદર-મેરુ, માહેન્દ્રપર્વત વિશેષ. તેની જેમ પ્રધાન. રાજાનું વર્ણન પહેલાં ઉપાંગથી જાણવું. હવે અહીં જ વર્તતી આભિયોગશ્રેણીને નિરૂપે છે - તે વિધાધર શ્રેમીના બહુસમ રમણીય ભૂમિ ભાગથી વૈતાઢ્ય પર્વતના બંને પડખે દશ યોજન ઉદર્વ જઈને અહીં બે આભિયોગ્ય - અભિ મુક્યતાથી પ્રેણકર્મમાં પ્રયોજાય છે તે. • શકના લોકપાલના પ્રેય કર્મકારી વ્યંતર વિશેષ, તેના આવાસ ભૂત શ્રેણી. બંને જાતિ અપેક્ષાથી પાવર વેદિકા વનખંડનું વર્ણક કહેવું. પર્વત સમિક ચારે પણ પાવરવેદિકા દીધતાવી છે. અહીં તેના સંબંધી વનખંડો પણ પર્વત સમાન આયામથી છે. પૂર્વે નીચેના જગતી પાવરપેદિકા સમભૂ ભાગ મણિ-તૃણ વણદિ અને યંતર દેવ-દેવી ક્રીડાદિ, જે ગમ વડે વર્ણવ્યા તે જ ગમ છે, તેથી ફરી વ્યાખ્યા કરી નથી. તે આભિયોગ્ય શ્રેણિમાં શકના - આસન વિશેષન અધિષ્ઠાતા શક, તેના દક્ષિણાદ્ધ લોકાધિપતિ, દેવો મળે પરમ ઐશ્વર્યયુક્ત તે દેવેન્દ્ર, દેવોમાં કાંતિ આદિ ગણોથી અધિક રાજમાન-શોભતા તે દેવરાજાના સોમ-પૂર્વ દિશામાલ, ચમ-દક્ષિણા દિકપાલ, વરુણ-પશ્ચિમ દિકપાલ, વૈશ્રમણ - ઉત્તર દિક્ષાલ, તેની નિકાય. - X • શક સંબંધી સોમાદિ દિક્વાલ પરિવારભૂત. આભિયોગ્ય દેવોના ઘણાં ભવનો કહેલ છે. તે ભવનો બહારથી વૃતાકાર, અંદરથી સમચતુરસ છે. અહીં ભવનોનું વર્ણન કહેવું. • x • તે પ્રજ્ઞાપનાના સ્થાન
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy