________________
૧/૪
પદ્મો પાવરવેદિકા શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્ત છે. વ્યુત્પત્તિ આ પ્રમાણે છે - પદ્મા વડે પ્રધાન વેદિકા તે પાવરવેદિકા. હવે બીજું નિમિત્ત શું? તે કહે છે –
પદ્મવસ્વેદિકા એ શાશ્વત નામ કહેલ છે – તેનો અભિપ્રાય આ છે - પ્રસ્તુત પુદ્ગલ પ્રચય વિશેષમાં પાવરવેદિકા એ શબ્દની નિરુક્તિ નિરપેક્ષ અનાદિકાલીન રૂઢિ છે.
૩૯
પાવર વેદિકા શાશ્વતી છે કે અશાશ્વતી ? અર્થાત્ તે નિત્ય છે કે અનિત્ય? ભગવંતે કહ્યું – ગૌતમ ! કદાચ શાશ્વતી છે, કદાચ અશાશ્વતી અર્થાત્ કથંચિત્ નિત્ય-કથંચિત્ અનિત્ય.
આ જ વાત સવિશેષ જિજ્ઞાસુ પૂછે છે - ૪ - કયા કારણે ભદંત! એમ કહેવાય છે કે – કથંચિત્ શાશ્વતી-કથંચિત્ અશાશ્વતી ? ભગવંતે કહ્યું – ગૌતમ ! દ્રવ્યાર્થતાથી શાશ્વતી, દ્રવ્ય-તે તે પર્યાય વિશેષમાં જાય છે, એમ વ્યુત્પત્તિ છે. દ્રવ્ય જ અર્થ - તાત્ત્વિક પદાર્થ પ્રતિજ્ઞામાં જેના પર્યાયો નહીં, તે દ્રવ્યાર્ય-દ્રવ્ય માત્ર અસ્તિત્વ પ્રતિપાદક નય વિશેષ, તેનો ભાવ તે દ્રવ્યાર્થતા. તે નયથી શાશ્વતી. કેમકે દ્રવ્યાર્થિકનય મત પર્યાલોચનમાં ઉક્તરૂપ પદ્મવર્વેદિકાના આકારનો સદ્ભાવ છે. તથા વર્ણ પર્યાયથી કૃષ્ણાદિ, ગંધપર્યાયથી સુગંધાદિ, રસયિશી-તિક્તાદિ, સ્પર્શ પર્યાયથી - કઠિનત્વાદિ વડે અશાશ્વતી-અનિત્ય. તેના વર્ણાદિ પ્રતિક્ષણ કે કેટલાંક કાળાન્તરે અન્યથા-અન્યથા થાય છે. આ પણ ભિન્નાધિકરણ નિત્યત્વ-અનિત્યત્વ નથી. - ૪ - ૪ - ૪ - ૪ - ૪ - તેથી એમ કહ્યું.
અહીં દ્રવ્યાસ્તિક નયવાદી સ્વમત પ્રતિષ્ઠાપનાર્થે એમ કહે છે – ઉત્પાદ અત્યંત અસત્ નથી, સત નથી, ભાવો પણ અસત્ કે સત્ વિધમાન નથી. જે પ્રતિવસ્તુનો ઉત્પાદ-વિનાશ દેખાય છે, તે આવિર્ભાવ કે તિરોભાવ માત્ર છે. જેમ સર્પનુ ફેણ ફેલાવવું-સંકોચવું તેથી બધું વસ્તુ નિત્ય છે.
એ પ્રમાણે તેના મતની વિચારણામાં સંશય થાય કે – શું ઘટ આદિ માફક દ્રવ્યાર્થપણે શાશ્વતી કે સર્વકાળ એવા સ્વરૂપે છે? તેથી સંશય નિવારવા ભગવંતને ફરી પૂછે છે – હે ભગવન્! પરમ કલ્યાણ યોગી! પાવરવેદિકા કેટલા કાળથી છે? કેટલો કાળ રહેશે? ભગવંતે કહ્યું – કદાપી ન હતી, તેમ નથી. અર્થાત્ હંમેશાં હતી જ. કેમકે અનાદિ છે. કદિ નહીં હોય તેમ નહીં અર્થાત્ સર્વદા વર્તમાન છે, કેમકે સર્વદા હોય છે. કદિ નહીં હશે, તેમ પણ નથી, પણ સર્વધા રહેશે કેમકે અપર્યવસિત છે. એ રીતે ત્રણ કાળમાં ‘નાસ્તિત્વ’નો પ્રતિષેધ કરી, હવે અસ્તિત્વનું પ્રતિપાદન કરે છે.
હતી-છે અને રહેશે. એ પ્રમાણે ત્રિકાળ અવસ્થાયી છે. મેરુ આદિવત્ ધ્રુવ છે, વત્વથી સદા સ્વસ્વરૂપથી નિયત છે. નિયતપણાથી જ શાશ્વતી છે - સતત ગંગા સિંધુ પ્રવાહ પ્રવૃત્ત છતાં પદ્મદ્રહ સમાન અનેક પુદ્ગલના વિઘટનમાં પણ તેટલાં માત્ર પુદ્ગલના ઉચ્ચટનના સંભવથી અક્ષય - જેનો ક્ષય થતો નથી - થોક્ત સ્વરૂપ
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
આકાર પરિભ્રંશ જેનો છે તેવી. અક્ષયત્વથી અવ્યય, સ્વ-રૂપ ચલનનો થોડો પણ સંભવ નથી. અવ્યયત્વથી જ સ્વ પ્રમાણમાં અવસ્થિત, માનુષોત્તર પર્વત પછીના સમુદ્રવત્ છે. એમ સ્વસ્વ પ્રમાણમાં સદા અવસ્થાનપણે વિચારતા નિત્ય છે.
હવે જગતી ઉપર પાવરવેદિકાથી આગળ શું છે ?
४०
• સૂત્ર-૫ ઃ
--
તે જગતીની ઉપર અને પાવરવેદિકા બહાર એક વિશાળ વનખંડ કહેલ છે. તે દેશોન બે યોજન વિખંભથી, જગતી સમાન પરિધિથી છે, વનખંડ વર્ણન જાણી લેવું.
• વિવેચન-૫ :
જગતીની ઉપર, પડાવરવેદિકાની બહાર, આગળ જે પ્રદેશ છે ત્યાં, એક મહાત્ વનખંડ કહેલ છે, અનેક જાતીય ઉત્તમ અને પૃથ્વીમાંથી ઉગેલ સમૂહનો વનખંડ છે. - x - તે વનખંડ દેશોન કંઈક ન્યૂન બે યોજન વિસ્તારથી છે. દેશ અહીં ૨૫૦ ધનુષુ જાણવો તે આ રીતે – ચાર યોજન વિસ્તૃત જગતીનાશિરે બહુ મધ્યભાગે ૫૦૦ ધનુષુ વ્યાસવાળી પદ્મવર્વેદિકા છે, તેના બાહ્ય ભાગમાં એક વનખંડ, બીજું અંતર્ભાગમાં છે. હવે જગતી મસ્તક વિસ્તાર વેદિકા વિસ્તાર-૫૦૦ ધનુનો અડધો કરવો. તેથી યચોક્ત માન આવે તથા જગતી સમ એટલે જગતીતુલ્ય પરિક્ષેપથી છે.
વનખંડ વર્ણક - બધું જ અહીં પહેલા ઉપાંગથી જાણવું, તે આ છે – કૃષ્ણકૃષ્ણાવભારા, નીલ-નીલાવભાસ, હરિત-હતિાવભાસ, શીત-શીતાવભાસ, સ્નિગ્ધસ્નિગ્ધાવભાસ, તિવ્ર-તિવ્રાવભાસ, એ રીતે જ કૃષ્ણ-કૃષ્ણછાય ચાવત્ તિવ્ર-તિવ્રછાય, ધનકડિતછાયા, રમ્ય, મહામેઘ નિકુટુંબ ભૂત....
...તે વૃક્ષો મૂલવાળા, સ્કંધવાળા, ત્વચાવાળા, શાખાવાળા, પ્રવાલવાળા, પત્રવાળા, પુષ્પવાળા, ફળવાળા, બીજવાળા, આનુપૂર્વી સુજાત રુચિર વૃત્ત ભાવ પરિણત, એક સ્કંધવાળા, અનેક શાખા-પ્રશાખા વિડિમા, ઈત્યાદિ તથા અછિદ્રપત્ર, અવિરલ પત્ર, અવાદીણપત્ર, અણઇતિપત્ર ઈત્યાદિ - X + X -
નિત્ય કુસુમિત, નિત્ય મુકુલિત, નિત્ય લવક્તિ, નિત્ય સ્તબતિ, નિત્ય ગુલચિત, નિત્ય ગુચ્છિત, નિત્ય યમલિત, નિત્ય યુગલિત, નિત્ય વિનમિત, નિત્ય પ્રણમિત, નિત્ય કુસુમિત મુકુલિતાદિ, સુવિભક્ત પ્રતિમંજરીવતંસકધર.
શુક, બરહિણ, મદનશલાકા, કોલિક, ઉગ, શૃંગારક, કોંડલક, જીવંજીવક, નંદીમુખ, કપિલ, પિંગલાક્ષ, કારંડ, ચક્રવાલ, હંસ, સારસ અનેક શુકનગણ વિરચિત શબ્દોન્નતિક મધુર, સુરમ્ય, સંપિંડિત દૈપ્ત ભ્રમર મધુકર ઈત્યાદિથી ગુંજતો દેશભાગ, અત્યંતર પુષ્પફળ, બાહ્ય પત્રછન્ન પુષ્ક અને ફૂલ વડે ઈત્યાદિ - ૪ - ૪ - ૪ - પ્રાસાદીય ચાવત્ પ્રતિરૂપ.
ઉક્ત સૂત્રની વ્યાખ્યા – આ પ્રાયઃ મધ્યમ વયમાં વર્તમાન પત્રો કૃષ્ણ હોય