________________
૧/૨એ૧ થી ૯૩
પ્રકારની નિશ્ચિત આ અનંતરોક્ત ઉપાયથી જે-જે પૂર્ણિમાને જે-જે દેશમાં પરિસમાપ્ત કરે છે, તેને પૂર્ણિમાના તે-તે અનંતર-અનંતર પૂર્ણિમાને તે-તે પાછળ-પાછળની, પૂર્ણિમા-પરિસમાપ્તિ નિબંધન સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને આગળ તેમાં રહેલા ૯૪ ભાગ ગ્રહણ કરીને તેને દેશમાં રહીને સુઈને પરિસમાપ્ત કરે છે. તે એ પ્રમાણે પરિસમાપ્ત કરતાં ત્યાં સુધી કહેવું જ્યાં સુધી ફરી પણ છેલ્લી-બાસઠમી પૂર્ણિમા તે દેશમાં પરિસમાપ્ત કરે છે, જે દેશમાં પાછળના યુગ સંબંધી છેલ્લી-૬૨-મી પૂર્ણિમા પરિસમાપ્ત થાય.
ઉક્ત કથન ગણિતના ક્રમને વશ થઈ જાણવું. તેથી કહે છે - પાછળના યુગની છેલ્લી-૬૨મી પૂર્ણિમા પરિસમાપ્તિ તિબંધન સ્થાનથી આગળ મંડલના ૧૨૪ વડે ભાગ કરીને ચોરાણું-ચોરાણું ભાગ અતિક્રમીને તે-તે પૂર્ણિમાની પરિસમાપ્તિ છે. તેથી ૯૪ને ૬૨-વડે ગુણીએ. તેથી આવશે-૫૮૨૮. તેને ૧૨૪ ભાગથી ભાગાકાર કરતાં, પ્રાપ્ત થશે-૪૭ સકલ મંડલ પરાવર્તના. પણ તેના વડે પ્રયોજન નથી. કેવળ સશિના નિર્લેપ થવાથી આવેલ જે દેશમાં રહીને પાછળના યુગ સંબંધી છેલ્લી બાસઠમી પૂર્ણિમા પરિસમાપક તે જ દેશમાં વિવક્ષિત યુગની છેલ્લી-બાસઠમી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે.
હવે છેલ્લી-બાસઠમી પૂર્ણિમા પરિસમાપ્તિ તિબંધન દેશ વિશે પૂછે છે - x • તે સુગમ છે.
ભગવંતે કહ્યું - x - જંબૂદ્વીપ હીપની પૂર્વ-પશ્ચિમ લાંબી, અહીં પણ ‘પ્રાચીન' શબ્દના ગ્રહણથી ‘ઉત્તર-પૂર્વ’ દિશા ગ્રહણ કરવી. ‘અપાચીન’ શબ્દના ગ્રહણથી ‘દક્ષિણ-પશ્ચિમ’ લેવી.
તેનો અર્થ આ પ્રમાણે છે – ઉત્તરપૂર્વથી દક્ષિણ પશ્ચિમ લાંબી, એ પ્રમાણે ઉત્તરદક્ષિણ લાંબી અતિ પશ્ચિમઉત્તરથી દક્ષિણપૂર્વ લાંબી જીવા-પ્રત્યંચા વડે મંડલને ૧૨૪ વડે છેદીને ફરી પણ ચાર વડે ભાંગીને પૂર્વ દિશાવર્ત ચતુભગ મંડલમાં ૩૧ભાગ પ્રમાણમાં ૨૩-ભાગને ગ્રહણ ન કરીને અઠ્ઠાવીસમાં ભાગને ૨૦ વડે છેદીને તેમાં રહેલ ૧૮-ભાગ ગ્રહણ ન કરીને બાકીના ત્રણ ભાગ વડે ચોથા ભાગની બે કળા વડે વીસમું, તેના વડે અને દક્ષિણ દિશા સંબંધી ચતુભગ મંડલ ન પામીને તે પ્રદેશમાં તે સૂર્ય છેલ્લી-બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે.
એ પ્રમાણે સૂર્ય અને ચંદ્ર પૂર્ણિમા પરિસમાપ્તિ દેશ કહ્યો. હવે તે બંને અમાવાસ્ય પરિસમાપ્તિ દેશને પ્રતિપાદિત કરવા માટે પહેલાં ચંદ્ર વિષયક પ્રશ્ન સૂત્ર કહે છે –
તે યુગમાં આ અનંતરોકત પાંચ સંવત્સરો મધ્યે પહેલી અમાવાસ્યામાં ચંદ્ર કયા દેશમાં રહીને પરિસમાપ્ત કરે છે ?
ભગવંત કહે છે - તે જે દેશમાં રહીને ચંદ્ર છેલ્લી-બાસઠમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. પછી અમાવાસ્યા સ્થાનથી અર્થાતુ અમાવાસ્ય પરિસમાપ્તિ સ્થાનથી
૫૪
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ આગળ મંડલને ૧૨૪ વડે છેદીને તદ્ગત રૂ-ભાગોને ગ્રહણ કરીને, આ પ્રદેશમાં ચંદ્ર પહેલી અમાસને પરિસમાપ્ત કરે છે.
એ પ્રમાણે ઉક્ત પ્રકારથી જે આલાવા વડે ચંદ્રની પૂર્ણિમા કહી, તે જ આલાવાથી અમાવાસ્યા પણ કહેવી. તે આ રીતે- બીજી, ત્રીજી અને બારમી. તે આ પ્રમાણે - આ પાંચ સંવત્સરોમાં બીજી અમાવાસ્યાને ચંદ્ર કયા દેશમાં પૂર્ણ કરે છે ?
જે દેશમાં ચંદ્ર પહેલી અમાવાસ્યાને પૂર્ણ કરે છે, તે અમાવાસ્ય સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને બે-બગીશ ભાગ ગ્રહણ કરીને અહીં ચંદ્ર બીજી અમાસને પૂર્ણ કરે.
આ પાંચ સંવત્સરની બીજી અમાવાસ્યાને ચંદ્ર કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં ચંદ્ર બીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, તે અમાવાસ્યસ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને બે-બગીશ ભાણ ગ્રહણ કરીને, અહીં તે ચંદ્ર ત્રીજી અમાસને પૂર્ણ કરે છે.
આ પાંચ સંવત્સરમાં બારમી અમાસને ચંદ્ર કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં ચંદ્ર ત્રીજી અમાસને પરિસમાપ્ત કરે છે, તે અમાવાસ્યા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૨૨૮ ભાગને ગ્રહણ કરીને, અહીં ચંદ્ર બારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે.
હવે બાકીની અમાવાસ્યાનો અતિદેશ કહે છે - x • તેની વ્યાખ્યા પૂર્વવત્ કરવી.
હવે છેલ્લી-બાસઠમી અમાવાસ્યા પરિસમાપ્તિ નિબંધન દેશને પૂછે છે - x • તે સુગમ છે.
ભગવંત કહે છે - તેમાં જે દેશમાં રહીને ચંદ્ર બાસઠમી છેલ્લી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે, તે પૂર્ણિમા પરિસમાપ્તિ સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને, પૂર્વના ૧૬- ભાગોને છોડીને છેલ્લી-૬૨મી અમાવાસ્યા અને છેલ્લી બાસઠમી પૂર્ણિમા પશ્ચાતું પક્ષથી અને વિવક્ષિત પ્રદેશથી ચંદ્ર ૧૬/૧૨૪ ભાગથી આગળ પ્રરૂપણા કરે છે. માસ વડે બગીશ ભાગથી આગળ વર્તમાનના પ્રાપ્ત થવાથી કહ્યું. પછી સોળ ભાગોને પૂર્વ છોડીને કહેલ, આ પ્રદેશમાં રહીને ચંદ્ર છેલ્લી-બાસઠમી અમાવાસ્યાને પરિસમાપ્ત કહે છે.
હવે સૂર્યના અમાવાસ્યા પરિસમાપ્તિ નિબંધન દેશને પૂછવાની ઈચ્છાથી કહે છે • x - આની પૂર્વવત વ્યાખ્યા કરવી.
એ પ્રમાણે ઉકત પ્રકારે જે આલાવાથી સૂર્યની પૂર્ણિમા કહી, તે જ આલાવાથી અમાવાસ્યા પણ કહેવી. તે આ પ્રમાણે - બીજી, ત્રીજી અને બારમી. તે આ પ્રમાણે
આ પાંચ સંવત્સરોમાં બીજી અમાવાસ્યાને સૂર્ય કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં સર્વ પહેલી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે, તે અમાવાસ્યાસ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૯૪ ભાગને ગ્રહણ કરીને, અહીં સૂર્ય બીજી અમાવાસ્યાને