________________
૧૦/૨/૪૩
જાણવું. શા માટે ? તે કહે છે – આ અભિજિત નક્ષત્ર ૬૭ ખંડ કરાયેલ અહોરાત્રના ૨૧ ભાગોનું પણ મુહૂર્તગત ભાગ કરવાને માટે ૩૦ વડે ગુણીએ. તો ૬૩૦ સંખ્યા થાય છે. આટલા કાળને આશ્રીને સીમા વિસ્તાર અભિજિત નક્ષત્રનો બીજે પણ કહેલ છે - ૪ - તેમાં ૬૭ ભાગ કરાતા પ્રાપ્ત થશે - ૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૭/૬૭ ભાગ. - ૪ -
તે ૨૮-નક્ષત્રો મધ્યે જે નક્ષત્રો ૧૫-મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગને પામે છે, તે છ છે - શતભિષક્ ઈત્યાદિ. તેથી કહે છે – આ છ એ નક્ષત્રોના પ્રત્યેકના ૬૭ ખંડ કરેલ અહોરાત્રના હોવાથી સાદ્ધ 33 ભાગ સુધી ચંદ્ર સાથે યોગ થાય છે. તેથી મુહૂર્તુગત ૬૭ ભાગ કરવાને ૩૩ વડે ગુણીએ, તો ૯૯૦ની સંખ્યા થશે. જો કે સાદ્ધને પણ ૩૦ વડે ગુણવાથી અને દ્વિક વડે ભાંગતા પ્રાપ્ત થશે - ૧૫ મુહૂર્તના ૬૭ ભાગો, તે પૂર્વ રાશિમાં ઉમેરીએ, તો ૧૦૦૫ થશે. આ પ્રત્યેકને કાળને આશ્રીને સીમા વિસ્તાર મુહૂર્તગત ૬૭ ભાગેના ૧૦૦૫ થશે કહ્યું પણ છે કે શતભિષા, ભરણી, આર્દ્રા, આશ્લેષા, સ્વાતી, જ્યેષ્ઠા ૧૦૦૫ ભાગ સીમા વિખુંભ છે. આ ૧૦૦૫ના ૬૭ ભાગ કરતાં પ્રાપ્ત થશે ૧૫ મુહૂર્તો છે કહ્યું છે કે – શતભીષજ આદિ છ નક્ષત્રો ૧૫-મુહૂર્ત સંયોગ છે.
૧૩૭
તથા તે ૨૮ નક્ષત્રોમાં જે નક્ષત્રો ૩૦ મુહૂર્ત સુધી ચંદ્રની સાથે યોગ કરે છે, તે ૧૫ છે. જેમકે - શ્રવણ ઈત્યાદિ. આનો કાળને આશ્રીને પ્રત્યેકનો સીમા વિષ્ફભ
મુહૂર્તગત ૬૭ ભાગોના ૨૦૧૦, પછી તે ૬૭ ભાગ વડે ભંગાતા પ્રાપ્ત થશે ૩૦ મુહૂર્ત. તથા જે નક્ષત્રો ૪૫-મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે, તે છ છે. તે આ રીતે - ઉત્તરાભાદ્રપદ આદિ, તેમનો જ પ્રત્યેક કાળને આશ્રીને સીમાવિષ્ફભ મુહૂર્તગત ૬૭ ભાગોના ૩૦૧૫, પછી તેમને ૬૩ ભાગ વડે ભંગાતા પ્રાપ્ત થશે - ૪૫ જ મુહૂર્તો કહ્યું છે કે ત્રણ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા, આ છ નક્ષત્રો ૪૫-મુહૂર્ત સંયોગવાલા છે. - ૪ -
એ પ્રમાણે નક્ષત્રોનો ચંદ્ર સાથે યોગ કહ્યો. હવે સૂર્યની સાથે તેને કહેવા માટે કહે છે –
• સૂત્ર-૪૪ :
આ ૨૮-નક્ષત્રોમાં એવા પણ નક્ષત્રો છે, જે ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત સૂર્યની સાથે યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે, જે છ અહોરાત્ર અને ૨૧મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે. એવા પણ નો છે, જે ૧૩ અહોરાત્ર અને ૧૨-મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે, જે ૨૦ અહોરાત્ર અને ત્રણ મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે. આ ૨૮ નક્ષત્રોમાં કેટલાં નક્ષત્રો છે, જે ચાર અહોરાત્ર અને છ મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે ? - X - યાવત્ - ૪ - કેટલા નક્ષત્રો છે, જે ૨૦ અહોરાત્રમાં સૂર્ય સાથે યોગ કરે છે ?
આ ૨૮ નક્ષત્રોમાં જે નક્ષત્રો ચાર અહોરાત્ર અને છ મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે તે અભિજિત છે. તેમાં જે નક્ષત્રો છ અહોરાત્ર અને ૨૧-મુહૂર્તમાં
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
સૂર્ય સાથે યોગ કરે છે તે છ કહ્યા છે – શતભિષજ, ભરણી, આર્દ્રા, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. તેમાં જે નક્ષત્રો ૧૩ અહોરાત્ર અને ૧૨-મુહૂર્તમાં સૂર્યની સાથે યોગ કરે છે, તે ૧૫ છે. તે આ શ્રવણ, ધનિષ્ઠા, પૂવભિાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશીષ, પુષ્ય, મઘા, પૂર્વાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂળ, પૂર્વાષાઢા. તેમાં જે નક્ષત્રો ૨૦-અહોરાત્ર અને ત્રણ મુહૂર્તથી સૂર્ય સાથે યોગ કરે છે, તેવા છ છે – ઉત્તરાભાદ્રપદ, રોહિણી, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગુની, વિશાખા અને ઉત્તરાષાઢા.
૧૩૮
• વિવેચન-૪૪ :
આ અનંતરોક્ત ૨૮-નક્ષત્રોમાં એવા નક્ષત્રો છે, જે ચાર અહોરાત્ર - છ મુહૂ યાવત્ સૂર્ય સાથે યોગ કરે છે. તથા એવા પણ છે, જે છ અહોરાત્ર અને ૨૧ મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ યોજે છે, તેવા પણ નક્ષત્રો છે, જે ૧૩-અહોરાત્ર અને ૧૨-મુહૂર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે. એવા નક્ષત્રો છે જે ૨૦ અહોરાત્ર અને ત્રણ મુહૂર્તો સુધી સૂર્યની સાથે યોગ કરે છે. એ પ્રમાણે ભગવંતે સામાન્યથી કહેતા વિશેષ બોધ નિમિત્તે ફરી ગૌતમસ્વામી પૂછે છે ભગવંત તેનો ઉત્તર આપે છે આ ૨૮ નક્ષત્રો મધ્યે જે નક્ષત્ર ચાર અહોરાત્ર
-
પ્રશ્નસૂત્ર સુગમ છે.
-
-
અને છ મુહૂર્તોમાં સૂર્ય સાથે યોગ જોડે છે, તે એક જ અભિજિત નક્ષત્ર જાણવું. તેથી કહે છે. સૂર્ય યોગ વિષયક પૂર્વાચાર્ય પ્રદર્શિત આ પ્રકરણ છે – જે નક્ષત્ર જેટલા અહોરાત્રના સંબંધી ૬૭ ભાગોને ચંદ્ર સાથે યોગમાં જાય છે, તે નક્ષત્ર અહોરાત્રના પાંચમા ભાગોથી ત્યાં સુધી સૂર્ય સાથે જાય છે. તેમાં અભિજિત ૨૧/૬૭ ભાગોને ચંદ્ર સાથે વર્તે છે. તેથી આ પંચભાગ અહોરાત્રના સૂર્ય સાથે વર્તાતો જાણવો. ૨૧ને પાંચ વડે ભાગ કરાતા ચાર અહોરાત્ર અને ૧/૫ ભાગ રહે છે. તેના મુહૂર્ત કરવા ૩૦ વડે ગુણે છે, તેથી ૩૦ સંખ્યાને પાંચ વડે ભાગ કરાતા છ મુહૂર્ત્ત થાય. - ૪ -
તે ૨૮-નક્ષત્રોની મધ્યે જેટલા નક્ષત્રો ૬ અહોરાત્ર અને ૨૧-મુહૂર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે. તે આ છે - શતભિષજ આદિ છ આ નક્ષત્રો પ્રત્યેક ચંદ્રની સાથે આર્દ્ર ૩૩ અને અહોરાત્રના ૬૩ ભાગ જાય છે. જેમકે અપાદ્ધ ક્ષેત્રત્વ છે. તેથી આ પાંચ ભાગ અહોરાત્રના સૂર્યની સાથે જતા જાણવા કેમકે પૂર્વોક્ત કારણનું પ્રામાણ્ય છે. ૩૩ને પાંચ ભાગ વડે ભાંગતા છ અહોરાત્ર થાય છે, પછી સાર્ધ ૩/૫ ભાગ રહે છે. તે સવર્ણનામાં સાત થાય છે. મુહૂર્ત લાવવા માટે ૩૦ વડે ગુણે છે, તેથી ૨૧૦ થાય છે. એ મુહૂર્તના અર્વંગતમાં, તેથી પરિપૂર્ણ મુહૂર્ત લાવવા માટે ૧૦ ભાગ વડે ભાંગતા ૨૧-મુહૂર્ત થાય છે. - ૪ - ૪ -
તે ૨૮-નક્ષત્રોની મધ્યે જે નક્ષત્રો ૧૩-અહોરાત્ર અને ૧૨-મુહૂર્તો સુધી સૂર્યની સાથે યોગ જોડે છે, તે ૧૫ છે - શ્રવણ ઈત્યાદિ. તેથી કહે છે – આ પરિપૂર્ણ ૬૭ ભાગ ચંદ્રની સાથે જાય છે. પછી સૂર્યની સાથે આ પાંચ ભાગ અહોરાત્રની ૬૭ સંખ્યા જાય. ૬૭ અને પાંચ ભાગ વડે પ્રાપ્ત ૧૩-અહોરાત્ર, બાકી બે ભાગ રહે છે. તે બંનેને