________________
૧ર૪
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
૮|-|૩૯
૧૨૩ જ્યારે જંબુદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ દિશામાં ઉત્કૃષ્ટ અઢાર મુહર્તનો દિવસ થાય છે, ત્યારે મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય. કારણ દક્ષિણોત્તર અર્ધગત પૂર્વોક્તને અનુસરવું. જ્યારે મેરુ પર્વતની પશ્ચિમમાં પણ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણથી જઘન્યા બાર મુહર્તા સત્રિ થાય. અહીં પણ કારણ પૂર્વ-પશ્ચિમાદ્ધ સમિગતા પૂર્વોક્તને અનુસરવું.
એમ ઉક્ત પ્રકારથી અનંતરોક્ત આલાવાથી વર્ચમાણ પણ જાણવું. તે વર્ચમાણ કહે છે - જ્યારે મેરુ પર્વતની દક્ષિણ અને ઉત્તરાર્ધમાં કે પૂર્વ-પશ્ચિમમાં ૧-મુહૂર્તથી આગળ કંઈક ન્યૂન અઢાર મુહૂર્ત પ્રમાણ દિવસ હોય ત્યારે પૂર્વ-પશ્ચિમ કે દક્ષિણ-ઉત્તર અદ્ધમાં સાતિરેક ૧૨-મુહૂર્તની રાત્રિ હોય છે. એમ બાકીના પદો પણ કહેવા. સૂરપાઠ • x • આ પ્રમાણે - જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાદ્ધમાં ૧૮-મુહdeત્તર દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂર્તાન્તર દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂર્વોત્તર દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂર્વોત્તર દિવસ થાય છે ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતના પૂર્વ-પશ્ચિમમાં સાતિરેક ૧૨-મુહુર્તની રાત્રિ થાય છે. જ્યારે જંબૂદ્વીપનતા મેરુ પર્વતના પૂર્વમાં ૧૮-મુહૂારનો દિવસ થાય છે, ત્યારે પશ્ચિમમાં ૧૮-મુહૂર્વોત્તરનો દિવસ થાય છે. • x • ત્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતના ઉત્તર-દક્ષિણમાં સાતિક બાર મુહૂર્તની રાત્રિ થાય છે. એમ ૧૭મુહૂર્ત દિવસાદિ પણ કહેવા.
- તેમાં જ્યારે જંબદ્વીપના દક્ષિણાદ્ધમાં વર્ષાકાળનો પ્રથમ સમય હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ વરસાદનો પ્રથમ સમય હોય છે. સમકાળ તૈયત્યથી દક્ષિણાદ્ધ અને ઉત્તરાર્ધમાં બંને સૂર્યોના ચાર ભાવથી આમ કહ્યું
જ્યારે ઉત્તરાર્ધમાં વપકિાળનો પ્રથમ સમય હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં અવ્યવધાન અટ્રેકૃત જે - તે અનંતર પુરસ્કૃત-અનંતર બીજું, તે કાળ સમયમાં, સમય સંકેતાદિથી પણ થાય છે, તેથી તેના વ્યવચ્છેદાર્થે કાળનું ગ્રહણ કર્યું. * * * તેમાં વાકાળનો પહેલો સમય થાય છે. શું કહે છે ? જે સમયમાં દક્ષિણાદ્ધ અને ઉત્તરાદ્ધના વષકાળનો પહેલો સમય થાય, તેનાથી આગળ અનંતર બીજા સમયમાં પૂર્વ-પશ્ચિમ વર્ષાકાળનો પહેલો સમય હોય છે, તેમાં
જ્યારે જંબદ્વીપમાં મેર પર્વતની પૂર્વ દિશામાં વપકિાળનો પહેલો સમય થાય છે, ત્યારે મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં વર્ષાકાળનો પહેલો સમય થાય છે. • X -
જ્યારે પશ્ચિમ દિશામાં વર્ષાકાળનો પહેલ્લો સમય હોય, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણથી અવ્યવધાન વડે પશ્ચાત કરાયેલ, તે કાળ સમયમાં વપકિાળનો પહેલો સમય પ્રતિપન્ન થાય છે. અહીં જે સમયમાં દક્ષિણાદ્ધ અને ઉતરાદ્ધમાં વર્ષાકાળનો પહેલો સમય થાય છે, ત્યારપછીના આગળના બીજા સમયમાં પૂર્વ-પશ્ચિમમાં વર્ષનો પહેલો સમય થાય છે. આટલા માત્ર ઉક્ત જે સમયમાં પૂર્વ
પશ્ચિમમાં વર્ષાકાળનો પહેલો સમય થાય છે, તેના અનંતર પશ્ચાતુ થનારા સમયમાં દક્ષિણ-ઉત્તરાદ્ધના વર્ષાકાળના પહેલા સમયમાં થાય તેમ જાણવું.
અહીં ક્રમ-ઉત્ક્રમ વડે અભિહિત અર્થ પ્રપંચિત-જ્ઞાન શિષ્યોને અતિ સુનિશ્ચિત થાય છે, તેથી તેમના અનુગ્રહને માટે કહેલ છે. માટે તેમાં કોઈ દોષ નથી.
જેમ સમય કહ્યો, તેમ આવલિકા, પ્રાણાપાન, સ્તોક, લવ, મુહd, અહોરમ, પક્ષ, માસ, કઠતુઓ કહેવા. એ રીતે સમયના આલાપકાદિ કરીને દશ આલાવા તેના થાય. તે સ્વયં વિચારવા. જેમકે - જ્યારે જંબદ્વીપદ્વીપમાં વર્ષમાં પહેલી આવલિકા થાય છે. ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષોમાં પહેલી આવલિકા થાય છે. • x • ત્યારે જંબૂવીપના મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમમાં અનંતરપુરસ્કૃત્ કાળ સમયમાં વર્ષોની પહેલી આવલિકા થાય છે. જ્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વમાં વર્ષની પહેલી આવલિકા થાય છે, ત્યારે પશ્ચિમમાં પણ પહેલી આવલિકા થાય છે. ત્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણમાં અનંતર પશ્ચાતકૃત કાળ સમયમાં વર્ષોની પહેલી આવલિકા થાય છે. ઈત્યાદિ - X - X -
જે રીતે વષકાળના આ અનંતરોદિત સમયાદિગત અહીં આલાવા કહ્યા, એ પ્રમાણે શીતકાળ, ઉણકાળના છે. પ્રત્યેક સમયાદિના દશ દશ લાવા ભણવા. અયનનો આલાવો સાક્ષાત્ કહે છે - તે સુગમ છે. જેમ અયનમાં આલાવા કહ્યા, તેમ સંવત્સર, યુગ-કહેવાનાર સ્વરૂપના ચંદ્રાદિ સંવાર પંચકાત્મક સો વર્ષ ચાવત્ પૂવગ, પૂર્વ, બુટિતાંગ, બુદિત, અડડાંગ, અડડ ઈત્યાદિથી શીર્ષ પ્રહેલિકાંગ સુધી કહેવું.
અહીં ૮૪ લાખ વર્ષનો એક પૂવગ, ૮૪ લાખ પૂવગ-એક પૂર્વ. પૂર્વ-પૂર્વની રાશિને ૮૪ લાખ વડે ગુણતાં ઉત્તર-ઉત્તર રાશિ થાય છે. યાવત્ ૮૪ લાખ શીર્ષ પ્રહેલિકાંગની એક શીર્ષ પ્રહેલિકા થાય. આટલો સશિ ગણિતનો વિષય છે. તેથી આગળ ગણનાતીત સંખ્યા છે. તે પલ્યોપમાદિ છે. આ બંનેનું સ્વરૂપ સંગ્રહણી ટીકામાં કહેલ છે, આલાવા સ્વયં કહી દેવા.
અવસર્પિણી - ઉત્સર્પિણીના આલાવા સાક્ષાત્ કહ્યાં છે. તેમાં જ્યારે જંબૂદ્વીપના મેર પર્વતના દક્ષિણાર્ધમાં અવસર્પિણી પરિપૂર્ણ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ અવસર્પિણી પૂરી થાય છે. * * * * ત્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં અવસર્પિણી-ઉત્સર્પિણી નથી. કેમકે તે અવસ્થિત છે. આ પ્રમાણે પૂર્વપશ્ચિમમાં કાળ મારા વડે અને બીજા તીર્થકરો વડે પણ કહેવાયેલ છે. તેમાં અવસર્પિણીઉત્સર્પિણીનો અભાવ છે. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી ઉસર્પિણી લાવો કહેવો. તે આ પ્રમાણે - જ્યારે જંબુદ્વીપના દક્ષિણાદ્ધમાં પહેલી ઉત્સર્પિણી થાય છે, ત્યારે ઉત્તરાદ્ધમાં પણ પહેલી ઉત્સર્પિણી થાય છે. જ્યારે ઉત્તરાદ્ધમાં પહેલી ઉત્સર્પિણી થાય છે, ત્યારે મેર પર્વતની પૂર્વ-પશ્ચિમમાં ઉત્સર્પિણી-અવસર્પિણી નથી, કેમકે અવસ્થિતકાળ કહેલ છે.