________________
૧/૨/૨૨,૨૩
સંસ્થિતિને સંકર્મે છે. આ પહેલાં છ માસનું પર્યવસાન છે. પછી બીજા છ માસના પહેલાં અહોરાત્રે બાહ્ય અનંતર સર્વ બાહ્ય મંડલની પૂર્વે ઉત્તરની અર્ધમંડલ સંસ્થિતિને સંક્રમે છે. ઈત્યાદિ બધું પૂર્વવત્ - ૪ - ૪ - બીજા છ માસનું પર્યવસાન થાય - x - તે અંગે પૂર્વવત્ પાઠ છે, તે વૃત્તિકારશ્રીએ નોંધેલ છે - ૪ - ૪ - ૪ - [અમે તે વૃત્તિનો અનુવાદ ફરી નોંધેલ નથી.) આ બીજા છ માસ છે.
૦ પ્રાકૃત-પ્રાકૃત-૨-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦
— —
— * — x — x — x — x —
તે પામૃત, પ્રાકૃત-પ્રાકૃત-૩
૩૯
એ પ્રમાણે બીજું પ્રામૃત-પ્રામૃત કહ્યું. હવે ત્રીજાને કહે છે, તેમાં અધિકાર ચીર્ણ પ્રતિચરણ છે. તેથી તેના વિષયના પ્રશ્ન સૂત્રને હવે કહે છે
—
- સૂત્ર-૨૪ ઃ
ફ્લો સૂર્ય, બીજા સૂર્ય દ્વાર ચીણ ક્ષેત્રનું પ્રતિચરણ કરે તેમ કહેલ છે ? તેમાં નિશ્ચે આ બે સૂર્યો કહ્યા છે. તે આ પ્રમાણે ભારતીય સૂર્ય અને ઐરવતીય સૂર્ય. તે બંને સૂર્યો પ્રત્યેક-પ્રત્યેક ત્રીશ-ત્રીશ મુહૂર્તોથી એક-એક અર્ધમંડલ સરે છે. સાઠ-સાઠ મુહૂર્વથી એક-એક મંડલ સંઘાત કરે છે. તે નિષ્ક્રમણ કરતા નિશ્ચે આ બે સૂર્યો પરસ્પરના ચીર્ણ ક્ષેત્રમાં સંચરણ કરતા નથી, પ્રવેશ કરતા નિશ્ચે આ બે સૂર્વે એકમેકના સિણ ક્ષેત્રમાં સંચરે છે.
તે ૧૨૪ [] તેમાં શો હેતુ છે ? આ જંબુદ્વીપમાં યાવત્ પરિક્ષેપથી છે. તેમાં તેમાં આ ભરતક્ષેત્ર સંબંધી સૂર્ય જંબૂદ્વીપ દ્વીપના પૂર્વ-પશ્ચિમ લાંબા, ઉત્તર-દક્ષિણ પહોળી જીવાના ૧૨૪ ભાગ કરીને દક્ષિણ-પૂર્વના મંડળમાં ચોથા ભાગમાં ૯૨ સંખ્યાવાળા મંડળમાં પોતાના જ ચીર્ણ ક્ષેત્રમાં સંચરે છે. ઉત્તર પશ્ચિમમાં મંડલના ચતુર્ભાગ મંડલમાં ૯૧માં સૂર્ય પોતાના ચીણ ક્ષેત્રમાં સંચરણ કરે છે. ત્યારે આ ભરતક્ષેત્રીય સૂર્ય ઐરવતના સૂર્યના જંબૂદ્વીપ દ્વીપની પૂર્વપશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ લાંબી જીવાને મંડલના ૧૨૪ ભાગ કરીને ઉત્તરપૂર્વમાં ચતુર્ભાગ મંડલમાં ૯૨ સૂર્ય યાવત્ બીજાના ચીર્ણ ક્ષેત્રમાં સંચરે છે. દક્ષિણપશ્ચિમમાં સતુભગિ મંડલમાં ૯૧ સૂર્ય યાવત્ બીજાના ચિત્રમાં સંચરે છે.
ત્યારે આ ઐરવતક્ષેત્રીય સૂર્ય જંબુદ્વીપના પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ લાંબી જીવાના મંડલના ૧૨૪ ભાગ કરીને ઉત્તરપૂર્વના રતુભગ મંડલમાં ૯૨ સૂર્યમય યાવત્ સૂર્ય પોતાના જ ચિર્ણ ક્ષેત્રમાં સંચરે છે. દક્ષિણ-પશ્ચિમમાં ચતુગિ મંડલમાં ૯૧ સૂર્યમય યાવત્ સૂર્ય પોતાના ચીક્ષેત્રમાં સંચરે છે.
તેમાં આ ઔરવત ક્ષેત્રીય સૂર્ય, ભરતક્ષેત્રીય સૂચના જંબૂદ્વીપની પૂર્વપશ્ચિમ અને ઉત્તરદક્ષિણ લાંબી જીવાને મંડલના ૧૨૪ ભાગથી છેદીને દક્ષિણપશ્ચિમના ચતુર્થાંગ મંડલમાં ૯૨ સૂર્યમય સૂર્ય બીજાના ચીણ ક્ષેત્રમાં સંચરે છે.
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
ઉત્તર-પૂર્વના ચતુભગિ મંડલમાં ૯૧-સૂર્યમય સૂર્ય બીજાના ચીણ ક્ષેત્રમાં સંચરે છે. તે નિષ્ક્રમણ કરતા આ બે સૂર્યો પરસ્પર એકબીજાના ચીણ ક્ષેત્રમાં સંચરે છે. પ્રવેશ કરતા આ બે સૂર્યો એકબીજાના ચીર્ણ ક્ષેત્રમાં સંચરે છે. આ
૧૨૪ છે. ગાથાઓ.
४०
• વિવેચન-૨૪ :
-
હે ભગવન્ ! શું સૂર્ય સ્વયં અથવા બીજાએ ચીર્ણક્ષેત્રમાં પ્રતિયરે છે, તેવું કહેલ છે ? એ પ્રમાણે ગૌતમસ્વામીએ કહેતા ભગવંત વર્ધમાનસ્વામી જણાવે છે આ જંબૂદ્વીપમાં પરસ્પર ચીક્ષેત્રના સંચરણની વિચારણામાં નિશ્ચિત યથાવસ્થિત વસ્તુતત્વને આશ્રીને આ બે સૂર્યો કહેલ છે. તે આ પ્રમાણે – ભારતીય સૂર્ય, ઐવતીય સૂર્ય. આ બંને સૂર્યો પ્રત્યેક ત્રીશ મુહૂર્ત વડે એક એક અર્ધમંડલમાં ચરતા ૬૦-૬૦ મુહૂર્તથી ફરી પ્રત્યેક એકૈક પરિપૂર્ણ મંડલને પૂરે છે.
તેમાં સૂર્યસત્ક એકૈક સંવત્સરમાં આ બંને પણ સૂર્યો સર્વાશ્ચંતર મંડળથી નીકળતા એકબીજાના ચીર્ણ ક્ષેત્રમાં સંચરતા નથી. એક પણ બીજાના ચીર્ણ ક્ષેત્રમાં પ્રતિચરતો નથી કે બીજો પહેલાના ક્ષેત્રમાં પ્રતિચરતો નથી. - X - સર્વ બાહ્ય મંડલથી અત્યંતરમાં પ્રવેશતા બંને પણ સૂર્ય પરસ્પરના ચીર્ણ ક્ષેત્રમાં સંચરે છે. તે આ પ્રમાણે - ૧૨૪, અર્થાત્ જેના ૧૨૪ સંખ્યા ભાગથી મંડલ પૂરાય છે, તે ૧૨૪માં બંને સૂર્યના સમુદાયની વિચારણામાં પરસ્પર ચીર્ણ-પ્રતિચીર્ણ પ્રતિમંડલ પ્રાપ્ત થાય છે, તેને સમજવા પ્રશ્ન સૂત્ર કહે છે –
આ પ્રકારની વસ્તુતત્ત્વ વ્યવસ્થાને સમજવામાં શો હેતુ છે ? શી ઉપપત્તિ છે ? તે માટે ભગવન્ કહે છે – તા અવળું ઈત્યાદિ. તે જંબુદ્વીપમાં આ ભરતક્ષેત્રમાં જે ચાર ચરવાનો શરૂ કરે છે, તે ભરતક્ષેત્રને પ્રકાશતો હોવાથી ભારત' કહેવાય છે. જે બીજો છે, તે જ સર્વ બાહ્ય મંડલના ઉત્તર અર્ધમંડલમાં ચાર ચરે છે, તે ઐરવત ક્ષેત્રને પ્રકાશતો હોવાથી “એરાવત” કહેવાય છે. તેમાં આ પ્રત્યક્ષ જણાતા જંબૂદ્વીપના સંબંધી ભારતનો સૂર્ય જે મંડલમાં ભ્રમણ કરે છે, તે-તે મંડલને ૧૨૪ વડે ભાગ કરીને ૧૨૪ ભાગોને તે-તે મંડલના ભાગરૂપે કલ્પવા અને સૂર્યની પૂર્વ-પશ્ચિમ અને ઉત્તરદક્ષિણ લાંબી જીવા છે. તે મંડલને ચાર ભાગે વિભાગ કરી દક્ષિણ-પૂર્વ અર્થાત્ અગ્નિકોણ. તે-તે મંડલના ચોથા ભાગમાં એક સૂર્યસંવત્સરના બીજા છ માસ મધ્યે ૯૨ મંડલમાં સ્વયં સૂર્ય વડે ચીર્ણ, અર્થાત્ પૂર્વના સર્વાશ્ચંતર મંડલથી નીકળતા સ્વચીર્ણ ક્ષેત્રમાં સંચરે છે, તેમ જાણવું. આ જ વાત સૂત્રમાં જણાવે છે કે – સૂર્ય સ્વયં પૂર્વ સર્વાન્વંતર મંડળથી નિષ્ક્રમણકાળમાં ચીર્ણ ક્ષેત્રમાં સંચરે છે, પણ પરિપૂર્ણ ચતુર્ભાગમાં નહીં. પરંતુ સ્વ-સ્વ મંડલગત ૧૨૪ ભાગના ૧૮-૧૮ ભાગ માપવા. આ અઢાર-અઢાર ભાગો બધાં મંડલોના પ્રતિનિયત દેશમાં ન હોય, પરંતુ કોઈક મંડલમાં ક્યાંક હોય, તે પણ દક્ષિણ-પૂર્વ મંડલરૂપ ચતુર્થાંગ મધ્યમાં હોય.
ત્યારપછી જે પ્રમાણે દક્ષિણ-પૂર્વમાં ચતુર્ભાગ મંડલ કહ્યું તેમ ઉત્તરમાં પણ