________________
૧/૧/૨૧
તથા તે બીજા છ માસમાં ૧૨-મુહૂર્તની રાત્રિ થાય પણ બાર મુહૂર્તનો દિવસ ન થાય. તથા પહેલાં કે બીજા છ માસમાં ૧૫-મુહૂર્તનો દિવસ પણ ન થાય, ૧૫મુહૂર્તની રાત્રિ પણ ન થાય. તેમાં આ પ્રમાણેની વસ્તુતત્ત્વના અવગમમાં શો હેતુ છે ? કચા કારણે અને કઈ યુક્તિથી આ સ્વીકારવું? હે ભગવન્ ! કૃપા કરીને કહો.
૩૧
આ પ્રત્યક્ષ જણાતો જંબુદ્વીપ નામે દ્વીપ છે, તે બધાં દ્વીપ સમુદ્રોમાં સર્વ મધ્યવર્તી અને બધાં જ દ્વીપ-સમુદ્રોનો અહીંથી આરંભ થઈને આગમમાં કહેલા ક્રમ મુજબ બમણાં-બમણાં વિખુંભપણાથી થાય છે ‘ચાવત્' ગ્રન્થાંતરથી પ્રસિદ્ધ સૂત્ર લેવું. સૌથી નાનો, વૃત્ત-તેલના પુડલાંના આકારે, વૃત્ત-સ્થ ચક્રવાલ સંસ્થાને સંસ્થિત, વૃતપુષ્કકર્ણિકા સંસ્થાને સંસ્થિત, વૃત્ત-પ્રતિપૂર્ણ ચંદ્રાકારે સંસ્થિત, એક લાખ યોજન આયામ-વિકુંભથી, ત્રણ લાખથી અધિક - * - પરિધિથી કહેલ છે.
અહીં બીજા બધાં દ્વીપ સમુદ્રોથી નાનો, કેમકે લાખ યોજન પ્રમાણ માત્ર લંબાઈપહોડાઈ છે. બાકી પ્રાયઃ સુગમ છે. પરિધિગણિત ક્ષેત્ર સમાસ ટીકાથી જાણવું.
સૂર્ય સર્વાન્વંતર મંડલ સંક્રમીને ચાર ચરે છે. ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત, અહીં વાા શબ્દ પ્રકર્ષવાચી છે, પરમ પ્રકર્ષ પ્રાપ્ત, તેનાથી બીજો અધિક ન હોય. ઉત્કૃષ્ટ, ૧૮મુહૂર્તનો દિવસ થાય. તે જ સવન્વિંતર મંડલમાં સૂર્ય ચાર ચરે છે ત્યારે જઘન્યાસૌથી નાની બાર મુહૂર્તની રાત્રિ થાય છે. - x -
ત્યારપછી તે સૂર્ય તે સર્વાશ્ચંતર મંડલથી નીકળતો નવા સૂર્ય સંવત્સરને પ્રવર્તાવતો પહેલા અહો રાત્રમાં સર્વ અત્યંતર મંડળથી અનંતર બીજા મંડલમાં સંક્રમી
ચાર ચરે છે, ત્યારે જો સૂર્ય સર્વાશ્ચંતર મંડલથી પછીના બીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૧૮-મુહૂર્તનો દિવસ છે તે બે મુહૂર્તના ૬૧મો ભાગ ન્યૂન થાય છે અને બે મુહૂર્તના ૬૧-ભાગ અધિક એવી ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. આ કઈ રીતે જાણવું? તે કહે છે
-
અહીં એક મંડલ એક અહોરાત્ર વડે બે સૂર્યો વડે પરિ સમાપ્ત થાય છે. એકૈક સૂર્ય પ્રતિ અહોરાત્ર મંડલના ૧૮૩૦ ભાગ કલ્પીને એકૈક ભાગ દિવસ કે રાત્રિ ક્ષેત્રને યથાયોગ્ય ઘટે કે વધે છે. તે એક મંડલગત ૧૮૩૭મો ભાગ બે મુહૂર્તના ૬૧માં ભાગ વડે જણાય છે. અર્થાત્ તે મંડલગત ૧૮૩૦ ભાગ બે સૂર્યો વડે એક અહોરાત્રથી જણાય છે અને એક અહોરાત્રના ૩૦ મુહૂર્ત પ્રમાણ છે. તેથી બે સૂર્યની અપેક્ષાએ ૬૦ મુહૂર્તો થાય. ત્યાં ત્રિરાશિ પ્રક્રિયા છે. જો ૬૦ મુહૂર્તો વડે ૧૮૩૦ મંડલ ભાગ થાય તો એક મુહૂર્ત વડે કેટલા થાય ?
અહીં અંત્ય રાશિ વડે એકક લક્ષણ મધ્ય રાશિના ગુણવાથી થાય, તે જ ૧૮૩૦ છે, તેને આધ રાશિ ૬૦ વડે ભાગ કરાતા સાઈત્રીશ [૩૦.૫] આવશે. આટલા મુહૂર્ત જણાય છે. તેથી મુહૂર્તનો ૧/૬૦ ભાગ થાય. તે આવેલ એક ભાગને બે મુહૂર્ત - ૧/૬૦ ભાગ જાણવા, જો ૧૮૩ અહોરાત્ર વડે છ મુહૂર્તમાં હાનિ કે વૃદ્ધિ થાય, તો એક અહોરાત્ર વડે શું આવે ?
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
અહીં અંત્ય રાશિ વડે એકને મધ્યરાશિથી ગુણીએ તે પણ છ થશે. તેને ૧૮૩ વડે ભાંગીએ. અહીં ઉપરની રાશિ થોડી હોવાથી ભાગ ન આવે તેથી છેધ-છેદક રાશિની ત્રણ વડે અપવર્તના કરવી. તેનાથી ઉપર બે અને નીચે ૬૧ આવશે. એ રીતે ૨/૬૧ થશે. મુહૂર્તની એક અહોરાત્રમાં વૃદ્ધિ કે હાનિ પ્રાપ્ત થાય છે. તે બીજા મંડલથી નીકળી સૂર્ય બીજા અહોરાત્રમાં સર્વાત્યંતર મંડલની અપેક્ષાથી ત્રીજા મંડલમાં સંક્રમી ચાર ચરે છે. જ્યારે તે સર્વાશ્ચંતર મંડલની અપેક્ષાએ ત્રીજા મંડલમાં સંક્રમી ચાર ચરે છે, ત્યારે ચાર મુહૂર્તના ૬૧ ભાગ હીન ૧૮ મુહૂર્ત પ્રમાણ દિવસ થાય છે અને ૪/૬૧ ભાગ અધિક બાર મુહૂર્ત રાત્રિ થાય છે. એમ ઉક્ત રીતિથી પ્રતિ મંડલ દિવસરાત્રિ વિષય મુહૂર્તના ૨/૬૧ ભાગ હાનિ-વૃદ્ધિરૂપથી નીકળતા મંડલ પરિભ્રમણ ગતિથી ધીમે ધીમે દક્ષિણાભિમુખ જતો સૂર્ય, તે વિવક્ષિત અનંતર મંડલથી, પછીના મંડલમાં સંક્રમતતો એકૈક મંડલમાં ૨/૬૧ ભાગ મુહૂર્ત દિવસ ક્ષેત્રને ઘટાડતો અને રાત્રિ ક્ષેત્રના પ્રતિમંડલ ૨/૬૧ ભાગને વધારતો ૧૮૩ અહોરાત્રમાં પહેલા છ માસના પર્યાવસાનરૂપ સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે.
૩૨
ત્યારપછી - તે કાળમાં અહોરાત્રરૂપ પૂર્વવત્ સૂર્ય સચિંતર મંડલથી પરિભ્રમણ ગતિથી ધીમે ધીમે નીકળીને સર્વબાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સર્વાન્વંતર મંડલ ચકી બીજા મંડલથી આરંભીને, ૧૮૩ રાત્રિ-દિવસથી ૩૬૬ અધિક મુહૂર્તથી ૧૬૬ ભાગ દિવસ ક્ષેત્રને ઘટાડીને, રાત્રિ છંદને તેજ પ્રમાણ વધારીને ચાર ચરે છે.
ઉત્તમ કાષ્ઠ પ્રાપ્તા - પરમ પ્રકર્ષ પ્રાપ્ત, ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્ત પ્રમાણ રાત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્ત પ્રમાણ દિવસ થાય છે. આ પહેલી પટ્યાસી, અથવા આ પહેલાં છ માસ. આ ૧૮૩મો અહોરાત્ર, તે પહેલા છ માસનું પર્યવજ્ઞાન છે.
તે સૂર્ય સર્વ બાહ્ય મંડલથી અત્યંતર મંડલમાં પ્રવેશ કરતાં બીજા છ માસને સ્વીકારતા બીજા છ માસના પહેલાં અહોરાત્રમાં સર્વ બાહ્ય મંડલથી પછી અનંતર બીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે. ત્યારે જ્યારે સૂર્ય બાહ્ય - સર્વ બાહ્ય મંડલથી પૂર્વના બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે મુહૂર્તના ૨/૬૧ ભાગથી ન્યૂન ૧૮મુહૂર્તની રાત્રિ થાય છે અને ૨/૧ ભાગ અધિક બાર મુહૂર્તનો દિવસ થાય છે. પછી તેની પછીના પણ બીજા મંડલથી અંદર તે સૂર્ય પ્રવેશતા બીજા છ માસના બીજા અહોરાત્રમાં સર્વ બાહ્ય મંડલથી પૂર્વે ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. - ૪ - સૂર્ય સર્વ બાહ્ય મંડલથી પૂર્વે ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૧૮ મુહૂર્ત રાત્રિ */૬૧ મુહૂર્ત ન્યૂન થાય છે. ૪/૬૧ મુહૂર્તથી અધિક બાર મુહૂર્તનો દિવસ થાય છે.
એ પ્રમાણે ઉપર કહેલ રીત વડે, અનંતરોદિત ઉપાયથી પ્રતિમંડલ રાત્રિદિવસ વિષય મુહૂર્તના ૨/૬૧ ભાગ હાનિ કે વૃદ્ધિ રૂપથી પ્રવેશતા મંડલ પરિભ્રમણ ગતિથી ધીમે-ધીમે ઉત્તરાભિમુખ જતાં, તે વિવક્ષિત મંડલથી, બીજા વિવક્ષિત અંતર મંડલમાં સંક્રમણ કરતો-કરતો ૧૮૩માં અહોરાત્રમાં બીજા છ માસના પર્યવસાનરૂપ સર્વાન્વંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે.