________________
૩૧/-/-/૫૭૫,૫૭૬
પદ-૩૧-“સંજ્ઞી” છે
— * — X — * —
૧૩૯
૦ એ પ્રમાણે ‘પશ્યતા' નામે ૩૦-મું પદ કહે છે. હવે ૩૧-મું પદ કહે છે. તેનો સંબંધ આ છે – પૂર્વ પદમાં જ્ઞાનપરિણામવિશેષ જણાવ્યું, અહીં પરિણામની સામ્યતાથી સંજ્ઞા પરિણામ કહે છે.
- સૂત્ર-૫૭૫,૫૭૬ ઃ
[૫૫] ભગવન્ ! જીવો સંગી, અસંતી કે નોસંજ્ઞીનોઅસંજ્ઞી હોય ? ગૌતમ! જીવો એ ત્રણે ભેદે હોય. વૈરયિકો વિશે પ્રશ્ન – ગૌતમ ! નૈરયિકો સંજ્ઞી કે અસંજ્ઞી હોય, પણ નોસંજ્ઞીનોઅસંજ્ઞી ન હોય. એમ સ્તનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિકો વિશે પ્રશ્ન - ગૌતમ ! તેઓ સંજ્ઞી નથી, સંજ્ઞી છે, નોસંજ્ઞીનોસંજ્ઞી નથી. એ પ્રમાણે વિકલેન્દ્રિયો પણ જાણવા. મનુષ્યો, જીવવત્ જાણવા. પંચેન્દ્રિય તિર્યો અને વ્યંતરો નૈરયિકવત્ સમજવા. જ્યોતિક અને વૈમાનિકો સંજ્ઞી છે, અસંજ્ઞી કે નોસંજ્ઞીનોઅસંજ્ઞી નથી. સિદ્ધો સંબંધે પૃચ્છા - તેઓ સંદ્ની કે અસંજ્ઞી નથી, નોસંજ્ઞીનોઅસંી છે.
[૫૬] નાક, તિર્યંચ, મનુષ્ય, વ્યંતર, અસુરાદિ સંજ્ઞી અને સંડ્વી છે. વિકલેન્દ્રિયો અસંજ્ઞી છે. જ્યોતિક-વૈમાનિક સંજ્ઞી છે. (એ પ્રમાણે સૂત્રનો જ અર્થ કહેતી મા છે.
• વિવેચન-૫૭૫,૫૭૬ :
- ૪ - સંજ્ઞા-પદાર્થના ભૂત, વર્તમાન, ભાવી સ્વભાવનો વિચાર કરવો. તે સંજ્ઞા જેઓને છે, તે સંજ્ઞી કહેવાય છે. એટલે વિશિષ્ટ સ્મરણાદિરૂપ મનના જ્ઞાનવાળા સંજ્ઞી જાણવા. ઉક્ત મનોવિજ્ઞાન રહિત તે અસંજ્ઞી. તેઓ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સંમૂર્ત્તિમ પંચેન્દ્રિય હોય છે અથવા જે વડે પૂર્વે જાણેલો, વર્તમાન અને ભાવિ પદાર્થ સમ્યક્ જણાય તે સંજ્ઞા, તે જેમને હોય તે સંજ્ઞી - મન સહિત કહેવાય. તેથી વિપરીત તે અસંજ્ઞી.
તેઓ હમણાં જ કહેલા એકેન્દ્રિયાદિ જાણવા. કેમકે એકેન્દ્રિયોને પ્રાયઃ સર્વથા મનોવૃત્તિનો અભાવ છે. બેઈન્દ્રિયાદિને વિશિષ્ટ મનોવૃત્તિ નથી. કેમકે તે બેઈન્દ્રિયાદિ વર્તમાનકાળવર્તી શબ્દાદિ અર્થને શબ્દાદિ રૂપે જાણે છે. ભૂત અને ભાવિ અર્થને નથી જાણતા. કેવળજ્ઞાની અને સિદ્ધ સંજ્ઞી નથી - અસંજ્ઞી પણ નથી. પરંતુ સંજ્ઞી-અસંજ્ઞી બંનેના પ્રતિષેધનો વિષય છે. જો કે કેવળજ્ઞાનીને મનોદ્રવ્યનો સંબંધ છે, પણ મનોદ્રવ્ય વડે તે ભૂત-વર્તમાન અને ભાવિ પદાર્થના સ્વભાવનો વિચાર કરતાં નથી, પરંતુ તેઓ બધાં જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો ક્ષય થયેલો હોવાથી પર્યાલોચન સિવાય જ કેવળજ્ઞાન અને કેવળદર્શન વડે સાક્ષાત્ સર્વ વસ્તુને જાણે છે અને જુએ છે. તેથી તે સંજ્ઞી નથી - અસંજ્ઞી પણ નથી. પરંતુ સર્વકાળવર્તી સર્વ દ્રવ્ય અને પર્યાયના સમૂહને પ્રત્યક્ષ કરવામાં સમર્થ જ્ઞાન વડે સહિત છે. સિદ્ધ પણ
E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (70)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
સં નથી, કેમકે તેને દ્રવ્ય મનનો અભાવ છે, તેમ અસંજ્ઞી પણ નથી, કેમકે તે સર્વજ્ઞ છે.
૧૪૦
એ પ્રમાણે સામાન્યથી જીવપદમાં સંજ્ઞી, અસંજ્ઞી અને નોસંજ્ઞી-નોઅસંજ્ઞી હોય છે. - ૪ - જીવો સંજ્ઞી પણ હોય છે. કેમકે નૈરયિકાદિ સંજ્ઞી છે. જીવો અસંજ્ઞી પણ છે. કેમકે પૃથિવ્યાદિ અસંજ્ઞી છે અને નોસંજ્ઞી-નોઅસંજ્ઞી પણ છે, કેમકે તેમાં સિદ્ધ અને કેવલી છે.
હવે તેમને ચોવીશ દંડકના ક્રમથી વિચારે છે - જે નૈરયિક સંજ્ઞીથી આવીને ઉત્પન્ન થાય તે સંજ્ઞી કહેવાય. બીજા અસંજ્ઞી કહેવાય. વૈરયિકોને ચાસ્ત્રિ અભાવે કેવલીપણું ન હોય માટે નોસંજ્ઞીનોઅસંજ્ઞી હોતા નથી. એમ બધાં ભવનપતિઓ કહેવા. કેમકે તેઓ અસંજ્ઞીથી પણ આવીને ઉપજે અને તેમને કેવલીપણાનો અભાવ પણ છે.
મનુષ્યો, જીવવત્ કહેવા. એટલે તેઓ સંજ્ઞી, અસંજ્ઞી અને નોસંજ્ઞી-નોઅસંજ્ઞી પણ હોય. ગર્ભજ સંજ્ઞી છે, સંમૂર્ત્તિમો અસંજ્ઞી છે. કેવલી નોસંજ્ઞી-નોઅસંજ્ઞી છે. પંચે તિર્યંચ અને વ્યંતરો નૈરયિકવત્ કહેવા. તેમાં સંમૂર્ણિમ પંચે તિર્યંચો અસંજ્ઞી અને ગર્ભજ સંજ્ઞી છે. વ્યંતરો અસંજ્ઞીથી આવીને ઉપજે તો અસંજ્ઞી, સંજ્ઞીથી આવીને ઉપજે તો સંજ્ઞી કહેવાય. બંને ચાસ્ત્રિ અભાવે નોસંી-નોઅસંજ્ઞી નથી.
જ્યોતિષ્ક, વૈમાનિકો સંજ્ઞી જ હોય. પરંતુ અસંજ્ઞીન હોય, કેમકે તે અસંજ્ઞીથી આવીને ન ઉપજે, તેમ તેઓને ચાત્રિ પણ નથી, માટે નોસંી-નોઅસંજ્ઞી પણ નથી. સિદ્ધો પૂર્વોક્ત યુક્તિથી સંજ્ઞી કે અસંજ્ઞી નથી, પણ નોસંજ્ઞી-નોઅસંજ્ઞી છે.
ઉક્ત સૂત્રના સુખે બોધ થવા માટે સંગ્રહણી ગાથા કહી છે. તે સુગમ છે. સૂત્રાર્થમાં નોંધી છે. તેમાં વિશેષ એ કે - વનચર એટલે વ્યંતરો, અસુરદ્દિ - સમસ્ત
ભવનપતિ, વિત્તેન્દ્રિય - એક, બે, ત્રણ, ચાર ઈન્દ્રિયવાળા અસંજ્ઞી હોય છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૩૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ