________________
૨૮/૨/૧ થી ૩/૫૫૯ થી ૫૬૧
આહારક, કદાચ અનાહાક. એમ વૈમાનિક સુધી છે. પરંતુ એકેન્દ્રિયોવિકલેન્દ્રિયો વિશે પ્રશ્ન ન કરવો.
૧૧૩
ભગવન્! સંજ્ઞી જીવો આહારક કે અનાહારક ? જીવાદિ સંબંધે ત્રણ ભંગો વૈમાનિકો સુધી જાણવા. અસંતી જીવ આહારક કે અનાહારક ? કદાચ આહારક, કદાચ અણાહાક. એમ નૈરયિકથી વ્યંતર સુધી જાણવું. જ્યોતિક અને વૈમાનિક સંબંધે પ્રશ્ન ન કરવો.
અસંીજીવો આહારક કે અનાહારક? તેઓ આહારક પણ હોય, અનાહાક પણ હોય એ એક ભંગ જાણવો. અસંતી નારકો આહારક હોય કે નાહારક ? (૧) બધાં આહાક, (ર) બધાં અનાહાક, (૩) એક આહાકએક અનાહારક, (૪) એક આહાસ્ક ઘણાં અાહારક, (૫) ઘણાં આહારક, એક અનાહાક, (૬) ઘણાં આહારક ઘણાં અનાહાક. એમ છ ભંગો જાણવા. એ પ્રમાણે સ્તનિતકુમારો સુધી જાણવું.
એકેન્દ્રિયોમાં બીજા ભંગો નથી. બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય નિયોમાં ત્રણ ભંગો તથા મનુષ્ય, વ્યંતરોમાં છ ભંગો જાણવા. ભગવન્ ! નોસંી-નોઅસંજ્ઞી જીવ આહારક કે અનાહારક ? કદાચ આહારક-કદાચ અનાહાક. એમ મનુષ્ય વિશે પણ જાણવું. સિદ્ધ અનાહાક હોય. બહુવચનમાં નોસંજ્ઞી-નોઅસંતી જીવો આહારક પણ હોય, અનાહાક પણ હોય. મનુષ્યને વિશે ત્રણ ભંગો હોય છે સિદ્ધો અનાહારક હોય છે.
• વિવેચન-૫૫૯ થી ૫૬૧ :
પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તર-કદાચ આહાસ્ય, કદાચ અનાહારક હોય. કેવી રીતે ? વિગ્રહગતિમાં, કેવલી સમુદ્દાતકાળે, શૈલેશી અવસ્થામાં અને સિદ્ધાવસ્થામાં અનાહારક હોય, બાકીની અવસ્થામાં આહારક હોય. એમ સામાન્યથી જીવ સંબંધે આહારનો વિચાર કરી, હવે નૈરયિકાદિ ચોવીશ દંડકના ક્રમે આહારકત્વ કહે છે – વૈરયિકનું સૂત્ર સુગમ છે. બહુવચનમાં પણ આ સંબંધે વિચાર કરે છે – જીવો આહારક છે, ઈત્યાદિ. પ્રશ્નસૂત્ર - ગૌતમ ! આહાસ્ક પણ હોય અને અનાહારક પણ હોય. તે આ રીતે – વિગ્રહગતિ સિવાય બાકીના કાળે બધાં સંચારી જીવો આહારક હોય, વિગ્રહગતિ તો ક્વચિત્ કોઈ કાળે કોઈ જીવની હોય. તે સર્વકાળે હોવા છતાં પણ અમુક જીવોની જ હોય. તેથી આહારક જીવો ઘણાં હોય. અનાહારક સિદ્ધો તો હંમેશાં હોય છે, તેઓ અભવ્યોથી અનંતગુણાં છે. વળી હંમેશાં એકૈક નિગોદનો
અસંખ્યાતમો ભાગ પ્રતિસમય વિગ્રહગતિમાં વર્તે છે, તેઓ અનાહારક હોય છે. તેથી આહાસ્ક અને અનાહાક બંને બહુવચનમાં જાણવા.
નાકોમાં કોઈ સમયે બધાં નાકો આહાસ્ક હોય, કેમકે ઉપપાતવિરહકાળમાં એમ થાય. વૈરયિકોનો ઉપપાત વિરહ બાર મુહૂર્તનો છે. એટલા કાળમાં પૂર્વોત્પન્ન
અને વિગ્રહગતિ પ્રાપ્ત પણ આહારક થાય અને બીજો ઉત્પન્ન ન થવાથી અનાહારકત્વ
ન
E:\Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (59)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
ન સંભવે. અથવા ઘણાં આહારક અને એક અનાહારક હોય. તે - ૪ - આ રીતે નકમાં કદાચ એક જીવ ઉત્પન્ન થાય, કદાચ બે કે ત્રણ કે યાવત્ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય, તેમાં જે એક ઉત્પન્ન થાય તે પણ વિગ્રહગતિ પ્રાપ્ત હોવાથી
અનાહાક હોય, બીજા પૂર્વોત્પન્ન હોવાથી બધાં આહાસ્ક હોય. ત્રીજો ભંગ આહાક
અનાહાસ્ક બંને ઘણાં હોય. આ ભંગ, ઘણાં નાસ્કો વિગ્રહગતિ વડે વૈરયિકપણે ઉત્પન્ન થયા હોય ત્યારે જાણવો. બીજા ભંગો સંભવ નથી.
એ પ્રમાણે અસુકુમારથી ાનિતકુમાર સુધી, બેઈન્દ્રિયથી વૈમાનિક સુધી પ્રત્યેકને વિશે ત્રણ ભંગો જાણવા. - ૪ - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ એકેન્દ્રિયોમાં પ્રત્યેકમાં આહારકો અને અનાહારકો પણ હોય. આ એક જ ભંગ હોય, કેમકે પૃથ્વી આદિ પ્રતિસમય અસંખ્યાતા, વનસ્પતિ પ્રતિ સમય અનંતા વિગ્રહગતિથી ઉપજતા હોવાથી અનાહાકમાં હંમેશાં બહુવચન સંભવે છે. તેથી સૂત્રકાર કહે છે – એમ વૈમાનિક સુધી કહેવું. પણ એકેન્દ્રિયો જીવોની માફક કહેવા,
- ૪ - ૪ - સિદ્ધોમાં “અનાહાસ્કો’ હોય એ એક જ ભંગ કહેવો. કેમકે સર્વ શરીરના નાશથી તેમને આહાસ્કનો સંભવ નથી.
૧૧૮
બીજું ભવ્યદ્વાર - ભવસિદ્ધિક એટલે સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ભવે જેની સિદ્ધિ થાય છે તે. ભવ્ય તે આહાસ્ક હોય કે અનાહારક પણ હોય, વિગ્રહગતિમાં અનાહાક, બાકી આહારક, એમ ચોવીશે દંડકમાં જાણવું - x - અહીં સિદ્ધ વિષયક સૂત્ર ન કહેવું. કેમકે તે મોક્ષપદને પ્રાપ્ત થયેલ હોવાથી તેનામાં ભવ્યપણું નથી. હવે તેના બહુવચન વડે આહારક-અનાહારકપણું કહે છે. જેમકે ભવ્યજીવો
આહારક હોય ઈત્યાદિ. અહીં જીવપદમાં અને એકેન્દ્રિયોમાં પ્રત્યેકને આશ્રીને બંને સ્થાને બહુવચનથી આહારકો પણ હોય અને અનાહાકો પણ હોય - એ એક જ ભંગ કહેવો. બાકીના નાકાદિમાં ત્રણ ભંગો હોય છે. [જે સૂત્રાર્થમાં કહેવાઈ ગયેલ છે] - x “
એક અને બહુ ભવ્યો વિશે આહારક અને અનાહારપણું કહ્યું તેમ અભવ્યો પણ કહેવા. કેમકે બંને સ્થાને એકવચન અને બહુવચનમાં બધે ભંગોની સંખ્યા સમાન છે. - ૪ - નોભવ્યનોઅભવ્ય અર્થાત્ જે ભવસિદ્ધિક નથી, તેમ અભવસિદ્ધિક પણ નથી તે સિદ્ધ છે. તેઓ ભવથી રહિત છે માટે ભવસિદ્ધિક નથી. વળી અભવસિદ્ધિક પણ નથી, કેમકે સિદ્ધિપદને પામેલ છે. તેથી અહીં માત્ર બે પદ વિચારવા - જીવપદ અને સિદ્ધિપદ. બંને સ્થાને એકવચનમાં ‘અનાહારક' હોય એ એક જ ભંગ અને બહુવચનમાં પણ બધાં અનાહારક હોય તે એક જ ભંગ હોય છે. સંજ્ઞીદ્વારમાં પ્રશ્નસૂત્ર સુગમ છે. સંજ્ઞી વિગ્રહગતિમાં અનાહારક હોય અને બાકીના સમયે આહારક હોય. [પ્રશ્ન] મનસહિત હોય તે સંજ્ઞી, વિગ્રહગતિમાં મન નથી તો સંજ્ઞી છતાં અનાહારક કેમ હોય ? [ઉત્તર] વિગ્રહગતિને પ્રા છતાં સંજ્ઞનું આયુર્વેદે છે માટે સંજ્ઞી કહેવાય. માટે સંજ્ઞી છતાં અનાહારક કહેવામાં કોઈ દોષ