________________
૨૨/-I-/૫૨૯
નૈરયિકોને કેટલી ક્રિયા છે ? પાંચ. કાયિકી યાવત્ પ્રાણાતિપાતિકી. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
જે જીવને કાયિકી ક્રિયા હોય, તેને અધિકરણિકી ક્રિયા હોય ? જેને અધિકરણિકી ક્રિયા હોય તેને કાયિકી હોય ? તે બંને ક્રિયા પરસ્પર આવશ્ય હોય, જેને કાયિકી ક્રિયા હોય તેને પાદ્વૈર્ષિકી હોય ? જેને પ્રાદ્ધેપિકી ક્રિયા હોય તેને કાયિકી હોય ? એમ જ સમજવું.
જેને કાયિકી ક્રિયા હોય તેને પારિતપનિકી હોય અને પારિતાપનિકી ક્રિયા હોય તેને કાયિકી હોય? જેને કાયિકી ક્રિયા હોય તેને પારિતાપનિકી કદાચ હોય • કદાચ ન હોય. પાર્રિતાપનિકી ક્રિયા હોય તેને કાયિકી ક્રિયા અવશ્ય હોય. એમ પ્રાણાતિપાત ક્રિયા પણ જાણવી. એમ પહેલાંની ત્રણ ક્રિયા પરસ્પર અવશ્ય હોય. પણ આદિની ત્રણ ક્રિયાવાળાને પછી બંને હોય કે ન પણ હોય. પણ પછી બંને ક્રિયાવાળાને પૂર્વની ત્રણ ક્રિયા અવશ્ય હોય.
ભગવન્ ! જેને પારિતાપનિકી ક્રિયા હોય તેને પ્રાણાતિપાત ક્રિયા હોય અને પ્રાણાતિપાત ક્રિયા હોય તેને પરિતાપનિકી ક્રિયા હોય ? જેને પાર્રિતાપનિકી ક્રિયા હોય, તેને પ્રાણાતિપાત કદાચ હોય કે ન હોય. જેને પ્રાણાતિપાતક્રિયા હોય તેને પારિતાપનિકી અવશ્ય હોય. જે નૈરયિકને કાયિકી ક્રિયા હોય તેને અધિકરણિકી ક્રિયા હોય ? જીવમાં કહ્યું તેમ જ નૈરયિકને પણ જાણવું. એ પ્રમાણે વૈમાનિક સુધી સમજવું.
જે સમયે જીવને કાયિકી ક્રિયા હોય, તે સમયે અધિકરણિકી ક્રિયા હોય ? જે સમયે અધિકરણિકી હોય ત્યારે કાયિકી હોય? પહેલા દંડક મુજબ વૈમાનિકી સુધી આ દંડક જાણવો.
૫૧
જીવને જે અંશે કાયિકી ક્રિયા હોય, તે અંશે અધિકરણિકી ક્રિયા હોય ઈત્યાદિ ? (પૂર્વવત્) વૈમાનિક સુધી કહેવું. જીવને જે પ્રદેશે કાયિકી ક્રિયા હોય, તે પ્રદેશે અધિકરણિકી ક્રિયા હોય ? આદિ. [પૂર્વવત્] વૈમાનિક સુધી જાણવું. આ રીતે ચાર દંડકો થયા.
કાયિકી યાવત્
ભગવન્ ! કેટલી આયોનિકા ક્રિયા કહી ? પાંચ પ્રાણાતિપાત ક્રિયા. એમ વૈમાનિક સુધી જાણવું.
જે જીવને કાયિકી આયોજિકા ક્રિયા હોય તેને આધિકરણિકી આયોજિકા ક્રિયા હોય? જૈને આધિકરણિકી આયોજિકા હોય તેને કાયિકી આયોજિકા ક્રિયા હોય ? એમ આવા પાઠથી જે સમયે - જે અંગે અને જે પ્રદેશે એમ ચાર
દંડકો વૈમાનિકી સુધી કહેવા.
ભગવન્ ! જે સમયે જીવ કાયિકી, અધિકરણિકી અને પાદ્વૈર્ષિકી ક્રિયાથી ધૃષ્ટ હોય, તે સમયે પારિતાપનિકી અને પ્રાણાતિપાત ક્રિયાથી યુક્ત હોય ? (૧) કોઈ જીવ જે સમયે કાયિકી આદિ ત્રણથી યુક્ત હોય, તે સમયે
-
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
પારિતાપનિકી ક્રિયાથી યુક્ત હોય અને પ્રાણાતિપાતક્રિયાથી યુક્ત હોય. (૨) કોઈ જીવ - જ્યારે કાયિકી આદિ ત્રણથી યુક્ત હોય, તે સમયે પાતિાપનિકીથી યુક્ત હોય પણ પ્રાણાતિપાતથી યુક્ત ન હોય. (૩) કોઈ જીવ કોઈ જીવને આશ્રીને જ્યારે કાયિકી આદિ ત્રણથી યુક્ત હોય, ત્યારે પારિતાપનિકી અને પ્રાણાતિપાત તે બંને ક્રિયા વડે અયુક્ત હોય.
• વિવેચન-૫૨૯ :
સૂત્ર પૂર્વવત્ જાણવું. આ જ ક્રિયાઓ ચોવીશદંડકના ક્રમથી વિચારે છે - તે પાઠ સિદ્ધ છે. હવે આ ક્રિયાઓનો એક જીવને આશ્રીને પરસ્પર નિયત સંબંધ બતાવે છે - જેને કાયિકી હોય તેને અધિકરણિકી હોય? ઈત્યાદિ. અહીં કાયિકી ક્રિયા ઔદારિકાદિ શરીરને આશ્રીને હિંસા કરવાના સામર્થ્યવાળી વિશિષ્ટ ગ્રહણ કરવી. પણ કાર્પણશરીરાશ્રિત ક્રિયા ગ્રહણ ન કરવી. તેથી પહેલી ત્રણ ક્રિયાનો પરસ્પર નિયત સંબંધ છે. કેવી રીતે ? શરીર અધિકરણ પણ છે. કાય અધિકરણ હોવાથી કાયિકી હોય ત્યાં અવશ્ય અધિકરણિકી હોય, અધિકરણિકી હોય ત્યાં અવશ્ય કાયિકી હોય. તે વિશિષ્ટ કાયિકી ક્રિયા પ્રદ્વેષ હોય ત્યાં હોય માટે પ્રાદ્વૈર્ષિકી પણ સંબંધિત છે. પ્રદ્વેષ પણ શરીરમાં સ્પષ્ટ જણાય છે. જેમકે - મુખનું રૂક્ષપણું આદિ. પરિતાપ અને પ્રાણાતિપાતનું પ્રથમ ત્રણ ક્રિયાના સદ્ભાવમાં નિયતપણું શું નથી.
કેમકે શિકારી, ઘાતપાત્ર પશુને ધનુષ્યી ફેંકેલા બાણથી વીંધે, તેથી તેનું પરિતાપ અને મરણ થાય, અન્યથા ન થાય, તેથી અનિયતપણું છે. પરિતાપ અને પ્રાણાતિપાતમાં પૂર્વની ક્રિયા અવશ્ય હોય કેમકે પૂર્વ ક્રિયા અભાવે આ બે ક્રિયા હોતી નથી. આ
અર્થને વિચારી કાયિકી, બાકીની ચાર સાથે, અધિકરણિકી, ત્રણ સાથે અને પ્રાāષિકી ક્રિયા બાકીની બે ક્રિયા સાથે સારી રીતે કહેવી. - ૪ - પાતિાપનિકાના સદ્ભાવમાં પ્રાણાતિપાત ક્રિયા કદાચ હોય, કદાચ ન હોય, જેમ બાણ આદિના ઘાતથી મૃત્યુ પામે તો હોય. જેને પ્રાણાતિપાત ક્રિયા હોય તેને પાર્રિતાપનિકી અવશ્ય હોય.
૫૨
હવે નૈરિયકાદિ ચોવીશ દંડકના ક્રમે ક્રિયાઓ પરસ્પર નિયત સંબંધ બતાવે છે - તે સૂત્ર પ્રસિદ્ધ છે. એમ એક દંડક કહ્યો. હવે કાળને આશ્રીને ઉપર કહ્યુ મુજબ બીજો દંડક કહે છે, તે પૂર્વવત્. અહીં સમયના ગ્રહણ વડે સામાન્ય કાળનું ગ્રહણ કરવું. પણ અત્યંત સૂક્ષ્મ પૂર્વોક્ત સ્વરૂપવાળો વૈશ્ચયિક સમય ન લેવો. કેમકે પરિતાપ કે પ્રાણાતિપાત બાણાદિના ફેંકવાથી હોવાથી તેનો કાયિકી ક્રિયાના પ્રથમ સમયે જ અસંભવ છે. આ બીજો દંડક કહ્યો.
હવે ક્ષેત્રને આશ્રીને બે દંડકો કહે છે – જે દેશને આશ્રીને કાયિકી ક્રિયા થાય, તે દેશને આશ્રીને અધિકરણિકી ક્રિયા થાય ? ઈત્યાદિ. અહીં પૂર્વોક્ત સૂત્રવત્ જ કહેવું - x - આ ત્રીજો દંડક છે. જે પ્રદેશને આશ્રીને જીવને કાયિકી ક્રિયા હોય તે જ પ્રદેશને આશ્રીને અધિકરણિકી ક્રિયા હોય ? ઈત્યાદિ ચોથો દંડક છે. - x -
હવે દંડકની સંકલના :- એ પ્રમાણે - જેને, જે સમયે, જે દેશે, જે પ્રદેશે એમ