________________ 36/-I-I621 220 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/ર આંગળ પ્રમાણ આત્મપદેશો ઘનરૂપે થાય છે. તે પ્રમાણે ભાગકાર કહે છે - ત્યારપછી પહેલાં સમયમાં ઉત્પન્ન થયેલાં સૂક્ષમ પનકનો જે જઘન્ય કાયયોગ છે તેથી અસંખ્યાતગુણ હીન કાયયોગને એક એક સમયે રોકતો અને શરીરના ત્રીજા ભાગનો ત્યાગ કરતો અસંખ્યાતા સમયોમાં કાયયોગનો વિરોધ કરે છે. કાયયોગના નિરોધ કાળે છેલ્લા અંતર્મુહુર્તે વેદનીયાદિ ત્રણ કર્મમાં પ્રત્યેક કમની સ્થિતિ સર્વ અપર્વતના કરણ વડે ઘટાડી, ગુણ શ્રેણિના ક્રમ વડે કમપદેશોની રચનાવાળી અયોગી અવસ્થાના કાળ પ્રમાણ કરે છે તે આ પ્રમાણે - પહેલી સ્થિતિમાં થોડાં પ્રદેશો હોય છે, બીજી સ્થિતિમાં તેથી અસંખ્યાતગણાં પ્રદેશો હોય છે, ત્રીજી સ્થિતિમાં તેથી અસંખ્યાતપણાં પ્રદેશો હોય છે. એ પ્રમાણે ચરમસ્થિતિ સુધી જાણવું. તેની સ્થાપનાની આકૃતિ વૃત્તિમાં બતાવી છે. એ પહેલાં સમયે બનેલા દલિકોની ગુણશ્રેણિઓ છે. એમ પ્રતિસમય ગ્રહણ કરેલાં દલિકની બનેલી ત્રણ કર્મમાં પ્રત્યેકની અસંખ્યાતી ગુણ શ્રેણીઓ જાણવી. કેમકે અંતર્મુહૂર્તના સમય અસંખ્યાતા છે. આયુષ્યની સ્થિતિ જે પ્રકારે બાંધી છે તેવી જ રહે છે અને તેની ગુણ શ્રેણીના ક્રમથી વિપરીત ક્રમવાળી દલિકની ચના જાણી આ બધો મનોયોગાદિનો નિરોધ મંદબુદ્ધિવાળાને સુખપૂર્વક બોધ થવા માટે આચાર્યએ સ્થૂળ દૃષ્ટિથી વણવેલ છે. જો સૂક્ષ્મદષ્ટિથી તેનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા થાય તો પંચસંગ્રહની ટીકા જોવી. તેમાં અત્યંત સૂમપણે વિસ્તારથી તેનું સ્વરૂપ વવિલ છે. અહીં ગ્રંથ વિસ્તારના ભયથી અમે કહેલ નથી. તે પ્રસ્તુત કેવળજ્ઞાની આ હમણાં કહેલાં ઉપાય-ઉપાયના પ્રકાર વડે ઈત્યાદિ બધું સુગમ છે. યાવત્ યોગીપણાને પ્રાપ્ત કરે છે. એટલે અયોગીપણાની પ્રાતિને સન્મુખ થાય છે, એ ભાવાર્થ છે. અયોગીપણાની પ્રાપ્તિને સન્મુખ થઈને થોડાં કાળમાં શૈલેશીને પ્રાપ્ત કરે છે. કેટલા કાળ પ્રમાણ શૌલેશી છે ? સૂત્રકાર કહે છે - હૂરવ પાંચ અક્ષરના ઉચ્ચારણ કાળ પ્રમાણ છે તાત્પર્ય એ છે કે - અતિ શીઘપણે નહીં તેમ અતિ વિલંબે નહીં પણ મધ્યમ પ્રકારે જેટલા કાળે UT ન મ એવા પ્રકારના પાંચ હસ્તાક્ષરો ઉચ્ચારાય તેટલા કાળ પ્રમાણ છે. એટલો કાળ કેટલો સમય પ્રમાણ છે ? અસંખ્યાતા સમય પ્રમાણ છે. તે અસંખ્યાતા સમયનું પ્રમાણ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જાણવું. તે જણાવવા માટે કહે છે - અંતર્મુહર્ત પ્રમાણ શૈલેશીને પ્રાપ્ત કરે છે. શન - ચારિત્ર અને તે અહીં નિશ્ચયનયના મતે સર્વ સંવરરૂપ ગ્રહણ કરવું, કારણ કે તે સૌથી ઉત્તમ છે. તેનો સ્વામી, તેની અવસ્યા તે શૈલેશી છે. તે વખતે વ્યવચ્છિન્નક્રિય અપ્રતિપાતી શુક્લધ્યાન ઉપર આરૂઢ થાય છે. કહ્યું છે કે - શીલ એટલે સમાધિ, તે સર્વ સંવરરૂપ જાણવી, તેનો જે સ્વામી તેની અવસ્થા તે શૈલેશી છે. શૈલેશીને પામેલો જેટલા કાળમાં પાંચ કૂવાક્ષરો મધ્યમ પ્રકારે ઉચ્ચારાય તેટલો કાળ રહે છે. કાયયોગના રોધના પ્રારંભથી સૂમક્રિય અનિવૃત્તિ ધ્યાન હોય છે. શૈલેશીના કાળમાં વ્યવચ્છિન્નક્રિય અપ્રતિપાતી ધ્યાન હોય છે. કેવળ શૈલેશીને પ્રાપ્ત કરે છે, એમ નહીં, પણ પૂર્વે ચેલી ગુણશ્રેણીવાળા કમને અનુભવવા પ્રાપ્ત કરે છે એટલે પૂર્વ કાયયોગના વિરોધમાં છેલ્લા અંતર્મુહૂર્તમાં પૂર્વે જેનું સ્વરૂપ બતાવેલ છે એવી ગુણ શ્રેણી જેની એલી છે એવા કર્મને અનુભવવાને પ્રાપ્ત કરે છે. તે પછી શું કરે ? તે શૈલેશીના કાળમાં વીતો પૂર્વે ચેલ અસંખ્યાત ગુણશ્રેણી વડે પ્રાપ્ત થયેલ ત્રણ કર્મના જુદા જુદા પ્રતિસમય અસંખ્યાતા કર્મ સ્કંધોને વિપાકથી અને પ્રદેશથી વેદના વડે તેની નિર્જ કરતો છેલ્લા સમયે વેદનીય, આયુ, નામ, ગોત્ર એ ચાર કર્મના ભેદોનો એક સાથે ક્ષય કરે છે. એક સાથે ક્ષય કર્યા પછીના સમયે દારિક, તૈજસ, કામણરૂપ ત્રણ શરીરનો સર્વ પ્રકારે ત્યાગ કરવા વડે ત્યાગ કરે છે અર્થાત્ સર્વ પ્રકારે ત્યાગ કરે છે. તાત્પર્ય એ છે કે જેમ પૂર્વે શરીરનો દેશથી ત્યાગ કરતો હતો તેમ ત્યાગ કરતો નથી, પણ સર્વ પ્રકારે ત્યાગ કરે છે. કહ્યું છે કે - દારિકાદિ શરીરને સર્વ પ્રકારના ત્યાગ વડે ત્યાગ કરે છે, એમ જે કહ્યું તે નિઃશેષપણે ત્યાગ કરવાને કહ્યું છે, પણ પૂર્વે દેશત્યાગ. વડે ત્યાગ કરતો હતો તેમ નહીં. ત્યાગ કરીને કોશબંધનો ત્યાગ કરવારૂપ સહકારી કારણથી ઉત્પન્ન થયેલ સ્વભાવ વિશેષથી એરંડ ફળની માફક કર્મબંધના ચાણક્ય સહકારી કારણથી ઉત્પન્ન થયેલા સ્વભાવ વિશેષથી ઉપરના લોકાંતે જઈને સિદ્ધ થાય છે. કહ્યું છે - જેમ બંધનના વિચ્છેદ વડે પ્રેરિત એરંડ ફળ જાય છે તેમ કમબંધનના છેદ વડે પ્રેરિત થયેલ સિદ્ધ પણ જાય છે. કેવી રીતે ? અવિગ્રહગતિ વડે એક સમયે સમયાંતર અને પ્રદેશાંતરને ન સ્પર્શ કરતો ઋજુ શ્રેણીને પ્રાપ્ત થયેલો જાય છે. તાત્પર્ય એ છે કે જેટલા પોતાના આકાશ પ્રદેશોમાં અહીં અવગાઢ છે, તેટલાં જ પ્રદેશોનો ઉપર પણ આશ્રય કરતો વિવક્ષિત સમયથી બીજા સમયને ન સ્પર્શતો ઉપર જાય. આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે - જેટલાં આકાશ પ્રદેશમાં જીવ રહેલો છે, તેટલી અવગાહના વડે ઉપર ઋગતિ વડે જાય છે. વક જતો નથી. તેમ બીજા સમયનો સ્પર્શ પણ કરતો નથી. ભાણકાર પણ કહે છે - ઋજુશ્રેણીને પ્રાપ્ત થયેલો અન્ય સમય અને બીજા પ્રદેશોનો સ્પર્શ ન કરતો, સાકાર ઉપયોગવાળો એક સમયમાં સિદ્ધ