________________
૧૭/૫/-/૪૬૯
એ પ્રમાણે જો કે દેવ-નારકોને અવસ્થિત લેશ્યા દ્રવ્ય છે, તો પણ તે તે ગ્રહણ કરાતા બીજી લેશ્યા દ્રવ્યના સંબંધે તે પણ તેના આકારભાવ માત્રને ધારણ કરે છે, માટે ભાવની પરાવૃત્તિથી છ એ લેશ્યા ઘટે છે. તેથી સાતમી નરકમાં પણ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, તેમાં દોષ નથી.
છે પદ-૧૭, ઉદ્દેશો-૬
૧૭૯
૦ પાંચમો ઉદ્દેશો કહ્યો, હવે છટ્ઠો કહે છે – - - -
- 둘레
ભગવન્ ! લેશ્મા કેટલી છે? ગૌતમ ! છ લેશ્યા છે - કૃષ્ણ યાવત્ શુકલ, ભગવન્ ! મનુષ્યોને કેટલી લેશ્મા છે ? ગૌતમ ! છ લેા છે. યાવત્ શુકલ ભગવન્ ! માનુષી સ્ત્રીને કેટલી લેશ્મા છે ? છ વૈશ્યા છે કૃષ્ણ યાવત્ શુકલ એ પ્રમાણે કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીને પણ જાણવું.
ભરત-ઐવતના મનુષ્યોને કેટલી વેશ્યા છે ? છ-કૃષ્ણ યાવત્ શુક્લ. એ પ્રમાણે મનુષ્ય સ્ત્રી પણ કહેવી. પૂર્વ-પશ્ચિમ મહાવિદેહની કર્મભૂમિના મનુષ્યોને કેટલી લેશ્મા છે? છ લેશ્યા. એ પ્રમાણે મનુષ્ય સ્ત્રીને પણ કહેવું.
-
-
અકર્મભૂમિના મનુષ્ય વિશે પૃચ્છા-ચાર લેશ્યા હોય છે, કૃષ્ણ યાવત્ તેજો. એ પ્રમાણે કર્મભૂમિની મનુષ્ય સ્ત્રી પણ કહેવી. એમ અંતદ્વીપના મનુષ્ય અને મનુષ્યસ્ત્રી પણ કહેવા. હૈમવત - હૈરણ્યવત કર્મભૂમિના મનુષ્યો તથા મનુષ્ય સ્ત્રીને કેટલી લેશ્યા હોય? ચાર લેા કૃષ્ણ યાવત્ તેજો. હરિવર્ષ અને રમ્યક્ કર્મભૂમિના મનુષ્યો અને માનુષી સંબંધે પૃચ્છા-ચાર લેફ્યા હોય - કૃષ્ણ યાવત્ તેજો દેવ-ઉત્તરકુના અકમભૂમિના મનુષ્યોને અને માનુષીઓને એમ જ જાણવા. એ પ્રમાણે ધાતકીખંડ અને પુષ્કરવર દ્વીપાઈના પૂર્વાર્ધ અને પશ્ચિમાદ્ધમાં પણ જાણવું.
ભગવન્ ! કૃષ્ણલેશ્મી મનુષ્ય શું કૃષ્ણલેી ગર્ભને ઉત્પન્ન કરે ? હા, ગૌતમ ! કરે. ભગવન્ ! કૃષ્ણલેશ્તી મનુષ્ય નીલલેશ્ત્રી ગર્ભને ઉત્પન્ન કરે ? હા, કરે. યાવત્ શુકલ લેશ્મી ગર્ભને ઉત્પન્ન કરે. નીલલેશ્મી મનુષ્ય કૃષ્ણલેી ગર્ભને ઉત્પન્ન કરે ? હા, ગૌતમ ! કરે. એ પ્રમાણે યાવત્ શુકલ લેશ્મી ગર્ભને ઉત્પન્ન કરે. એમ કાપોતલેશ્તી સાથે છ એ આલાવા કહેવા. એમ તેજો, પા, શુક્લલેશ્મી પણ કહેવા. એમ છત્રીશ આલાવા કહેવા.
કૃષ્ણલેશ્મી સ્ત્રી, કૃષ્ણલેશ્ત્રી ગર્ભને ઉત્પન્ન કરે ? હા, કરે. એ પ્રમાણે ઉપર મુજબ ૩૬-આલાવા કહેવા.
ભગવન્ ! કૃષ્ણàથ્વી મનુષ્ય, કૃષ્ણલેશ્મી સ્ત્રીમાં કૃષ્ણવેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે ? હા, કરે. ૩૬-આલાવા કહેવા.
ભગવન્ ! કર્મભૂમિજ કૃષ્ણલેશ્મી મનુષ્ય કૃષ્ણલેશ્મી સ્ત્રીમાં કૃષ્ણલેશ્મી
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ગર્ભને ઉત્પન્ન કરે ? હા, કરે. અકર્મભૂમિજ કૃષ્ણલેશ્મી મનુષ્ય, કૃષ્ણલેશ્તી સ્ત્રીમાં કૃષ્ણલેશ્ત્રી ગર્ભને ઉત્પન્ન કરે ? હા, કરે. પણ અહીં ચાર લેશ્યાના સોળ આલાવા કહેવા. એ પ્રમાણે અંતદ્વીપના મનુષ્યો જાણવા.
• વિવેચન-૪૭૦ :
૧૮૦
ભગવન્ ! લેશ્યાઓ કેટલી કહી છે ? ઈત્યાદિ બધું ઉદ્દેશોની સમાપ્તિ સુધી સુગમ છે. પણ ઉત્પન્ન થતો જીવ બીજા જન્મમાં લેસ્યાદ્રવ્યો લઈને ઉત્પન્ન થાય છે, તે લેશ્યાદ્રવ્યો કોઈને કોઈકોઈ પ્રકારના હોય છે. કૃષ્ણલેશ્તી પરિણત પિતા છતાં પુત્રને વિચિત્ર લેશ્માનો સંભવ છે. એ પ્રમાણે બાકીની લેશ્યાના પરિણામવાળાને પણ જાણવું.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૭નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ