________________ 18/-/9/481 છે પદ-૧૮, દ્વા-૯-“સમ્યકત્વ” છે o હવે સમ્યકત્વહાર, તેમાં પહેલું સૂત્ર - * સૂર-૪૮૧ - ભગવન ! સમ્યગૃષ્ટિ, સમ્યગૃષ્ટિરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! સમ્યગદષ્ટિ બે ભેદે * સાદિ અનંત અને સાદિ સાંત. જે સાદિ સાંત છે, તે જઘન્યથી અંતમુહd ઉત્કૃષ્ટ સાધિક ૬૬-સાગરોપમ હોય છે. * * * ભગવન ! મિથ્યાëષ્ટિની પૃચ્છા - મિયાદેષ્ટિ ગમ ભેદે - અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. તેમાં સાદિ સાંત છે તે જઘન્યથી તમુહૂd, ઉત્કૃષ્ટ અનંતકાળ * અનંત ઉત્સર્પિણી અવસર્પિણી. ક્ષેત્રથી કંઈક ન્યૂન આઈ પગલ પરાવતું હોય. સમ્યગ્ર-મિથ્યાર્દષ્ટિની પૃચ્છા - જઘન્યથી અંતમુહૂર્ત ઉતકૃષ્ટથી પણ અંતમુહૂર્ત. વિવેચન-૪૮૧ : સમ્યક્ - યથાર્થ, અવિપરિતદૃષ્ટિ-જિનપણીત વસ્તુતવનો બોધ જેમને છે, તે સમ્યગૃષ્ટિ. તે અંતરકરણ કાળને વિશે થનાર ઔપશમિક કે સાસ્વાદન સમ્યકત્વ, વિશદ્ધ દર્શન મોહનીય પંજના ઉદયથી ઉત્પન્ન ક્ષાયોપથમિક સમ્યકત્વ કે સંપૂર્ણ દર્શનમોહનીયના ક્ષયથી ઉત્પન્ન ક્ષાયિક સમ્યકત્વ વડે સહિત હોય છે. તે સમ્યગ્દષ્ટિ કેટલો કાળ હોય ? સભ્યદષ્ટિ બે પ્રકારે છે - (1) સાદિ અનંત- જ્યારે ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન થાય ત્યારે જાણવો. કેમકે ક્ષાયિક સંખ્યત્વનો નાશ ન થાય. (2) સાદિ સાંત - તે ક્ષાયોપથમિક સમ્યકત્વની અપેક્ષા એ જાણવો. તે જઘન્યથી અંતર્મુહર્ત હોય. કેમકે પછી મિથ્યાવ વિશે જવાનો સંભવ છે. ઉત્કૃષ્ટ સાધિક ૬૬-સાગરોપમ છે. તેમાં જો વિજયાદિ ચાર અનુત્તરમાં બે વખત સમ્યકત્વ સહિત ઉત્કૃષ્ટ સ્થિતિવાળો દેવ ઉત્પન્ન થાય કે ત્રણ વખત અમૃત કો ઉત્પન્ન થાય તો દેવભવોથી ૬૬-સાગરોપમ પરિપૂર્ણ થાય છે. જે સમ્યકવ સહિત મનુષ્યનો ભવો છે, તે વડે અધિક છે. તેથી અધિક કહ્યું છે. * x - 4 - મિથ્યાદેષ્ટિ - જેમ ધતુરો ખાનાર પુરષ ધોળી વસ્તુમાં પીળી વસ્તુનો બોધ પામે, તેમ મિસ્યા - વિપરીત, દષ્ટિ-જીવાદિ વસ્તુતત્વનો બોધ જેને છે તે મિથ્યાદેષ્ટિ. (પ્રશ્ન) કોઈ મિથ્યાદેષ્ટિ પણ ભક્ષ્યને ભક્ષ્યરૂપે અને પેયને પેચ તરીકે, મનુષ્યને મનુષ્ય રૂપે, તિર્યંચને તિર્યંચરૂપે જાણે છે, તો તે મિથ્યાર્દષ્ટિ કેમ કહેવાય ? [ઉત્તર] સર્વજ્ઞ તીર્થકરમાં શ્રદ્ધા ન હોવાથી તે મિથ્યાદૈષ્ટિ કહેવાય. અહીં અરિહંત ભગવંતે કહેલા સંપૂર્ણ પ્રવચનના અર્થની રુચિ કરવા છતાં જો તેમાંના એક અફારની પણ શ્રદ્ધા ન કરે તો પણ તે મિથ્યાર્દષ્ટિ જ કહેવાય છે. કહ્યું છે - સૂત્રમાં કહેલા એક અક્ષરની પણ અરુચિ કરવાથી મિથ્યાદૈષ્ટિ થાય છે. કેમકે જિનેશ્વરે કહેલ ગ તેને પ્રમાણ નથી. તો પછી અરિહંત પ્રરૂપિત યથાર્થ જીવાજીવાદિ વસ્તુતાવના બોધ સહિત આત્મા મિથ્યાષ્ટિ હોય તેમાં શું કહેવું ? 198 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/ર (પ્ર) સંપૂર્ણ પ્રવચનના અર્થની રુચિ કરવાથી અને તેમાંના કોઈ અર્થની રુચિ ન કરવાથી, તેને મિશ્રદૃષ્ટિ કહેવો જોઈએ, તો મિથ્યાષ્ટિ કેમ કહ્યો ? [ઉત્તર] તે યોગ્ય નથી, કેમકે વસ્તુતવનું અજ્ઞાન છે. અહીં તો જ્યારે જિનોકત સકલ વસ્તુતવની સમ્યક્ શ્રદ્ધા કરે ત્યારે આ સદૈષ્ટિ છે, અને જ્યારે એક પણ વસ્તુમાં કે તેના પર્યાયમાં બુદ્ધિની મંદતા આદિ કારણોથી એકાંત સમ્યફ જ્ઞાન કે મિથ્યાજ્ઞાનના અભાવથી સભ્ય શ્રદ્ધા કરતો નથી, તેમ એકાંતથી અશ્રદ્ધા પણ કરતો નથી ત્યારે સમ્યગુ મિથ્યાર્દષ્ટિ કહેવાય છે. ઉક્ત સંબંધે શતકની બૃહસ્થૂર્ણિમાં કહ્યું છે - સુધાથી પીડિત થયાં છતાં પણ અહીં આવેલ નાલિકેર દ્વીપવાસી મનુષ્યને તેની પાસે મૂકેલા ઓદનાદિ અનેક પ્રકારના આહારના ઉપર રુચિ કે અરચિ ન હોય, કેમકે તે ઓદનાદિ આહાર તેણે કદિ પણ જોયું કે સાંભળેલ નથી. એ પ્રમાણે સમિથ્યા દૈષ્ટિને પણ જીવાદિ પદાર્થના ઉપર રુચિ કે અરુચિ ન હોય. જ્યારે એક પણ વસ્તુ કે પયયિમાં એકાંતથી વિરુદ્ધ માન્યતાવાળો તે મિથ્યાદષ્ટિ છે. મિથ્યાદૃષ્ટિ ત્રણ પ્રકારના - (1) અનાદિ અનંત-જે કોઈ કાળે પણ સમ્યકd પામવાનો નથી તે. (2) અનાદિ સાંત - જે સમ્યકત્વ પામશે તે. (3) સાદિસાંત - જે સમ્યકત્વ પામી ફરીથી પણ મિથ્યાત્વ પામશે તે. તે જઘન્યથી અંતર મુહર્ત સુધી હોય છે. કેમકે ત્યારપછી કોઈને ફરીથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટ અનંતકાળ હોય છે. તેની કાળ અને ક્ષેત્રથી બંને પ્રકારે પ્રરૂપણા કરે છે - કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી હોય, ફોનથી કંઈક ન્યૂન અર્ધ પુલ પરાવર્ત છે. અહીં ફોનથી કહ્યું માટે ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત ગ્રહણ કરવું, પણ દ્રવ્ય પુદ્ગલ પરાવતદિ ન સમજવા. એમ પૂર્વે અને પછી પણ જાણી લેવું. સમ્યગુ-ન્યથાર્થ, મિથ્યા-વિપરીત દૈષ્ટિ જેની છે તે સમિથ્યાર્દષ્ટિ. તે જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહર્ત હોય. પછી સ્વભાવથી જ તેવા પરિણામનો નાશ થાય છે. છે પદ-૧૮, દ્વા-૧૦-“જ્ઞાન” છે o હવે જ્ઞાનદ્વાર, તેમાં આદિ સૂર• સૂત્ર-૪૮૨ : ભગવાન ! જ્ઞાની, જ્ઞાનીરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ! જ્ઞાની બે પ્રકારે - સાદિ અનંત, સાદિ સાંત. સાદિ સાંત જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટથી સાધિક ૬૬-સાગરોપમ હોય. અભિનિભોવિક જ્ઞાનીની પૃચછા - ગૌતમ! એમ જ છે. એ પ્રમાણે