SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વીપ૦/૨૫૦ થી ૨૮૬ ૮૬ છે. સૂર્યાદિના સર્વ મનુષ્યલોકમાં પ્રત્યેક નામ-ગોત્ર છે, અહીં અન્વર્યયુક્ત નામને સિદ્ધાંતની પરિભાષાથી ગોત્ર કહે છે. તેથી નામગોત્ર એટલે અન્વર્યયુક્ત નામ અથવા નામ અને ગોગ. પ્રાન્ત - અતિશય હિત પુરષ. કદી આ ન કહી શકે. માત્ર સર્વજ્ઞ જ કહી શકે. સર્વજ્ઞોપદિષ્ટ છે માટે શ્રદ્ધેય છે. અહીં બે ચંદ્ર અને બે સૂર્ય તે એક પિટક કહેવાય. આવી ચંદ્ર-સૂર્ય પિટકની સર્વસંખ્યા મનુષ્યલોકમાં ૬૬ છે. હવે પિટકનું પ્રમાણ કહે છે – એકૈક પિટકમાં બે ચંદ્ર અને બે સૂર્ય હોય છે. • x - આવી પિટક જંબૂદ્વીપમાં-૧, લવણસમુદ્રમાં-૨, ઘાતકીખંડમાં-૬, કાલોદમાં-ર૧, અત્યંતર પુકરાદ્ધમાં-૩૬ એમ કુલ-૬૬ થાય. સમગ્ર મનુષ્યલોકમાં નામની પિટકોની સર્વ સંખ્યા પણ ૬૬-થાય છે. નક્ષત્ર પિટક પરિમાણ - બે ચંદ્ર સંબંધી નગ સંખ્યા પરિમાણ. એકૈક પિટકમાં પ૬-નાનો હોય છે. ૬૬ પિટક સૂર્ય ચંદ્રવત્ જાણવી. ગાક આદિ મહાગ્રહોની મનુષ્યલોકમાં ૬૬-ની સર્વ સંખ્યા થાય છે. ગ્રહપિટક પરિમાણ બે ચંદ્ર સંબંધી ગ્રહ સંખ્યા પરિમાણ જાણવું. એકૈક પિટકમાં ૧૩૬ ગ્રહો થાય છે. એવી ૬૬ પિટક. - આ મનુષ્યલોકમાં ચંદ્ર-સૂર્યોની ચાર પંક્તિ થાય છે. તે આ રીતે- બે ચંદ્રોની અને બે સૂર્યોની. - x - જેમકે એક સૂર્ય જંબૂદ્વીપમાં મેરુના દક્ષિણ ભાગમાં ચાર ચરે છે, એક ઉત્તર ભાગમાં, એક ચંદ્ર મેરુના પૂર્વ ભાગમાં, એક પશ્ચિમ ભાગમાં. તેમાં જે મેરની દક્ષિણ ભાગે સૂર્ય ચાર ચરે છે, પછી સમશ્રેણિ વ્યવસ્થિત બે દક્ષિણ ભાગમાં જ સૂર્યો લવણમાં, છ ધાતકીખંડમાં, ૨૧-કાલોદસમુદ્રમાં, ૩૬-અત્યંતર પુકાદ્ધમાં. આ રીતે સૂર્ય પંક્તિ સર્વસંખ્યાથી ૬૬ થઈ. એ રીતે મેરના ઉત્તર ભાગમાં ચાર ચરતા સૂર્ય માટે પણ • X - X • સમજી લેવું. એ રીતે મેરુના પૂર્વ ભાગમાં ચાર ચરતા ચંદ્રમા માટે પણ સમશ્રેણિ વ્યવસ્થિત ૬૬-ચંદ્રોની સંખ્યા - x • x • સૂર્યવત્ સમજી લેવી. એ પ્રમાણે જ મેરુના પશ્ચિમ ભાગમાં ચંદ્રની ૬૬-પંક્તિ સમજી લેવી. નક્ષત્રોની મનુષ્યલોકમાં સર્વસંખ્યા પંક્તિ-૫૬-થાય. એકૈકની ૬૬ પંક્તિ થાય છે, જંબૂદ્વીપના દક્ષિણાદ્ધ ભાગમાં એક ચંદ્રના પરિવારભૂત અભિજિતાદિ-૨૮નમો ક્રમથી રહેલા છે. તેમાં દક્ષિણાદ્ધ ભાગમાં જ્યાં અભિજિત નક્ષત્ર છે, તેની સમશ્રેણિ વ્યવસ્થિત બે અભિજિત નક્ષત્ર લવણસમુદ્રમાં, છ ધાતકીખંડમાં, ૧કાલોદ સમુદ્રમાં, ૩૬-ગંતર પુકરાદ્ધમાં, એ રીતે કુલ ૬૬-અભિજિત નક્ષત્ર પંક્તિ છે. એ રીતે શ્રવણ આદિ બધાંની ૬૬ પંક્તિ વિચારવી. એ રીતે ઉત્તરાર્ધમાં પણ - X - X - નાગોની ૬૬-પંક્તિ કહેવી. ગાક આદિ ગ્રહોની ૧૩૬ સર્વસંખ્યા મનુષ્ય લોકમાં એક પંક્તિમાં થાય છે. આવી ૬૬ પંક્તિઓ જાણવી. અહીં પણ આ જ ભાવના છે - દક્ષિણાર્ધ ભાગે એક ચંદ્રના પરિવારભૂત અંગારાકાદિ ૮૮ ગ્રહો ઉત્તરાર્ધમાં બીજા ચંદ્રના પરિવારભૂત અંગારકાદિ ૮૮ ગ્રહો છે. ૬૬-પંક્તિની વિચારણા સૂર્ય ચંદ્રાદિત કરી લેવી. * * • x - ૪ - જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ મનુષ્યલોકવર્તી સર્વે ચંદ્રો, સર્વે સૂર્યો, સર્વે ગ્રહગણ અનવસ્થિત હોવાથી યથાયોગ બીજા-બીજા નક્ષત્રો સાથે યોગ કરીને પ્રકથી બધી દિશામાં-વિદિશામાં ભ્રમણ કરતા ચંદ્રાદિને દક્ષિણમાં જ મેરુ રહે છે. જે આવર્તમાં-મંડલ પરિભ્રમણ રૂપમાં તે પ્રદક્ષિણા કરે છે, તે - x - પ્રદક્ષિણાવર્ત, તે મંડલ મેરુ પ્રતિ જેમાં છે તે પ્રદક્ષિણાવર્ત મંડલ - x ચરે છે. આના દ્વારા કહે છે - સૂર્ય આદિ બધાં જે મનુષ્યલોકવર્તી છે તે પ્રદક્ષિણાવર્ત મંડલ ગતિથી પરિભ્રમણ કરે છે. આ ચંદ્ર-સૂર્યગ્રહોના મંડલ અનવસ્થિત છે, કેમકે યથાયોગ તે બીજા-બીજા મંડલોમાં સંચરે છે. નક્ષત્ર-તારાના મંડલોને અવસ્થિત જાણવા. આકાલને માટે પ્રતિનિયત એક-એક નક્ષત્ર અને તારાના મંડલ છે. તેના વ્યવસ્થિત મંડલ કહેતા નથી. એવી આશંકાથી થાય કે શું તેની ગતિ જ થતી નથી. તેથી કહે છે - તે નામો અને તારાઓ પ્રદક્ષિણાવર્ત જ છે. મેરુને અનુલક્ષીને ચરે છે. ચંદ્ર-સૂર્યોનો ઉપર કે નીચે સંક્રમ થતો નથી. પણ તિછમિંડલમાં સંક્રમણ થાય છે. • x • સર્વ અત્યંતર મંડલથી સંક્રમણ કરતા સર્વ બાહ્ય મંડલમાં જાય અને સર્વ બાહ્ય મંડલથી આગળના મંડળમાં સંક્રમતા સર્વ અત્યંતર મંડલમાં આવે છે. - ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર અને મહાગ્રહોના ચાર વિશેષથી મનુષ્યો સુખ-દુ:ખથી પ્રભાવિત થાય છે. કહે છે – મનુષ્યોના કર્મો હંમેશા બે પ્રકારના હોય છે. જેમકે - શુભવેધ અને અશુભવેધ. કર્મોના વિપાકના હેતુ સામાન્યથી પાંચ છે - દ્રવ્ય, ફોન, કાળ, ભાવ અને ભવ. પ્રાયઃ શુભવેધ કર્મોના વિપાકમાં શુભ દ્રવ્ય-ફોત્રાદિ સામગ્રી હેતુરૂપ થાય છે અને અશુભવેધ કર્મોના વિપાકમાં અશુભ દ્રવ્ય, ક્ષેત્રાદિ સામગ્રી કારણભૂત થાય છે. તેથી જ્યારે જે વ્યક્તિઓના જન્મ-નક્ષત્રાદિને અનુકુળ ચંદ્રાદિની ગતિ થાય છે, ત્યારે તે વ્યક્તિયોને પ્રાયઃ શુભવેધ કર્મ તથાવિધ વિપાક સામગ્રી પામીને ઉદયમાં આવે છે જેનાથી શરીરની રોગતા, ધનવૃદ્ધિ, વૈરોપશમન, પિયjપયોગ, કાર્યસિદ્ધિ આદિ થવાથી સુખ પ્રાપ્ત થાય છે. તેથી પરમ વિવેકી, બુદ્ધિમાન સ્વય પણ પ્રયોજનમાં શુભ તિથિ નફળાદિમાં તે કાર્ય આરંભે છે, ગમે ત્યારે આરંભતો નથી. તેથી જિનેશ્વરોની પણ આજ્ઞા છે કે પ્રવાજના [દીક્ષા] આદિ કાર્યો શુભફોગ, શુભદિશામાં મુખ રાખીને, શુભ તિથિ-નક્ષત્ર આદિ મુહૂર્તમાં કરવા જોઈએ. પંચવતુક' ગ્રંથમાં પણ કહ્યું છે - આ જિનાજ્ઞા છે કે શુભકાદિમાં દીક્ષાદિ કાર્યો કરવા. કર્મના ઉદયાદિ કારણો ભગવંત વડે પણ કહેવાયા છે, તેથી અશુભ દ્રવ્યગાદિ સામગ્રી પામીને કદાયિતુ અશુભવેધ કર્મો વિપાકને પામીને ઉદયમાં આવે. તેના ઉદયમાં ગૃહીત વ્રતભંગાદિ દોષ પ્રસંગ આવે. શુભફોગાદિ સામગ્રી પામીને લોકોને શુભ કર્મવિપાક સંભવે છે. તેનાથી નિર્વિદને સામાયિક પરિપાલનાદિ થાય, તેથી અવશ્ય છાસ્થ વડે શુભફોગાદિમાં યત્ન કસ્યો. જે ભગવંતો અતિશયવાળા છે, તે અતિશયના બળથી નિર્વિદત કે સવિદનને સમ્યક્ પામે છે. તેથી શુભ તિથિ-મુહૂતદિની અપેક્ષા રાખતા નથી. તેમના માર્ગનું અનુસણ છવાસ્થ માટે ન્યાય નથી. જેઓ એમ કહે છે - x • ભગવંતે પોતાની
SR No.009010
Book TitleAgam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy