________________
૩/દેવ/૧૫૭
સ્થિતિમાં ભેદ છે. જે સૂત્રકારશ્રીએ બતાવેલ છે. • સૂત્ર-૧૫૮ :
નાગકુમાર દેવોના ભવનો ક્યાં કહ્યા છે ? ‘સ્થાનપદ' મુજબ સાતત્ દક્ષિણ દિશાના પણ પૂછવા જોઈએ. સાવત્ ધરણ. અહીં નાગકુમારે નાગકુમાર રાજા વસે છે, યાવત્ વિચરે છે.
૧૨૯
ભગવન્ ! નાગકુમારરાજા નાગકુમારેન્દ્ર ધરણની કેટલી પર્યાદાઓ છે? ગૌતમ ! ત્રણ, સમરમાં કહ્યા મુજબ બધું કહેવું. ભગવન્ ! ધરણેન્દ્રની અત્યંતર પર્યાદામાં કેટલા હજાર દેવો છે? યાવત્ બાહ્ય પર્યાદામાં કેટલી દેવી છે ? ગૌતમ ! નાગકુમારાજ નાગકુમારેન્દ્ર ધરણની અત્યંતર પર્યાદામાં ૬૦,૦૦૦ દેવો, મધ્યમ પર્યાદામાં ૭૦,૦૦૦ દેવો, બાહ્ય પર્યાદામાં ૮૦,૦૦૦ દેવો છે. આતર પર્યાદામાં ૧૭૫ દેવીઓ, મધ્યમમાં ૧૫૦, બાહ્યમાં ૧૨૫ દેવીઓ છે.
ધરણેન્દ્રની અત્યંતર પર્યાદામાં દેવોની કેટલી કાળ સ્થિતિ કહી છે ? મધ્યમ પર્યાદામાં દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? બાહ્ય પર્યાદાના દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? આત્યંતર-મધ્યમ-બાહ્ય પર્યાદાની દેવીની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! ધરણેન્દ્રની અત્યંતર પર્યાદાના દેવોની સાતિરેક અર્થ પલ્યોપમની સ્થિતિ છે. મધ્યમ પર્યાદાના દેવોની અદ્ધ પલ્યોપમ સ્થિતિ છે, બાહ્ય પર્યાદાના દેવોની દેશોન અર્ધ પલ્યોપમ સ્થિતિ છે, અત્યંતર પદાની દેવીની સ્થિતિ દેશોન અપોપમ છે. મધ્યમ પર્યાદાની સાતિરેક સતુભગિ પલ્યોપમ, બાહ્ય પદાની દેવીની તુગિ પલ્યોપમ સ્થિતિ છે. શેષ કથન સમરેન્દ્ર સમાન છે. ઉત્તર દિશાના નાગકુમારો સ્થાન પદ મુજબ કહેવું.
ભગવન્ ! નાગકુમારરાજ નાગકુમારેન્દ્ર ભૂતાનંદની અત્યંતર પર્યાદામાં
કેટલા હજાર દેવો છે ? મધ્યમ પર્યાદામાં કેટલા હજાર દેવો છે ? બાહ્ય પર્યાદામાં કેટલા હજાર દેવો છે ? અત્યંતર-મધ્યમ-બાહ્ય પર્યાદામાં કેટલા સો દેવીઓ છે ? ગૌતમ ! નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજા ભૂતાનંદની અત્યંતર ૫ર્યાદામાં ૫૦,૦૦૦ દેવો છે, મધ્યમા પર્યાદામાં ૬૦,૦૦૦ દેવો છે, બાહ્ય પર્યાદામાં ૩૦,૦૦૦ દેવો છે. અાંતર પદામાં ૨૨૫ દેવી, મધ્યમા પદિમાં ૨૦૦ દેવી, બાહ્ય પદામાં ૧૭૫ દેવીઓ કહેલી છે.
ભગવન્ ! નાગકુમારરાજ નાગકુમારે ભૂતાનંદની અન્વંતર પદાના દેવોની કેટલો કાળ સ્થિતિ છે ? યાવત્ બાહ્ય પર્યાદાની દેવીની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ ! ભૂતાનંદેન્દ્રની અત્યંતર પર્યાદાના દેવોની સ્થિતિ દેશોન પલ્યોપમ છે, મધ્યમ પર્યાદાના દેવોની સાતિરેક અપિલ્યોપમ સ્થિતિ છે. બાહ્ય પર્યાદાના દેવોની અર્ધપોપમ સ્થિતિ છે, બાહ્ય પર્ષદાના દેવીની સ્થિતિ સાતિરેક ચતુગિ પલ્યોપમ છે, મધ્યમા પર્યાદાના દેવીની દેશોન અર્ધ પલ્યોપમ સ્થિતિ છે, અત્યંતર પપદાની દેવીની અપિલ્યોપમ સ્થિતિ છે. શેષ કથન સમરેન્દ્ર 18/9
૧૩૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
મુજબ જાણવું.
બાકીના વેણુદેવથી મહાઘોષ પર્યન્તનું કથન સ્થાન પદની વક્તવ્યતા મુજબ સંપૂર્ણ કહેવું. ધરણ અને ભૂતાનંદની પર્યાદા માફક બાકીના ભવનપતિ કહેવા. ધરણ માફક દક્ષિણ દિશાના, ભૂતાનંદ માફક ઉત્તર દિશાના ઈન્દ્રો કહેવા. પરિમાણ-સ્થિતિ પણ જાણવા.
• વિવેચન-૧૫૮ :
નાગકુમાર દેવોના ભવનો ક્યાં છે ? પ્રજ્ઞાપના સૂત્રના ‘સ્થાન’ નામક બીજા પદમાં કહ્યા મુજબ જાણવું. - ૪ - તે આ રીતે - ભગવન્ ! નાગકુમાર દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના - ૪ - મધ્યના ૧,૩૮,૦૦૦ યોજનમાં વસે છે. અહીં નાગકુમાર દેવોના ૮૪-લાખ ભવનો કહ્યા છે. તે ભવનો યાવત્ પ્રતિરૂપ કહ્યા છે. અહીં નાગકુમાર દેવોના ભવનો કહ્યા, તેમાં ઘણાં મહદ્ધિક, મહાધુતિક દેવો વસે છે. બાકી બધું ઔધિક મુજબ યાવત્ વિચરે છે. અહીં ધરણ અને ભૂતાનંદ એ બે નાગકુમારેન્દ્ર વસે છે, બાકી ઔધિક મુજબ જાણવું.
ભગવન્ ! દક્ષિણના નાગકુમાર દેવોના ભવનો ક્યાં છે ? તે દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં - ૪ - વસે છે. અહીં દક્ષિણ દિશાના નાગકુમાર દેવોના ૪૪-લાખ ભવનો કહેલા છે. તે ભવનો બહારથી વૃત્ત યાવત્ પ્રતિરૂપ છે. અહીં દક્ષિણ દિશાના નાગકુમાર દેવોના ભવનો છે. અહીં ઘણાં મહદ્ધિક દાક્ષિણી નાગકુમારો વસે છે યાવત્ વિચરે છે. અહીં ધરણેન્દ્ર રહે છે. તે ત્યાં ૪૪ લાખ ભવનાવાસ, ૬૦૦૦ સામાનિકો, ૩૩-ત્રાયત્રિંશક દેવો, ચાર લોકપાલ, છ અગ્રમહિષી, ત્રણ પર્વદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ આદિનું આધિપત્ય કરતા વિચરે છે.
હવે પર્મદા નિરૂપણ - પૂર્વવત્ છે. વિશેષ એ કે - અત્યંતર ૫ર્ષદામાં ૬૦,૦૦૦
દેવો છે ચાવત્ બાહ્ય પર્ષદામાં ૧૨૫ દેવી છે. - ૪ - ૪ - અત્યંતર પર્મદાના દેવોની સ્થિતિ સાતિરેક અદ્ધ પલ્યોપમ છે ઈત્યાદિ - ૪ - x - બધું સૂત્રાર્થ મુજબ કહેવું.
.
ભગવન્ ! ઉત્તરના નગાકુમારોના ભવનો ક્યાં છે ? ઈત્યાદિ. પ્રજ્ઞાપના સૂત્રના ‘સ્થાન’ નામક પદ મુજબ કહેવું. તે આ પ્રમાણે – ભગવન્ ! ઉત્તલ્લિ નાગકુમારો ક્યાં વસે છે ? ગૌતમ ! જંબુદ્વીપના મેરુ પર્વતની ઉત્તર આ રત્નપ્રભા પૃથ્વીના મધ્યના ૧,૭૮,૦૦૦ યોજનમાં ઉત્તલ્લિ નાગકુમારના ૪૦ લાખ ભવનાવાસ કહ્યા છે. તે ભવનો બહારથી વૃત્ત યાવત્ દક્ષિણવત્ કહેવું. અહીં ભૂતાનંદ નાગકુમારેન્દ્ર વસે છે - ૪ - તે ત્યાં ૪૦-લાખ ભવનોનું ઇત્યાદિ પૂર્વવત્ યાવત્ વિચરે છે.
પર્યાદા નિરૂપણ - ભૂતાનંદની પર્યાદા પૂર્વવત્ વિશેષ એ કે અત્યંતર પર્યાદામાં ૫૦,૦૦૦ દેવો ઈત્યાદિ સંખ્યા સૂત્રાર્થ મુજબ જાણવું તથા અત્યંતર પર્ષદાના દેવોની સ્થિતિ દેશોન પલ્યોપમ ઈત્યાદિ સંખ્યા સૂત્રાર્થ મુજબ જાણવી, બાકી પૂર્વવત્.
નાગકુમાર રાજ સિવાયના વેણુદેવાદિથી મહાઘોષ સુધીની વક્તવ્યતા પ્રજ્ઞાપનાના “સ્થાનપદ” મુજબ કહેવું. તે આ પ્રમાણે - સુવર્ણકુમાર દેવોના ભવનો ક્યાં છે ?