________________
૩નિર-૨/૧૦૫
સંતાપને પણ શાંત કરે. એ પ્રમાણે સર્વ ભુખાદિ દોષ ચાલ્યા જતાં સુખ ભાવથી નિદ્રા પામે, સુપ્રબોધા નિદ્રાને પામે, પ્રચલા પામે, ક્ષણ માત્ર નિદ્રા લાભથી અતિ સ્વસ્થ
થાય...
૮૩
--
- સ્મૃતિ - પૂર્વાનુભૂત સ્મરણ, રતિ - તદવસ્થાની આસક્તિરૂપ, ધૃતિ - ચિત્ત સ્વાસ્થ્ય, મતિ - સમ્યગ્ ઈહા-અપોહ રૂપ. આ બધાંને પામે છે. પછી શીત - બાહ્ય શરીર પ્રદેશના શીત ભાવથી, શીતવૃત - શરીરની અંદર પણ નિવૃત્તિરૂપ, પછી એકી ભાવથી જતા સાતા-આહ્લાદ, તત્વધાન સૌખ્ય, પણ અભિમાન માત્ર જનિત આહ્લાદ નહીં. આ સાતાસૌમ્યની બહુલતાથી સ્વેચ્છાએ પરિભ્રમણ કરે. આ રીતે આ દૃષ્ટાંતની માફક હે ગૌતમ ! અસત્ ભાવ કલ્પનાથી - ૪ - ઉષ્ણ વેદના નરકથી તે વૈરયિક અનંતર ઉદ્ધર્તીને નીકળે, અહીં પ્રત્યક્ષ ઉપલભ્ય મનુષ્ય લોકના જે સ્થાનો છે. જેવા કે - ગોળ પકાવવાની ભઠ્ઠી ઈત્યાદિ...
પિષ્ટ પાચનક અગ્નિ ભેદથી આનું સ્વરૂપ કહે છે તે પણ અવિરુદ્ધ જ છે - તલનો અગ્નિ, તુષનો અગ્નિ ઈત્યાદિ. લોઢું ગાળવાની ભઠ્ઠી, એ રીતે તાંબુપુ-શીશા આદિ ગાળવાની ભઠ્ઠી જાણવી, ઇંટનો નિભાડો ઇત્યાદિ કે લોઢાની કોઠી, યંત્ર વાડચુલ્લી - શેરડી પીલવાનું યંત્ર, તેમાં જ્યાં ઈક્ષુરસ પકાવાય છે, આવા પ્રકારના જે સ્થાનો મનુષ્યલોકમાં છે કે જે અગ્નિના સંપર્કથી અતિ તપેલા છે, તે કેટલાંક લોહભઠ્ઠી આદિ, કેટલાંક ઉષ્ણ સ્પર્શવાળા પણ સંભવે છે, તેથી વિશેષમાં કહે છે – સાક્ષાત્ અગ્નિ વર્ણ થયા, આ જ ઉપમાને સ્પષ્ટ કરે છે – વિકસિત પલાશપુષ્પ સમાન થાય, ઉલ્કા-મૂળ અગ્નિથી છુટી-છુટીને જે અગ્નિકણો પ્રસરે છે, તે ઉલ્કા કહેવાય છે. તેવી હજારો ઉલ્કાને મૂકતા, હજારો જ્વાલાને છોડતાં, હજારો અંગારાને વિખેરતા, અતિ જાજ્વલ્યમાન, સારી રીતે પ્રગટેલ અગ્નિ જેમાં છે, તેને જુએ છે. જોઈને તેમાં પ્રવેશે છે. પ્રવેશીને નસ્કની ઉષ્ણ વેદના જનિત બાહ્ય શરીરના પરિતાપને શાંત કરે છે. કેમકે નરકના ઉષ્ણ સ્પર્શાદિ, ભઠ્ઠી આદિના ઉષ્ણસ્પર્શ કરતા અતીવ મંદ છે. એ રીતે તૃષા-ક્ષુધા-દાહાદિને શાંત કરે છે. તેમ થતાં નિદ્રા-પ્રચલાને પામીને, સ્મૃતિ-ધૃતિ-રતિને પામે છે. પછી શીત-શીતીભૂત થઈને નીકળતા ઘણી
સાતાપામી વિચરે છે.
આમ કહી ગૌતમસ્વામી પૂછે છે – શું ઉષ્ણ વેદનીય નસ્કોમાં આવા પ્રકારની ઉષ્ણવેદના હોય છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ઉષ્ણ વેદનીય નરકોમાં જે ઉષ્ણ વેદના છે, તે આના કરતા ઘણી અનિષ્ટતર, અપ્રિયત, અમનોજ્ઞતરાદિ વેદના વેદે છે.
હવે શીત વેદનીય નસ્કોમાં શીતવેદના સ્વરૂપ કહે છે – શીતવેદનીય નસ્કોમાં વૈરસિકો કેવી શીતવેદના અનુભવતા રહે છે ? જેમ કોઈ લુહારપુત્ર, તરુણ ઇત્યાદિ વિશેષણયુક્ત હોય ઈત્યાદિ પૂર્વવત્. વિશેષમાં અહીં ઉત્કર્ષથી એક માસ કહેવો. તે લુહારપુત્ર, લોઢાના ઉષ્ણ પિંડને, અહીં મુળ - બાહ્ય પ્રદેશ માત્ર અપેક્ષાથી કહે છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
આ
ઉષ્ણીભૂત - સર્વથા અગ્નિવર્ણરૂપ. લોઢાની સાણસી વડે પકડીને અસદ્ભાવ પ્રસ્થાપનાથી શીતવેદનીય નસ્કોમાં ફેંકે. બાકી પૂર્વવત્ - તે આ રીતે - “તેને પલકવારમાં પાછો લઈ લઈશ’ એમ વિચારે, તેટલામાં તેને ફૂટતો-પીંગળતો-નષ્ટ થતો જુએ છે. પણ તેને અસ્ફૂટિત સ્વરૂપે બહાર કાઢવામાં સમર્થ થતો નથી ચાવત્ સાતા સૌખ્યથી વિચરે છે.
*
આ ઉક્ત અધિકૃત્ દૃષ્ટાંત પ્રકારથી, ગૌતમ ! સદ્ભાવ પ્રસ્થાપનાથી શીત વેદનીય નસ્કોથી અનંતર ઉદ્ધર્ડીને, જે આ મનુષ્યલોકમાં સ્થાનો છે - જેમકે - હિમ, હિમપુંજ, હિમપટલ, હિમકૂટ. આ પર્યાય પદો છે. તે શીત-શીતપુંજ ઇત્યાદિને જુએ છે. જોઈને તેમાં પ્રવેશે. પ્રવેશીને નરજનિત શીતત્વને દૂર કરે. પછી સુખાસિકા ભાવથી તૃષા, ક્ષુધા, જવર, નરક વેદનીય, નસ્કસંપર્કથી ઉત્પન્ન ઠંડીને પણ દૂર કરે. પછી આ દોષો દૂર થતાં અનુત્તર સ્વાસ્થ્ય પ્રાપ્ત થતાં નિદ્રા-પ્રચલા પામે, સ્મૃતિ આદિ પામે. પછી નકગત ઠંડી દૂર થવાથી બાહ્યપ્રદેશથી ઉષ્ણ, આંતસ્કિ રીતે પણ ઠંડી દૂર થતાં ઉત્સાહ જન્મતાં, સુખે સંક્રમતો ઘણા સાતા-સુખથી વિચરે - ૪ - હવે નૈરયિકોની સ્થિતિ પ્રતિપાદન કરે છે –
• સૂત્ર-૧૦૬,૧૦૭ :
[૧૦૬] ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી નૈરયિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ સ્થિતિ કહેવી. યાવત્
અધઃસપ્તમી.
[૧૭૭] ભગવન્ ! આ પ્રભા નૈરયિક અનંતર ઉદ્ઘર્દીને ક્યાં જાય છે ? ક્યાં ઉપજે છે ? શું નૈરસિકોમાં કે તિર્યંચ યોનિકોમાં ઉપજે છે ? ઉદ્ધર્તના કહેવી. જેમ વ્યુત્ક્રાંતિ પદમાં છે તેમ અહીં પણ અધઃસપ્તમી સુધી કહેવી.
- વિવેચન-૧૦૬,૧૦૭ :
ભગવન્ ! રત્નપ્રભાપૃથ્વી નૈરયિકોની સ્થિતિ કેટલા કાળની છે ? જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સાગરોપમ. એ રીતે શર્કરાપ્રભાના નૈરયિકોની જઘન્યથી સાગરોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ. વાલુકાપ્રભા નૈરયિકોની જઘન્ય ત્રણ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાત સાગરોપમ. પંકપ્રભાના વૈરયિકોની જઘન્ય સાત સાગરોપમ, ઉત્કૃષ્ટથી દશ ધૂમપ્રભાની જઘન્ય-દશ, ઉત્કૃષ્ટ-૧૭, તમઃપ્રભા નૈરયિકોની જઘન્ય-૧૭, ઉત્કૃષ્ટ૨૨, તમસ્તમપ્રભાની જઘન્ચ-૨૨, ઉત્કૃષ્ટ-૩૩-સાગરોપમ. ક્યાંક એવું કહે છે કે – “જેમ પ્રજ્ઞાપનાના સ્થિતિપદમાં'' કહ્યું છે.
દરેક પ્રસ્તટનું સ્થિતિ પરિમાણ આ રીતે - રત્નપ્રભાના પહેલા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ-૯૦,૦૦૦ વર્ષ. બીજા પ્રસ્તટમાં જઘન્ય દશ લાખ વર્ષ, ઉત્કૃષ્ટ ૯૦ લાખ વર્ષ. ત્રીજા પ્રસ્તટમાં ૯૦ લાખ વર્ષ, ઉત્કૃષ્ટ પૂર્વ કોટી, [આગળ-આગળની જઘન્યા સ્થિતિ, પૂર્વ-પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિવત્ છે.] ચોથા પ્રસ્તટમાં ઉત્કૃષ્ટી સાગરોપમનો ૨/૧૦ ભાગ. છટ્ઠા પ્રસ્તટમાં ઉત્કૃષ્ટી ૩/૧૦ સાગરોપમ, સાતમામાં