________________
૩/નર-૧/૮૭
અને બુદ્ધિથી પ્રતરાદિરૂપમાં વિભક્ત ખકાંડમાં વર્ણ-આદિમાં પરિણત દ્રવ્ય યાવત્ પરસ્પર સંબદ્ધ છે ? હા, છે.
આ રત્નપભાના રત્ન નામક કાંડના ૧૦૦૦ યોજન બાહલ્યવાળા અને પ્રતરાદિરૂપમાં બુદ્ધિ દ્વારા વિભતમાં પૂર્વવત્ દ્રવ્યો છે? હા, છે. એ પ્રમાણે ષ્ટિકાંડ સુધી કહેવું.
ભગવન્ ! આ રત્નાભાના પંકબહુલ કાંડના ૮૪,૦૦૦ યોજન બાહલ્યવાળા અને બુદ્ધિ દ્વારા પ્રતરાદિ રૂપમાં વિભક્ત છે, તેમાં પણ પૂર્વવત્. એ પ્રમાણે અબહુલના ૮૦,૦૦૦ બાહલ્સવાળામાં જાણવું. એ પ્રમાણે રત્નપ્રભાના ૨૦,૦૦૦ યોજન બાહલ્યવાળા અને બુદ્ધિથી વિભકત ઘનોદધિમાં તેમજ છે. એ રીતે અસંખ્યાત હજાર યોજન બાહલ્યવાળા ઘનવાતમાં, અવકાશાંતરમાં તેમજ છે.
ભગવન્ ! શકરપ્રભાના ૧,૩૨,૦૦૦ યોજનના બુદ્ધિ કલ્પિત વિભાગમાં દ્રવ્યથી વણ યાવત્ સંબદ્ધ છે શું? હા, છે. એ રીતે નોદધિના ૨૦,૦૦૦ યોજન બાહત્યમાં અને અસંખ્યાત હજાર યોજન બાહલ્યવાળા ઘનવાત અને
આકાશના વિષયમાં જાણવું.
૫૫
શર્કરાષભા માફક અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું. • વિવેચન-૮૭ :
આ ૧,૮૦,૦૦૦ યોજન બાહલ્સવાળી ત્નપ્રભામાં ક્ષેત્રચ્છેદ-બુદ્ધિ વડે પ્રતસ્કાંડ વિભાગથી છેદાતા. - ૪ - વર્ણથી કાળા આદિ પાંચ દ્રવ્ય, ગંધથી બંને ગંધ, રસથી તિક્તાદિ પાંચ, સ્પર્શથી કર્કશાદિ પાંચ, સંસ્થાનથી પરિમંડલાદિ પાંચ. આ બધાં કેવા છે ? પરસ્પર સ્પર્શ માત્ર યુક્ત, તથા પરસ્પર અવગાઢ, જેમાં એક દ્રવ્ય અવગાઢ ત્યાં બીજા પણ દેશથી ક્વચિત્ સર્વથી અવગાઢ છે. પરસ્પર સ્નેહથી પ્રતિબદ્ધ હોવાથી એકને ચલાવતા કે ગ્રહણ કરતા બીજું પણ ચલનાદિ ધર્મયુક્ત થાય છે. પરસ્પર ધકત્તાÇ - પરસ્પર પ્રગાઢ રૂપે મળીને રહે છે. ભગવંતે કહ્યું. હા, રહે.
આ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીમાં ખરકાંડના ૧૬,૦૦૦ યોજન બાહલ્સ, પછી રત્નકાંડ ૧૦૦૦ યોજન બાહલ્સ, પછી ષ્ઠિકાંડ સુધી કહેવું. પછી આ રત્નપ્રભા પૃથ્વી પછી પંકબહુલકાંડ - ૮૪,૦૦૦ યોજન બાહલ્ય, પછી બહુલકાંડનું ૮૦,૦૦૦ યોજન બાહલ્ય, પછી ઘનોદધિ, ઘનવાત, તનુવાત, અવકાશાંતર સૂત્રાર્થમાં જણાવેલ પ્રમાણ મુજબ જાણવું.
પછી શર્કરાપ્રભા પૃથ્વી - ૧,૩૨,૦૦૦ યોજન બાહલ્યથી છે, તેની નીચે ચયોક્ત પ્રમાણ ઘનોદધ્યાદિ છે. એ રીતે અધ-સપ્તમી પૃથ્વી સુધી સૂત્રાર્થ મુજબ બધું કહેવું. • x " હવે સંસ્થાનનું પ્રતિપાદન કરે છે–
• સૂત્ર-૮૮ ઃ
ભગવન્ ! આ રત્નપ્રભાનો આકાર કેવો છે ? ગૌતમ! ઝલ્લરી આકાર. રત્નપ્રભાનો ખરકાંડ ક્યા આકારે છે ? ઝલ્લરી આકાર, રત્નાભાનો રત્નકાંડ
૫૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
કયા આકારે છે ? ગૌતમ ! ઝલ્લરી. એ રીતે ષ્ઠિકાંડ સુધી. એ પ્રમાણે પંકબહુલ, એ રીતે અબહુલ, ઘનોદધિ, ઘનવાત, તનુવાત, અવકાશાંતર એ બધાં ઝાલર આકારે જ છે.
ભગવન્ ! શર્કરાષભા પૃથ્વી કયા આકરે છે? ગૌતમ ! ઝાલર આકારે. શર્કરાપ્રભા ઘનૌધિ કયા આકારે છે ? ગૌતમ ! ઝાલર આકારે. એ રીતે અવકાશાંતર સુધી કહેવું. એ રીતે અધસપ્તમી સુધી કહેવું.
• વિવેચન-૮૮ :
આ રત્નપ્રભા કયા આકારે રહેલી છે ? ગૌતમ ! ઝાલરવત્ સંસ્થિત-વિસ્તીર્ણ વલયાકારત્વથી. આ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વી ખકાંડ પણ છે, પછી રત્નકાંડ, પછી વજ્રકાંડ યાવત્ ષ્ટિકાંડ ઈત્યાદિ - x - અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું. તેની નીચે ક્રમથી ઘનોદધિ આદિ બધું ઝાલર સંસ્થાને કહેવું. આ સાતે પૃથ્વી બધી દિશાએ અલોકને સ્પર્શે છે ?
• સૂત્ર-૮૯ :
ભગવન્ ! આ રત્નપ્રભાપૃથ્વીની પૂર્વાદશાના ઉપરીમથી કેટલા પતરાલ
પછી લોકાંત છે ? ગૌતમ ! બાર યોજનના અંતર પછી લોકાંત છે. આ પ્રમાણે
દક્ષિણ, પશ્ચિમ, ઉત્તરમાં પણ જાણવું.
શકરપ્રભા પૃથ્વીના પૂર્વીય ચરમાંતથી કેટલા અંતરે લોક છે ? ગૌતમ ! ત્રણ ભાગ જૂન ૧૩ યોજનના અંતરે લોકાંત છે. આ રીતે ચારે દિશામાં કહેવું. વાલુકાપ્રભાની પૂર્વદિશાથી ? ગૌતમ ! ત્રિભાગ સહિત તેર યોજન અંતરે લોકાંત છે. એ રીતે ચારે દિશામાં પણ કહેવું.
આ પ્રમાણે બધી તરફ ચારે દિશામાં પૂછવું જોઈએ.
પંકપ્રભામાં ચૌદ યોજન અંતરે લોકાંત છે. પાંચમીમાં ત્રિભાગ ન્યૂન પંદર યોજન અંતરે લોકાંત છે. છઠ્ઠીમાં ત્રિભાગ સહિત પંદર યોજન અંતરે લોકાંત છે. સાતમીમાં ૧૬ યોજન અંતરે લોકાંત છે. આ પ્રમાણે ઉત્તરદિશાના ચરમાંત સુધી જાણવું.
ભગવન્ ! આ રત્નપ્રભાનું પૂર્વીય ચરમાંત કેટલા પ્રકારે છે ? ગૌતમ ! ત્રણ ભેટે ઘનોદધિવલય, ધનવાતવલય, તેનુંવાતવલય. ભગવન્ ! આ રત્નપ્રભાનું દક્ષિણી સરમાંત કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભે. એ પ્રમાણે ઉતરિલ્લ સુધી કહેવું. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી બધી પૃથ્વીના ઉત્તરી ચરમાંત સુધી કહેવું.
• વિવેચન-૮૯ :
રત્નપ્રભા પૃથ્વીના પૂર્વદિશાવર્તી ચરમાંતથી, કેટલા અંતરે લોકાંત-અલોકની અવધિ છે ? બાર યોજન પ્રમાણથી. પછી લોકાંત છે. રત્નપ્રભા પૃથ્વીની પૂર્વ દિશામાં ચરમપર્યન્તથી પછી અલોક પૂર્વે બાર યોજન અપાંતરાલ છે. એ રીતે દક્ષિણાદિ